Hindu Dharmnu Hard - 6 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 6

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 6

(6)

વિભાગ - ૨ :

શક્તિ જે વિશ્વને ટકાવી રાખે છે

૧૭. ચડિયાતો નિયમ

(‘નોંધ’માંથી)

(૧૧-૧૦-૧૯૨૮)નો ‘ઈશ્વર છે’ નો લોખ વાંચી એક વાચકે એમર્સનમાંથી નીચેનો સુંદર ઉતારો મોકલ્યો છે :

“આપણી આસપાસ પ્રતિદિન શું ચાલી રહ્યું છે તેનો જરા વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઈચ્છાશક્તિથી ચડિયાતો નિયમ બધા બનાવોનું નિયંત્રણ કરી રહ્યો છે. આપણે દુઃખ વેઠીને જે મહેનત કરી રહ્યા છીએ તે અનાવશ્યક અને નકામી છે; કેવળ આપણા સીધાસાદા ને સ્વયંસ્ફુરિત કાર્યમાંથી જ આપણને બળ મળી રહે છે અને આજ્ઞાપાલનનો સંતોષ અનુભવવાથી આપણે દૈવી બનીએ છીએ. શ્રદ્ધા અને પ્રેમ, વિશ્વાસપૂર્ણ પ્રેમ આપણી ચિંતાનો ભારે બોજો હળવો કરે છે.

ઓ મારા બંધુઓ! ઈશ્વર છે જ. આપણાંમાનો કોઈ વિશ્વનું કંઈ અહિત ન કરી શકે તે માટે પ્રકૃતિના કેન્દ્રમાં અને મનુષ્યમાત્રની ઈચ્છાની પર આત્મતત્ત્વ રહેલું છે.

“આપણે આપણું જીવન જીવીએ છીએ તેના કરતાં તે ઘણું વધારે સાદુંસીધું થઈ શખે એ બાધપાઠ આપણને બળાત્કારે શીખવવામાં આવે છે.

દુનિયા આજે છે એના કરતાં એક વધારે સુખી સ્થાન થાય તેમ છે; સંઘર્ષની, ઉત્પાતની, નિરાશાની, હાથ ઘસવાની કે દાંત કચકચાવવાની કંઈ જ જરૂર નથી;આપણે જ આપણાં અનિષ્ટો ખોટી રીતે ઊભાં કરીએ છીએ. આપણે પ્રકૃતિના આશાવાદમાં દખલ કરીએ છીએ.”

આપણને જરાકે શ્રદ્ધા હોય તો આપણી આસપાસ સર્વત્ર આપણે ઈશ્વર અને તેના પ્રેમને જોઈ શકીએ.

૧૮. કેવળ એક ઈશ્વર છે

ઘણા પત્ર લખનાર મને ઈશ્વર સંબંધી પ્રશ્નો પૂછે છે, અને આ પાનાં દ્વારા એના જવાબ માગે છે. એક અંગ્રેજ મિત્રના કહેવા પ્રમાણે માં ભગવાનનું જે ધતિંગ હું ચલાવું છું, તેનો આ દંડ મારે ભોગવવો પડે છે. આ સાપ્તાહિકમાં આવા બધા પ્રશ્નોના જવાબ આપવાનું તો શક્ય નથી, છતાં નીચેના પત્રનો ઉત્તર આપ્યા વિના છૂટકો નથી.

મેં વાંચ્યું. એમાં ૧૪૯મા પાના પર તમે લખો છો ‘આ સત્યરૂપી જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્‌.ાલ કરવો એ જ દોષમય લાગે છે.’

“૧૫૨માં પાના પર લખ્યું છે, ‘ઈશ્વરની સહનશીલતાનો પાર નથી.

એની ધીરજ અખૂટ છે. તે જુલમગારને પોતાને જ એનો ખાડો ખોદવા દે છે.

પોતે માત્ર વખતોવખત ગંભીર ચેતવણીઓ મોકલતો રહે છે.’

“હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ભગવાન છે જ એવું નક્કી નથી.

એ હોય તો એનું ધ્યેય સત્યનો ચોપાસ ફેલાવો કરવાનું હોવું જોઈએ. ત્યારે દુનિયામાં જાતજાતના દુષ્ટ લોકોને એ શા માટે રહેવા દે છે ? ચારે તરફ નિર્લજ્જ દુષ્ટ લોકો ફાલતા દેખાય છે, અને એમની દુષ્ટતાનો ચેપ સર્વત્ર ફેલાવી ભવિષ્યની પ્રજાને અનીતિ તથા અપ્રમાણિકતા વારસામાં આપતા જાય છે.

“સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા ભગવાનને નિજી સર્વજ્ઞતાથી શું ખબર પડે છે કે દુષ્ટતા ક્યાં છે ? અને પોતાની સર્વશક્તિમત્તાથી દુષ્ટતાને ત્યાં જ, તત્ક્ષણ મારી નાખી બધા પ્રકારની લુચ્ચાઈને ઊગતી જ ડામી શકે ? દુષ્ટ લોકોને મહાલતા અટકાવી ન શકે ?

“ભગવાને શા માટે અતિસહિષ્ણુ અને ધૈર્યવાન હોવું જોઈએ ? એ એવો જ હોય તો એનો પ્રભાવ કેટલો પડે ? દુષ્ટતા, શઠતા અને જુલમથી ભરેલો આ સંસાર તો ચાલ્યા જ કરે છે.

“જુલમગારને એની પોતાની ઘોર ખોદવા દેવાને બદલે એ જુલમગાર ગરીબ લોકો પર જુલમ ગુજારે તે પહેલાં જ ભગવાન એને કેમ ટૂંપી નાાખતો નથી ? શા માટે પહેલાં જુલમને છૂટો દોર આપવો અને જુલમીના ત્રાસથી હજારો ભ્રષ્ટ ખુવાર થઈ જાય પછી એ જુલમગારને એની ઘોરમાં જવા દેવો ?

“દુનિયા તો જાવી પાપમય હતી તેવી ને તેવી જ આજે પણ છે.

જે ઈશ્વર પોતાની શક્તિથી આવી દુનિયાને સુધારી સદાચારી અને સત્યનિષ્ઠ

મનુષ્યોની ન બનાવી શકે તેવા ઈશ્વરમાં શા માટે શ્રદ્ધા રાખવી ?

“અનેક દુર્ગુણોથી ભરેલા પાપી માણસોને પણ લાંબુ અને નિરામય જીવન ગાળતા હું જોઉં છું. આવા પાપી માણસો પોતાનાં પાપને કારણે વહેલા કેમ મરતા નથી ?

“ભગવાનમાં માનવાનું મને મન થાય છે, પણ એવી શ્રદ્ધાને માટે કોઈ પાયો જ મળતો નથી. કૃપા કરીને

દ્વારા મારા મનનું સમાધાન કરો અને મારી અશ્રદ્ધાને શ્રદ્ધામાં પલટાવી આપો.”

આ બધી દલીલો આદમ જેટલી જૂની છે. મારી પાસે એનો કોઈ જવાબ નથી. પરંતુ હું ભગવાનમાં શા માટે માનું છું તેટલું જ કહી જાઉં.

મારી માન્યતામાં તથા મારા કાર્યમાં ઘણા જુવાનિયા રસ લઈ રહ્યા છે તે હું જાણું છું. એટલે જ આ લખવા પ્રેરાયો છું. (હવે પછીનું આખું લખાણ, તેના છેલ્લા વાક્ય અને ન્યૂમનના કાવ્યને બાદ કરતાં, લંડનની કોલમ્બિયા બ્રોડકાસ્ટિંગ કંપની તરફથી, ગાંધીજી કિંગ્સલી હૉલમાં રહેતા તે દરમિયાન રેકર્ડ કરી લેવામાં આવ્યું હતું. એ લખાણનું ભાષાંતર માંથી આપ્યું છે.) દરેકેદરેક પદાર્થમાં વ્યાપી રહેલી કોઈક ગૂઢ સત્તા છે, જેનું શબ્દોથી વર્ણન કે વ્યાખ્યા થઈ શકતી નથી. હું તેને જોઈ શકતો નથી. છતાં તેનો અનુભવ મને થયા કરે છે. આ અદૃશ્ય સત્તાનો અનુભવ થાય છે ખરો પણ તેની સાબિતી આપી શકાતી નથી, કેમ કે મારી ઈન્દ્રિયો વડે જે જે પદાર્થોનું જ્ઞાન મને થાય છે તે સર્વેથી તે સત્તા તદ્દન જુદી જાતની છે. તે ઈન્દ્રિયોથી પર છે.

છતાં અમુક હદ સુધી ઈશ્વરની હસ્તી તર્કથી સમજી અથવા સમજાવી શકાય એવું છે. દુનિયામાં સામાન્ય વહેવારમાં પણ આપણે જોઈએ છીએ કે પોતાના પર કોણ શાસન ચલાવે છે, શા સારુ શાસન ચલાવે છે તે લોકો જાણતા નથી, અને છતાં એક સત્તાની હયાતી છે ને તે અચૂક શાસન ચલાવે છે એટલું તેઓ જાણે છે. મૈસુરના મારા ગઈ સાલના પ્રવાસમાં મારે ગામડાના ઘણા ગરીબ લોકોને મળવાનું થયેલું અને તેમને પૂછતાં મૈસુરમાં કોનું રાજ્ય ચાલે છે તે પોતે જાણતા નથી એમ તેમણે મને કહેલું. કોઈક દેવનું રાજ ચાલે છે એટલી વાત માત્ર તેમણે કહેલી. હવે, પોતાના પર શાસન ચલાવનાર રાજા વિશે આ ગરીબ લોકોનું જ્ઞાન આવું ઓછું છે, અને તે લોકો પોતાના શાસકના કરતાં જેટલા અલ્પ છે તેને હિસાબે હું ઈશ્વરના કરતાં ક્યાંયે વધારે અલ્પ છું. તો પછી રાજાઓનો પણ જે રાજા એવા ઈશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો હોય તેની શી નવાઈ ? આમ છતાંય ગરીબ ગામલોકોને મૈસુરની બાબતમાં લાગતું હોય તેમ વિશ્વની બાબતમાં મને લાગે છે કે તેમાં વ્યવસ્થા છે, તેમાં હયાત એવા કરેક પદાર્થને અને જીવનારા જીવને ચલાવનારો કોઈ અફર કાનૂન છે. અને એ કોઈ આંધળો કાનૂન નથી કેમ કે તેવો કાનૂન જીવતાં પ્રાણીઓના આચારને તાબે ન રાખી શકે. વળી, હવે સર જગદીશચંદ્ર બોઝની અદ્‌ભૂત શોધોને આધારે સાબિત થાય છે કે જડ પદાર્થો પણ ચેતન છે. તેથી જેને તાબે રહીને જીવમાત્ર નભે છે ને ચાલે છે તે કાનૂન ઈશ્વર છે, અહીં કાનૂન અને તે કાનૂનનો ઘડનારો બંને એક છે. એ કાનૂન અને તેના ઘડનાર વિશે મને નહીં જેવું જ્ઞાન હોય તેટલા જ કારણે મારાથી તે કાનૂનનો કે તેના ઘડનારનો ઈન્કાર ન થાય. કોઈ દુન્વયી સત્તાની હયાતીનો હું ઈન્કાર કરું અથવા તેવું મને જ્ઞાન ન હોય તેથી જેમ મારો કશો અર્થ સરતો નથી, તેવી જ રીતે ઈશ્વરના અને તેના કાનૂનના ઈનકારથી તેના શાસનમાંથી હું મુક્ત થઈ શકતો નથી. એથી ઊલટું, દુન્વયી સત્તાના સ્વીકારથી તેના અમલ નીચે જીવનવ્યવહાર સરળ બને છે તેમ ઈશ્વરી સત્તાનો મૂંગા રહીને ખામોશથી નમ્રપણે સ્વીકાર કરવાથી જિંદગીની સફર સરળ બને છે.

મારી આસપાસની સકળ સૃષ્ટિ હંમેશ પલટાયા કરે છે, હંમેશ નાશ પામે છે છતાં એ બધાયે વિકાર ને પલટાઓની પાછળ એક અવિકારી સ્થિર, સર્વને ધારણ કરવાવાળી, સર્વનું સર્જન કરવાવાળી, સ્રવનો વિલય કરવાવાળી અને સર્વનું ફરી સર્જન કરવાવાળી એક ચેતન સત્તા રહેલી છે એવી મને આછી આછી ઝાંખી થયા કરે છે સર્વને વ્યાપીને રહેલી એ સત્તા અથવા આત્મા તે જ ઈશ્વર છે. અને કેવળ ઈન્દ્રિયો દ્વારા જેનું મને જ્ઞાન થાય છે તે બધુંય ટકવાવાળું નથી અથવા ટકવાનું સામર્થ્ય ધરાવતું નથી તેથી તે એક જ છે. એકમાત્ર તેની જ હયાતી છે.

અને આ સત્તા પ્રેમાળ છે કે ડંખીલી છે ? શુભ છે કે અશુભ છે ?

હું અનુભવું છું કે તે કેવળ પ્રેમમય છે,

હરપળે જોઉં છું કે મૃત્યુની વચ્ચે જીવન કાયમ ટકી રહેલું છે, અસત્યની વચ્ચે સત્ય ટકી રહેલું છે અને અંધકારની વચ્ચે પ્રકાશ ટકી રહેલો છે. એથી હું સમજું છું કે ઈશ્વર જીવન છે, સત્ય છે, પ્રકાશ છે, તે જ પ્રેમ છે. તે જ પરમ કલ્યાણ છે.

પણ જેનાથી ખરેખર થતું હોય તોયે કેવળ બુદ્ધિનું સમાધાન થાય તે ઈશ્વર નથી. ઈશ્વરનું ઈશ્વરત્વ તેની હૃદય પર ચાલતી હકૂમતમાં અને હૃદયનું પરિવર્તન કરવાના તેના સામર્થ્યમાં રહેલું છે. પોતાના ભક્તના નાનામાં નાના કાર્યમાં તે વ્યક્ત થવો જોઈએ, થાય છે. પાંચે ઈન્દ્રિયો મળીને જે જ્ઞાન કરાવે તેના કરતાંયે વધારે સાચા, સાક્ષાત્‌ અને સ્પષ્ટ અનુભળથી જ એ બની શકે.

ઈન્દ્રિયોના થતાં જ્ઞાન આપણને ગમે તેટલાં સાચાં ભાસતાં હોય તોયે જૂઠાં તેમ જ ભ્રામક હોવાનો સંભવ છે અને ઘણી વાર હોય છેય ખરાં. ઈન્દ્રિયોથી પર જે સાક્ષાત્કાર થાય તે જ અચૂક સાચો અને આધાર રાખવા જેવો હોય છે. કોઈ બહારના પુરાવાથી નહીં પણ જેમણે અંતરમાં ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કર્યો હોય તેમના પરિવર્તન પામેલા આચાર અને ચારિત્ર્યથી તેની સાચી સાબિતી મળે છે.

બધાયે દેશો ને પ્રદેશોમાં થઈ ગયેલા પેગંબરોની અને સંતોની અતૂટ પરંપરાના અનુભવોમાંથી એવી સાબિતી મળી રહે છે.

દૃઢ શ્રદ્ધા આવા અનુભવોની પુરોગામી હોય છે. જેને પોતાની જાતમાં ઈશ્વરની હયાતીની હકીકતનું પારખું લેવું હોય તે જીવંત શ્રદ્ધાને જોરે તેમ કરે. અને ખુદ શ્રદ્ધાની સાબિતી બહારથી મળી શકતી નથી એટલે સલામતમાં સલામત રસ્તો દુનિયાના નૈતિક શાસનમાં અને તેથી નીતિના કાનૂનમાં એટલે કે સત્ય અને પ્રેમના કાનૂનમાં શ્રદ્ધા રાખવાનો છે. સત્યથી અને પ્રેમથી વિરોધી જે કંઈ હોય તેનો તાબડતોબ ત્યાગ કરવાનો ચોખ્ખો નિરધાર હોય ત્યાં શ્રદ્ધાનો અમલ સહેલો અને સલામતમાં સલામત હોય છે.

પરંતુ ઉપર કરેલી વાતોમાં પત્રલેખકના તર્કનો જવાબ નથી. તર્ક અથવા બુદ્ધિની કોઈ રીતથી અશુભની હસ્તી હું સમજાવી શકું એમ નથી.

શ્રદ્ધા બુદ્ધિથી પર છે. પત્રલેખકને તો હું એટલી જ સલાહ આપી શકું કે જે એસંભવ છે તેને માટે તે પ્રયત્ન ન કરે. પાપના અસ્તિત્વ માટે હું કોઈ તર્કસંગત કારણ ન આપી શકું. એમ કરવાના પ્રયાસમાં ઈશ્વરની સમાન થવાપણું છે. તેથી અશુભને અશુભ તરીકે ઓળખાવા જેટલો હું નમ્ર છું.

અને ઈશ્વર પોતે દુનિયામાં અશુભ અથવા પાપીને નભાવી લે છે તેથી જ હું તેને અપાર ક્ષમાવાન અને ખામોશવાળો માનું છું. તેનામાં કશું અશુભ નથી તે હું જાણું છું. તેનો લર્જક તે પોતે હોવા છતાં તેનાથી બિવકુલ અસ્પૃષ્ટ છે, તેનાથી જરાયે લેપાતો નથી.

અને હું એવું પણ સમજું છું કે અશુભની સાથે અને તેની સામે ખુદ જીવનને જોખમે પણ ઝઘડતો ન રહું તો હું ઈશ્વરને કદી પામવાનો નથી. મારા નમ્ર અને મર્યાદિત અનુભવને આધારે મારી આ માન્યતામાં હું દૃઢ રહું છું.

જેટલા પ્રમાણમાં હું શુદ્ધ થવાની અને અશુભથી અળગો રહેવાની કોશિશ કરું છું તેટલા પ્રમાણમાં હું ઈશ્વરની વધારે નજીક પહોંચું છું એવું મને લાગે છે.

તો મારી શ્રદ્ધા આજે કેવળ નામ પૂરતી જ છે. તે હિમાલય જેવી સ્થિર અને તેનાં શિખરો પર ઝળહળતા હિમ જેવી શુભ ને તેજસ્વી હોય તો હું ઈશ્વરની કેટલો બધો વધારે નજીક પહોંચી જાઉં ? દરમિયાન મારા પર પત્ર લખનાર ભાઈને જેમણે પોતાના અનુભવમાંથી ગાયું છે તે કારડિનલ ન્યૂમન સાથે પ્રાર્થના કરવાને ભલામણ કરું છું કે,

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન પંથ ઉજાળ

દૂર પડ્યો નિજ ધામથી હું ને

ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,

નિજ શિશુને સંભાળ

મારો જીવન પંથ ઉજાળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,

દૂર નજર છો ન જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન,

એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

ગઅસ્ર્ ત્ત્શ્વ પ શ્નષ્ટઈથ્ ન્શ્વ

, પા. ૭-૧૦

૧૯. ઈશ્વરની વ્યાખ્યા

(‘મૂળ ઈશ્વર છે ?’ માંથી)

તંત્રીશ્રી,

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

,

સાહેબ

આપના ‘ઈશ્વર અને કૉંગ્રેસ’ લેખ સંબંધમાં હું એવું કહેવા માગુ છું કે

ચાર્વાક પંથ સાવ ભૌતિકવાદી છે, જ્યારે ઈશ્વરના કે એને મળતા બીજા કોઈ

અલૌકિક અસ્તિત્વ બાબતમાં બૌદ્ધ ધર્મ ચૂપ છે અને જૈન ધર્મને એના અસ્તિત્વમાં જ શંકા છે, જોકે એ બંને ધર્મો હિંદુ ધર્મની પેઠે પુનર્‌-ન્મમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. (આપ આ સંબંધમાં આપના મિત્ર ધર્માનંદ કૌશામ્બી, જેમનો ઉલ્લેખ મેં કર્યો હતો તેમની સાથે ચર્ચાવિચારણ કરી શકશો.) એમ કહી શકાય કે એ બંને ધર્મના ધાર્મિક અનુષ્ઠાનમાં ઈશ્વરનું સ્થાન બૌદ્ધ ધર્મમાં કર્મની સાથે બુદ્ધે અને જૈન ધર્મમાં કર્મ સાથે જિને લીધું છે.

આધુનિક ધાર્મિક ચળવળોમાં, પંજાબનો દેવસમાજ જે મોટે ભાગે માનવતાવાદી અને એક સમાજસેવાની સંસ્થા છે અને જે અહિંસા પર ખૂબ ભાર મૂકે છે તે મને લાગે છે કે ધર્મસિદ્ધાંતમાં સ્પષ્ટ રીતે નાસ્તિક પંથ છે પણ ભૌતિકવાદી ઌબટ્ટ. મેં વાંચ્યું છે કે આ પંથ ઈશ્વરમાં કે દેવદેવીઓમાં માનતો નથી. એ જોતાં એનું દેવસમાજ નામ વિરોધા ભાસી છે. એ વદતોવ્યાઘાતનું ઉદાહરણ છે.

બ્રૅડલોની બાબતમાં આપે કહ્યું છે કે, બ્રૅડલોએ જુદાં જુદાં વર્ણનો પરથી જે ઈશ્વરના ખ્યાલ તેના મનમાં બંધાયો હતો તે ઈશ્વરના અસ્તિત્વનો ઈનકાર કર્યો હતો. આપ કહો છો તેમ આપણે બધા ઈશ્વરની પોતપોતાની વ્યાખ્યા કરીએ તો આપણી વ્યાખ્યાઓ ભિન્ન ભિન્ન હશે, પરંતુ એ ભિન્નતામાં એક જાતની સ્પષ્ટ એકસૂત્રતા હશે. બ્રૅડલોના ઈનકારમાં આ એકસૂત્રતાનો સમાવેશ થાય છે કે નથી થતો ? મારું અનુમાન એવું છે કે એમાં એ એકસૂત્રતાનો સમાવેશ ન થતો હોય એમ ન બને. કારણ કે બ્રૅડલો વિદ્વાન અને બારીક નિરીક્ષણ કરનાર માણસ હતા. પણ એ એકસૂત્રતાનો સમાવેશ થતો હોય તો બ્રૅડલોએ એ “” માં રહેલા ઈશ્વરનો ઈનકાર કેમ કર્યો ?

આ સંબંધમાં નીચેનો ઉતારો આપને કંઈક રસપ્રદ થઈ પડશે એ વિશે મને શંકા નથી :

“બૌદ્ધ ધર્મની વિચારસરણીમાં જગતના કર્તા કે નિયંતા તરીકે ઈશ્વરની કલ્પનાનો સર્વથા અભાવ છે. તેમાં ઈશ્વરના અસ્તિત્વનો ઈનકાર કરવાની વાત તો દૂર રહી, પણ તેનો ઉલ્લેખ સુધ્ધાં નથી મળતો. એક સમય હતો જ્યારે સામાન્ય રીતે ફાતરીપૂર્વક એવું મનાતું કે કોઈ રાષ્ટ્રની આખી પ્રજા નાસ્તિક હોય એમ કદી બન્યું નથી. પણ એથી ઊલટું, હવે એ વાતની કોઈ ના પાડી શકે એમ નથી કે સંખ્યાબંધ બૌદ્ધ રાષ્ટ્રો મુખ્યત્વે નાસ્તિક છે; કારણ કે સદ્‌ગુણ, તપ અને ઉચ્ચ જ્ઞાન દ્વારા મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવી કોઈ અલૌકિક શક્તિ ધરાવનાર માણસથી તેઓ અપરિચિત છે. અને આ અશ્ચર્યકારક વાતનો ઈશારો એ વાતમાંથી મળે છે કે, બૌદ્ધ પ્રજાઓમાંની કાંઈ નહીં તો ચીની, મોંગોલ અને તિબેટની પ્રજાઓની ભાષામાં ઈશ્વરની કલ્પના દર્શાવતો કોઈ શબ્દ જ નથી. એટલે બૌદ્ધ ધર્મની ભાવિ દશા વિશ્વસનિયતા નક્કી કરી આપતો નથી. વસ્તુના સ્વભાવમાં રહેલા એક જાતના સદ્‌ગુણ અર્થાત્‌ કાર્યકારણની અંધ અને અજ્ઞાત સાંકળ વડે તેના આચરણનું કર્મફળ એ ભાવિ નક્કી કરે છે.”

- ચેમ્બર્સ ઍન્સાઈક્‌લાક્પીડિયા, વિષય બૌદ્ધ ધર્મ હવે હું ભર્તૃહરિનો નીચેનો શ્લેક આપીને પત્ર પૂરો કરું છું :

આપણે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, પરંતુ દુઃખવી નાત એ છે કે તેઓ પણ ભાગ્યાધીન છે. ત્યારે આપણે વિધાતાને નમસ્કાર કરવા જોઈએ, પરંતુ તે પણ નિયત કર્મફળ આપનાર છે. જ્યારે ફળ કર્માધીન છે તો પછી આપણે દેવતાઓ સાથે શી નિસબત છે અને વિધાતાની શી પરવા ? એટલે જે કર્મોને વિધાતા પણ જીતી શકતા નથી તે કર્મોને જ આપણી નમસ્કાર છે.

આપનો

એસ.ડી. નાડકર્ણી

શ્રી નાડકર્ણીના આ ચતુરાઈભર્યા પત્રને સ્થાન આપ્યા વિના ચાલે તેમ નથી. પણ હું મારા મતને વળગી રહું છું કે, જૈન ધર્મ કે બોદ્ધ ધર્મ નાસ્તિક નથી. હું શ્રી નાડકર્ણી સમક્ષ ઈશ્વરની નીચેની વ્યાખ્યાઓ રજૂ કરું છું. કર્મનો કુલ સરવાળો તે ઈશ્વર. જે માણસને શુભ કાર્ય કરવા પ્રેરે છે તે ઈશ્વર. જે જીવિત છે તેનો કુલ સરવાળો તે ઈશ્વર. જે માણસને ભાગ્યનું રમકડું બનાવે છે તે ઈશ્વર. બ્રૅડલોને જેણે સર્વ કસોટીઓમાં ટકાવી રાખ્યા તે ઈશ્વર હતો. ઈશ્વર નાસ્તિકે નેતિ નેતિ છે.