Fatema Mir in Gujarati Classic Stories by Munavvar Ali books and stories PDF | ફાતેમા મીર

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ફાતેમા મીર

નિત્યક્રમ મુજબ હું ઝઘડિયા જવા માટે બસમાં બેઠો અને મુસાફરી શરૂ થઈ.
થોડો સમય વીત્યો બે સ્ટેશન વયાં ગયા.
મને લાગવા માંડ્યું કે મુસાફરી થોડો વધુ સમય ખેંચી લેશે
એટલે મેં મોબાઈલ માં દુરુદે પાક નું રટણ શરૂ કરી દીધું.
કેમકે સવાર સવાર માં સાત વાગે પરમાત્માનું નામ લઈએ તો દિવસની શરૂઆત સારી થશે.
દુરુદે પાકના 100 ક્રમ પુરા થયા, પછી મેં નાત(ભજન) શરૂ કર્યા એ પણ પુરા થયા.
મુસાફરીએ લાંબો સમય માંગી લીધો. એટલે મને આવ્યો કન્ટાળો જેને કારણે મેં મારું ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનું શરૂ કરી દીધું.
પેપરની હેડલાઈન વાંચી જેમાં લખ્યું હતું કે પ્લેનમાં સહકર્મીગણ સાથે પેસેન્જરનો દુર્વ્યવહાર, આ ઘટના અગાઉ પણ થઈ ચૂકી હતી જેમાં બોઇંગ-૭૪૭ નામના પેસેન્જર જેટમાં ઠન્ડી કોફી પીરસવાના મુદ્દે તકરાર થયો હતો જે ઈ.સ. 2016માં થયો હતો.
પરંતુ આ ઘટના થોડી ભિન્ન છે જેમાં હોસ્ટેસ સારી દેખાવમાં હોવાથી છેડતી કરવાનો આરોપ સામે આવ્યો છે, જેમાં યુવતીના નિતમ્બ પર પેસેન્જરે પોતાનો હાથ 3 વાર મૂકી દીધો હતો, જેના વિરુદ્ધ તેણીએ એટપોર્ટ ઓથોરિટી રાઇટ્સમાં ફરિયાદ કરી દીધી હતી. સવારમાં આવા માઠા સમાચાર વાંચી લીધા (જેને ભણેશરી અને સાહેબ લોકો નેગેટિવ ન્યુઝ કહે) હવે દિવસ શું ખાક સારો રહેશે? એમ મેં વિચાર્યું.
એમાં મારુ સ્ટેશન ઝઘડિયા આવી ગયું, બસમાંથી હું ઉતર્યો અને ભૂખ લાગી હોવાથી મેં થોડીવાર મૌન ધારણ કર્યું, કેમકે ડાયટ પાળતો હોવાથી સાવરે એક પ્યાલો ગ્રીન-ટીનો પીધો હતો. થોડીવારમાં મને એક નાની એવી જ્યુસની તફરી જોવા મળી, ત્યાં મને જાણવા મળ્યું કે કેરીનો રસ હાલમાં ઉપલબ્ધ છે જેના 20₹ છે અને શેરડીનો રસ જે 11 વાગ્યા પછી પ્રાપ્ત થાય જેનું મૂલ્ય 10 રૂ છે, મેં થોડીવાર વિચાર કર્યો અને કેરીનો રસ પી લીધુ, હવે આંય પણ મને છેતરામણીજોવા મળી કેમકે 20 રૂપિયા ના ગ્લાસમાં જે કેરીનો રસ છે તેનું મૂલ્ય કરતા ઓછું પીરસાઇ રહ્યું છે wether (જ્યાં) મારા વતનમાં જ્યાં કેરી ગામ થી વેપારીઓ વેચવા આવે ત્યાં કાચના મોટા ગ્લાસમાં આપવામાં આવતો હોય છે. આ ટાઉન અંકલેશ્વર કરતા તો નાનું હશે તો પણ કેરીનો ગ્લાસ પેલો પ્લાસ્ટિકનો કાપા ધરાવતો, જે જોવામાં રળિયામણો લાગે, બાળકો કુતૂહલવશ તેની સાથે ટેલિફોન કે બીજી અન્ય રમતો રમી શકે, મારા જેવા ૭૦કિલો વજન ધરાવતા વ્યક્તિને આ પ્યાલો સઁતોષ ના આપી શકે, મેં સબર કર્યો અને અલ્લાહનો આભાર મનોમન વ્યક્ત કર્યો, ત્યાંથી રોડ પર આવ્યો, એમે મને હૉમ્ભે બે વ્યક્તિ દેખાણી, બન્ને ખવાતીન હતી, જે માં-દીકરી હતી.
હું મૌન હતો કેમકે એમને ઓળખતો નહોતો. મેં દુરૂદ પાકનું રટણ શરૂ કર્યું, એટલામે મને તેઓ મદદની અપેક્ષા જોઈ રહ્યા, પછી મેં નિસ્વાર્થ સેવા દખે પૂછી લીધું, "હું તમારી શું સહાયતા કરી શકું?"
માતાના ચહેરા પર હળવું રુદન આવ્યું અને તેમણે મારી સમક્ષ તેમની મુશ્કેલીની રજુઆત કરી, જેમાં મને જાણવા મળ્યું કે તેઓ બનજારા લોકો છે, જે વાંસમાંથી અથાણું અને ફર્નિચર બનાવીને વેચે છે, અને પોતાની આજીવિકા ચલાવે છે.
તેમને થોડા પૈસાની મદદ જોઈતી હતી, હું મારા વિનમ્ર સ્વભાવને કારણે તેમની મદદ કરી કેમકે આ નવી નોકરી પર મારો સદકો આપવું લાંઝમી હતું. મેં તેમની જરૂરિયાત પૂરી કરી અલ્લાહની રઝા આમાં છુપાયેલી હતી.
તેમની છોકરી મારી આ મદદ બદલ આભાર વ્યક્ત કરવા મારી આગળ આવી અને એનો હાથ મિલાવવા આગળ કર્યો, મેં હામી ભરી અને અભિવાદન કર્યો, અને મુસાફો કર્યો.
મેં પોતાને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, નાછૂટકે એનું નોમ પૂછી લીધું, એણે જવાબમે ફતેમા મીર જણાવ્યું.
એની માતાનો પહેરવેશ સાડી અને પાઘડી હતી, છતાં તેઓ મુસ્લિમ હતા, જે સારી વાત છે.
ફતેમા મને કેહવા લાગી, "તમે હમણાં થોડીવાર પેહલા દુરૂદ શરીફ પઢતા હતા?" મેં હા કીધું.
તેણીએ કહ્યું, "તમારો સ્વર ખૂબ મીઠો છે. અલ્લાહ તમારાથી રાજી થાય."
મેં હળવું સ્મિત કર્યું ત્યાંથી નીકળી ગયો.

બીજે દિવસે સવારે આમ પાછું બન્યું તે લોકો મારી સમક્ષ પાછા રજૂ થયા. માં દીકરી ને પાછો જોવાથી મેં સ્તબ્ધ થયો, અને કશું બોલવા જાઉં એમાં માતાજી બોલ્યા, "બેટા, તમે ગભરાશો નહિ! હું આજે મદદ માટે નથી આવી. અમે તાજીર કામથી રાજપીપળા જઇ રહ્યા છે, તમારી દુઆએ અમને મોટો ઓર્ડર ત્યાં અપાવી દીધો છે"
હું તેમની આ વાતથી મુતાસીર થયો અને વિચારવા લાગ્યો, કે કાલે આ લોકોને મારી સાથે વધુ વાત કરે ઇ મને સારું ન લાગતું હતું. આજે તે જ લોકો મારા અહેસાનમંદ થયા છે.
હું હેરાન થયો અને એક પળ માટે વિચારગ્રાહી થયો, કશુંક બોલવા જાઉં તેના પહેલા જ તેમણે મને આશ્વાસન આપ્યા અને મારી તરક્કી માટે દુઆ માંગવા લાગ્યા.
એક ગરીબ મુશ્કિલાત હાલમાં હોવા ઉપરાંત બીજા માટે દુઆ માંગે સારું કહેવાય. અને હું કઠોર તેમને મળવા માંગતો નહોતો, દુઃખ થયું અને ખુદાની માફી માંગી.
ત્યાંથી રવાના થઈ ગયો.

તે દિવસ તો મારા માટે થોડો પડકારરૂપ સાબિત થયો, હું તેમને કસૂરવાર કદી નહિ કહું. મને ટાઈમ પર ફરાના મળી નહિ અને ટ્રેક્ટર પણ ન મળ્યું. તદુપરાંત કમ્પની ના ચમ્પુ ડાઘીયા મને ખોદાણકામ માટે મેનપાવરની ઇઝાઝત આપતા નહોતા. અડધો દિન મારો પરમીટ પર સાઈન લેવામાં નીકળી ગયો. મારુ અડધું કામ ખોરવાયું.

ગણતરીના બે કલાક બાકી રહ્યા ત્યારે મારા બોસનો ફોન આવ્યો મને દરિયાફ્ત કરવા લાગ્યા, કામ કેટલું થયું. મેં કહ્યું થોડું જ થયું છે અને valid reason બતાવ્યા કે સાહેબ લોકો એસી ઓફિસમાં બેસીને ઓડર કરે છે અને સાઈન લેવા જઉં તો સ્થળ પરથી ફરાર થઈ જાય છે. વિષુ કેહવા લાગ્યો, "બુઠ્ઠા એમની સાઈન નહિ લેવાની, ના સહી કરે તો એમનો વર્ક પરમીટ ઓફિસમાં એમની સામે ફાડી ને ફેંકી દેવો, તો તને અને એમને બેવને અક્કલ આવશે. આ પેપરવર્ક એટલું મહત્વપૂર્ણ નથી જેટલું કામ છે ચુપચાપ કામ કર્યા કર."

આમ, ખૂબ ખરાબ દિવસ નીકળ્યો તો હું ખૂબ હતાશ થઈ ગયો. મનોમન વિચારવા લાગ્યો કે યાર આવું માઠું સાંભળવા ઈજનેર બન્યો અને દિવસ જેમતેમ પૂર્ણ કર્યો.
ખૂબ દુઃખ થયું.

ત્રીજે દિવસે આ માં-દીકરી પાછા સામે મળ્યા, મારે વધુ વાતચીત કરવું મુનાસીબ ના લાગ્યું. હું કઈ પણ બોલ્યો નહિ. છતાં તેઓ મને કહેવા લાગ્યા, "તમે ઈજ્જતદાર અને ઉદાર વ્યક્તિ છો. સારું ભણ્યા હશો. કેટલું ભણ્યા છો?"

મેં મુશ્કેલીથી બોલી શક્યો કે ઈજનેર બન્યો છું કેમકે ગઈકાલની ઘટનાથી વાકેફ, દુઃખી હતો અને દુઃખ એમને ઝાહિર ન કરી શકતો હતો. કેમકે તેઓ મારા સગાંવહાલાં નહોતા.
મને ખુબ એકાંત હોવાનો અભાષ થયો અને ત્યાંથી તરત જ વયો ગયો.

શાયદ મારી ખામોશી મારા દુઃખનું કારણ બની હોય કેમકે બરાબર તે જ મારી કમ્પનીની ધારા સભ્ય સાથે બબાલ થઈ ગયી જેનું મુખ્ય કારણ નજીવી બાબત હતી. કે કમ્પની વાળા પૈસા બચાવવા બીજા શહેરથી ઇલેક્ટ્રિક સામાન મગાવે છે જેમાં જોખમી ફાયરિગ થયું. અને આસપાસના ગરીબોના રહેઠાણ કે જેઓ ખાનાપદોષ છે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેમના ઝુંપડા ફાડી નાખ્યા અને કમ્પનીવાળાની મોટરકાર ના કાચ તોડી નાખ્યા. ભારે નુકશાન થયું જેની બાતમી મને બીજે દિવસે જુમ્મા પઢવા જઇ રહ્યો હતો ત્યારે થઈ.

મેં ફરીથી અલ્લાહનો શુકર માન્યો, કે આવી ખરાબ પરિસ્થિતિમાં તેમણે મારો ખૂબ સાથ આપ્યો અને સમગ્ર ઘટનાથી મને મહરૂમ રાખ્યો (આ ઘટના કમ્પની ની બહાર થઈ હતી.) ઈશ્વર જે કરે ઇ સારા માટે જ કરે છે. જે મેં સ્વીકાર્યું.

હું પાછો ઉદાસ થયો મેં ગરીબોને રઝડોપાટ નથી જોઈ શકતો, અને આ વાત અહીં પૂરતી સીમિત નથી. કમ્પનીમાં તો એનાથી વિશેષ અત્યાચાર થાય છે.

મારા જેવા સુપરવાઈઝર અને કમ્પનીના હોદ્દેદારોને સારું ભોજન મળે છે જેમાં દાળભાત, રોટલી શાક અને થોડું સલાડ પણ હોય છે. જે વગર મૂલ્યે મળે છે.

અને આ મજૂરવર્ગ જે બળબળતા તાપમાં કામ કરે જેમને પાણી લેવા પણ ઈઝાંઝત લેવી પડતી હોવા ઉપરાંત તેમના માટે ખાસ કોઈ ઈન્તેઝામ હોતો થઈ જેથી તેઓ ટેન્કરનું અશુદ્ધ પાણી પીવા મુખબર છે.

જેઓ ઓફિસની શાંતિથી વિમુક્ત જ્યાં કાચની ઓફિસ હોય, જેમાં બહારની હવા મુશ્કેલથી અંદર પહોંચે. પાણી માંગો તો કોફી પણ સાથે મળી જાય. આ મશીનોના અવાજ હેઠળ કામ કરે છે. કેમિકલ આલક્લી ખાતા ઉંચાઈ પર જીવના જોખમે કામ કરી રહ્યા છે. તેમને પૂરતું ભોજન તો મળવું જ જોઈએ.

મેં ન્યાય માંગવા એચઆરમાં ગયો, ત્યાં પુરસકુન કરી દેવામાં આવ્યો. છતાં ચૂપ ના રહ્યો તો મેડમ કેહવા લાગ્યા, "મજૂરવર્ગને આમ આઝાદી ન આપી શકાય, તેઓ આપણી સાથે બેસીને ખાવા માટે કાબીલ નથી. તેઓ ખાવાનું બગાડે છે. કેન્ટીનમાં ખૂબ ભીડ જમા થઈ જાય જેમાં ફલૂ થવાના કારણો વધી જાય. તેથી અમે સાથે નથી જમાડતા!"

'હાય અલ્લાહ, અફલા ત'અકીલુન' (વિચારવા જેવી વાત છે.)

પછીના દિવસે પાછી આ માં-દીકરીનો ભેઠો થયો, હવે હું ચૂપ ના રહી શક્યો, મેં પૂછી લીધું, "તમારી દીકરી, ફાતિમા. કેટલું ભણ્યા છે?" તેઓ કેહવા લાગ્યા, "તેણીએ 10મુ પાસ કર્યું છે અને અમે મુરતિયો શોધી રહ્યા છે! છે કોઈ તમારા ધ્યાનમાં?"

મેં ઘડીક વિચાર કર્યો અને કહ્યું, "અરેરે, આમ સાવ ઘર ગૃહિણી ના બનાવો. તમારી દીકરીને સારું ભણાવો. સ્નાતક સુધી ભણાવો. દીકરી હજી ખૂબ નાની છે!" તેઓ ન માન્યા અને કહી દીધું, "2-3 લાખ ની મદદ કરી આપો. જેથી આને સારું ભણાવી શકીએ." મેં મનમાં જ કહ્યું, 'હું પી. પી. સવાણી ની જેમ અન્નદાતા બિલકુલ નથી. જો મારી પાસે એટલા પૈસા હોત તો હું પોતાના ધન્ધે લાગી ગયો હોત.' મેં ન બોલવામાં નવ ગુણ જાણ્યું. ત્યાંથી પસાર થઈ ગયો.

મારા દુઃખમાં આમ સતત ઇજાફો થવા લાગ્યો. પેહલા કમ્પનીના મજૂરવર્ગ સાથે કુવ્યવહાર. અને હવે આ 'બેટી બચાવો, બેટી ભણાવો.'ના આધુનિક જમાનામાં હજી પણ લોકો આ જુનવાણી ધરાવે છે. કે દીકરી સાસરે જ શોભે.

ખૂબ દુઃખ થયું. એટલે બીજે દિવસે આ ફતેમા મળ્યા અને સામેથી પાછા હાથ મિલાવ્યા. હું દુઃખી હોવાથી ફતેમાને મારી આરઝૂ જણાવી, કે હું એનાથી આલિંગન ચાહું છું. મેં મારું દુઃખ ન જણાવ્યુ. મને દુઃખ જણાવવું વાજીબ ન લાગ્યું.
એણે ના પાડી દીધી એટલે મેં માતાજી ને પૂછ્યું પીવા માટે ખોબો ભરીને પાણી મળશે? એમને પૂછ્યું, અમે ગરીબ વસ્તી વાળા પર તમે એહતેમત કરશો? અમારું આ મોળું પાણી પીશો? મેં કહ્યું, "હું માણસમાં ભેદ નથી રાખતો. બધા અલ્લાહના બન્દા છે. હું ભલે ભણતરની બેદીઓમાં કેદ, નોકરી કરવા મજબુર છું, છતાં મજૂરવર્ગ ને મારા સ્નેહી મનુ છું" તેઓ મારી આ વાત પર ખુશ થયા. ફાતિમા ને મેં સલામ કરીને ત્યાંથી પરત કામ પર ચાલ્યો ગયો.