પ્રકરણ છઠ્ઠુ
ભારત અને સામ્યવાદ
મારે કબૂલ કરવું જોઈએ કે આજ લગી બૉલ્શેવિઝમનો અર્થ હું પૂરો જાણી નથી શક્યો. પણ જે હું જાણું છું તે પ્રમાણે એમ છે કે ખાનગી મિલકત કોઈને હોય નહીં, પ્રાચીન ભાષામાં વ્યક્તિગત પરિગ્રહ ન હોય.
આ વસ્તુ જો સહુ પોતાની ઈચ્છાએ કરે તો એના જેવું રૂડું કંઈ જ નથી.
પણ બૉલ્શેવિઝમમાં બળાત્કારને સારુ સ્થાન હોય એમ જોવામાં આવે છે.
બળાત્કારથી ખાનગી મિલકત જપ્ત કરવામાં આવી છે ને હજુ બળાત્કારે તેનો કબજો સંસ્થાન રાખે છે. જો આ હકીકત બરાબર હોય તો મારો દ્રઢ વિશ્વાસ છે કે આ બળાત્કારે સધાયેલો વ્યક્તિગત અપરિગ્રહ દીર્ધકાળ સુધી નભવાનો નથી. બળાત્કારથી સધાયેલી એક પણ વસ્તુ આજ લગી લાંબો કાળ નભી નથી શકી ને નભવાની નથી. એટલે મારો અભિપ્રાય એ થયો કે જે પ્રમાણે બૉલ્શેવિઝમને મેં જાણ્યું છે તે લાંબી મુદત નહીં નભે.
જે હોય તે. બાંલ્શેવિઝમ સાધવાની પાછળ અસંખ્ય માણસોએ પોતાનાં બલિદાન આપ્યાં છે. લેનિન જેવા પ્રૌઢ આત્માએ પોતાનું સર્વસ્વ જેની પાછળ રેડ્યું હતું તે મહાત્યાગ વ્યર્થ નહીં જાય, ને તે ત્યાગની સ્તુતિ અવિચળ ગવાશે.
પશ્વિમના લમાજવાદ ને સામ્યવાદનું મંડાણ જેના પર થયેલું છે તે વિચારો ને આપણા વિચારોપાયામાંથી જુદા પડે છે. તેમનો એક વિચાર એવો છે કે માણસ મૂળે સ્વાર્થી છે. તેમની આ માન્યતા સાથે હું મળતો થઈ શકતો નથી. કારણ કે હું જાણું છું કે મનુષ્ય અને પશુ વચ્ચે જે મૂળ ભયેદ છે તે એ છે કે મનુષ્ય તેના આતેમાના અવાજ-નો ઉતર આપી શકે છે, મનુષ્ય અને પશુ બંનેમાં જેનો સરખો વાસ છે તે વિકારોનો સંયમમાં રાખી શકે છે, અને તેથી સ્વાર્થ અને હિંસાને પણ કાબૂમાં રાખી શકે છે.
સ્વાર્થ અને હિંસા પશુ સ્વભાવના ગુણો છે, મનુષ્યના અમર આત્માના નથી. હિંદુ ધર્મની આ પાયાની કલ્પના છે. આ સત્યની શોધની પાછળ વરસોનાં તપ અને સાધના રહ્યાં છે. આથી આપણે ત્યાં આત્માનાં રહસ્યોની ખોજ કરવામાં પોતાનાં શરીર ઘસી નાખનારા અને પોતાના પ્રાણનાં બલિદાન આપનારા સંતપુરુષો થઈ ગયા છે ; પણ પશ્વિમની પેઠે પૃથ્વીના દૂરમાં દૂર અને ઊંચામાં ઊંચા પ્રદેશોની શોધમાં પોતાની જાતનું બલિદાન આપનાર થયા નથી, એટલે આપણા સમાજવાદ કે સામ્યવાદની રચના અહિંસાના પાયા પર અને મજૂરો ને માલિકોના, જમીનદારો અને ખેડૂતોના મીઠા સહકારના પાયા પર થવી જોઈએ. ૨
પૃથ્થકરણ કરીને જોઈએ તો છેવટે સામ્યવાદનો અર્થ શો થાય ?-
વર્ગવિહીન સમાજ. એની સિદ્ધિ માટે મથવા જેવો એ આદર્શ છે. પણ તેમાં બળજબરીનો ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે હું તેનાથી જુદો પડું છું. આપણે સૌ સરખા જન્મ્યા છીએ, પણ સેંકડો વરસોથી આપણે
પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધ વર્તતા આવ્યા છીએ. અસમાનતાનો, ઊંચનીચનો વિચાર એ ભૂંડી વસ્તુ છે, પણ મનુષ્યહ્ય્દયમાંથી એને સંગીનની અણીએ દૂર કરવામાં હું માનતો નથી. એ ઈલાજ મનુષ્યહ્ય્દયને રુચે એવો નથી. ૩
રશિયાનો સામ્યવાદ એટલે કે લોકો પર જબરદસ્તીથી લાદવામાં આવેલો સામ્યવાદ હિંદને માફક નહિં આવે. પણ સામ્યવાદ જો કશી હિંસા કર્યા વગર આવતો હોય તો તેો આવકારપાત્ર થશે. કારણ કે પછી કોઈ વ્ય્કતિ પાસે મિલકત નહીં હોય, હશે તો તે માત્ર લોકોની વતી અને લોકો સારુ જ હશે. લાખોપતિ પાસે લાખો હશે, પણ તે તે લોકો માટે જ રાખશે અને જાહેરકાર્ય માટે જરૂર પડતાં રાજ્ય તે કબજે લઈ શકશે.
સમાજવાદીઓ અને સામ્યવાદીઓ કહે છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં અમે આજ ને આજ કશું ન કરી શકીએ. તે લોકો કેવળ તેને માટે પ્રચાર કરશે અને તે પ્રચારને ખાતર વેરની લાગણી જગાડવાનું ને ઉગ્ર કરવાનું જરૂરી છે એવી શ્રદ્ધાથી ચાલશે. તે લોકોનું કહેવું એવું છે કે રાજ્યસંસ્થા પર કાબૂ મેળવ્યા પછી અમે સમાનતાનો અમલ ચલાવીશું.
મારી રાજ્યસંસ્થા લોકોના સંકલ્પનો અમલ કરશે, પોતાની મરજી લોકો પર ઠોકી નહીં બેસાડે અથવા તેમને તે મુજબ ચાલવાની ફરજ નહીં પાડે.
અહિંસા દ્વારા, દ્વેષની સામે પ્રેમની શક્તિ યોજી, લોકોનો હ્ય્દયપલટો કરી,
મારી વાત તેમને સમજાવી, હું આર્થિક સમાનતાની સ્થાપના કરીશ.
આખો સમાજ મારા વિચારનો થાય ત્યાં સુધી હું થોભી નહીં રહું, મારી કલ્પનાનો અમલ સીધો પંડથી શરૂ કરીશ. એ તો કહેવાનીયે જરૂર નથી કે પચાસ મોટરગાડીનો તો શું કેવળ દસ વીઘાં જમીનનોયે માલિક રહીને હું
મારી કલ્પનાની આર્થિક સમાનતા સ્થાપવાની આશા ન રાખી શકું. તે સમાનતા સ્થાપવી હોય તો મારી જાતને મારે ગરીબોમાં પણ જે ગરીબ છે તેમની હાલતમાં લઈ જવી જોઈએ. છેલ્લાં પચાસ કે તેથી વધારે વરસથી એ અવસ્થાએ પહોંચવાને હું મથ્યા કરું છું અને તેથી પૈસાવાળાઓ મને મોટરગાડીઓની અને એવી બીજી જે સગવડો આપે છે તેનો ઉપયોગ કરતો છતાં હું સૌથી આગળપડતો સામ્યવાદી હોવાનો દાવો કરું છું. પૈસાવાળા લોકોનો મારા પર કોઈ જાતનો કાબૂ નથી અને આમજનતાના હિતને ખાતર આવશ્યક જણાતાં-વેંત હું તેમને મારાથી અળગા કરી શકું છું. ૫
પારકા લોકોએ આપેલા દાન પર જીવવા કરતાં આપણી ધરતી આપણને જે કંઈ આપે, તેના પર જીવી નીકળવાની આપણામાં તાકાત અને હિંમત હોય. તેમ ન કરીએ, તો સ્વતંત્ર મુલક તરીકેની આપણી હસ્તીને આપણે લાયક ન રહીએ. પરદેશી વિચારસરણીઓનું પણ આવું જ છે. હું જેટલા પ્રમાણમાં એવી વિચારસરણીઓને પચાવી શકું અનેહિંદની ભૂમિને અનુકૂળ કરી શકું, તેટલા પ્રમાણમાં તેમનો સ્વીકાર કરું. પણ તેમનાથી અંજાઈ જઈ તેમાં આંધળા થઈને ઝંપલાવવાનું મારાથી નહીં બને.