Street No.69 - 98 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-98

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-98

પીનાકીન એની ટોળકી સાથે આશાબારમાં વિદેશી દારૂ પીને ટુન થયો હતો. આજે બધાને જેટલું પીવું હોય એટલું પીવાની છૂટ હતી. વિજયરાવ ચૂંટણી જીતી ગયેલો. એનું આમ પણ વર્ચસ્વ હતું હવે સત્તા હાથમાં આવી હતી. એનો ખાસ માણસ એનો જમણો હાથ જેવો ગણપત દાવડે આશા બારમાં દાખલ થયો. એટલો ઊંચો કદાવર, કાળો મોટી આંખો વાળો સફેદ શર્ટ પેન્ટ હાથમાં કેસરી ખેસ એની એન્ટ્રી થઇ બધા એની પાસે આવી નાચવા લાગ્યાં.

ત્યાં વિજયરાવે એન્ટ્રી લીધી.. વિજયરાવે પણ સફેદ શર્ટપેન્ટ સફેદ શુઝ અને હાથમાં સોનાની ચેઇન ગળામાં સોનાની ચેન..બંન્ને હાથની આંગળીઓમાં સોનાની હીરાની વીંટીઓ... એણે ગોગલ્સ ચશ્મા પહેરેલાં એનાં ચહેરા ઉપર વિજયી સ્મિત હતું. શર્ટનાં ત્રણ બટણ ખુલ્લા રાખેલાં.. સ્પષ્ટ કોઇ ગુંડો જેવો દેખાતો હતો. આશા બારમાં હાજર રહેલાં બધાં પીધેલાં એની આસપાસ આવી હાથમાં ગ્લાસ સાથે નાચ કરવા લાગ્યાં... વિજયરાવની જય બોલાવી રહેલાં..

વિજયરાવ બધે જોઇ રહેલો મ્યુઝીક વાગી રહેવું બધાને જોઇએ એટલે દારૂ પીરસાઇ રહેલો. બાર ડાન્સરો ડાન્સ કરી રહી હતી એમાં વિજયરાવે આંગળીથી ઇશારો કર્યો અને એક ખૂબ સુંદર બારડાન્સર વિજયરાવ પાસે આવી ગઇ. વિજયરાવે બેસવાની ચેષ્ટા કરીને પેલાં દાવડેએ ખુરશી મૂકી આપી
એમાં એ બેસી ગયો દાવડે ખાસ કાચનાં ગ્લાસમાં ઊંચી જાતનો દારૂ લઇ આવ્યો.. પેલી એનાં ખોળામાં બેસી ગઇ.

વિજયરાવે ગ્લાસ હાથમાં લીધો અને સીપ મારતાં મારતાં પેલી ડાન્સનાં ગાલ ઉપર હાથ ફેરવતો ફેરવતો હસતો હતો. એનાં હાથ હવે ડાન્સરનાં બધાં અંગો ઉપર ફરી રહ્યાં હતાં.... પેલી ડાન્સર પણ હસતી હસતી એને રીસ્પોન્સ આપી રહેલી.

વિજયરાવે પેગ પુરો કરી ગ્લાસ દાવડેને આપ્યો અને ઉભો થયો પેલીને પકડીને બારરૂમનાં એક દરવાજામાં ધૂસી ગયો. દાવડે હસવા લાગ્યો.

જેટલાં એનાં ફોલોવર્સ હતાં એ કીકીયારી કરીને જાણે ઉત્સવ માણી રહેલાં. બધાં ધીમે ધીમે નશામાં ધૂત થઇ ત્યાં રહેલી ડાન્સરો સાથે મસ્તી કરવા લાગ્યા દાવડે બધુ નિરીક્ષણ કરી રહેલો. દાવડેએ એક બાર ડાન્સરને ઇશારો કરી પોતાની પાસે બોલાવી એનાં કાનમાં કંઇક કહ્યું અને પીનાકીન તરફ હાથ કરીને સૂચના આપી. દાવડે બોલ્યો "રાની પેલાને બરાબર પીવરાવ અને પછી અંદર લઇ જા...બાકીનું હું સંભાળી લઇશ.. સમજી ગઇ ?” એજ કહી ખંધુ હસ્યો. .

રાનીએ કહ્યું “કોઇ ભૂલ રહીં થાય સાબ.. હું બધુ સમજી ગઇ... હું ઓળખું છું એને પીનાકીન છે... હું પહેલો એની ચાલમાં જ રહેતી હતી” એમ કહી ત્યાંથી જતી રહી.. મ્યુઝીક અને રંગબેરંગી લાઇટોમાં બધાં મદીરામય થઇ ગયાં હતાં.

રાની પીનાકીનની ટોળકી જયાં બેઠી દારૂ પીતી હતી ત્યાં ગઇ અને પીનાકીનનાં ખોળામાં જ બેસી ગઇ. નશામાં ધૂત થયેલો પીનાકીન ચમક્યો એણે કહ્યું “એય રાની અહીં શું કરે છે ? મને વ્હીસ્કીમાં જ રસ છે તારામાં નહીં.. જા ડાન્સ કર જેને બહેકાવવા હોય એને બહેકાવ... હું તો...”

ત્યાં રાનીએ કહ્યું "કેમ તું મર્દ નથી ? ચાલમાં રહેતી ત્યારે તો મારી સામે જોયાં કરતો હતો હવે હું સામેથી આવી છું તારી પાસે વ્હીસ્કીનો નશો તો તે કર્યો હવે મારી સુંદરતાનો નશો કરી જો તને જીવતાં સ્વર્ગનો અનુભવ કરાવીશ ચાલ.... “

પીનાકીનની આસપાસ બેઠેલાં બધાંએ પીનાકીનની જય બોલાવતાં કહ્યું “ ભાઉ જાવ સ્વર્ગ સામેથી આવ્યુ છે તમે તો બોસનાં માનીતા છો... આજે બધુ જ ઉજવી લો..”

પીનાકીને કહ્યું “મે દારૂ પીધો છે નશો ચઢ્યો છે હું ખૂબ ખુશ છું મારે આનાં ભાડુતી.. ફંદાયેલાં બોટાયેલાં દેહની જરૂર નથી તું અહીંથી જા રાની..”.

રાનીએ એનાં નશામાં છતાં સ્પષ્ટ બોલાયેલાં શબ્દોથી ઘવાઇ, છેડાઇ એણે કહ્યું “પીનાકીન તું તારાં મનમાં શું સમજે છે ? હું અહીંયા શોખથી આવી છું ? તું તારાં શોખ અને ઐયાશી માટે વિજયભાઉનું બાવડુ પકડી આવ્યો છે હું મારાં ઘરનુ પુરુ કરવા અહીં મજબૂરીથી આવી છું મને બોટાયેલી, ફેદાયેલી, ભાડુતી કહે છે ? મજબૂરી માણસને ક્યાંથી ક્યાં લઇ જાય છ હું અહીં આશાબારમાં વેશ્યા બની નાચુ છું બધાને ખુશ કરું છું એ આ સમાજની જ દેન છે ખાસ કરીને આ..”. પછી દૂર દાવડે એને જોઇ રહ્યો છે જોઇ ચૂપ થઇ ગઇ....

એ પીનાકીનનાં ચહેરાની નજીક ગઇ એનાં ગાલને કીસ કરવાનાં બહાને એનાં કાનમાં કંઇક ગણગણી.. પીનાકીન ખૂબ નશામાં ધૂત થયેલો છતાં રાનીનાં શબ્દોએ એ ઉભો થઇ ગયો.. રાનીને પકડીને એ એક પડદા પાછળ ની રૂમમાં ગયો. દૂરથી જોઇ રહેલો દાવડે મલકી ગયો..

**************

નૈનતારાં એમનાં બુક કરાવેલાં શ્યુટમાં વાધવાને સોહમ સમજી એનાં કપડાં ઉતારી આવી.. પોતે પણ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇન એને સમર્પિત થઇ ગઇ બંન્ને જાણાં મૈથુનમાં મગ્ન થઇ ગયાં. વાઘવા પણ આજે સ્વર્ગીય આનંદ અનુભવી રહેલો...

બંન્ને જણાં પરાકાષ્ઠા પાર કરીને બેડ પર શિથિલ થઇને પડ્યાં હતાં. વાઘવાનો સંભોગનો આનંદ માણી ઘસઘસાટ ઊંધી રહ્યો હતો.

નૈનતારા શિથિલ થઇ સૂઇ રહી હતી અને એને વાઘવાનાં નસ્કોરાંનાં અવાજ સંભળાયા એ અચાનક બેઠી થઇ ગઇ એણે જોયું એની બાજુમાં નિર્વસ્ત્ર વાઘવા ઊંઘી રહ્યો છે. એનાં બધો નશો ઉતરી ગયો.... એણે વિચાર્યુ આ વાઘવા અહીં ક્યાંથી આવી ગયો ? મેં એની સાથે આખી રાત....

એણે ધ્યાન ધર્યુ અને બધી જ પરિસ્થિતિ પામી ગઇ એને ખૂબ ગુસ્સો આવી ગયો. એણે વિચાર્યુ પેલી જ્હાન્વી બધી ચાલ ચાલી ગઇ એ સફાળી ઉભી થઇ રૂમ ખોલી બાજુનાં રૂમમાં ગઇ ત્યાં અરોડા એકલો સૂતો હતો.. હવે નૈનતારા.......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-99