સોહમનાં પ્રશ્નથી સાવી વિચારમાં પડી ગઇ. વાસંતી એક બ્રાહ્મણ કુટુંબની સંસ્કારી છોકરી વેશ્યાવાડે કેમ ઘકેલાઇ ? કયા સંજોગોએ એને પોતાનો દેહ વેચવા મજબૂર કરી ? સાવીએ કહ્યું "સોહમ કોઇને કોઇ એવી પરિસ્થિતિ એનાં જીવનમાં પણ બની. વાસંતી સાચેજ ખૂબ સુંદર છોકરી હતી. એનાં પાપા સ્કૂલ ટીચર એની માં એ નાની હતી અને ગૂજરી ગઇ હતી એનો એક મોટો ભાઇ પણ હતો.... વાસંતી તારાં જ વિસ્તારમાં પણ મરાઠાચાલમાં દાદરમાં રહેતી હતી. તારાં ઘરથી થોડે દૂર મરાઠાચાલ છે એમાં જ રહેતી હતી એનાં પાપા વસંતરાવ અગ્નિહોત્રી એનો ભાઇ પીનાકીન વાસંતી ઘરમાં સૌથી નાની એનાં પાપાની લાડકી હતી.”
“પીનાકીન નાનપણથી રખડેલ.. ચાલનાં છોકરાઓ સાથે રખડ્યા કરવું અને ઝગડા કરવા એનાં પાપા એને સમજાવી થાકી ગયાં હતાં અંતે એને નસીબ પર છોડી દીધો એમની સ્કૂલની નોકરી કરવી અને ચાલમાં રહેવું. વાસંતીનું ધ્યાન રાખવું એમની દૈનિક ક્રિયા હતી.”
વાસંતી જેમ મોટી થતી ગઇ એમ એનું રૂપ કાઠું કાઢી રહ્યું હતું. એ ખૂબ સુંદર હતી ચાલનાં બધાં છોકરાઓની નજર એનાં પર રહેતી એનાં પાપાને હંમેશા વાસંતીની ચિંતા રહેતી પણ એ અશક્તમાણસ બધુ પ્રારબ્ધ પર છોડીને બેઠો હતો ચાલમાં જે ગુંડાગરદી ચાલતી એનાંથી પણ પરેશાન રહેતો.”
“એક વખત એમણે પીનાકીનને પાસે બેસાડી સલાહ આપવા પ્રયત્ન કરેલોકે તારી નાની બહેન વાસંતીનું ધ્યાન આપજે હું અશક્ત અને મજબૂર બાપ એકલો શું કરવાનો ? મારી માસ્તરની નોકરીમાં માંડ પુરુ થાય છે તું એનો મોટો ભાઇ છું નથી ભણતો રખડ્યાં કરે છે માં વિનાની એ... ત્યાં પીનાકીને કહ્યું “બાબા મને બધી ખબર છે હવે હું મોટો છું મને ખબર છે હવે ઇલેશનમાં વિજયભાઉ ચૂટણીમાં ઉભા રહેવાનાં છે હું એમનો ખાસ માણસ છું... મારી હાક વાગે છે આપણાં એરીયામાં વાસંતીની સામે ઊંચી નજરે કોઇ જોઇ નહી શકે. હું એનું ધ્યાન રાખુ છું તમે ચિંતા ના કરો.”
વસંતરાવે કહ્યું “તું ધ્યાન આપતો હોત તો મારે શું ચિંતા હતી ? તું આ રાજકારણનાં અખાડામાં ના પડ. આ બધાં નેતાઓ ઉપયોગ કરી ફેકી દેશે. તને પેટનો ખાડો પૂરવા અને ઇજ્જત કમાવા માટે આ સારી લાઇન નથી ક્યાંક નોકરીએ લાગી જા.. તારું પણ જીવન સુધાર.”
પીનાકીને છણકો કરતાં કહ્યું “બાબા તમને આજનાં જમાનાની કશી ખબર નથી હું વિજયભાઉનાં કામ કરું છું તેઓ મારી બધી જરૂરીયાતો પુરી કરે છે એકવાર ચૂંટણીમાં જીતી જાય પછી મને પાલિકામાં નોકરી પર મૂકી દેશે. સરકારી નોકરી અને ઉપરથી માલ પ્રેકટીસ.. હું ચાલમાંથી મોટા ફલેટમાં તમને બધાને લઇ જઇશ.”
વસંતરાવે નિસાસો નાંખતાં કહ્યું "કોઇનાં પર આવો ભરોસો કરી તારું જીવન બરબાદ ના કર આ દાદાગીરી અને ગુડાગરદી જેલ ભેગો થઇ જઇશ. ત્યારે આ વિજ્યાભાઉ તારી સામે નહીં જુએ ફલેટનાં સ્વપ્ન બતાવી તારો ઉપયોગ કરે છે.”
સાવીએ કહ્યું “એ બાપ દીકરાની છેલ્લી ચર્ચા. પીનાકીન વધુને વધુ રાજકારણનાં ચક્રવ્યૂહમાં ફસાતો ગયો. ચૂંટણી પહેલાં વિજયભાઉએ કહ્યુ એમ બધાં કામ કર્યા આખી એની ચંડાળચોકડી એમનાં ઇશારે નાચી રહી હતી બધાને છૂટથી દારૂ મળતો ખાવા પીવા વાપરવા પૈસા મળતાં એનાંથી પોસ્ટરો લગાવવા રેલીઓ કાઢવી સભાઓમાં માણસ એકઠા કરવા મત આપવા દારૂ વહેંચવો ધમકાવવા, સમજાવાનુ કામ કરતાં.. રાત પડે ચાલીમાં દારૂ પીને ધમાલ કરવી એ જ કામ રહી ગયાં હતાં.”
“ચૂંટણી આવી અને વિજયભાઉ જીતી ગયાં. પીનાકીન આગળ પડતો કાર્યકર્તા હતો વિજય સરઘસ નીકળ્યુ વિજયભાઉની વાહ વાહ થઇ હતી વિજયભાઉ જીત્યા પછી પીનાકીનને બોલાવી એને શાબાશી આપી અને કહ્યું આજે રાત્રે મોટી પાર્ટી રાખી છે તમારી ચાલનાં બધાંને ભેગા કરજે જેટલો પીવો હોય એટલો દારૂ મળશે. પણ અહીં આશા બારમાં બધી વ્યવસ્તા ગોઠવી છે બસ બધાં જલ્સા કરજો. પીનાકીને કહ્યુ “ભાઉ ચૂંટણી જીતી ગયાં તમે સભ્ય બની ગયા પાલીકામાં મારી નોકરીનું ગોઠવી દેજો હું આખી જીંદગી તમારી સેવા કરીશ..”
વિજયભાઉએ કહ્યું “અરે મને યાદ છે ચિંતા નકો એકવાર મારાં હાથમાં પાલિકાનો ક્યો વિભાગ હાથમાં આવે છે એ નક્કી થવા દે પછી તારો નંબર પાકો જ હમણાં ખાઇ પીને જલ્સા કરો. એમ કહી એક કરડી અને ગંદી નજર પીનાકીન તરફ નાંખીને હસ્યો. “
પીનાકીને કહ્યું “ભાઉ તમે છો એટલે હવે મને કોઇ ચિંતા નથી. મેં એટલે યાદ કરીને કહ્યું કે મારાં બાબા મારી ખૂબ ચિંતા કરે છે મારી નાની બહેન ભણે છે એનાં માટે.. “
વિજયભાઉએ હોઠ દબાવતાં કહ્યું “મને બધી ખબર છે હું હજારો માણસોને મળું છું પણ અમુક માણસો મને યાદ રહી જાય છે... તારી ચિંતા એ મારી ચિંતા તું વસંતરાયને કદી દેજે કોઇ ચિંતા ના કરે હું બધી જ જવાબદારી ઉઠાવીશ..’ એમ કહીને હસ્યો.
“પીનાકીન ખુશ થઇ ગયો આજે એ ખુશ થતો ઘરે આવતો હતો અને કાર્યાલયની બહાર એની ટુકડી મળી.. બધાએ આશાબાર પર જઇને ફુલ ટુન થવાનું નક્કી કર્યું મિત્રો મળતાં પીનાકીન ઘર ભૂલ્યો સીધો આશાબાર પહોંચી ગયો.”
સોહમે કહ્યું “હું બધુ સમજી ગયો... પીનાકીનનો પૂરો ઉપયોગ થઇ ગયો અને વિજય જીતી ગયો પીનાકીન હારી ગયો.”
સાવીએ કહ્યું “ખરી વાત હવે શરૂ થઇ છે બધી સોહમ સ્વાર્થી માણસોની ખોટ નથી અને સારાં માણસોનું સાંભળનાર નથી આખી દુનિયા ગણત્રી પર રમે છે. પીનાકીન આશાબાર જઇને એ ટોળકી સાથે બેફામ દારૂ પીધો બધાં પીને છાકટા થયાં હતાં ત્યાં વિજયરાવ બારમાં આવ્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-98