ગતાંકથી...
રામલાલને હવે વધારે વાત સાંભળવાની જરૂર પણ ન હતી .તે મેનેજરને સલામ કરી બહાર આવ્યો. કાંકરેજ નામનું સ્થળ ક્યાં આવ્યું છે તે તેને ખબર હતી. કાંકરેજ પહેલાના સ્ટેશન પર જ તેમના બનેવી કામ કરતા હતા. ત્યાં તે બહુ વાર ગયો હતો. એટલે કાંકરેજ પહોંચવા માટે તેને વધુ મુશ્કેલી પડે તેમ ન હતું.રામલાલ કાંકરેજ પહોંચવા માટે નજીકના સ્ટેશન તરફ દોડ્યો.
હવે આગળ...
તે દિવસે સાંજ ઢળવાના સમયે કાંકરેજના નોબેલ હાઉસ નો માલિક આદિત્ય વેંગડું આજે ઘેર નહોતો કોણ જાણે ક્યાં જરૂરી કામ માટે તે બે દિવસથી કલકત્તા ગયો હતો.
તેની ગેરહાજરીમાં તક મળતા ગઈ રાત્રે બેસીએ કલકત્તા જનરલ સ્ટોરમાં એક ડઝન રૂમાલ માટે લેટર લખ્યો એ ઉપરાંત લેટર ની અંદર અંગ્રેજીમાં એક લીટીમાં લખ્યું કે , "આઈ વોન્ટ ટુ હેલ્પ ફાસ્ટ"
લેટર લખી તે એકદમ નિશ્ચિત થઈ ગઈ .સાહસિક અને કર્મનિષ્ઠ દિવાકર આવી પહોંચતા જતે આદિત્ય વેંગડું ના રહસ્ય નું સમાધાન કરી શકશે .મકાનમાં એક જ નામના બે માણસોની હયાતી તેને મૂંઝવી રહી હતી. એ મૂંઝવણ દીવાકર અવશ્ય જ ટાળશે એવી ડેન્સીને પૂરી શ્રદ્ધા હતી.
સાંજ વીતી ગયા બાદ એ રાત પડતા જ ફરી પેલી ગુપ્તસુરંગમાં તપાસ માટે જવાની ડેન્સીને તક મળી .પહેલી વખતે તે ઓરડામાંથી તેણે જે કરુણ અવાજ સાંભળ્યો હતો તે ઓરડાની અંદર બરાબર તપાસ કરવાનો તેમને નિશ્ચય કર્યો તેની અંદર કોને બંદીવાન કરવામાં આવ્યો છે તે તેને જાણવું જ જોઈએ.
આસપાસ કોઈ હતું નહીં .ડેન્સીએ ટોર્ચ લઈને ધીરે ધીરે લાઇબ્રેરીના રૂમમાં પ્રવેશ કર્યો .બહુ જ સાવચેતી થી ધીમે પગલે કબાટ પાસે આવી પેલી સ્પ્રિંગ દબાવી છુપા રસ્તે ચાલવા લાગી.
નીરવ શાંતિ હતી થોડી દૂર ગયા પછી અચાનક ચમકે તેણે ટોર્ચ નો પ્રકાશ ફટાફટ બંધ કર્યો રસ્તાની બાજુએથી કોઈ માણસના પગલાં સંભળાયા કોઈ તેની પાછળ પડ્યું હોય તેમ તેને લાગ્યું
ડેન્સી એકદમ ગભરાઈ ગઈ. પગલાં એકદમ નજીક આવવા લાગ્યા તે ઝડપથી દોડવા લાગી. તે સુરંગને છેડે આવી પહોંચી. હજુ તેની પાછળ પડનાર માણસ દોડતો હોય એવું લાગ્યું.તે ફટાફટ સીડી પર ચડી પહેલા મંદિરમાં આવી પહોંચી. થોડી મિનિટ માં જ તેની પાછળ પડનારો ઉપર આવી ગર્જના કરતી બોલ્યો : "આમ જ કે ! મને પહેલેથી જ તારી પર શંકા હતી. મેં જે ધાર્યું હતું તે સાચું જ પડ્યું ! છુપાય ને તપાસ કરવા આવી છે આજે હું તને છોડવાનો નથી..."
ડેન્સી ભયથી કાંપતા કાંપતા જોયું કે પોતાની સામે પેલો કપાળમાં ઘા વાળો બદમાશ ઉભો છે. તે પહેલા દિવસથી તેની પાછળ પડ્યો હતો.
ડેન્સી એકદમ હિંમત રાખી બોલી : "હું ગમે તે કરું ,તું મને અટકાવનાર કોણ ?હું ને કહી તને પનીસમેન્ટ કરાવીશ !"
"તું શિક્ષા કરાવીશ ! તું !હા! હા !હા! "
અબ્દુલ્લાએ ખુદકો મારી ડેન્સી નો હાથ પકડ્યો. તેણે પોતાની લાલસા ભરી આંખો તેની સામે તાકી કહ્યું : વાહ શું સુંદરતા છે..."
પરંતુ તેના શબ્દો પુરા ન થયા અચાનક એ અંધારામાંથી એક માણસ વીજળીવેગે દોડતો આવ્યો અને અબ્દુલા ઉપર કૂદી પડી તેને ક્ષણ વારમાં જમીનદોસ્ત કરી ઉપર ચઢી ગયો.
અબ્દુલા બેભાન જેવો થયો ત્યારે પહેલો માણસ તેમના પરથી ઉભો થયો અને ડેન્સીને માનપૂર્વક સલામ કરી પૂછવા લાગ્યો : "મેમસા'બ દિવાકર બાબુ ક્યાં છે ? જલ્દી કહો...."
ડેન્સી એકદમ વિહવળકંઠે બોલી : "દિવાકર સાહેબ....? હું તો જાણતી નથી ! તેઓ શું નથી આવ્યા ? મેં તેને ચિઠ્ઠી મોકલી હતી."
જમીન પર પડેલો શત્રુ ધીમે ધીમે ત્યાંથી પલાયન કરી ગયો. તેના તરફ જરા પણ લક્ષ ન આપતા પહેલા માણસે
પ્રશ્ન પૂછ્યો :"તમે ચિઠ્ઠી ક્યાં મોકલી હતી ?"
ડેન્સીએ કહું : "ચિઠ્ઠી... પરંતુ તમે કોણ છો?"
"હું:! હું દિવાકર સાહેબનો નોકર ! મારું નામ રામલાલ..."
એકદમ ઉછળતા અવાજે ડેન્સીએ કહ્યું : ઓહ, હાશ..હવે નિરાંત થઈ ચિઠ્ઠી મેં કલકત્તા જનરલ સ્ટોરના મેનેજર પર મોકલી હતી. મારી સાથે તે જાતની ગોઠવણ કરવામાં આવી હતી પરંતુ તેઓ ક્યાં છે?....
"એ તો હું જાણતો નથી."
અચાનક ડેન્સીના કાન ચમક્યા દૂરથી ઘણા બધા માણસોના પગલાંઓ સંભળાવા લાગ્યા .તેણે ભયભીત અવાજે કહ્યું : "ભાગો ,ભાગો ,રામલાલ ! તેઓ આવી પહોંચ્યા લાગે છે .
પરંતુ રામલાલ ને ભાગવાનો અવકાશ મળ્યો નહીં. ત્રણ ચાર હથિયારબંધ માણસો અંધારામાં તેના પર તૂટી પડ્યા. રામલાલ તેને અટકાવે તે પહેલા એક પ્રચંડ લોખંડ નો પાઈપ તેના માથા પર પડ્યો ને તે તમ્મર ખાઈને નીચે પડી ગયો ફરી તેના પર હુમલો કરી તે લોકોએ તેને બેભાન જેવો કરી મુકયો"
અબ્દુલ્લા એ કહ્યું : "આ માણસને રૂમમાં લઈ જાય હમણાં ને હમણાં પૂરો કરી નાખો."
*******************************
રાજશેખર સાહેબ ખૂબ જ અવઢવ ને ગભરાટમાં પડ્યા હતા .ત્રણ દિવસ પૂરા થવા આવ્યા .દિવાકર નો કોઈ જ પતો નથી .નવાઈની વાત હતી !આવું તો કદી બનતું ન હતું . રાજશેખર સાહેબને ખબર આપ્યા સિવાય દિવાકર ક્યાંક પણ જતો નહીં તે ઉપરાંત વળી ઇન્સ્પેક્ટરે સમાચાર આપ્યા કે ગઈકાલથી રામલાલ પણ ગુમ થયો છે. ત્યારે રાજશેખર સાહેબના વિસ્મયનો પાર રહ્યો નહીં.
બરાબર એ જ સમયે તેમને મળવા માટે એક વિખ્યાત ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી આવી પહોંચ્યો . વ્યોમકેશ એક હોંશિયાર ડિટેક્ટિવ હતો. હાલમાં તે ચેન્નઈ કરતાં કોલકાતા જ વધારે રહેતો હતો. ડિટેક્ટિવ તરીકેની તેની હોંશિયારી રાજશેખર સાહેબ ને જાણવામાં આવી હતી. પોલીસ અમલદારો પણ તેને ખૂબ જ સારી ભાવનાથી જોતા હતા.રાજશેખર સાહેબ પણ તેને સારી રીતે ઓળખતા હતા.
દિવાકર અદૃશ્ય થયા ની વાત મિ. રાજશેખર એ વ્યમકેશને કહ્યું : "મિ.બક્ષી તમે કદાચ જાણતા જ હશો કે દિવાકર એ મારો વિશ્વાસુ મદદનીશ ને ખાસ છે. તેણે ઘણા ગુંચવણ વાળા કેસ સોલ્વ કર્યા છે અને અનેક કામોમાં મને મદદ કરી છે. હાલમાં પણ તે એક બદમાશ ટોળીની પાછળ પડ્યો છે મને લાગે છે કે કદાચ એ બદમાશો એ જ....."
ટેબલ પર દિવાકર નો એક નાનો ફોટોગ્રાફ પડ્યો હતો. વ્યોમકેશ બક્ષી તેના તરફ નજર નાખી કહેવા લાગ્યો : " તેનું પૂરું નામ શું, મિ.રાજશેખર ?"
"દીવાકર મહેતા"
વ્યોમકેશ મનમાં અને મનમાં કેટલીય વખત ગણગણ્યા પછી બોલ્યો : "હું આપના પ્રિય મદદનિશને શોધી કાઢવા તનતોડ પ્રયત્ન કરીશ"
"આભાર મિસ્ટર બક્ષી !હું તમારો ભારે આભારી રહીશ."
બરાબર આ વખતે જ બારણા પાસે અંગ્રેજીમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો : " મેં આઈ કમિંગ ?"
રાજશેખર સાહેબે કહ્યું : "આવો, આવો .મિ. બક્ષી હું તમને એની ઓળખાણ આપું એ મારો આસિસ્ટન્ટ કમિશ્નર શિવાનંદ પાટિલ છે.મિ.પાટિલ આ મિ.વ્યોમકેશ બક્ષી , પ્રખ્યાત ડિટેક્ટીવ છે."
ઓળખાણ ની વિધિ પતાવ્યા બાદ રાજશેખર સાહેબે પ્રશ્ન પૂછ્યો : " પાટીલ શા સમાચાર છે ?"
પાટીલે અચકાતા અચકાતા કહ્યું : "કેટલાક અગત્યના સમાચાર મેળવ્યા છે. મને લાગે છે કે અત્યારે આ સમય બહુ કીંમતી છે. આપને ખાનગીમાં કહેવા ઈચ્છું છું."
રાજશેખર સાહેબે હસતા ચહેરે કહ્યું :"હવે વ્યોમકેશ
બક્ષી પાસે છૂપું રાખવા જેવું કંઈ છે જ નહીં. આપણે તેની મદદ લેવાનું નક્કી કર્યું છે. માટે તમારે જે કંઈ કહેવાનું હોય તે તેની હાજરીમાં પણ કહી શકો છો."
પાટીલ ને શું માહિતી મળી છે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ........