VIGRAHI - 1 in Gujarati Science-Fiction by Urmeev Sarvaiya books and stories PDF | વિગ્રહી - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વિગ્રહી - 1

2 0 5 6 ....

અવકાશમાંથી એક ઉલ્કાપીન્ડ પૃથ્વીની સતાહ પરથી ધરતી પર શિંગોડા પાર્ક ઇન્ડિયામાં પડ્યું....!

આ ઇન્ટરનેશનલ ન્યુઝ બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યુઝ આર્ટીકલ માં અંકિત થયું. આ ખબર પણ નવાઈ ભરી હતી નહીં. રોજ આવી અવનવી ખબર દુનિયાના કેટલાય ન્યૂઝ પેપર, ન્યૂઝ હેડ લાઈન અને રેડિયો પર આવતી જ હોય છે. આજે દુનિયામાં ઇન્ડિયન સ્પેસ સાયન્ટિસ્ટ ટીમ ની બેઠક માં સાયન્ટીસ્ટ હેડ ડોક્ટર રામાકૃષ્ણવલ્લભસ્વામી જેમને ડોક્ટર આર વી સ્વામી ના હુલામણા નામે દેશભરના વગદારો અને દુનિયાભરના વૈજ્ઞાનિકો ભળી ભાતી તેમને ઓળખતા હતા.

“આજની આ બેઠકમાં મારો વિષય છે આપણા પુરાણો એ જ આપણું વિજ્ઞાન છે. જે આજે હકીકત થઈ રહ્યું છે એ બધું જ આપણા પુરાણોમાં અંકિત છે તેનો ઉપયોગ દુનિયા ભરે કર્યો છે. અને આપણા શાસ્ત્રોને આપણે વિરુદ્ધ સમજાવી આપણને તેનાથી અલગારા કર્યા હતા. પરંતુ કહેતા ગર્વ થાય છે કે ઘણા વર્ષોની મહેનત પછી આજે આપણે આપણા શાસ્ત્રો પરથી એક નવું વિજ્ઞાન તૈયાર કર્યું છે જેને દુનિયાએ સ્વીકાર્યું છે. જે ગોળાકાર પૃથ્વીનો વ્યાસ આર્યભટ્ટે આપો ત્યારે કોઈ સ્વીકાર્યો નહીં પરંતુ આજે આખો જગત તેને મસ્તક નમાવી વંદન કરે છે. આપણા શાસ્ત્રો પૂર્ણ પુરાણોની એક નાની એવી ઝલક છે.” આ કહેતા ની સાથે જ સમગ્ર સાઇન્ટીસ્ટ ટીમ તેને તાળીઓથી વધાવા લાગી. અને આરવી સ્વામીનું પહેલો સેશન પૂરો થયો એક હાશકારો ભરી અને તેઓ ખુરશી પર બેસે છે અને ન્યૂઝપેપર ની ખૂણા ની હેડલાઈન જોવે છે એ તસવીર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ટેલીફોન માં બે નંબર ડાયલ કરી અને વાઇસ હેડ ડોક્ટર વિક્રમને કાઉન્સલિંગ રૂમમાં ફટાફટ બોલાવે છે.

પણ ઘડી ડોક્ટર વિક્રમ લિફ્ટ માં પાંચ નંબરનું બટન દબાવીને સીધા કાઉન્સિલિંગ રૂમમાં પહોંચે છે. ડોક્ટર વિક્રમ ને જોઈને આરવી સ્વામીએ તરત જ કીધું, “ધેટ્સ નોટ એસ્ટ્રોઇડ!?” (આ ઉલ્કાપિંડ નથી) ડોક્ટર વિક્રમ હફળા ફાંફળા થઈને પૂછ્યું, “સો વોટ ઈસ ધીસ સર! અને તમને કઈ રીતે ખબર છે કે આ ઉલ્કાપિંડ નથી.” આ પ્રશ્ન ડોક્ટર આર વી સ્વામી માટે જરીક પણ નવો હતો નહીં. સાયન્સ ની દુનિયામાં અને ખગોળશાસ્ત્રની દુનિયામાં ડૉક્ટર આરવી સ્વામીએ પોતાના 60 વર્ષ કાઢ્યા હતા. તેમણે તસ્વીર માત્રથી જ એમ કહી દીધું કે આ કોઈ ઉલ્કાપિંડ નથી ફટાફટ આ વસ્તુને રિસર્ચ સેન્ટર ની અંદર દાખલ કરો.

ઓર્ડર માત્રથી જ ત્યાં સ્પેસ રિસર્ચની ટીમ પહોંચીને એ વસ્તુને રિસર્ચ સેન્ટર અમદાવાદ ની અંદર તરત જ ટ્રાન્સફર કરી દીધી. આરવી સ્વામી પોતે આજે આ વસ્તુને જોવા અમદાવાદ ફ્લાઇટ લઈને પહોંચે છે. સાયન્ટિસ્ટની એક ટુકડી પણ આરવી સ્વામી સાથે લાવેલા હતા. તે એ વસ્તુને નિહાળવા ખૂબ જ આતુર હતા. તુરંત તેમણે એ વસ્તુને જોઈ એ વસ્તુ એક સ્ફટિક મણિ જેવું હતું. એક સ્વ પ્રકાશ તેમાંથી નીકળતો હતો. આ વસ્તુ બીજા વૈજ્ઞાનિકોને જરીક પણ નવાઈ લાગે તેવી હતી નહીં પરંતુ આરવી સ્વામી તેને એક નવા જન્મેલા બાળકની જેમ જ નિહાળ્યા કરતા હતા. આરવી સ્વામીએ આજ સ્ફટિકના મોટા ટુકડાને તોડવાનું કહે છે. એ ઓર્ડર ને માનીને વૈજ્ઞાનિકોએ તેને હળવેકથી બે ભાગ કરવાના પ્રયત્નો કર્યા. પોતાની કઠોરતાના લીધે તે સ્ફટિક વસ્તુને તોડી શકતા ન હતા. વૈજ્ઞાનિકો તેના ઉપર રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને વૈજ્ઞાનિકો પણ અચંભિત થઈ ગયા કે આ કંઈક અલગારી વસ્તુ છે.

આરવી સ્વામીની આ સ્ફટિક પરની નજર પૂર્ણ રીતે હાવી હતી. તેમને લાગતું હતું કે આ એક એલિયન ઓબ્જેક્ટ છે. અને થોડા સમય પછી એમનો આ શક સાચો નીકળ્યો આબ્જેક્ટ જાણે ડિવાઇસની જેમ એક્ટિવ થયું હોય તેમ પોતાની જાતે ઉઘડી જાય છે. તેમાં એક પત્ર હોય છે જેની ભાષા ન સમજાય તેવી હતી. દુનિયાના ટોપ વૈજ્ઞાનિકો અને બુદ બુદ્ધિવીઓ ને લાવી આ પત્ર પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું અવનવી ભાષાઓને જોડવા લાગ્યા જુની પુરાણી ભાષાઓને ગોતવા લાગ્યા પરંતુ આનો ક્યાંય ઉલ્લેખ કોઈપણ લિપિબદ્ હતો નહિ.

ધીરે ધીરે આ ખબર આખી દુનિયામાં આગની જેમ પ્રસરી ગઈ. લોકોએ અવનવી અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું અને મોટા મોટા દેશોએ આ પત્રને એક ધમકી ભર્યો પત્ર માની ને પોતાના દેશને બચાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. થોડા સમય માટે દુનિયામાં અર્થ વ્યવસ્થા ભાંગી પડી અને દુનિયાના લોકો એકબીજાથી નફરત કરવા લાગ્યા. આ બાજુ દુનિયાને વૈજ્ઞાનિકો વધારે સર્ચ કરવા લાગ્યા.

શિંગોડા પાર્ક ઇન્ડિયામાં પડેલા ઉલ્કા પેન્ટ જેવા પાંચ પૃથ્વીની સત્તા પરથી ધરતી પર આવ્યા...!

આ ન્યુઝ દુનિયાના તમામ મોટા મીડિયા હાઉસની ફ્રન્ટ પેજ ની ખબર હતી. લોકો આનાથી વધારે ગભરાઈ ગયા. વૈજ્ઞાનિકો ફરીથી અચંભીત થઈ ગયા.

શું હશે આ સ્ફટિક પત્રમાં? આ ફ્લાઈંગ ઓબ્જેક્ટ શું છે? આગળ શું થશે ? જાણવા માટે વાંચતા રહો વીગ્રહી...