Chingari - 17 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 17

Featured Books
Categories
Share

ચિનગારી - 17

મિસ્ટી તો આરામથી સૂઈ રહી, નેહા હંમેશા તેને એવી દવા આપતી કે તેને રાતે વિચારો તો આવતા પણ ભરી ઊંઘ પણ આવતી જેથી તે વધારે કઈ વિચાર્યા વગર સુઈ જતી!

સુધીર મોટા પલગ પર આરામથી સુઈ રહ્યો હતો, ત્યાંજ તેની પાસે એક છોકરી આવી ને તેના હાથમાં રહેલો પાણીનો જગ તેના પર ખાલી કરી નાખ્યો, સુધીર ચૂપચાપ પોતાના ભીના કપડા પર નજર કરીને સામે જોઇને સ્માઈલ આપતા બોલ્યો, "આટલી સરસ રીતે જગાડવાનું કારણ જણાવશો"

સામે પેલી છોકરી એ કબાટ ખોલીને કપડા આપતા કાતિલ અદાઓથી કહ્યું, "આ તો રોજનું છે, અને મને તો આજ રીતે આવડે છે, તમારી પાસે કોઈ બીજી રીતે હોય તો કહો?" એ છોકરી બોલી ને પોતાને અરીસામાં જોવા લાગી, તેના સુંદર ચહેરા પર હલવો મેકઅપ કરતી હતી ને સુધીર તેને જોવા લાગ્યો, સુંદર ગોળ સફેદ ચહેરો ને તેમાં પણ કુદરતી ગુલાબી હોઠ, મોટી એવી આંખોમાં કાજળ ને, પોતાને વધારે સુંદર બનાવતું તેનું બેકલેસ સોલ્ડર વાળું રેડ કલરનું ઘૂંટણ સુધીનું વનપીસ

"પોતાને ધારી ધારી ને જોતો સુધીર ને જોઈને તેના ચહેરા સ્માઈલ આવી ને તે તેની પાસે જઈને તેની સાવ નજીક બેસી ગઈ ને ગાલ પર હળવું ચુંબન કરીને બહાર જતી રહી, હજી પણ બાધા ની માફક સુધીર શું થઈ રહ્યું તે વિચારી રહ્યો, તેના પૂરા શરીરમાં પસીનો છૂટી ગયો, તેને એક નજર બહાર જતી છોકરી પર કરીને, તેને પોતાના દિલ પર હાથ રાખીને તેને જતા જોઈ રહ્યો"

છેલ્લી પાંચ મિનિટથી વિવાન મિસ્ટીનાં ઘરનો દરવાજો ખખડાવી રહ્યો પણ મિસ્ટી ભરી ઊંઘમાં, વિવાનને હવે ચિંતા થવા લાગી તેની પાસે બીજી ચાવી હતી ને તેથી તેને દરવાજો ખોલ્યો ને મિસ્ટીનાં રૂમમાં જવા લાગ્યો, ત્યાં જઈને જોયું તો તેના રૂમનો દરવાજો ખુલ્લો જ હતો ને સામે બેડ પર મિસ્ટી આરામથી સૂતી હતીને ચહેરા પર સ્મિત! તેને જોઈને વિવાનને રાહત થઈ ને તેને મિસ્ટીને નાં ઉઠાડી ને પોતે ચા બનાવવા જતો રહ્યો!

થોડી વાર પછી મિસ્ટીની આંખ ખુલી ને ચારે બાજુ ફરવા લાગી, તેને ત્યાં બેગ જોયું જે વિવાનનું હતું તે ફ્રેશ થઈને બહાર આવી ને વિવાન પણ તેના સામે ચા ને નસ્તોની સાથે ઊભો હતો!

ફ્રેશ થઈ ગઈ? વિવાનએ પૂછ્યું ને મિસ્ટી તેના સામે જોઈ રહી, તમે કઈ રીતે ઘરમાં આવ્યા? એ પણ સવાર સવારમાં? મિસ્ટીએ બગાસું ખાતા કહ્યું ને તેને જોઈને વિવાન બે ઘડી તેના સામે જોઈ રહ્યો!

ઓહ હેલ્લો? બોલો કઈ? મિસ્ટીએ ઊંચા આવજે કહ્યું ને વિવાનએ તેના સામે જોઇને ચાવી બતાવી!

ચાવી? તમારા પાસે? કઈ રીતે? અસમજ રીતે મિસ્ટીએ પૂછ્યું ને

વિવાનએ રહસ્યમય સ્મિત આપતા ચા બતાવી

પહેલા કંઇક નાસ્તો પછી વાતો, કેમ કે હવે સવારમાંથી બપોર થવાની તૈયારી છે!. શુ? બપોર....આટલું કહીને સામે દીવાલ પર ઘડિયાળ તરફ નજર કરતા જોયું તો તેમાં 11 વાગી રહ્યા, તેને માથે હાથ મૂક્યો ને વિવાન સામે જોયું! જલ્દી નાસ્તો કરીને તૈયાર થઈ જા, હું રાહ જોવ છું તારી,

વિવાનએ કહ્યું ને ચા પીવા લાગ્યો, થોડી જ વારમાં મિસ્ટી તૈયાર

થઈને આવી ગઈ,

આછા ગુલાબી કલરની સિમ્પલ કુર્તિમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી, આંખો માં કાજલ ને હોઠોનું એ સ્મિત જ ઘણું હતું તેને જોવા માટે, વિવાનની નજર પોતાના પર અટકેલી જોઈને મિસ્ટી ખાલી ખાલી ખોંખારો ખાઈને આગળ ચાલવા લાગી, વિવાનએ પાછળ થી તેનો હાથ પકડ્યો ને પોતાની તરફ ખેંચતા તેના સાથે અથડાયો, મિસ્ટીતો ગભરાઈ પણ વિવાન તેની આંખોમાં આંખ નાખીને તેને જોઈ રહ્યો, તેને આંખમાંથી થોડું કાજલ પોતાની આંગળીમાં લઈને કાન પાછળ લગાવી દીધું ને ધીરેથી તેના કાન પાસે જઈને બોલ્યો, "હવે કોઈની નજર નહિ લાગે" આટલું કહેતા એ હસ્યો ને તેને મિસ્ટીને છોડી દીધી ને આગળ ચાલવા લાગ્યો! મિસ્ટી થોડી વાર ત્યાંજ ઊભી રહી ને પોતાનાં શ્વાસને અંદર બહાર કરવા લાગી, થોડી વાર પછી તે સ્વસ્થ થઈ ને બહાર આવી હજી પણ તેની દિલની ધડકનો તેજ હજી, તેને વિવાન સામે નજર કરવાનું ટાળ્યું ને કારમાં બેસીને બહાર તરફ જોવા લાગી, તેના ચહેરા પર હવે ગભરાહટ ઓછી ને સ્મિત વધુ રમતું હતું, તેને જોઈને વિવાનને શાંતિ થઈ ને તે પણ શાંતિથી કાર ડ્રાઈવ કરી રહ્યો.

થોડીવારમાં બંને એક મોટી બિલ્ડીંગ પાસે પહોચી ગયા અને તેના પર મોટુ બોર્ડ માર્યું હતું, "the information technology" આ નામ અત્યારે દરેક જગ્યાએ ટોપ પર છે, ત્યાં નોકરી કરવી એટલે લોઢા નાં ચણા ચાવવા બરાબર થયું, કોઈ ટકી જાય તો કોઈ નીકળી જાય!

"તું અંદર જા લિફ્ટ જોડે ઊભી રહેજે અને આ કાર્ડ બતાવી દેજે ત્યાં સુધી હું કાર પાર્ક કરીને આવું છું" સીટ બ્લેટ કાઢતાં વિવાન બોલ્યો ને કાર પાર્ક કરવા ગયો, મિસ્ટી પણ વિવાનના કહ્યા મુજબ લિફ્ટ જોડે ઊભી રહી ને તે કાર્ડ બતાવવાની કોઈને જરૂર પડી જ નહિ, તે આજુ બાજુ બધું જોઈ રહી ને સામેથી જ તેને બ્લેક સૂટમાં સમીર દેખાયો, તે આગળ વધે તેની પહેલા જ વિવાન આવ્યો ને તેને આગળ લઈ ગયો"

.........

સમીરએ, વિવાનને જોયો તેના ચહેરા પર સ્મિત રમી રહ્યું. તે તેની કાર લઈને નીકળી ગયો, વિચારોમાં મસ્ત સમીરએ સોંગ ચાલુ કર્યા ને ત્યાં જ એક ગીત વાગ્યું ને સમીર એ તેની આંખો બંધ કરી દીધી, દીદી તમે કોઈ દિવસ મારી કોઈ વાત નથી માનતા, હું જાઉં છું, સમીર ગુસ્સામાં બોલ્યો ને કારની ચાવી લઈને બહાર નીકળી પડ્યો તેને જતા જોઈને પાછળ થી તેની બહેન હસવા લાગી, તેનો અવાજ તેના કાનમાં ગુંજવા લાગ્યો, સમીર ડોબું, વ્યવસ્થિત રીતે ચલાવજે તેની બહેનએ કહ્યું ને સમીરએ ગુસ્સામાં તેની સામે જોયું ને જતો રહ્યો, તેને કારની સ્પીડ વધારી અને તે ગુસ્સામાં ડ્રાઇવિંગ કરી રહ્યો, ત્યાંજ તેનો ફોનમાં રીંગ વાગી ને જોયું તો તેની બહેન નો ફોન"હવે ખબર પડશે દીદી, હું તારું કોઈ કામ જ નહિ કરું, કામ કરવા જ કોલ કર્યો હશે, એક બે ત્રણ તેમ ઘણા કોલ્સ તેના ફોન પર આવ્યા પણ સમીર એ એક નો પણ જવાબ નાં આપ્યો, તે ધીમે ધીમે શાંત થઈ ગયો ને એક શાંત જગ્યા એ કાર રોકી, થોડી વાર પછી તેના ફોન ની રીંગ ફરીથી વાગીને આ વખતે સુધીરનું નામ હતું. "હા બોલ ભાઈ" શાંત અવાજે સમીર બોલ્યો ને સુધીરની વાત સાંભળીએ સમીર ને આંચકો લાગ્યો ને ત્યાજ બેહોશ થઈ ગયો!

....... ........

ક્રમશઃ