Shamanani Shodhama - 32 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 32

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 32

          રીસેપ્શન પર ચાર્મિએ પોતાની આઈ.ડી. બતાવી ડબલબેડ રૂમ બુક કરાવ્યો. શ્યામ જાણતો હતો એ આઈ.ડી.માં ચાર્મિના ફોટા સિવાય કોઈ વિગતો સાચી નહોતી.

          રીસેપશન પરના વ્યક્તિએ એમના માટે રૂમ નંબર 103 ફાળવ્યો.

          સર્વિસ બોય એમનો સામાન અને રૂમની ચાવી લઈને આગળ વધ્યો. તેઓ એની પાછળ ગયા. રૂમમાં બેડ પર સામાન મુકીને છોકરો નાઈન ફોર રૂમ સર્વિસ કહીને ચાલતો થયો.

          ચાર્મિએ દરવાજો અંદરથી લોક કર્યો. શ્યામે બાથરૂમ જઈને ઠંડી હોવા છતાં હાથ અને મોં ધોયા. ચાર્મિએ પણ હાથ-મોં ધોયા. એને કકડીને ભૂખ લાગી હતી. એમને હોટલ આવતા પહેલા રસ્તામાં જમવાનું પેક કરાવી લીધું હતું જોકે એ પણ પલ ઢાબા નહોતું.

          ચાર્મિએ એને રાજમા-ચાવલ આપ્યા. પોતાના માટે છોલે ભટુરે નીકળ્યા. રાજમા-ચાવલ એના માટે વધુ પડતા હતા. એણે થોડાક ચાર્મિને આપ્યા. ચાર્મિ એને છોલે અને એક ભટુરે આપવા જતી હતી પણ એણે ભટુરેની ના કહી અને માત્ર થોડાક ચણા લીધા.

          ઠંડી સેન્ડવિચ માટે એના મનમાં આમ પણ જગ્યા ન હતી અને હવે એના પેટમાં પણ જગ્યા બચી ન હતી. એણે સેન્ડવિચને નકારી એટલે ચાર્મિએ બંને ખાઈ લીધી. બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઈ હતી.

          “હવે આગળ શું કરીશું..?” જમ્યા પછી એણે પૂછ્યું કેમ કે હજુ એ બંને માત્ર રખડપટ્ટી જ કરતા હતા.

          “તું શું ઈચ્છે છે..?” ચાર્મિએ જવાબ આપવાને બદલે સમો સવાલ કર્યો ત્યારે શ્યામે મનની ઈચ્છા વ્યક્ત કરી.

          “હું ફરીથી પહેલા જેવી નોર્મલ જિંદગી ઈચ્છું છું જેમાં અજાણ્યા કિડનેપરોનો કોઈ ડર ન હોય..”

          “એન્ડ બુલેટ?”

          “આઈ મીન પહેલા જેવી નોર્મલ જેમાં દુશ્મનની ગોળીનો પણ ડર ન હોય.” એણે ઉમેરીને સમજાવ્યું.

          “તારી પાસે બે રસ્તા છે. એક તો ગુજરાત ચાલ્યો જા અને હમેશા તને કોઈ મારી નાખશે કે કિડનેપ કરી લેશે એ ડર સાથે જીવ.”

          “અને બીજો રસ્તો?”

          “બીજું આપણે દુશ્મનો કોણ છે એ શોધી જાણી લઈએ અને એમને હમેશા માટે શાંત કરી નાખીએ જેથી આપણું જીવન પહેલા જેવું શાંત અને નોર્મલ બની જાય.”

          “હું બીજો રસ્તો પસંદ કરીશ.” શ્યામે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

          “થેન્ક્સ એન્ડ બેસ્ટ ઓફ લક. કાલે સવારે આપણે પઠાણકોટ જવા રવાના થશું. હેડને મળીને આગળ શું કરવું એ નક્કી કરીશું. દેખીએ હેડ આ કેસ કઈ રીતે હેન્ડલ કરે છે - ઓફિસીયલી કે અનોફીસીયલી.”  

          “બંનેમાં શું ફરક?”

          “ઓફિશિયલીમાં પોલીસ રીપોર્ટ દર્જ કરાવવામાં આવશે અને કેસ પોલીસ હેન્ડલ કરશે અન ઓફિસિયલીમાં વાત આર્મી ઓફિસમાં જ રહેશે અને બધી તપાસ એક આર્મી યુનિટ સંભાળશે.”

          “કયું સારું રહેશે.?”

          “એ તો પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જો પોલીસ ગુનેગારો ભેગી ભળેલી છે એમ લાગતું હોય ત્યારે કેસ આર્મી યુનિટ સંભાળે એ જ યોગ્ય ગણાય.”

          “આ કેસમાં પોલીસ ભળેલી લાગે છે માટે કેસ આર્મી યુનિટ જ સંભાળશે.”

          “ટાઈપ ઓફ ઇન્વેસ્ટીગેશન નક્કી કરવું હેડના અધિકારક્ષેત્રમાં આવે છે..” ચાર્મિએ સ્માઈલ સાથે કહ્યું.

          શ્યામના અવાજ પરથી લાગતું હતું કે હજુ એના મન પર એ કિડનેપરનો ભય છવાયેલો હતો.

                                                                                                     *

          ચાર્મિએ શ્યામને જગાડ્યો ત્યારે એના માથામાં હળવો દુ:ખાવો થતો હતો. હેડેચનું કારણ ટેન્શન કે ડર હશે એ શ્યામ નક્કી ન કરી શક્યો.

          “ગુડ મોર્નિંગ, તને માથું દુ:ખે છે?” એણે ચાર્મિને પૂછ્યું.

          “ના, કેમ?”

          “મને દુખે છે એટલે પૂછ્યું.”

          “હમ લેલા-મજનું તો હે નહિ કી એક કો તકલીફ હો તો દુસરે કો દર્દ હો અને હા અનિરુધ્ધ કોણ છે?” એ હસીને બોલી.

          “અનિરુદ્ધ મારો ભાઈ છે.”

          “ઊંઘમાં તું એ નામ બબડતો હતો..”

          “મને લાગે હું મેન્ટલી ડીસ્ટર્બ થઇ ગયો છું.”

          “આ હાલતમાં રહ્યા પછી મેન્ટલી ડીસ્ટર્બ થઇ જવું સામાન્ય બાબત છે. તું બહાદુર છે કેમકે ઘણા લોકો તો આમ કેદમાં ટોર્ચર થયા પછી પાગલ થઇ જતા હોય છે..”

          “થેન્ક્સ.”

          “તને જો ટ્રેનીંગ મળે તો તું એક જાસુસ બની શકે એમ છે.”

          “બચપનમાં હોમીસાઈડ બનવાનું સપનું જોયુ હતું.”

          “તો કેમ સપનું છોડી દીધું?”

          “હોમીસાઈડને બદલે હોમ ઇન સાઈડ બની ગયો.. સપનું ક્યારે છૂટી ગયું ખબર જ ન રહી.” એ હસ્યો.

          “હોમ ઇન સાઈડ..” ચાર્મિએ સ્મિત સાથે એ શબ્દો દોહરાવ્યા અને બાથરૂમ તરફ નહાવા ચાલી ગઈ.

          શ્યામને ન્હાવાનું નહોતું. એની સાથળ કુતરાએ ફાડી ખાધી હતી એટલે માત્ર હાથ મો ધોઈ એ ફ્રેશ થયો. ચાર્મિ નવા ખરીદેલ જીન્સ ટી – શર્ટમાં કોઈ કોલેજીયન યુવતી જેવી લાગતી હતી.

          એ તૈયાર થઇ રૂમ બહાર નીકળ્યા. રૂમને લોક કર્યા વિના એ રીસેપ્શન એરિયામાં પહોચ્યા.

          “ઇફ યુ ડોન્ટ માઈન્ડ, મેં એક કોલ કર શકતી હું? મેરા સેલફોન સિગ્નલ નહિ પકડ રહા હે..” ચાર્મિએ રીસેપ્શન પરની છોકરીને પૂછ્યું.

          “અફકોર્સ...” રીસેપ્સનીસ્ટે ચાર્મિ તરફ ફોન ખસેડ્યો.

          ચાર્મિએ નમ્બર ડાયલ કર્યો, “હેલ્લો, પાપા, મેં ઘર આને કે લિયે નિકલ રહી હું.” વધુ કોઈ વાત કર્યા વિના ચાર્મિએ ફોન મૂકી દીધો ત્યારે શ્યામ એનો કોલ કોને હશે એ સમજી ગયો. રીસેપ્શન પર ચેક આઉટ કર્યું ત્યારે નવ વાગી ગયા હશે.

          એ નીકળ્યા. ઓટો કરીને તેઓ સેક્ટર-43 પહોચ્યા. છોલે-પરાઠા સિવાય કઈ ખાવાલાયક એમને લાગ્યું નહિ. છોલે-પરાઠા ખાઈને બસ-સ્ટેશનમાં પ્રવેશ્યા. ઠંડીના કારણે બસસ્ટેશનમાં મુસાફરોની પાંખી હાજરી હતી. ચાર્મિ પાછળ એ ચંડીગઢ-લુધિયાણા બસમાં ચડ્યો. એ અને ચાર્મિ એક સીટ પર જ બેઠા.

          બસ ઉપડી. બંને ચુપ જ રહ્યા. જો એ અને અર્ચના હોત તો અત્યારે આમ મૂંગા ન બેઠા હોત. એમની વચ્ચે ક્યારેય વાતો બંધ થતી જ નહિ. ટોપીક ગમે તે હોય પણ વાતો ચાલુ જ રહેતી. કોલ અને વોટ્સએપ પર પણ એમની વાતો ચાલ્યા જ કરતી.               

                                                                                                 *

          બલબીર અને હેરીસ વિક્ટરની ઓફિસમાં દાખલ થયા. આ વખતે બલબીરને પણ સાથે લીધો હતો કેમ કે વિક્ટરનો ગુસ્સો શાંત થઇ ગયો હશે એમ હેરિસે વિચાર્યું હતું. પણ વિક્ટરે પોતાની રીવોલ્વીંગ ચેર એમની તરફ ઘુમાવી ત્યારે એ ગુસ્સામાં દેખાતો હતો.

          “શ્યામ એન્ડ ધેટ બીચ હેવ મેડ યું ફૂલ વન્સ. ધેટ વોઝ ધ લાસ્ટ ટાઈમ આઈ હેડ અલાઉ ટુ હેપન. ડુ યું અન્ડર સ્ટેન્ડ?”

          “યસ.” બલબીર ગભરાઈ રહ્યો હતો.

          “આઈ એમ ગોઇંગ ટુ ટેલ યું વેર ઈઝ શ્યામ એન્ડ ધેટ બીચ એન્ડ યું ગીવ મી બોથ ઓફ ધેમ વિથ સુઈટકેશ ઇન ધેઈર હેન્ડ્સ. એની ક્વેશ્ચન..?”

          “નો સર.” હેરીસ અને બલબીરે એકબીજા તરફ જોયા વિના જ કહ્યું.

          વિક્ટરે એમને નજીક બોલાવ્યા. અને તેમને કયા જવાનું છે અને શું કરવાનું છે એ સમજાવવા લાગ્યો.

ક્રમશ: