કહાની અબ તક: નિશા ને જ્યારે મેં પ્રીતિ સાથે મસ્તી કરવાનું કહ્યું તો એ ગુસ્સામાં એને કોલ કરીને મને આપી દે છે અને સૌ વચ્ચે એ એના દિલની વાત મને કહેવા જ જઈ રહી હોય છે અને હું કોલ કાપી નાખું છું. વધુમાં હું નિશા થી થોડો નારાજ થાઉં છું તો એ રાત્રે જ્યારે બધા સુઈ જાય છે મારું માથું પંપાળે છે. હું પણ એને માફ કરીને કહી દઉં છું કે હું પ્રીતિને પ્યાર નહિ કરતો. વધુમાં અને બંને માંડ એક કલાક જ ઊંઘીએ છીએ અને આખી રાત મજાક મસ્તી અને વાતો જ કરીએ છીએ! સવારમાં પણ અમારું શરીર ઊંઘ માગે છે પણ દિલ હજી સુધી મસ્તી જ કરવા કહી રહ્યું હતું. તોફાન આવવાનું હતું.
હવે આગળ: પ્રીતિ આવી તો સીધી જ મને કહેવા લાગી - "તો તેં કોલ સ્પીકર પર રાખ્યો હતો, બધાં જ મને ચીડવે છે!" એવામાં જો એને ખબર પડી જાય કે ફોન મેં નહિ પણ ખુદ નિશા એ સ્પીકર પર રાખ્યો હતો તો બંન્નેનો મોટો ઝઘડો થાય.
"હા, કોલ મેં જ સ્પીકર પર રાખ્યો હતો, મને નહોતી ખબર કે તું આવું કંઇક કહીશ!" મેં નિશાને બચાવવા કહ્યું.
"હા, સમજી શકું છું. ભૂલ મારી જ છે કે મેં જ એવું કહ્યું, પ્લીઝ મને માફ કરી દે!" પ્રીતિ એ કહ્યું.
"સોરી, પણ.." નિશા બોલવા માગતી હતી, પણ મેં એની વાત કાપતા કહ્યું - "હા, ચાલ જઈએ, તારી બહેનને લેવા જઈએ.."
હું એને બાઈક પર હાથથી પકડી ને લઇ આવ્યો.
"પાગલ, કેમ એને કહેતી હતી કે કોલ મેં નહિ પણ તેં કર્યો હતો?!" મેં એને બાઈક પર પૂછ્યું.
"એ છોડ આ કઈ મારી બહેન ને લેવા જઈએ છીએ?!" એને સ્વાભાવિક જ પૂછ્યું.
"તારી નહિ મારી, નેહાને!" મેં સમજાવ્યું.
"હા તો પ્રીતિ સામે કહેવું જોઈએ ને! ત્યારે તો તેં કહ્યું કે મારી બહેન!"
"હા, તો, તારી જ કહેવી પડે ને, મારી કહું તો એ આવતી સાથે!" મેં સમજ પાડી.
"હા તો આવવા દેવાઈ ને! મેં તો બહુ માણ્યો તારો સાથ, તો હવે એનો વારો ને!" નિશા એ મજાકમાં કહ્યું.
"ઓ પાગલ! કેવી વાત કરે છે તું?!" મેં થોડું ગુસ્સામાં કહ્યું.
"હા તો તને ખબર તો છે કે એ તને કેટલો બધો લવ કરે છે! કાલે કહેતી તો હતી!" નિશાની હસી જવાયું.
"ચૂપ થઈ જા!" મેં ચિડાઈ જતાં કહ્યું.
"હમમ.." એ બોલી ગઈ!
"પાગલ, જો હવે બહુ પ્રીતિ પ્રીતિ કરે છે ને, એની સાથે જ રહીશ!" મેં સિરિયસલી કહ્યું તો નિશા એ ઉદાસીનતાથી કહ્યું.
"મસ્તી કરતી હતી, બાબા! એ ડાકણ તારી નજીક પણ આવશે તો હું એને છોડું નહિ!" એ બોલી.
"નેહા ને આવતા વાર લાગશે, ચાલ તને કંઇક ખવડાવું.." મેં કહ્યું.
"ના, મારે તો તને ખાવો છે!" એ હસતા હસતાં બોલી.
"ખાઈ જા તો!" મેં પણ કહ્યું. એ હસી પડી. ખાવાનો અર્થ એના માટે એવો હતો કે એને તો બસ મને જ માણવો છે, ખાવા, ઊંઘ મળે કે નહિ, હું આંખોથી દૂર ના જવો જોઈએ, પણ ત્યારે શું થશે, જ્યારે અમારે દૂર જવાનું થશે?!
"સિરિયસલી, તારા નામની, તારી આ મીઠી મસ્તીની એટલી બધી આદત પડી ગઈ છે કે ખબર નહિ ઘરે મન લાગશે કે નહિ! અત્યાર થી જ મને તો રડવું આવે છે!" એ બોલી રહી.
અમે બંને એક હોટેલમાં આવી ગયા હતા. હોટેલ સારી હતી.
"એક વાત કહેવી છે.." એકદમ જ ચમચી બાજુમાં કરીને એ બોલી.
"બોલ.." મેં કહ્યું તો એ નીચું જોઈ ગઈ.
"ઠીક છે, સમજી ગયો, કોઈ જરૂર નહિ!" હું એને આમ નિસહાય નહોતો જોવા માગતો.
"સાહેબ, બસ એક જ વિચાર આવે છે તો મન બહુ જ આનંદ અને દુઃખ પણ એક સાથે અનુભવે છે!" એ બોલી.
"ઓહ!"
"હા, જો તારી સાથે આટલા દિવસ રહી તો લાઇફ આટલી મસ્ત લાગે છે તો આખી લાઇફ રહીશ ત્યારે?!" એની ખુશી એના શબ્દોમાં સાફ જાહેર થતી હતી.
"અને બીજું?!" મેં કુતૂહલ થી પૂછ્યું, જવાબમાં એના આંસુઓ નીકળી ગયા.
"સાથે નહિ રહી શક્યા તો?!" હા, આટલી બધી મસ્તી, પ્યાર, મજા બધું જ એને યાદ આવી ગયું હતું અને હવે એ દૂર નહોતી જવા માગતી! એની માટે આંસુઓ રોકવા મુશ્કેલ લાગી રહ્યું હતું.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 5માં જોશો: "એ તો હું મજાક કરતી હતી!" એ તુરંત જ બોલી. "એ તો હું મજાક કરતી હતી!" એ તુરંત જ બોલી.
"તને ખબર છે, એ જ્યારે કહેતી હતી ને કે એને તને કંઇક કહેવું છે તો દિલ તો કરતું હતું કે જાણે કે એને ત્યાં જઈને મોં પર જ કહી દઉં કે તું મારો છું અને બસ મારો જ રહીશું, હું કોઈ પણ હાલતમાં તને મારાથી દૂર નહિ કરી શકતી!" એ બોલી.
"સારું મેડમ.. બીજું કંઈ?!" મેં હાથને મારા ચહરા પર મૂક્યો.
"દિલ.. દિલ બહુ જ ખાસ છે તારું!" એ હસવા લાગી.
"તારું મારા કરતાં પણ વધારે સારું છે.." હું બોલ્યો.