જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી!
અમે બધાં પણ આજે પૂનમ હતી તો પરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં જીવવાનું તો શીખી જ જાય!
મેં નિશા તરફ જોયું, અમે બધાં ધાબે નીચે બિછાના પર બેઠા હતા. આકાશ માં અનેક તારાઓ ગામડાઓમાં જેવી રીતે અંધારામાં આગિયાઓ ચમકે એમ ચમકી રહ્યાં હતા. વચ્ચે વચ્ચે થોડો વધારે તો થોડો ઓછો પવન આવતો તો મનને એક અલગ જ તાજગી અનુભવવા મજબુર કરી દેતો હતો.
પવનની પણ ખાસિયત છે કે વચ્ચે બહુ જ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહિ, અમુક સમયે બહુ જ વધારે આવી જાય તો અમુકવાર ઘણો સમય થાય તો પણ આવે જ નહિ! જેવી રીતે લાઇફમાં સુખ અને દુઃખ હોય છે, કોઈ ને કઈ જ ખબર નહિ હોતી કે ક્યારે એને સુખનો અનુભવ થવાનો છે કે ક્યારે એને દુઃખ નો અનુભવ થવાનો છે!
હું આ બધું જ વિચારતો હતો. નિશાએ આવીને મને એક ગાલે હળવી ઝાપટ મારી, આખો દિવસ મને સતાવ્યો છે, હા, સતાવવામાં એ એકલી તો નહોતી, મારી ખુદની બહેન પણ હતી! પણ ખરેખર તો બહુ જ મજા આવતી હતી.
બધાં બેઠા જ હતા તો કોઈને તરસ લાગી હશે તો ઠંડુ પાણી મંગાવાયું હતું, તો આ મેડમ ને તો આજે હું જ દેખાતો હતો, પાણીથી મને એને રીતસર પલાળી જ દીધો.
"ઓહ, તો તું છું! ક્યારનો કઈ બોલતો નહીં તો લાગ્યું કોઈ છે જ નહિ!" હસતા હસતા એ બોલી, મને સતાવવામાં તો જાણે કે એને અનેરો આનંદ મળતો હતો.
"બસ પણ કર ને.." એની બધી જ શરારતો પછી હવે હું થોડો ચિડાયો હતો!
"ઓકે.. હવે કહીશ તો પણ નહિ કરું મસ્તી, એ અલગ બીજી તરફ જઈને ઉભી રહી ગઈ. ખરેખર તો મને બહુ જ ડર લાગી ગયો. શું ખબર એને વધારે ખોટું લાગી ગયું હશે તો. પવનમાં જ્યારે એના વાળ ઉડતા તો એ વધારે ખૂબસૂરત લાગતી હતી. પણ મેં શું કરવા બિચારીને આમ ઉદાસ કરી દીધી હશે. આખરે મારા થી ના જ રહેવાયું તો હું એની પાસે ગયો.
હું એની બાજુમાં જઈને ઊભો થઈ ગયો, એને બીજી તરફ મોં ફેરવી લીધું. એક ડર મનમાં લાગ્યો કે મારી સાથે વાત જ નહિ કરે તો! મેં ત્યાંથી જ "સોરી.." કહ્યું.
"ઠીક છે તું ના વાત કર વાત, કાલે પ્રીતિ આવે જ છે.." મેં કહ્યું તો જાણે કે નિશાની કોઈ દુખતી નસ દબાઈ ગઈ!
"હા, એનો જ વેટ કરે છે તું તો! જા તો એની સાથે જ કરજે મસ્તી!" નિશા બહુ જ ગુસ્સામાં લાગતી હતી.
"હા તો લે, હું પણ શું કરું તું જ તો વાત નહિ કરતી.." મેં નિસહાયતાથી કહ્યું.
"એટલી બધી જ યાદ આવે છે એની તો એની સાથે જ કર ને વાત!" એ બોલી અને બધાં ની વચ્ચે જઈને બેસી ગઈ, મેં એને વધારે નારાજ કરી દીધી હતી. હું ક્યારનો એને નોટિસ કરું છું પણ એ તો કોઈની પણ સાથે મસ્તી કરતી જ નહિ, બસ શાંતિથી સૌની વાતો સાંભળે છે, હું પણ એની બાજુમાં જઈને બેસી ગયો.
આવનાર તોફાનથી હું અણજાણ હતો..
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "હા, કહજે પછી.." મેં એને રોકવાનો પ્રયત્ન કર્યો. "હા, કહજે પછી.." મેં એને રોકવાનો પ્રયત્ન કર્યો.
"માંડ હિંમત કરું છું તો કહી દેવા દે ને!" એના શબ્દો થી લાગી રહ્યું હતું કે આ કહેવા માટે એને બહુ જ તૈયારીઓ કરી હતી, મારા માટે એને રોકવી બહુ જ કઠિન લાગી રહ્યું હતું, આખરે મેં હિંમત કરીને કોલ કટ કરી જ દીધો. સૌ કહેવા લાગ્યાં કે "શું યાર, બહુ જ મજા આવવાની હતી!"
"એક વાત કહેવી છે મારે.." નિશા બોલી અને બાકીના બધાં જ હસવા લાગ્યા. મને બહુ જ અપરાધભાવ જેવું ફીલ થવા લાગ્યું થોડો ગુસ્સો પણ આવી ગયો. દુઃખ થાય, આપણને એક એવી વ્યક્તિ સાથે જોડવામાં આવે કે જેની માટે આપને કોઈ ફીલ જ માં કરતા હોઈએ.