Chingari - 16 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 16

Featured Books
Categories
Share

ચિનગારી - 16

રાતના ૧૧ વાગે વિવાન મિસ્ટીને લઈને કાંકરિયા તળાવ આવ્યો, ભીડ સાવ ઓછી ને શાંત વાતાવરણમાં ધીમું સંગીત, પ્રેમ ભર્યા ગીતોને. વિવાનએ હાથ આપ્યો ને મિસ્ટીએ તેનો હાથ પકડી લોધો, ઝગમગતી લાઈટો ચાલુ બંધ થતી ને મિસ્ટી પાળી પર બેસી ગઈ તેના સાથે વિવાન પણ બેસ્યો, વિવાન કઈ બોલે તેની પહેલા આરવનો કોલ આવ્યો. શીટ! વિવાનએ મનમાં કહ્યું ને આરવ પર એને ગુસ્સો આવ્યો.

ભાઇ! સુધીર નાસી ગયો છે તમે બંને એટલું જલ્દી અહીંયા આવી જાવ, આરવે ઉતાવળે કહ્યું ને વિવાન ઝડપે ઊભો થઈને મિસ્ટીથી દુર વાત કરવા ગયો.

કેવી રીતે નાસી ગયો, તમારા બધામાં અકલનો છાટો નથી, કઈ બાજુના રસ્તા પર ગયા એમ બોલ, હું કાંકરિયા જ છું, સખત ગુસ્સામાં વિવાન ભડક્યો.

પણ ભાઈ મિસ્ટી? આરવએ શાંત પડતાં કહ્યું

તને કહું એટલું જ કર, બોલ કઈ બાજુ ગયો એ, વિવાન હજી પણ ગુસ્સામાં હતો તે કોઈપણ આડીઅવળી વાત કરતા સીધો મુદ્દા પર આવ્યો કાંકરિયાથી સીધો જતો રસ્તો.....આરવએ કહ્યું ને વિવાનએ કોલ કટ કરીને પોતાને શાંત કરવા મથી રહ્યો તેને દૂરથી જ જોયું કે મિસ્ટી તેને જ કોઈ રહી છે, તે તેના પાસે ગયો ને હાથ પકડીને તેની પાસે બેસીને વળગી પડ્યો, થોડી વાર એમજ રહ્યા પછી ધીમેથી કાનમાં કહેવા લાગ્યો.

"અહીંયા જ બેસી રહેજે, હલતી પણ નહિ, 10 થી 15 મિનીટમાં હું આવી જઈશ, વિશ્વાસ છે ને? વિવાનએ તેની આંખોમાં આંખ નાખીને કહ્યું ને મિસ્ટીએ હામાં માથુ ધુણાવ્યું!

વિવાનએ તેના માથ પર હાથ મૂક્યો ને કપાળ પર પ્રેમભર્યું ચુંબન કરીને ફટાફટ બહાર નીકળી પડ્યો.

...........

આરવ પણ તે અંધારી કોઠડી પરથી નીકળી ગયો, વિવાનએ કારની સ્પીડ વધારીને રસ્તા પર આજુબાજુ સુધીરને શોધવા લાગ્યો, પણ સુધીર હાથ લાગે તેમ નહતો, તે ભીડવાળા બસ સ્ટેન્ડ પાસે ટોપી પહેરીને ઊભો રહી ગયો, તેના પાસેથી પસાર થતી વિવાનની કારને જતા જોઈને તે મનમાં જ હરખાયો.

........

ભાઇ તે ગયો, આરવેએ તેની કારને સાઈડમાં પાર્ક કરીને વિવાનની કારમાં બેસીને કહ્યું, વિવાનએ સામે રહસ્યમય સ્મિત કર્યું તેને જોઈને આરવ હળવું હસ્યો ને બંને ત્યાંથી નીકળી ગયા, તે બંને ને જતા જોઈ, સુધીર પણ પોતાની જગ્યાથી નીકળી ને આગળ થોડું ચાલીને એક બ્લેક કાર આવીને તેમાં બેસી ગયો! વિવાનએ કાર કાંકરિયા પાછી લીધી ને તે બહાર આવીને સીધો મિસ્ટી પાસે ગયો ને આરવ કાર લઈને ઘરે ગયો.

...........

લાગે છે હવે મારે ધ્યાન રાખવું પડશે, દૂરથી મિસ્ટી તરફ જોતા વિવાનએ મનમાં વિચાર્યું ને તેની પાસે જતા તે તેના સાથે ઉભેલા વ્યક્તિને ધારી ધારી ને જોવા લાગ્યો.

શોર્ટ નાઈતી માં તે છોકરો પગ એકદમ સફેદ હતા જે તેને સેકસી લુક આપતા હતા, ચહેરા પર આછી દાઢી, વાળ સરસ એવા સેટ ને ચહેરા પણ થોડો થાક, તેને જોઈને વિવાન એ આંખો મીચી દીધીને પોતાને જોવા લાગ્યો, "હું તેના કરતાં વધારે સેક્સી એન્ડ હોટ છું" વિવાનએ પોતાની જાતને નીરખતાં જોયું ને સ્મિત કરતા આગળ વધ્યો, મિસ્ટી પાસે જઈને તેનો હાથ પકડીને ઊભો રહી ગયો.

અચાનક થતા સ્પર્શથી મિસ્ટીને વિવાનની આવવાની જાણ થઈ ગઈ, તેને સામે હસીને જોયું ને, જાણે બળવાની સ્મેલ આવતી હોય તેમ વિવાન એ મજબૂતથી તેનો હાથ પકડ્યો, મિસ્ટી તેના સામે પ્રશ્નનાથ નજરે જોઈ રહી,

તમે? વિવાનએ પેલા છોકરા તરફ જોતા પૂછ્યું ને સામે એ છોકરાને હસીને કહ્યું, "મારું નામ સમીર, હું અહીંયા જ થોડી દૂર હોસ્પીટલ આગળ મારા દાદી સાથે રહું છું, તમે?"

અમે પણ.. મિસ્ટી આગળ બોલે તેની પહેલા જ વિવાન બોલ્યો, હું ને મિસ્ટી થોડા દૂર રહીએ છીએ, નવરંગપુરા સાઇડ!

ઓહ, તો તમે પેલા હોસ્પિટલમાં નોકરી કરતા હસો ને? પેલા છોકરાએ ફરીથી સવાલ કર્યો ને તેના આ વ્યવહારથી વિવાન ને ચીડ ચડવા લાગી હોય તેમ તેને રૂઠતાંથી જવાબ આપ્યો, "જી નહીં ત્યાં મારો ભાઈ ડોકટર છે, હવે અમે જઈએ મોડું થાય

છે, હે ને? મિસ્ટી!"

સારું! સમીરએ કહ્યું ને બંને ને સ્મિત આપતા નીકળી ગયો, તેના

ગયા પછી વિવાનને મનમાં જ શાંતિ થઈ, ચિપકુ, કેટલા સવાલ કરે છે!

"આવી રીતે વાત કરાય કોઈની સાથે?" મિસ્ટીએ થોડા અણગમા

સાથે પૂછયું.

"તો શું કરું? આરતી ઉતારું તેની, જોયું કેવું બધું પૂછતો હતો" વિવાનએ પણ ચિડાઈને જવાબ આપ્યો.

હા તો, અમે તો બે વાર મળી ચુક્યા તો પૂછે જ ને, મિસ્ટીએ

શાંતિથી કહ્યું ને વિવાન તેનાં સામે અપલક નજરે જોવા લાગ્યો.

શું? આવી રીતે જોતાં મિસ્ટીએ ફરીથી બોલી ને આગળ ચાલવા લાગી!

એમ કેમ તુ બે વાર તેને મળી? મારી જાણ બહાર? ઈમ્પોસિબલ! તુ વિવાનએ કહ્યું. ને તેના સાથે ચાલવા લાગ્યો.

હું તો બસ તેમની મદદ કરતી હતી, અને ઈમ્પોસિબલ એટલે શું? તમે મારી પાછળ 24 કલાક થોડી ફરો છો?

હા તો હવે ફરીશ, બીજું શું!

હે? કઈ કામ ધંધો નહિ?

છે ને, એક કામ કર ને, મારા ત્યાં પર્સનલ સેરેટરી ની જરૂર છે જ તું આવી જા, મને મદદ પણ મળશે અને તને કામ, આમ પણ નેહાએ કીધું હતું તું કોઈ નોકરી ની શોધમાં જ છે, વિવાનએ કઈક વિચારીને કહ્યું ને મિસ્ટીને નેહા પર ગુસ્સો આવ્યો, "આ નેહા બધું જઈને આરવને કહી દે છે, અને પછી આ ચીપકુ મારા પાછળ પડી જાય છે, ઘરે જઈને વાત નેહાની તો! મિસ્ટીએ વિચાર્યું ને તેના હાવભાવ જોઈને વિવાન મનમાં જ હસી રહ્યો.

ચાલ મોડું થઈ ગયું છે ઘરે મૂકી જાઉં અને હા કાલે તારો પહેલો દિવસ છે તો હું લેવા આવીશ નેહાને કહેજે તેને આરવ લઈ જશે તું ઘરે જ રહેજે આપણે સાથે જઈશું, વિવાનએ મોટી સ્માઈલ આપતા કહ્યું ને તેને જોઈને મિસ્ટીએ કોઈ ભાવ નાં આપ્યા ને કાર માં બેસી ગઈ!

.........

મિસ્ટી ઘરે મોડી પહોંચી ને નેહા તો પહેલાથી ભરી ઊંઘમાં આરામ કરી રહી હતી, વિવાનએ તેને પોતાના રૂમમાં જતા જોઈ ને લાઈટ બંધ થઈ એટલે એ પણ જતો રહ્યો, થાકના કારણે બંને સુઈ ગયા. વહેલી સવારે નેહા પણ આરવ સાથે હોસ્પીટલ નીકળી ગઈ ને મિસ્ટી હજી સુધી સુઈ રહી.

...........

ક્રમશઃ