Ispector ACP - 28 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 28

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 28

ઈન્સ્પેક્ટર ACP
ભાગ - ૨૮
વાચક મિત્રો,
ભાગ ૨૭ માં આપણે જાણ્યું કે.....
ઈન્સ્પેક્ટર AC એક નવજુવાન કોલેજીયન યુવકનું જેકેટ, અને હેલ્મેટ પોતે પહેરી, એ યુવકને એનાં જ બાઈક પર પાછળની સીટમાં બેસાડી,
એમની આગળ જતાં ભુપેન્દ્ર, અને અવિનાશનો પીછો કરવાની સાથે સાથે, કોઈ જોઈ ના જાય એ રીતે એ યુવકને એનાં મોબાઈલમાં વિડિયો શૂટ કરવાનું કહી, AC પોતે એ યુવકનું બાઈક ચલાવી રહ્યા છે.
ને એમનાં બાઈકથી આગળ જઈ રહેલા અવિનાશ, અને ભુપેન્દ્ર લોકોનું બાઈક એરપોર્ટે તરફ જઈ રહ્યું છે.
અવિનાશના બાઈકથી થોડું અંતર જાળવીને AC પણ એ લોકોનો પીછો કરી રહ્યા છે.
આગળ થાય છે એવું કે,
અવિનાશનું બાઈક એરપોર્ટનાં ટુ વ્હીલર પાર્કિંગ તરફ વળતાં, AC થોડે દૂર કાર પાર્કિગની પહેલી હરોળમાં પાર્ક કરેલી એક મોટી ગાડીની પાછળ અવિનાશ, ને ભુપેન્દ્ર એમને જોઈ ના જાય, એ રીતે ત્યાંજ ઊભા રહી જાય છે, ને ત્યાંથીજ તેઓ અવિનાશ, અને ભુપેન્દ્ર પર નજર રાખી રહ્યા છે.
AC એ જોયું કે
અવિનાશ, અને ભુપેન્દ્ર, ટુ વ્હીલરનાં પાર્કિગમાં પોતાનું બાઈક પાર્ક કરીને ચાલતાં ચાલતાં ક્યાંક જઈ રહ્યાં છે.
AC પણ સાવધાની પૂર્વક એક પછી એક પાર્કિગમાં પડેલ ગાડીઓનો સહારે લપાતા છુપાતા, એ લોકોનો પીછો કરે છે, ને સાથે સાથે મનમાં વિચારી પણ રહ્યાં છે કે,
શું આ લોકો પ્લેનની મુસાફરી કરીને, ક્યાંયક બહાર તો નહીં જઈ રહ્યાં હોય ને ?
પરંતુ ઈન્સ્પેકટર AC ને જેવો આ વિચાર આવ્યો, ને એની બીજી જ પળે, અચાનક.....
AC ને આશ્ચર્ય સાથે નવાઈ ત્યારે લાગે છે કે,
જ્યારે અવિનાશ, અને ભુપેન્દ્ર એરપોર્ટે તરફ જવાને બદલે,
એ બંને તો ફોર વ્હીલર પાર્કિંગ તરફ આવિ રહ્યા છે.
AC પણ આજે શક્ય એટલી સાવચેતી, ને સાવધાની જાળવી,
આજે એ બંને જે કરે એ બરાબર નિરિક્ષણ સાથે જોઈ, અને એ બંનેના હાવભાવ, ને એમની મુરાદ સમજવાની કોશિશ કરી રહ્યા છે.
AC ને વિશ્વાસ તો બેસી રહયો છે કે,
માનો કે ના માનો, તેજપૂર ગામનાં સરપંચનાં ખૂન, અને પચાસ લાખની ચોરીમાં આ બંનેનો જ હાથ હોવો જોઈએ, પરંતુ...
આ હજી AC નો એક શક હતો, જો કે AC ના આ શકમાં ભારોભાર તથ્ય પણ હતું, ને AC નો આટલાં વર્ષોનો અનુભવ પણ હતો, કેમકે.....
આટલાં વર્ષોથી જે પોલિસ ખાતામાં એમણે જે કામ કર્યુ છે, એના થકી જ આ આવડત એમને હાંસિલ થઈ છે, હા પણ એ વાત અલગ છે કે,
દરેક વખતે શક સાચો નથી પડતો, ને એટલે જ AC આ બંનેની જડ સુઘી પહોંચવા માટે જ, શક્ય એટલાં પુરાવા મેળવવા માટે જ,
એ બિલકુલ સાવચેતી, અને ધીરજ પૂર્વક આગળ વધી રહ્યાં છે.
ભુપેન્દ્ર, અને અવિનાશ બંને ફોર વ્હીલર પાર્કિંગમાં પહોચતાં AC એ પાર્કિંગમાં પડેલ એ લોકોથી બિલકુલ નજીકની એક ગાડીની પાછળ આવીને છુપાઈ જાય છે, ને પછી...
ભુપેન્દ્ર, અને અવિનાશ હવે આ કાર પાર્કિગમાં આવી આગળ શું કરે છે ? એ જુએ છે.
ને ત્યાંજ AC ની નજર સામે એવું કોઈ દૃશ્ય આવે છે કે AC સ્તબ્ધ થઈ જાય છે,
કેમકે.....
એ લોકો જે ગાડી પાસે જઈને ઊભા રહે છે,
એ ગાડીથી AC સારી રીતે પરિચિત છે, હા મિત્રો,
એ ગાડી બીજી કોઈ નહીં, પેલાં ભુપેન્દ્રનીજ જુની ખુલ્લી જીપ હોય છે.
AC ના કહ્યાં પ્રમાણે, એમની સાથે આવેલ પેલો કોલેજીયન યુવક, હજી પણ નોન-સ્ટોપ આ બંનેની હરકતોનો વિડિયો શૂટ કરી રહયો છે.
AC એ જોયું કે,
ભુપેન્દ્રએ એની જીપની પાછળની સીટ, કે જે સીટમાં કોઈને જરા પણ ખ્યાલ ના આવે, એ પ્રમાણેનું એક ચોર ખાનું બનાવેલું હતું, ને એમાં છુંપું લોક પણ લગાવેલું હતું.
ને પાછું ભુપેન્દ્રએ, એ ખાનું પણ એવું બનાવડાવેલું કે,
પહેલી નજરે કોઈ પણ વ્યકિતને એ ખાનું નજરે ના પડે, ને કદાચ... કદાચ... કદાચ,
જો એ ખાનું કોઈની નજરમાં આવી પણ જાય, તો એનું લોક ક્યાં છે ? એ કોઈને શોધ્યું પણ ના જડે.
ભુપેન્દ્ર પેન્ટના ખિસ્સામાંથી ચાવી કાઢીને એ લોક ખોલે છે,
ને એ ખાનામાં પડેલ એક બેગ જુએ છે, ને પછી....
બેગ જોઈને તુરંત.....
ભુપેન્દ્ર અને અવિનાશ, બંને એકબીજા સામે જોઈને હળવી સ્માઈલ આપે છે.
AC ને આ બંને પર શક તો ત્યારથી જ હતો, કે જ્યારે આ બંનેને બેંકમાં જોયા હતા.
ને હવે આ એરપોર્ટનાં પાર્કિગમાં જોયેલ ભુપેન્દ્રની ગાડી, ને એ ગાડીનાં ચોરખાનામાં રાખેલ બેગ, ને એ બેગને જોઈને,
ભુપેન્દ્ર, અને અવિનાશે એકબીજા સામે જોઈને કરેલ
એ હળવા હાસ્યએ....
AC ને ઘણું બધું કહી દીધું હતું, પરંતુ....
AC માટે આ ઘણું બધું ભલે હતું, પરંતુ.... બધું ન હતું.
AC ને તો આ લોકોની આજની શંકાસ્પદ હલચલ જોઈ, તેજપુર ગામના તમામ લોકો સામે આ બંનેને ખુલ્લા પાડી,
આંખે પાણી લાવી દે એવો આ તેજપુરનો શિવાભાઈ સરપંચની હત્યા, અને રૂપિયા પચાસ લાખની ચોરીવાળો કેસ ઉકેલવો હતો, એટલે.....
એટલે
વધુ ભાગ ૨૯ માં