Ispector ACP - 27 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 27

Featured Books
Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 27

ભાગ ૨૭
વાચક મિત્રો
અગાઉનાં ભાગ 26 માં આપણે જાણ્યું કે,
ઈન્સ્પેક્ટર એસીપી,
બેંક મેનેજર પાસેથી ભુપેન્દ્ર, અને અવિનાશની હકીકત જાણીને તેમજ બેંકમાં જે કેસની તપાસ કરવા આવ્યા હતા, એ ચર્ચા હમણાં બાજુ પર રાખી, બેંક મેનેજરને પછીથી મળીએ આપણે, એટલું કહીને AC સાહેબ બેન્કની બહાર નીકળી રહ્યા છે.
બીજી બાજુ હવાલદારને પણ મેસેજ કરીને, AC સાહેબે પોલીસ જીપ લઈને બેંકથી થોડાં દૂર ઊભા રહેવા જણાવ્યું દીધું હતું, ને સાથે-સાથે ખાસ કરીને હવાલદાર ને મેસેજમાં એ પણ કહેલ કે,
ભુપેન્દ્ર, અને અવિનાશ જ્યારે બેંકમાંથી બહાર નીકળે,
ત્યારે એ બંને પર નજર રાખવા માટે પણ જણાવેલ હોવાથી, બંને હવાલદારે, સાહેબનાં કહ્યાં પ્રમાણે
પોલિસ જીપ બેંકથી દુર લઈ જઈને પાર્ક કરી દીધી છે, ને પોલિસ જીપથી થોડાં દૂર ઊભા રહીને, ભુપેન્દ્ર, અને અવિનાશ પર નજર રાખવા માટે, તેઓ એક રીક્ષાની પાછળ એ રીતે ઉભા રહી જાય છે કે,
જ્યાંથી તેઓ ભૂપેન્દ્ર, અને અવિનાશ ને તો જોઈ શકે,
પરંતુ એ બંને, હવાલદાર ને ના જોઈ શકે.
હવાલદારે બેંકથી દુર જીપ પાર્ક કરીને રીક્ષાની પાછળ જેવી પોતાની પોઝિશન લીધી, ને ત્યાંજ...
થોડીવારમાં ભુપેન્દ્ર, અને અવિનાશ બેંકમાંથી બહાર આવે છે, એટલે એ બંને હવાલદાર પોતાની પ્રોપર પોઝિશન લઈ,
એ બંને પર નજર રાખી રહ્યા હતા.
હવાલદારે જોયું કે,
ભુપેન્દ્ર, અને અવિનાશ બેંકમાંથી બહાર નીકળી, બેંકની સામેના કોઈ પાર્લર તરફ જઈ રહ્યા છે, ને એ પાર્લર પર જ, અવિનાશનું પાર્ક કરેલું બાઈક પણ હવાલદાર જુએ છે, ને બીજા હવાલદાર આ બધી હલચલનાં મેસેજ પણ મોબાઈલ દ્વારા મોટા સાહેબને આપતાં રહે છે.
પાર્લર પર પહોંચી તેઓ બહાર મુકેલ ફ્રીઝ તરફ ઈશારો કરી,
બે કોલ્ડ્રીંક ઓર્ડર કરે છે.
કોલડ્રીંક હાથમાં આવતાં, બંને કોલ્ડ્રીંક પી રહ્યા છે, ભૂપેન્દ્રના એક હાથમાં કોલ્ડ્રિંક છે, ને બીજા હાથમાં બેંકમાં લોન માટે બતાવવા માટે લાવેલ ડોક્યુમેન્ટની ફાઈલ છે, અને એ બંને કોલ્ડ્રીંક પેતા પીતા, કંઈ ડિસ્કશન કરી રહ્યા હતા.
જોકે આ બે હવલદાર એ પાર્લરથી વધારે દૂર હોવાથી,
ભુપેન્દ્ર, અને અવિનાશ વચ્ચે થઈ રહેલી વાતચીત સાંભળી, કે સમજી શકતા ન હતા.
કોલ્ડ્રિંક પૂરું થતાં જ, ભુપેન્દ્ર, અને અવિનાશ બંને, અવિનાશની બાઈક પર ત્યાંથી નીકળી રહ્યા છે.
આ બાજુ AC પણ બેંકમાં મેઈન ગેટ પાસે લગાવેલા એક બેનરનાં મોટ્ટા સ્ટેન્ડ પાછળ ઉભા રહીને, એ પણ એ બંનેને જોઈ રહ્યા હતા, અને હવાલદાર સાથે, મેસેજમાં વાત પણ કરી રહ્યા હતા કે,
એ લોકો જેવા પાર્લર પરથી નીકળે, એટલે ફટાફટ જીપ લઈને તમે બેંક પાસે આવી જાવ, જેથી કરીને આપણે એ લોકોનાં બાઈકનો પીછો કરી શકીએ.
જીપ બેંક પાસે આવી જતાં, ઈન્સ્પેકટર AC, હવાલદાર સાથે પોતાની જીપમાં ભુપેન્દ્ર, અને અવિનાશના બાઈકથી થોડું અંતર જાળવીને, એમનો પીછો કરે છે.
પરંતુ... પરંતુ... પરંતુ,
આગળ રસ્તામાં ટ્રાફિક વધારે હોવાથી, એમની જીપ એ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.
એટલે AC જરા પણ સમય બગાડ્યા સિવાય, એમની જીપની બાજુમાં બાઈક પર જઈ રહેલ, એક હેન્ડસમ, કોલેજીયન યુવાનને, પોતાની ઓળખ આપી,
એ યુવાનનું જેકેટ, અને હેલ્મેટ પહેરી એ કોલેજીયનનું બાઈક તેઓ જાતે ચલાવી, એને પાછળ બેસવા જણાવે છે.
હવે AC ને અવિનાશના બાઈકનો પીછો કરવા માટે, બહું વાંધો આવે તેમ નથી.
AC એ જોયું કે, અવિનાશનું બાઈક એરપોર્ટ રોડ તરફ જઈ રહ્યું છે.
આ બાજુ AC એ પણ, પાછળ બેઠેલ યુવાનને કહી દીધું છે કે,
તે કોઈને પણ શક ન જાય, એ પ્રમાણે
આગળ બાઈક પર જતા પેલાં બે વ્યકિત, એટલે કે, અવિનાશ, અને ભૂપેન્દ્રનો વિડીયો પોતાનાં મોબાઈલમાં શુટ કરે
વધુ ભાગ 28 માં