Adipurush 2nd (final) trailer Review મારી નજરે in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Adipurush 2nd (final) trailer Review મારી નજરે

Featured Books
Categories
Share

Adipurush 2nd (final) trailer Review મારી નજરે

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર તમને આદિપુરુષના 2nd ટ્રેલરની દુનિયામાં લઇ જવા માટે ઉત્સુખ છું, ચાલો આદિપુરુષના નવા ટ્રેલર વિશેની વાત કરીએ...



થોડા મહિના પહલાં જેમ મનોજ શુક્લાજીએ કહેલું કે આદિપુરુષના ડિરેકટર ઓમ રાઉતજીએ આ ફિલ્મને એવી રીતે બનાવી છે જેમાં માતા સીતાનું અપહરણ રાવણ પોતાની માયાથી કરશે કારણકે રાવણ દુષ્ટ અને દૂરચારી હતો એટલે માતા સીતાને સ્પર્શ કરતા જ બળીને ખાખ થઇ જતો તેથી આ ફિલ્મમાં પણ આપણને માયા દ્વારા રાવળ કેવી રીતે અપહરણ કરે છે તે જોવા મળશે અને આ ટ્રેલરમાં પણ આપણે જોઈ શકીએ છીએ આ દ્રશ્ય




આ પછી ભગવાન રામનો સંવાદ જોવા મળે છે ટ્રેલરમાં કે હું આવી રહ્યો છું રાવણ ધર્મના બે પગ વડે અધર્મના દસ સરને કુચલવા


ભગવાન રામ દુઃખમાં તથા તેમના ચહેરા ઉપર પીડા જોવા મળે છે, આ પછી આપણને એક પછી એક યુદ્ધ સમયના સીન જોવા મળ્યા કરે છે..






ટ્રેલરમાં જયારે રાવણથી માતા સીતાને બચાવવા માટે ઝટાયું મહારાજની પાંખો રાવણ કાપે છે અને તેમનું દુઃખ થતા તેમના અંતિમ સમયમાં પણ ભગવાન પ્રત્યેની ભક્તિ આપણને જોવા મળે છે સિનમાં








આ પછી હનુમાનજી પણ પોતાના રૂદ્ર આવતરમાં આપણને જોવા મળે છે, અને એક પછી એક અસુરોને દેવલોક પહોંચાડતા જોવા મળે છે,




આ ફિલ્મની આ એક ખાસ વાત છે કે માત્ર એક સ્ટુડિયોમાં સૂટ થઇ છે અને તેનામાં જેટલાં પણ vfx જોવા મળે છે તે આપણે ભારતીય સિનેમામાં પહેલી વાર જ અનુભવતા હોય તેવો આભાસ થાય છે,



જયારે આપણે આવા જ બધા સિનને 3D માં થિયેટરમાં જોઈશું ત્યારેની વાત જ કંઈક અલગ હશે




ટ્રેલર આપણને બાંધી રાખવામાં સફળ રહે છે અને ભગવાન રામના સંવાદ પણ કેટલા સરસ જોવા મળે છે, વાનર સેનાને સંબોધીત કરતા ભગવાન નજરે પડે છે,કે આજે દેખાડી દો દુનિયાને જયારે કોઈ નારીના સમ્માનની વાત આવે ત્યારે અસુરી વૃતિઓનો વિધવંશ કઈ રીતે થાય છે..



ફિલ્મમાં જોવા મળતા dilougue ખુબ જ પ્રચલિત થશે જયારે ફિલ્મ release થશે ત્યારે ખુબ જ ઉત્સાહની બાબત જોવા મળશે....



આ ફિલ્મની ટેક્નોલોજી પણ કંઈક નવી છે જે આપણને ટ્રેલરમાં પણ જોવા મળે છે, આખી રામાયણ કેવી વિશાળ જોવા મળે છે કે તમે માત્ર ટ્રેલરને વારંવાર જોતા જ રહી જશો...



આ એક અમૂલ્ય ફિલ્મ છે જેમણે રામાયણની કહાનીથી શીખ મેળવવાની છે એવા નાના બાળકો માટે આ ફિલ્મ એક ગોલડન તક ઉભી કરશે, જેનાથી નાના બાળકો ભગવાન રામની ગાથા અને તેમના આદર્શ મૂલ્યોને અપનાવશે અને જીવનમાં યોગ્ય રીતે વિચારોનો ઉપયોગ કરશે..



ટ્રેલર ખાસ કરીને આ ફાઇનલ ટચ આપવાની કોશિશ કરે છે તેવું આપણને આ ટ્રેલર ફિલ્મના માત્ર 10 દિવસ બાકી છે અને રિલીસ કરવામાં આવ્યું છે એટલે ખુબ જ મહત્વનું ટ્રેલર પબ્લિક માટે બની રહે તેવું છે અને ખુબ જ ખાસ છે,



આદિપુરુષ ફિલ્મ વર્ડ લેવલની ફિલ્મ છે અને ખાસ કરીને આપણો સાચો ઇતિહાસ આમાં જોવા મળશે, તે માટે હું ખુબ જ ઉત્સુખ છું ખાસ કરીને હું ફિલ્મને અવશ્ય જોવા જઈશ અને movie રીવ્યુ પણ કરીશ


હું મારાં ફિલ્મ જોયાનો અનુભવ પણ રીવ્યુના માધ્યમથી આપ શુધી પહોંચાડીશ જેથી તમને વધુ સારી માહિતી મળી શકે..


ખાસ કરીને બાળકોને તો આ ફિલ્મ જરૂર બતાવજો જેથી તે પણ ભગવાન શ્રી રામની આ ભવ્ય ગાથા જોઈ અને જાણી શકે


તમને મારો આ રીવ્યુ કેવો લાગ્યો એ જરૂર જણાવજો


જલ્દી મળીશુ આદિપુરુષ ફિલ્મના રીવ્યુ સાથે..



જય શ્રી રામ 😇🙏