Ispector ACP - 26 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 26

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 26

વાત મિત્રો,
હું શૈલેષ જોષી
આ વાર્તાનાં ભાગ ૨૬ માટેનાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું
ભાગ - ૨૬
આગળના ભાગ ૨૫ માં આપણે જાણ્યું કે,
બેંકમાં એક જુના કેસની તપાસ માટે, ઈન્સ્પેકટર ACP બે હવાલદાર સાથે આવ્યાં છે.
બંને હવાલદાર બેંકની બહાર પોલિસ જીપમાં જ બેસે છે, ને ACP પોતે બેંક મેનેજરને મળવાં માટે બેંકમાં જાય છે, ને બેંકમાં જતાં જ.....
AC મેનેજરની કેબિનમાં બેંક મેનેજર સાથે બેઠેલાં,
જે બે વ્યકિતને જુએ છે, તે અસલમાં તેજપુર ગામનાં ભૂપેન્દ્ર, અને અવિનાશ હોય છે, એટલે ACP મેનેજરની કેબીનની બહારથીજ પાછાં વળી, બેંકનાં એક ખૂણામાં રાખેલ એક બેન્ચ ઊપર બેસી જાય છે, ને ભૂપેન્દ્ર, અને અવિનાશ મેનેજરને મળીને બહાર આવતાં, ACP ને જોઈ ના જાય એનાં માટે, મોંઢા આગળ આડશ રાખવા ACP એ એક ન્યુઝ પેપર પણ પોતાનાં હાથમાં તૈયાર રાખ્યું છે.

વાત નંબર એક,
ત્યાં બેન્ચ પર બેસીને ઈન્સ્પેક્ટર AC પહેલું કામ એ કરે છે કે,
પોતાનાં મોબાઈલ દ્વારા મેસેજ કરીને,
બહાર પોલિસ જીપ લઈને ઊભા રહેલ બે હવાલદારને ભૂપેન્દ્ર, અને અવિનાશ અહીં બેંકમાં છે, એની જાણ કરી દે છે, ને સાથે-સાથે એ પણ જણાવે છે કે,
તેઓ પોલિસ જીપ બેંકથી થોડી આગળ લઈ જઈને ઊભા રહે, અને જ્યારે ભૂપેન્દ્ર, ને અવિનાશ જેવાં બેંકમાંથી બહાર નીકળે, એટલે એમની પર ચાંપતી નજર રાખે, ને જરૂર પડે તો એ લોકોનો પીછો પણ કરે, ને દરેક હલચલની એમને ખબર પણ આપતાં રહે.

ને અગત્યની વાત નંબર બે,
હવે સવાલ એ થાય કે,
ACP એ હમણાં લક્ઝરીમાં જોયેલ એક વસ્તુ,, ને થોડા સમય પહેલા પોલીસ સ્ટેશનમાં જોયેલ શંકાસ્પદ લાગતી વસ્તુ કઈ હતી ?
તો ઈન્સ્પેક્ટર AC એ લકઝરીમાં, અને પોલિસ સ્ટેશનમાં જોયેલ વસ્તુ એ હતી કે,
હમણાં ટ્રાફિક સિગ્નલ પર ભૂપેન્દ્રની લકઝરીમાં ડ્રાઈવરની સીટ પાછળની છાજલી પર રાખેલ એક અધખુલ્લી બેગમાં રાખેલ શૂઝ જે AC એ જોયા હતા,
બીલકુલ એજ ડીઝાઈનનાં શૂઝ ACP એ,
હમણાં થોડાં સમય પહેલાં પોલિસ સ્ટેશનમાં રમણીકભાઈ સાથે આવેલ, અવિનાશના પગમાં પણ જોયાં હતાં,
એટલે સ્વાભાવિક છે કે,
ACP ને થોડી ઘણી શંકા થાય થાય ને થાયજ
ને AC ની એ શંકાને સાચી સાબીત કરે એવું હમણાં બેંકમાં જોયેલ આ દૃશ્ય,
એટલે કે, અત્યારે બેંક મેનેજર સાથે બેઠેલાં ભૂપેન્દ્ર, અને અવિનાશ ને જોઈને AC ને એમની એ શંકા વધારે મજબૂત થાય એવું લાગી રહ્યું હતું.
એટલાંમાં ભૂપેન્દ્ર, અને અવિનાશ બેંક મેનેજરની કેબિનમાંથી બહાર આવવા માટે ઊભા થાય છે, ને એ બંનેના ઊભા થતાં જ...
AC પેલું ન્યુઝ પેપર પોતાનાં મોંઢા આગળ ધરી લે છે, જેથી કરીને એ લોકો AC સાહેબને જોઈ ના જાય, કે પછી ચોકનનાં ના થઈ જાય.
હવે ભૂપેન્દ્ર, અને અવિનાશ જેવાં બેંકની બહાર નીકળે છે, ત્યાંજ...
AC ફટાફટ પોતાની જગ્યા પરથી ઊભા થઈને, બેંક મેનેજરની કેબિનમાં જાય છે, આ બાજુ
બેંક મેનેજર ACP ને જોતાં જ...
બેંક મેનેજર :- આવો આવો સાહેબ
ACP :- મેનેજર સાહેબ, અત્યારે એ બધી વાત બાજુ પર રાખો, ને મને એ કહો કે,
હમણાં તમને મળીને ગયા, એ બે વ્યકિત અહીં શા માટે આવ્યાં હતા ? મને ફટાફટ જણાવો પ્લીઝ
બેંક મેનેજર :- સાહેબ એ બે વ્યકિત તેજપૂર ગામનાં છે, ને એ લોકો એક નવી વોલ્વો લકઝરી બસનું કોટેશન લઈને, લોન માટેની પ્રોસેસ માટે આવ્યા હતા
ACP :- શું એ લોકો,
તમને મળવા માટે પહેલીવાર આવ્યા હતાં ?
બેંક મેનેજર :- ના સાહેબ, જુઓને લગભગ ગઈ ૧૦ તારીખે એ લોકો મને મળવા આવ્યા હતા, ને એ વખતે લોનની ઔપચારિક માહિતી લઈને ગયા હતા.
કેમ શું થયું સાહેબ ?
ACP :- એ બધું હું હમણાં આવીને જણાવું છું તમને.

આટલું બોલી ACP ફટાફટ મેનેજરની કેબિનમાંથી બહાર નીકળી જાય છે.
વધુ ભાગ ૨૭ માં