Shwet Ashwet 49 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૪૯

Featured Books
Categories
Share

શ્વેત, અશ્વેત - ૪૯

જ્યોતિકાને અવાજ આવ્યો. દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેના રૂમનો નહીં, બાજુના રૂમ નો. 

જ્યારથી જ્યોતિકાએ તેને શ્રીનિવાસન વાળી વાત કરી હતી ત્યારથી વિશ્વકર્મા અને જ્યોતિકા અલગ અલગ રૂમમાં ઊંઘતા હતા. પછી તે ઊભી થઈ. દરવાજા તરફ આગળ વધી. તેના પગ થથરતા હતા. તે ધીમે ધીમે બહાર આવી, અને દરવાજો ખુલ્લો રાખ્યો. વિશ્વકર્મા સ્ટેર્સથી નીચે ઊતરતો હતો. તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. જ્યોતિકા બાજુના રૂમમાં ચાલી ગઈ. ત્યાં પણ દરવાજો ખુલ્લો હતો. અને જે જ્યોતિકાએ ધાર્યું હતું. તે સાચું પળ્યું. વિશ્વકર્માનો ફોન ચાર્જિંગમાં હતો. એટલે કે જે ફોન પર તે અત્યરે વાત કરી રહ્યો હતો, તે ફોન અલગ હતો. 

જ્યોતિકાને પાછળથી કોઈએ પકડી લીધી. વિશ્વકર્મા તેના કાનમાં બોલ્યો, ‘હવે તને બધી સાચી વાત ખબર જ પળી ગઈ છે તો..’

‘તો?’ જ્યોતિકાએ ધીમેથી ફોન લીધો, અને ગોખલા માંજે પાવરબેન્ક હતું, તેને હાથમાં લઈ વિશ્વકર્માના માથા પર માર્યુ. 

‘શ્રુતિ મરી ગઈ, તે જ દિવસથી મને ખબર હતી, કે આમાં કઈક તો તારો હાથ હશેજ!’

વિશ્વકર્મા નીચે હતો. રૂમમાં લાઇટ ન હતી, તેટલે જ્યોતિકાને કઈ દેખાયું નહીં. 

પણ સ્ક્રીન પર નામ દેખાયું હતું. ફક્ત એક જ પળ માટે, પણ વંચાયું હતું. 

શ્રીનિવાસ. 

એ જ શ્રીનિવાસન જે જ્યોતિકાની સાથે.. 

જ્યોતિકા રૂમ બંધ કરીને ભાગી ગઈ. 

તે નીચે ઉતરવા લાગી. દાદરા તેની સામે આવી રહ્યા હતા. 

સામર્થ્ય અને ઋત્વિજ નીચે જ ઊભા હતા. ઋત્વિજએ જ્યોતિકાને ધક્કો માર્યો. 

તે સમયે પણ તનિષ્ક હજુ નૈના ઇંદ્રાણીની ઓફિસની બહાર નીકળ્યા. . 

નૈનાએ તેમણે સૂચવ્યું હતું કે તમે તમારુ અકાઉંટ ટૂંક સમય માટે ચાલો રાખો, અને એવું દેખાળો કે તમે પાંચ અમેરિકા આવી ગયા છો,અને સલામત છો. 

કોઈને પણ આ વાત સામાન્ય જણાતી, પણ અમેરિકા તેઓ બે જ પોહંચ્યા હતા, તો બાકી બધાનું શું થયું, એ પ્રશ્ન નહીં ઉઠે. 

હોટેલ પર પોહંચતા મોળું થઈ ગયું, અને તેઓ તરત જ ઊંઘી ગયા. 

પણ નૈના એ સહેજ પણ રાહ ન જોઈ. બીજે જ દિવસે લાઈવ, ફર્સ્ટ અવરમાં રેકોર્ડીંગ પ્લે થઈ. અને તોફાન મચી ગયું. 

“પોલીસ એક ચાલુ કેસને બંધ કરે છે?’

“કોઈ અરેસ્ટ નથી કરી?”

“ત્રણ ત્રણ છોકરિયુંની મોત પ’હી પણ કઈ નથ મળ્યું?”

લોકો વાતો કરવા લાગ્યા. 

તનિષ્કના અકાઉંટમાંતો રાતો રાત ફોલોવર્સ વધી ગયા. અને પોલિટિકલ એંગલ પણ વચમાં આવી ગયું. હવે તો લોકોને ભૂતો પર પણ શક હતો. જરુંર ત્યાં કોઈ આત્માનો વાસ છે. 

કોઈ આત્મા આ બધુ કરાવી રહી છે. અને અંધવિશ્વાસૂ થરથર ધ્રુજવા લાગ્યા. 

તે બાદ કઈક અજીબ થયું. 

શ્રુતિના ઘરમાં રહેતા સર્વે.. ગાયબ થઈ ગયા. બીજે જ દિવસે સવારે. કોઈ નામોનિશાન નહીં. અંદરથી બંધ દરવાજા હતા, પણ તે ઘરની અંદર રેહનરા ગાયબ હતા. 

આખી હવેલીની છાનબિન કરવામાં આવી હતી. 

પણ કોઈ મળ્યું ન હતું. 

તનિષ્ક હજુ જીવતા હતા. તેઓ હોટેલમાં રોકાયા હતા, અને તેમણે તરત જ પોલીસ સ્ટેશન ભેગા કરવામાં આવ્યા.  

થોડાક દિવસ કૌસર માટે ઘણા હેક્ટિક રહ્યા. મીટિંગ્સ, પ્રેસ કોન્ફરેંસ અને તેના સુપરિંટેંડેંટ સાથેની વાતચીતમાંથી સમય નીકળતો જ નહીં. અને પછી, સમય જ સમય હતો. પોરબંદર પોલીસના હાથમાંથી કેસ લઈ લેવામાં આવ્યો હતો. એટલે હવે કૌસરના હાથમાં એક બીજો આવ્યો હતો. ચોરી નો. 

પણ નાઝ હજુ અહી હતી. તેના હાથમાંથી આ કેસ કોણ છીનવી શકશે?

કોઈ વ્યક્તિ એમ નેમ હવામાં ગાયબ ન થઈ જાય. 

એક સ્પેશિયલ ટીમને આ કેસ સોંપવામાં આવ્યો હતો. 

તે લોકો પોતાનું કામ કરી રહ્યા હતા. નાઝ અઠવાડિયા પછી હૈદરાબાદ પોહંચી. 

શ્રીનિવાસન હાલ ત્યાં સ્થાઈ હતો. હવે તેને એક સરપ્રાઇજ આપવાનો સમય આવી ચૂક્યો હતો.