Shamanani shodhama - 29 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 29

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 29

          “ચાર્મિ, તું..?” એ પંજાબી ડ્રેસવાળી યુવતીએ કહ્યું.

          “હા, મેં. કી હાલ હે...?” ચાર્મિ અંદર પ્રવેશતા કહ્યું.

          “ચંગા...” શ્યામ તરફ જોઈને એ યુવતીએ કહ્યું, “આ જાઓ.”

          એ દસ બાય દસની રૂમ હતી. રૂમમાં એક બેડ હતો. બેડની બાજુમાં ખૂણામાં ગેસ સ્ટવ અને થોડાક વાસણ આભાસી કિચનનું દ્રશ્ય ઉભું કરતા હતા. બીજા ખૂણામાં ટોઇલેટ કમ બાથ રૂમ હશે. પાણીથી ફોગાઇ ગયેલો દરવાજો બાથરૂમ હોવાનો સંકેત કરતો હતો. નાનકડી રૂમમાં કિચન હોય નહિ એટલે એકલા રહેનારા આમ જ વ્યવસ્થા ઉભી કરીને ચલાવી લે છે. એ રૂમનું ભાડું પણ બે હજાર હશે એમ શ્યામે અંદાજ લગાવ્યો. કિચન સાથે લેવા જાય તો ત્રણ હજાર થઇ જાય. એકલા રહેવાનું હોય, ફિક્સ પગાર હોય અને શની-રવિ કે રજાના દિવસે ઘરે જતા રહેવાનું હોય એ લોકો આવો સસ્તો રૂમ પસંદ કરે છે.

          શ્યામ અને ચાર્મિ બેડ પર બેઠા. ગુરપ્રીતે એમને પાણી આપ્યું.

          “તુ મેરે કમરેનું લભ લિયા..?” ગુરપ્રિત બેડ સામે રહેલી ચેરમાં બેઠી.

          “મે ઇક વાર આઈ સી.’

          “તીન સાલ પહિલા...?”

          “પર મૈ યાદ રખિયા..” ચાર્મિ હસી.

          “ચાય જામ લસ્સી? ગુરપ્રીતે શ્યામ તરફ જોયું.

          “કુછ ભી ચલેગા...” એણે કહ્યું. એ પંજાબી સમજી શકતો પણ બોલી ન શકતો.

          “તુસી પંજાબી નહી હો?”

          “ગુજરાત તો હે, મેરે દફતર વિચ કમ કરદા હે.” ચાર્મિએ એના વતી જવાબ આપ્યો.

          “ઠીક હે...” ગુરપ્રિત રૂમ સાથેના અટેચ કિચનમાં ચા બનાવવા લાગી.

          “તુ હાલે વી પઠાણકોટ વિચ કમ કરદી હો?” ગુરપ્રીતે ચા બનાવતા પૂછ્યું ત્યારે શ્યામે નોધી લીધું કે આ બોલકણી છે. આવ્યા ત્યારથી સવાલો કરે છે એનાથી સાચવવું પડશે.

          “હાંજી...” ચાર્મિએ હકારમાં માથું હલાવ્યું.

          “કી’ઉમ ચંડીગઢ વિચ?”  

          હવે એને ખાતરી થઇ ગઈ હતી કે એ જરૂર શિક્ષિકા જ હશે. બાકી કોઈ માણસ એટલા બધા સવાલ ન પૂછે. શિક્ષકને જ બિન જરૂરી પ્રશ્નો કરવાની આદત હોય છે.

          “તેરી પૂછગીછ દી આદત છડ નહિ રહી...” ચાર્મિ ફરી હસી..

          “કી’ઉમ ના પૂછે? તીન સાલ તો કોઈ કોલ જામ સુનેહા નહિ.” ગુરપ્રિતના અવાજમાં ચાર્મિએ ત્રણ વર્ષથી ફોન ન કર્યો એની નારાજગી ચોખ્ખી વર્તાઈ રહી હતી.

          “સોરી. ફોન તો તેરા નંબર મીટ સી. ઉસ તો બાદ મૈ ચંડીગઢ વિચ નહિ આઈ. જીવે હી મૈ ચંડીગઢ વિચ આઈ, તેનુ મિલન લ’ઈ આઈ.”

          ચાર્મિએ એને તરત જવાબ ઘડીને આપી દીધો. ગુરપ્રીતે એમને ચા આપી. તેમણે ચા પીધી.

          “સાનું તેરી મદદ દી લોરા હે.”

          “તુ કદે વી બીના કિસે કમ દે આઉન્દિ હો?” કઈક ઠપકા ભરી નજરે ગુરપ્રિત ચાર્મિને તાકી રહી.

          “મેરી નોકરી દે કારણ મેં સમેદે ઔખે વિચ હા. તું ઐતવારનું ઘર નહિ જાનદી..”

          “મે પિછલે ઐતવારનું ગી આઈ.”

          શ્યામ ચાના કપમાંથી ચૂસકી લેતા એમની વાત સંભાળતો રહ્યો.

          “સાનુ બીતી રાત ઇકા દુર્ઘટના દા સાહમના કરના પી’આ.”

          “હે રબ! કી હોઈઆ?” ગુરપ્રીત ઝટકા સાથે બેઠી થઇ ગઈ ત્યારે કપમાનું પ્રવાહી છલકી ગયું હોત.

          “કુઝા લોક સાડે તે હમલા કરદે સન જદો અસી ચલ રહે સી.”

          “કિથે...????” ગુરપ્રિત ગભરાઈને બોલી.

          “ઇન્ડસ્ટ્રીઅલ એરિયા વિચ...” ચાર્મિ હાથનો ઈશારો કરી બોલી.

          “કી’ઉમ...”

          “સાનુ લૂટન લઈ. ઉહ સાડે પૈસા અતે મોબાઈલ લઇ ગએ...”

          “તું પુલીસનુ સૂચિત કિતા?”

          “હા, કિતા..”

          “મે કીવે મદદ કર સકદી હુ.?”

          “કુતે ઉસનુ કુતના.”

          “કિધર?” ગુરપ્રીતે શ્યામ તરફ જોયું.

          “લેફ્ટ હેન્ડ ઔર રાઈટ લેગ...” એણે કહ્યું. એ પૂછી રહી હતી કે કુતરાઓએ એના શરીરના કયા ભાગ પરથી મિજબાની ઉડાવી હતી.

          “આપકો હમ પંજાબીમેં બાત કરતે હે વો સમજ મે આતા હે?”

          “સમજ તો આ જાતા હે પર અગર આપ હિન્દીમેં બાત કરો તો મુજે સમજનેમેં જયાદા આસાની રહેગી.” શ્યામે કહ્યું.

          “ઓકે. પર મેરી હિન્દી વિચ પંજાબી મિક્સ હો જાતી હે..” કહી ગુરપ્રિત હસી એટલે એ બંને પણ એની સાથે હસ્યા, પોતાની પરિસ્થિતિ ઉપર!

          “કોઈ બાત નહિ.” શ્યામે કહ્યું.

          “હમ તીન ચાર દિન યહા રેહના ચાહતે હે..” ચાર્મિએ એ સરળતાથી સમજી શકે એટલે હિન્દીમાં બોલવાનું ચાલુ કર્યું.

          “કોઈ ગલ નહિ. સારા હફ્તા રહો.”

          “હમને દવાઈ ઔર ઇન્જેક્શન લા દિયે હે. તીન-ચાર દિન યહા ઉસકી દવાઈ-ઇન્જેક્શન લગ જાયે. યે ઠીક હો જાયે ફિર હમ ચલે જાયેંગે.”

          “પઠાનકોટ હી જાના હે ના?”

          “નહિ, પઠાનકોટ જાના હોતા તો અભી ચલ જાતે. હમેં જયપુર જાના હે. ઓફીસકે કામસે. અબ પઠાનકોટ વાપસ જાયે ઔર ફિર જયપુર જાયે ઇસસે બેહતર હે કી તેરે પાસ દો-તીન દિન રેહ લે હમ. એસે ભી તુમસે મિલે તીન સાલ હો ગયે હે.”

          “અચ્છા કિયા. કુછ ગલ ભી હમ કર લેંગે. અચ્છા હુઆ મેં આજ સન્ડે હે ફિર ભી ઘર નહિ ગઈ. આજ મેરા મન ઘર જાનેકો ના બોલ રહા થા.”

          “તેરા કામ કેસા ચલ રહા હે?”

          “અભી તો કોન્ટ્રેક્ટ પે હું. નો હજાર મિલતે હે. કિરાયા ઔર ખાને પીને મેં હી પાંચ છે હજાર લગ જાતા હે.”

          “કયા જોબ હે આપકી? શ્યામે પૂછ્યું.

          “ટીચર હું. મેને પંજાબીમેં માસ્ટર ડિગ્રી લી હે. બી.એડ. ભી કિયા હે.”

          “ફિર ભી નો હજાર સેલરી?” એણે પૂછ્યું.

          “કયા કરે? પાંચ સાલ કોન્ટ્રેક્ટ પે હી લેતે હે. બાદમેં પક્કે કરતે હે.”

          “આપકે કિતને સાલ હો ગયે?” એણે પૂછ્યું.

          “સાડે તીન સાલ હો ગયે હે. અબ તો સિર્ફ ડેઢ સાલ નિકાલના હે. બાદ મે તો સેલરી ઉન્નીસ હો જાયેગી.” ગુરપ્રિત ચાર્મિ તરફ જોઇને બોલી, “આજ તો સન્ડે હે પર કલ મુજે જાના પડેગા. સુબહ સાત બજે જાઉંગી તો દોપહર એક બજ જાયેગા આતે આતે.”

          “કોઈ બાત નહિ. તુમે કોઈ દિક્કત ના હો તો હમ મેનેજ કર લેંગે.” ચાર્મિએ કહ્યું.

          “મુજે કયા દિક્કત હો સકતી હે? મેં એક બજે આકે ખાના બનાતી હું. તબ તક ભૂખે રેહના પડેગા. તું ખાના બનાના તો સીખી નહિ હોગી. તેરેસે શાદી કરનેવાલા ભી ભૂખા મરેગા. યા ફિર ગલીકે બાહર એક છોટા નાસ્તા હાઉસ હે વહાસે કુછ લાકે ખા લેના. ઉસકે સમોસે ટેસ્ટી હોતે હે.” ગુરપ્રિત એકસામટું બોલી.

          “મે ખાના બના સકતી હું.”

          “મુજે ભરોસા નહિ હોતા.”

          “મે બના લેતી હું પર એસા બનતા હે કી સિર્ફ મેં હી ખા પાતી હું.” કહીને ચાર્મિ હસી. શ્યામ અને ગુરપ્રિત પણ એની સાથે હસ્યા.

          “તેરે પાસ જીન્સ ટી-શર્ટ હે?” ચાર્મિએ પૂછ્યું.

          “નહિ, સ્કુલ મે ટીચર કો જીન્સ અલાઉ નહિ હે. કયું?” ગુરપ્રીતે પૂછ્યું.

          “ઇસકો કુત્તેને કાટા ઉસ વક્ત ઇસકો સંભાલનેમેં મેરે કપડે ગંદે હો ગયે...” કહીને ચાર્મિએ શોલ હટાવી.

          “ઓહ! રબ્બા! ઇતના ખૂન....” ગુરપ્રિત બોલી અને બેડ નીચેથી એક ડ્રેસ કાઢ્યો, “લે, ન્હાકે ચેન્જ કર લે...”

          “મુજે ન્હાના નહિ હે. મેં એસે હી ચેન્જ કર લુંગી.” કહીને ડ્રેસ લઈને ચાર્મિ બાથરૂમમાં ગઈ અને ડ્રેસ ચેન્જ કરીને આવી. પંજાબીમાં એ એકદમ અલગ જ લગતી હતી.

          “મેં સબ્જી લેકે આતી હું. તુમ લોગ બેઠો.” ગુરપ્રિત ચેરમાંથી ઉભી થઇ.

          “તબ તક મે ઇસકા ડ્રેસિંગ કર દેતી હું.” ચાર્મિ બોલી.

          “ડોક્ટર કે પાસ જાતે તો અચ્છા નહિ રેહતા?” ગુરપ્રીતે જતા જતા પણ એક સવાલ તો કરી જ લીધો.

          “ચંડીગઢ તક લંબા હોના પડેગા ઇસસે અચ્છા ખુદ હી કર લે...” ચાર્મિએ તરત જવાબ વાળ્યો.

          ગુરપ્રિત માર્કેટ જવા નીકળી.

          ગુરપ્રિત ગઈ એટલે ચાર્મિએ શ્યામના હાથ અને સાથળનો પાટો બદલી નાખ્યો.

          “હવે આગળ શું પ્લાન છે...?” એણે પૂછ્યું.

          “આજનો દિવસ અને રાત અહી જ વિતાવીએ એટલે તું થોડોક ઠીક થઇ જાય.”

          “અને ત્યાં સુધી અહી શું કરીશું..?”

          “પહેલા તો ન્યુઝ દેખી લઈએ. ખબર પડે કે પોલીસે મીડિયાને શું કહ્યું છે.”

          “તને નથી લાગતું તારે તારા ચીફ સાથે વાત કરવી જોઈએ..? એ આપણને કોઈ મદદ કરી શકે એમ હોય..?” શ્યામે સલાહ આપી.

          “ના, ચીફે જ અમને કહેલું છે કે જયારે પણ ભાગતા હોઈએ ત્યારે જ્યાં સુધી સિક્યોર ન થઇ જવાય કોઈનો કોન્ટેક્ટ ન કરો કેમકે દુશ્મન કોઈ પણ હોઈ શકે... કદાચ કોઈ હેડ ઓફિસમાંથી પણ ફૂટેલું હોઈ શકે..”

          “મને કઈ સમજાયું નહી...”

          “અમારું કામ જ એવું હોય છે. ક્યારેક પોલીસ તો ક્યારેક કોઈ મોટા નેતા સાથે દુશ્મની વહોરી લેવી પડે છે. ઘણીવાર નેતાઓ વિરુદ્ધ પૂરતા સબુત ન મળે તો એમને હાથ લગાવી શકાતો નથી અને ઘણીવાર હાથમાં આવેલ નેતા કે બિઝનેશમેન પૂરતા સબુતોના અભાવે છટકી જતો હોય છે. એમાંથી કોઈ પણ વ્યક્તિ વેર વાળવા અમારા પર ગમે તે સમયે હુમલો કરી શકે છે અમને ગમે ત્યારે ગમે તે સાઝીસમા ફસાવી શકે છે માટે જ્યાં સુધી આપણે સિકયુર ન થઈએ ત્યાં સુધી કોઈનો પણ કોન્ટેક્ટ કરવો યોગ્ય નથી.”

          “આઈ સી..” શ્યામને હવે ચાર્મિની વાત સમજાઈ રહી હતી. 

          “આપણે ગુરપ્રિતને પણ ખબર પડવા નહિ દઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ. એ મારી ફ્રેન્ડ છે પણ એ ડરી જશે. એ મને આર્મી હેડક્વાર્ટરમા એક સામાન્ય કલાર્ક સમજે છે. હું એજન્ટ છું એની એને ખબર જ નથી. આપણે હેડનો કોન્ટેકટ કરીશું પણ પહેલા ખાતરી કરવી પડશે કે કોઈ આપણી પાછળ તો નથી ને..”

          “તને જે યોગ્ય લાગે એ કર.. બસ હું ફરી એ કેદમાં જવા નથી માંગતો. આ બધું પતે એટલે સીધો ગુજરાત રવાના થઇ જઈશ..”

          “કોઈ ફાયદો નથી એ લોકો તારા પાસેથી કોઈ માહિતી ઇચ્છતા હશે તો તને ગુજરાતમાંથી પણ શોધી લેશે.” ચાર્મિ બોલી.

          એ શબ્દો સાંભળી શ્યામ ફફડી ઉઠયો. જો એ બીજીવાર એમના હાથમાં આવી જાય તો એ લોકો એને જીવતો ન જ છોડે. શ્યામ એ બાબત સારી રીતે જાણતો હતો.

          “તો હું શું કરું..?” શ્યામનો અવાજ ગભરાયેલો હતો, “આઈ મીન મારે શું કરવું જોઈએ..?”

          “આપણે ખબર પાડવી પડશે કે આપણને કેમ કેદ કરવામાં આવ્યા હતા? એ પાછળ કોણ હતું? જો પોલીસ એમાં ભળેલી છે તો કયા પોલીસ ઓફિસરો એમાં ભળેલા છે? આપણે એમને બે નકાબ કરી ખુલ્લા પડવા પડશે. આપણે એની જડ સુધી જવું પડશે..”

          “આપણે? હું કોઈ જાસુસ નથી.”

          “હા, ખબર છે તું જાસુસ નથી પણ આપણે તને કોઈએ કેમ કિડનેપ કર્યો એ ખબર પાડવી જ પડશે. એ પહેલા તું ક્યાય ગયો અને એ લોકો તને શોધી લે તો તને ફરી શોધવો અશક્ય બની જશે. જો પોલીસ એમની સાથે હશે તો એ લોકો તારું બનાવટી એનકાઉન્ટર પણ કરાવી શકે છે.”

          “તું મને ડરાવી રહી છે?”

          “ના, હું હકીકત ખી રહી છું. એ લોકો તારી પાસેથી મેન સોર્સ, ક્રિસ્ટી, રોઝી અને એજન્ટ મલિક વિશે જાણકારી ઈચ્છે છે માટે આપણે એ બધા વિશે માહિતી મેળવીએ તો એ લોકો કોણ હશે એનો અંદાજ આવી શકે. ત્યાં સુધી તારે મારી સાથે જ રહેવું જોઈએ.”

          “પણ મારી પાસે હવે કોઈ રકમ નથી બચી.”

          “તારે પૈસાની કોઈ જરૂર નથી. મારી પાસે સરકારી રકમ છે જે તારા જેવા નાગરિકોના ટેક્ષની છે એ તારા પાછળ વાપરીસ તો કોઈ વાંધો નથી અને આમ પણ તું સાથે હોઈશ તો મને આ કેસ સોલ્વ કરવામાં સરળતા રહેશે કેમકે તે એમના ચહેરા જોયા છે. તને એ લોકો પકડવા માંગે છે એટલે એમના સુધી પહોચવામાં તું મને ઘણી રીતે મદદરૂપ થઇ શકે છે. બીજું એક જોખમ એ પણ છે કે જો તું ગુજરાત જઈશ અને એ લોકો તારી પાછળ આવશે તો તારા પરિવાર માટે પણ એ બાબત જોખમી સાબિત થઇ શકે છે. એ લોકોને અત્યારે તારા ઘર પરિવાર વિશે કઈ ખબર નથી પણ જો તું એકવાર ઘરે ગયો અને એ તારી પાછળ હશે તો તારા પરિવાર વિશે જાણી જશે અને તારા ઘરના સભ્યોને પકડી લેશે. એમના સવાલોના જવાબ તું આપી શકીશ નહિ અને એ જવાબો આપીશ તો પણ એ લોકો તારા પરિવારને મારી નાખશે કેમકે આપણે એમના એક માણસને મારી નાખ્યો છે હવે એ લોકોને આપણા સાથે પર્શનલ દુશ્મની થઇ ગઈ છે.”

          ચાર્મિએ આખી વાત એના ગળે ઉતારી.

          “હું તારી સાથે જ રહીશ. આપણે આ મામલાને ખતમ કરવો જ પડશે...” એણે કહ્યું. ફેમીલીની વાત આવતા એ સમજી ગયો કે ગુજરાત જઈ પરિવાર પર જોખમ ઉભું કરવા કરતા ત્યાં જ રહી દુશ્મનોનો સામનો કરવો વધુ સારો વિકલ્પ હતો.

          “હા, પણ આપણે ઉતાવળ ન કરી શકીએ હમણા આપણે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી પડશે..”

          ગુરપ્રિત આવી ગઈ એટલે એમની વાતો બંધ થઇ ગઈ.

          ગુરપ્રીતે એમના માટે જમવાનું બનાવ્યું. શ્યામ અને ચાર્મિએ પેટ ભરીને ખાધું. જમ્યા પછી ચાર્મિ અને ગુરપ્રિત વાતે વળગ્યા. એ એમના બાળપણ, સ્કુલ ટાઈમ વગેરેની વાતો કરતા હતા.

          શ્યામને થોડોક દુખાવો થતો હતો એટલે એણે ફરી એક પેઈન કિલર લીધી. એ એમની વાતો સાંભળતો બેડ પર જ ઊંઘી ગયો.

          એ ઉઠ્યો ત્યારે સામે ઘડિયાળમાં ચાર વાગ્યા હતા. ઊંઘ દરમિયાન એણે કેટલાક ભયંકર સપના જોયા હતા. પણ ઊંઘ ઉડી એવું એ બધું ભૂલી ગયો. એને લાગ્યું કે એનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. એ ઉભો થયો. લંગડાતો એ બાથરૂમમાં ગયો.

           સવારમાં એ સારી રીતે ચાલી શકતો હતો. કદાચ ઊંઘને કારણે સ્નાયુઓ પકડાઈ જવાથી ઉઠ્યા પછી તરત થોડી તકલીફ રહેતી હશે એમ એણે વિચાર્યું. એ મો ધોઈને પાછો આવીને ચેરમાં બેઠો.

          બંને સખીઓ ઘણા વર્ષે ભેગી થઇ હતી એટલે કૃષ્ણ-સુદામા જેમ એમની બાળપણની વાતો હજુ પૂરી થઇ ન હોય એવું એને લાગતું હતું.

          “ગુરપ્રિત, માર્કેટ સે થોડા સામાન લાના હે.” એકાએક વાત બદલતા ચાર્મિએ કહ્યું.

          “ચલ હમ દોનો લેકે આતે હે.” ગુરપ્રિત બોલી.

          “કોઈ બચ્ચા નહિ આસપાસ મેં ? ઉસસે મંગવા દેતે હે.”

          “ક્યાં લાના હે?” ગુરપ્રીતે પૂછ્યું.

          “એક સિગારેટકા પેકેટ, દો ટુથ બ્રશ.”

          “ઓકે. મંગવા દેતી હું. સિગારેટ અભી ભી પીતી હે..?”

          “દિન મે એક યા દો.” ચાર્મિ બોલી.

          “પતા નહિ હમ દોસ્ત કેસે બન ગયે...!” ગુરપ્રિત નવાઈથી બોલી. એ નિર્વ્યસની શિક્ષિકા ચાર્મિ વ્યસની બેયની દોસ્તી કઈ રીતે થઇ હશે એ ખરેખર નવાઈની વાત હતી જ કેમકે ગુરપ્રિત ચાર્મિ વિશે જાણતી નહોતી.

          એકાએક લેપટોપ પર નજર પડતા ચાર્મિ બોલી, “નેટ કનેક્ટ હો જાયેગા ઇસ મે?"

          “હો જાયેગા. ડોન્ગલ હે મેરે પાસ પર પેક ડલવાના પડેગા.”

          “કિતને કા પેક લગેગા?” 

          “એકસો પચાસ કા...”

          ચાર્મિએ શ્યામને ઈશારો કર્યો. એણે વૈભવ પાસેથી લીધેલા હજાર રૂપિયા ચાર્મિને આપ્યા. ચાર્મિએ ગુરપ્રિતને ત્રણસો રૂપિયા આપ્યા. ગુરપ્રીતે થોડી આનાકાની કરી પણ અંતે માની ગઈ હતી.

          ગુરપ્રીતે નીચે જઈ કોઈ છોકરાને સામાન અને નેટ પેક કરાવવા માટે નંબર લખી આપ્યો. ગુરપ્રિત ઉપર જઈ ફરી ચેરમાં ગોઠવાઈ. ગુરપ્રીતે જે છોકરાને પેક કરાવવા અને સમાન લેવા મોકલ્યો હતો એ છોકરો સામાન આપી ગયો. ગુરપ્રીતે ચા બનાવી. બધાએ ચા પીધી.

          ચા પીધા પછી શ્યામ અને ચાર્મિ ફરી કોઈ ચર્ચામાં ખોવાઈ ગયા હતા.

                                                                                                     *

          સાંજના છ ના ટકોરે ગુરપ્રીતે પૂછ્યું, “અબ ખાના બના લુ?”

          “બના લે.”

          ચાર્મિએ કહ્યું એટલે તરત ગુરપ્રિત કુકિંગ કરવા લાગી.

          ચાર્મિ લેપટોપમાં નેટ કનેક્ટ કરી શ્યામ પાસે જઈ બેડ પર ગોઠવાઈ. કેટલાક ન્યૂઝ પેપર ડાઉનલોડ કર્યા. અગ્રણી ન્યુઝ પેપરમાં ફ્રન્ટ પેજ પર નોટબંધીના કારણે જનજીવન ખોરવાયાના સમાચારોને પ્રાધાન્ય અપાયું હતું પણ બીજા અને છેલ્લા પેજ પર એમના સમાચારને કવરેજ અપાયું હતું. લોકલ ન્યુઝપેપરની  હેડ લાઈનમાં પણ નોટબંધીથી ઉભી થયેલી તકલીફોને વાચા આપાઈ હતી. જોકે એ સાથે એમના સમાચારને પણ કવરેજ પૂરું પડાયું હતું.

          એમની ઘટનાનું રીપોર્ટીંગ કઇક આમ થયું હતું:

          ડ્રગ સપ્લાયર ઔર હરયાના પુલીસ કે બીચ એન્કાઉન્ટર મેં એક પુલીસ જવાન શહીદ. એક અપરાધી કી મોત. દો અપરાધી ભાગને મે કામયાબ.

          વિગતવાર સમાચારમાં હરયાના અને ચંડીગઢ પોલીસનું સયુંકત ઓપરેશન બતાવાયું. મૃતક પોલીસ હરયાના પોલીસનો હોવાનું જણાવાયું. એક અપરાધીનું પોલીસ ફાયરીંગમાં મોત થયાની પૃષ્ટિ કરાઈ. મરનાર અપરાધીની ઓળખ પોલીસ પ્રસ્થાપિત કરી શકી નથી તેવું જણાવાયું. પોલીસના બે ડોગ પણ ફાયરીંગમાં મરી ગયો હોવાની વાત ઉપજાવી કઢાઈ હતી. ભાગવામાં સફળ થયેલ અપરાધીઓમાં એક યુવક અને એક યુવતી હતા એવું પણ એક પોલીસકર્મીના સંદર્ભ સાથે લખાયું હતું. દસેક લાખનો ડ્રગનો જથ્થો અને બે રિવોલ્વર સાથે એક શોટ ગન પણ પોલીસે જપ્ત કર્યાનું લખાયું હતું. નાસી છુટેલ અપરાધીઓને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કરી દેવાયા હોવાનું અને ટૂંક સમયમાં પોલીસ નાસી જનાર અપરાધીઓ યુવક અને યુવતીના સ્કેચ જાહેર કરશે... જેવી વિગતો દેખાતી હતી.

          “ખાના ખા લો..”

          ગુરપ્રિતનો અવાજ સાંભળી ચાર્મિએ લેપટોપ બંધ કર્યું. લેપટોપ ટર્નઓફ કરતા પહેલા એ બ્રાઉઝર હિસ્ટ્રી ડીલેટ કરવાનું ભૂલી નહોતી.

          જમ્યા પછી થોડીવાર નોટબંધી અને કાળા નાણા વિશે આડા અવળી વાતો કરી. ચાર્મિ અને ગુરપ્રિત બેડ પર સુઈ ગયા. શ્યામને એક ગાદલું જે ગુરપ્રિત એક્સ્ટ્રા રાખતી એ અભરાઈ પરથી ઉતારી આપ્યું હતું. એને ઘણા દિવસે ઓઢવા માટે એક કામળો પણ નસીબ થયો હતો.

          એ રાત એને ઠંડીમાં ધ્રુજવાનું ન હતું. ગુરપ્રીતે ડીમ લાઈટ ચાલુ રાખી હતી. બંને કાબરો સુઈ ગઈ હતી પણ શ્યામ દિવસે સુતો હતો એટલે એને ઊંઘ આવતી નહોતી.

ક્રમશ: