Shamanani shodhama - 27 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 27

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 27

          શ્યામ ઉભો રહી શકે એમ નહોતો પણ ઉભા રહ્યા વિના બીજો કોઈ રસ્તો નહોતો. એ ચાર્મિને જોતો રહ્યો. અંધારાના કારણે એને ચાર્મિ બરાબર દેખાતી નહોતી.

          ચાર્મિ ફરી બાઈક પાસે પહોચી. બાઈકનું સ્ટેરીંગ લોક તોડવાનું કામ તો એ પહેલા જ કરી ચુકી હતી. ઠેકાના અજવાળામાં ચાર્મિ પહોચી ત્યારે શ્યામને ફરીથી દેખાવા લાગી. ચાર્મિ બાઈક પર બેઠી અને એક જ કિકમાં બાઈક ચાલુ કરી નાખ્યું અને ઝડપથી એક્સીલીટર દબાવ્યું.

          ચાર્મિ અડધે આવી ત્યારે શ્યામને ઠેકાવાળો બહાર આવતો દેખાયો. ઠેકાવાળો ચાર્મિની પાછળ દોડવા લાગ્યો.  

          ચાર્મિ શ્યામ પાસે આવીને અટકી, “બેઠ જા.”

          શ્યામે પોતાની પૂરી તાકાત એકઠી કરી અને બાઈક પર બેઠો. એ કામ એના માટે મુશ્કેલ હતું પણ એ જાણતો હતો કે ઠેકાવાળો પાછળ જ આવી રહ્યો હતો.

          શ્યામ બાઈક પર ગોઠવાયો એ સાથે જ ચાર્મિએ બાઈક ઉપાડ્યું.. સો એક મીટરના અંતરમાં જ ચાર્મિએ બાઈકને ટોપ ગિયરમાં લઇ લીધું.

          શ્યામે પાછળ જોયું, ઠેકાવાળો થોડુક દોડીને ઉભો રહી ગયો હતો.

          ચાર્મિને બાઈકનું સારું જ્ઞાન હતું. ત્યાં રહેલા બે બાઈકમાંથી ચાર્મિએ સ્પ્લેન્ડરના બદલે યામાહા ઉઠાવી હતી. યામાહાની પીક અપ સારી હોય છે એવું શ્યામે સાંભળ્યું હતું. એ દિવસે અનુભવી પણ લીધું.

          “મજારથી લેફ્ટ લઇ લેજે...” ઠેકાવાળાનું રિસ્ક હળવું થતા શ્યામે કહ્યું.

          ચાર્મિએ મજાર આવી એટલે બાઈક ધીમું કર્યું અને લેફ્ટ લીધું.

          “સીધા જ જવાનું છે.”

          બાઈક રાતના અંધકારમાં ચાલ્યે જતી હતી. આ વખતે ચાર્મિએ હેડલાઈટ ઓન રાખી હતી. તેઓ ચંડીગઢની હદમાંથી બહાર નીકળીને પંજાબની હદમાં દાખલ થયા. દસેક મિનીટ બાઈક ચાલી હશે ત્યાં પાછા તેઓ ચંડીગઢની હદમાં પ્રવેશ્યા.

          “લેફ્ટ લઇ હેડલાઈટ ઓફ કરી નાખ.” એણે કહ્યું.

          હવે સિંગલપટ્ટી રોડ ચાલુ થઇ ગયો હતો. આ રસ્તે રાત્રે આઠ વાગ્યે પણ અવર જવર બિલકુલ બંધ થઇ જતી તો એ સમયે તો રાતના દસ ઉપર થઇ ગયા હતા છતાં તેઓ કોઈના ધ્યાનમાં આવવા માંગતા ન હોય એમ ચાર્મિએ બાઈકની હેડ લાઈટ બંધ કરી નાખી.

          રાત્રીના દસ ઉપર થવા આવ્યા હતા. નવેમ્બરમાં પણ ત્યાં ઠંડી ઘણી હતી. અંધારાના કારણે ચાર્મિએ બાઈકની સ્પીડ અડધી કરવી પડી.

          “જંગલમા જવું છે કે કોઈ નાળામાં?” શ્યામે ચાર્મિની મરજી જાણવાનો પ્રયાસ કર્યો.

          “મારા ખયાલથી નાળામાં રહેવું જ યોગ્ય રહેશે કેમકે ટ્વેન્ટી ફોર અવર એ લોકો આપણને ખુબ શોધશે અને ખાસ તો જંગલમાં જ..” ચાર્મિ બોલી.

          “અને ચોવીસ કલાક પછી...?”

          “ટ્વેન્ટી ફોર અવર એ લોકો આપણને ચંડીગઢમા શોધવાને બદલે ચંડીગઢ બહાર શોધશે કેમકે એ આપણે ચોવીસ કલાક સુધી નહિ મળીએ તો એ લોકો માની લેશે કે આપણે સીટી બહાર નીકળી ગયા છીએ....”

          શ્યામને પણ ચાર્મિની વાતમાં દમ લાગ્યો. ચોવીસ કલાક ચંડીગઢમાં કઈ ના મળે તો એ લોકો એમ સમજી બેસે કે પંખીડા ચંડીગઢની બહાર નીકળવામાં સફળ થયા છે. એટલે તેઓ ચંડીગઢની બહાર જ તપાસ પર ધ્યાન આપશે.

          “કેમ્બાલા ઔર સાકેતડી કે બીચ રોડ કે નીચે એક બડા નાલા હે, આસપાસમેં જંગલ હે. સિર્ફ રોડ પે ચલને વાલે વિહીકલ કે અલાવા કોઈ ચહલ પહલ કી મુજે ઉમ્મીદ નહિ હે, ખાસ કરકે ઠંડ કે મોસમ મેં તો બિલકુલ નહિ..”

          શ્યામની સુચના મુજબ ચાર્મિએ બાઈક હંકાર્યું. દસ મિનીટ પછી તેઓ ગંતવ્ય સ્થાને આવી પહોચ્યા. તેઓ બાઈક પરથી નીચે ઉતર્યા. બધો સમાન એણે હાથમાં પકડ્યો. ચાર્મિએ બાઈકને વળતું કર્યું. થોડેક દુર જઈને બાઈકને રોડ પરથી નીચુ લીધું.

          ચાર્મિ બાઈક પરથી ઉતરી. બાઈકને રોડની સાઈડના ઢોળાવમાં ગબડાવ્યું. બાઈક ગબડીને નીચે પડ્યું. ચાર્મિ ઢોળાવ નીચે ઉતરી. બાઈકને ઉભું કરીને થોડે દુર જાડીમાં લઇ ગઈ. બાઈક કોઈની નજરમાં ન આવે એ માટે આજુબાજુથી થોડાક સુકા ડાળખાં જાડીમાં બાઈકની ફરતે ગોઠવ્યા. 

          ચાર્મિએ એક સુકું ઝાંખરું હાથમાં લીધું. પોતાના પગલાંના નિશાન હટાવતી હટાવતી પાછા પગે રોડ પર આવી. ઝાંખરું હાથમાં રાખીને જ ચાર્મિ એની પાસે આવી. શ્યામ રોડથી નીચે ઉતર્યો.

          ઠંડી અને પવન એના હાથ અને પગની પીડામાં વધારો કરી રહ્યા હતા. ચાર્મિ એની પાછળ પાછળ બંનેના પગલાની છાપ ઝાંખરાથી મીટાવતી આવી રહી હતી. તેઓ નાળામાં પહોચ્યા.

          શિયાળાના કારણે નાળામાં પાણી ન હતું. ચોમાસાના પાણીના વહેણ માટે જ આ નાળું બનાવેલું હતું એમ એમને લાગ્યું. તેઓ નાળામાં બેઠા. પેલું ઝાંખરું પણ ચાર્મિ નાળામાં સાથે લાવી હતી.

          ચાર્મિએ થેલીઓ ખોલી ઇન્જેક્શન બહાર કાઢ્યું. ઇન્જેક્શન પર સિરીંજ લગાડી અને બોટલમાંથી દવા ઇન્જેકશનમાં ખેચી.

          “શર્ટ ઉતારવું પડશે...” ચાર્મિ બોલી.

          શ્યામે શર્ટ ઉતાર્યું. શર્ટ ઉતારતા એને તકલીફ થઇ. એના ડાબા હાથમાં હજુ પણ અસહ્ય પીડા થતી હતી.

          “ધ્યાનથી ઇન્જેક્શન આપજે હું પહેલી વાર ઇન્જેક્શન લઇ રહ્યો છું.” ઇન્જેકશનની અણીને ગભરાયેલા બાળક જેમ તાકી રહેતા એ બોલ્યો ત્યારે ચાર્મિથી થોડુક મલકી જવાયું.

          “તું બિલકુલ હલતો નહિ કેમકે હું પણ પહેલીવાર કોઈને ઇન્જેક્શન આપી રહી છું.”

          શ્યામ પાસે જ ભણેલી આશા અને હિરલ નર્સ બની હતી પણ ત્યારે એ વાતને યાદ કરવાનો કોઈ ફાયદો ન હતો. એણે આંખો બંધ કરી. ચાર્મિએ એના જમણા ખભે ઇન્જેક્શન આપ્યું. એને જેટલો ઇન્જેકશનનો ડર લાગતો હતો એટલું ઇન્જેક્શન પીડાદાયક લાગ્યું નહિ. આમ પણ એનો ડાબો હાથ અને જમણો પગ એના મગજને બીજી કોઈ પીડાનો અહેસાસ થવા દે એમ લાગતું ન હતું.

          એણે આંખો ખોલી ત્યારે ચાર્મિ ફરી ઇન્જેક્શન ભરતી હતી.

          “એક દિવસમાં બે લેવા પડશે..?” એનુ વાક્ય પર્શ્નાથ કરતા ઉદગાર વધુ હતું.

          “એ ટેટનસ હતું, આ એન્ટી-રેબીસ છે...”

          એણે ફરી આંખો મીંચી. ચાર્મિએ બીજું ઇન્જેક્શન આપ્યું.

          “બસ હવે ચાર લેવા પડશે ત્રીજા સાતમાં ચૌદમાં અને અઠ્ઠાવીશમા દિવસે.”

          શ્યામને ઠંડી લગતી હતી એટલે તરત શર્ટ પહેર્યું પણ ઠંડી ઓછી થવાનું નામ લેતી નહોતી.

          એના ડાબા હાથ સામે જોઇને ચાર્મિ બોલી, “તારા હાથ પર ટાંકા લગાવવાની જરૂર છે પણ મને એ અનુભવ નથી અને આપણી પાસે કોઈ સાધન પણ નથી.”

          શ્યામ કશું ન બોલ્યો. ચાર્મિએ એક બોટલ અને રૂ કાઢ્યું. એના હાથ પર દવા લગાડી રૂથી ઘા સાફ કર્યો.

          લોહી જામી ગયું હતું એટલે ચાર્મિને થોડું વધારે પ્રેશર આપવું પડતું હતું જે એને પીડા આપતું હતું. ઘા સાફ કરી ચાર્મિએ બીજી બોટલમાંથી દવા લગાડી રૂ મુકી પાટો બાંધ્યો.

          ત્યારબાદ ચાર્મિએ એની જમણી સાથળના ઘા પર પટ્ટી કરી. પટ્ટીના કારણે જમણી સાથળ પર જીન્સ ટાઈટ પડવા લાગ્યું હતું. ચાર્મિએ પાણીના એક પાઉચ વડે હાથ ધોયા. એણે પણ એક પાઉચથી હાથ ધોયા.

          “આપણી પાસે માત્ર વીસ પાઉચ પાણી છે.”

          “ઓકે..” શ્યામે એક પાઉચ પીધું. કેદખાનાની ઓરડીના પાણી કરતા એ પાણી એને વધુ સારું લાગ્યું.

          ચાર્મિએ પાણી પીને એક બ્રેડનું પેકેટ કાઢ્યું. એક બ્રેડ શ્યામને આપી.

          “આઈ એમ સોરી, પણ હું તને ટોમેટો કેચઅપ નહિ આપી શકું.. આજે જ ઇન્જેક્શન લીધા છે માટે ખાટી વસ્તુ ખાવી યોગ્ય નથી..” ટોમેટો કેચઅપ પોતાની બ્રેડ પર લગાડતા ચાર્મિ બોલી.

          “નર્સના કામનું તને બહુ નોલેજ લાગે છે..?” એણે કાચી બ્રેડને બટકું ભર્યું.

          “મેં સ્ટોરવાળાને પૂછ્યું હતું.” એ બ્રેડ ચાવતા બોલી.

          ટોમેટો કેચ અપ સાથે બ્રેડ કેવી લાગતી હશે એની કલ્પના કરતા શ્યામે બીજું બટકું ભર્યું. કલ્પના કરવાથી સ્વાદ બદલાતો નથી એમ એણે મનને મનાવ્યું. એણે બ્રેડ પૂરી કરી. ઠંડીના કારણે એને કકડીને ભુખ લાગી હતી. એણે બીજી બ્રેડ માટે હાથ લંબાવ્યો. ચાર્મિએ એને બ્રેડ આપી અને પોતે પણ એક લીધી.

          એણે બ્રેડનું બટકું ભર્યું. બ્રેડ થોડી ગરમ કરેલી હોત તો પણ બ્રેડ સાથે બટર પણ હોવું જોઈએ એ વિચાર એના મનમાં આવે એ પહેલા એણે બ્રેડનું બીજું બટકું ભર્યું.

          કાચી બ્રેડનો સ્વાદ કે સ્મેલ કઈ પણ એને સારા લાગતા ન હતા. અત્યારે અર્ચના કરતા પણ મમ્મીને એ વધારે મિસ કરી રહ્યો હતો. સૌથી પહેલા મોકો મળે એટલે મમ્મીને આટલા વર્ષો સુધી ગરમ ગરમ ખવડાવવા બદલ થેંક યુ કહીશ એવું એણે નક્કી કર્યું.

          મમ્મીની સાથે એને પિતાજીનો ચહેરો યાદ આવ્યો. શું પિતાજી એને ઘરમાં આવવા દેશે...? એમની મરજી વિરુધ એ અર્ચના માટે ચંડીગઢ આવ્યો હતો. એને એના ભાઈઓ યાદ આવ્યા. એ પણ નારાજ હતા. ભાઈઓને તો હું માનવી લઈશ. એણે મન મનાવીને વિચારોને ફંગોળવાનો પ્રયાસ કર્યો.

          કાચી બે બ્રેડ ખાઈને એકાદ ઘૂંટ પાણી પીધા પછી એને સિગારેટ પીવાનું યોગ્ય લાગ્યું કેમ કે બ્રેડની સ્મેલ હજુ પણ જાણે એના પેટમાંથી બહાર આવી રહી હોય એમ એને લાગતું હતું.

          એણે ચાર્મિ પાસે સિગારેટ માંગી.

          સિગારેટનું ધુમાડાએ એને કાચી બ્રેડની સ્મેલથી છુટકારો અપાવ્યો હોય એમ એને ફિલ થયું. સિગારેટ પૂરી કરી ત્યાં સુધી એ કે ચાર્મિ કોઈ કશું બોલ્યું નહિ.

          “હમ દોનો સાથમેં નહિ સો સકતે હે?” ચાર્મિ બોલી.

          “સાથમે સોને કી જરૂરત હી ક્યા હે? ઇતના લંબા ચોડા નાલા તો હે?” એ હસ્યો.

          “આઈ મીન એટ સેમ ટાઈમ.” એ બોલી.

          “સોરી ફોર મીસ-ઈન્ટરપ્રીટેશન.”

          “કોઈ બાત નહિ.”

          એની હિન્દીના કારણે એને ઘણીવાર આવા લોચા થતા.

          “મુજે અભી નીંદ નહિ આ રહી હે. હાથ ઔર પેરમેં બહુત જલન હો રહી હે.” નાળાના એક ભાગને ટેકો લેતા શ્યામ બોલ્યો પણ એના હાથ પગમાં પારાવાર વેદના થતી હતી.

          “ઓહ..! શીટ...! આઈ ફોરગોટ..!” ચાર્મિએ બેગ ખોલી.

          “વોટ..?” એણે ગભરાહટ સાથે પૂછ્યું.                                                     

          “પેઈન કિલર..”

          ચાર્મિએ એને એક ટેબલેટ આપી.

          “થેન્ક્સ..” એણે ટેબલેટ લીધી. પીડા એટલી બધી હતી કે પેઈન કિલર જોઇને એના મોમાંથી થેન્ક્સ શબ્દો આપમેળે નીકળી ગયા. એ શબ્દો ફોર્માલીટી નહોતા. એણે પાણી સાથે પેનકિલર લીધી.

          “હવે તું આરામથી સુઈ શકીશ.” ચાર્મિ બોલી, “પેનકિલર પંદર મિનીટમાં જ અસર શરુ કરી દેશે.”

          “તને ઊંઘ નથી આવતી...?”

          “આવે છે પણ મને ઊંઘવું યોગ્ય નથી લાગતું. તું ઘાયલ છે અને તે દવા લીધી છે જેનું ઘેન પણ થોડીકવારમાં તારા પર અસર કરવા લાગશે. તને ગન ચલાવતા પણ નથી આવડતું હું તારા ભરોશે ઊંઘી ન શકું અને આમ પણ મારા કરતા ઊંઘની વધારે જરૂર તારે છે કેમકે તું ઘાયલ છે.. તું સુઈ જા. હું તને સવારે પાંચેક વાગ્યે જગાડીશ.”

          “તુ પાંચ વાગ્યા સુધી જાગી શકીશ?”

          “યસ.. ઓફ કોર્સ.”

          “આર યુ સ્યોર?” એણે ખાતરી કરવા પૂછ્યું.

          “એબ્સોલ્યુટલી પોઝીટીવ.”

          “તુ મને એક બે વાગ્યે જગાડી દેજે ભલે તારે ઊંઘવું ન હોય તો ન ઉંઘીશ પણ હું જાગતો હોઈશ તો આ બોરિંગ રાત વિતાવવા તને કંપની મળી જશે..” એણે આસપાસ દેખાતા અંધારઘોર જંગલના દ્રશ્ય તરફ નજર કરી. 

          “ઓકે, આઈ વિલ ડુ ઇફ આઈ ફિલ નીડ.” એ બોલી.

          શ્યામે ત્યાજ જમીન પર લંબાવ્યું. ચાર્મિએ રિવોલ્વર હાથમાં લીધી. એ નાળાની બંને બાજુ ધ્યાન રાખતી બેઠી હતી. એની આંખો ઘેરાવા લાગી.                                 

ક્રમશ: