શું વાત છે મિસ્ટી, સવારની જોવ છું કોઈના વિચારોમાં મેડમ આજે ગૂમ છે! નેહાએ રમૂજ કરતા કહ્યું ને મિસ્ટી હસી પડી. હવે તો હસે પણ છે! તું કે તો વાત કરું આગળ? નેહાએ કહ્યું ને મિસ્ટી તેને જોઈ રહી!
થોડી વાર પછી તે બોલી, "તારી વાત હું કરું આરવ ને? આરવનું નામ આવતા નેહા ચૂપ થઈ ગઈ ને કાલની વાત યાદ આવતા તે કઈ બોલી નહિ!
જોયું હવે કોણ ચૂપ થઈ ગયું? મિસ્ટી બોલી ને તેને હાથ પકડીને ફરીથી બોલી, નેહા કોઈને મળીએ અને તેના સાથે થોડો સમય વિતાવીએ તો તેના વિચારો આવવા સ્વભાવિક છે! સમજી? મિસ્ટીએ શાંતિથી કહ્યું ને નેહા તરત સમજી ગઈ હોય તેમ સ્મિત આપ્યું!
ગુજરાતથી બહારના ભાગમાં દૂર આવતો એ વિસ્તાર જગલથી ભરેલો હતો, પહેલાં નાના ઝાડ આવતા ફૂલો આવતા ને એ બધાનું વિશાળ રૂપ જો જોવું હોય તો સીધો રસ્તો આવતો ને અંદર જતા ગાઢ જંગલો ઘેરી વળતા એટલે જાણે ઝાડ ની ડાળી કપાઈ જ નાં હોય એટલી મોટી, ડાળી પણ એવી રીતે હતી કે જાણે માણસને સાપ ચોંટીને વળગ્યો હોય, ત્યાંજ એક નાની ઝૂંપડી જેવું હતું ને તેની અંદર એક વ્યક્તિનો અવાજ ગુજી રહ્યો.....તેનો શાંત અવાજ પણ ચારે બાજુ ગુંજતો, તેનો પેહરવેશ પણ એક આદિમાનવ જેવો, કોઈ તેને ઓળખી નાં શકે, લાંબી દાઢી ને લાંબા વાળ, દેખાવે શરીરથી તંદુરસ્ત, તેની ઉંમર જોઈને લાગે કે 40 ની હશે!
વિવાનની બધી ઇન્ફર્મેશન તો આપણી પાસે આવી ગઈ, અને જે ખારા વાત તે બધાથી છુપાવવાનું કરતો હતો તે તો તેના વર્તન પરથી જ ખબર પડી જાય છે! હવે તમે જોવો હું આગળ શું કરું છું! આટલું હજી બોલ્યો જ હતો ને ત્યાંજ એક ધમાકો થયો, તેનો અવાજ એટલો મોટો હતો ને તેને બહાર આવીને જોયું તો પાછળના ભાગથી ઘૂમાળો નીકળી રહ્યો, બધા પક્ષીઓ આમથી તેમ ફરી રહ્યા, તીવ્ર અવાજ અને બધું ફફડી ગયું, કુદરતને જાણે આ મંજૂર ના હોય તેમ ધીમે ધીમે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો, જંગલમાં ધમાકો જરૂર થયો પણ એ તો માત્ર ધુમાળો હતો આગ નહિ, તેને સમજતા વાર નાં લાગી કે આ કામ માત્ર તેને ડરાવવા માટે કરાવવામાં આવ્યું છે! તેને એક ઊંડો શ્વાસ લીધો ને જ્યાં ફોન પડી ગર્યા ત્યાંથી ઉઠાવીને અમદાવાદ શહેરની ટીકીટ કરાવી દીધી!
મિસ્ટી આરવની કેબિનમાં હતી તે બારી બહાર જોઈ રહીને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો, તેની નજર નીચે પડી, એક નાની છોકરી આમથી તેમ રમી રહી તેને જોઈને વિવાન તેની પાછળ ભાગ્યો, વિવાનને ત્યાં જોઈને મિસ્ટીને થોડું આશ્ચર્ય થયું પણ પછી આરવ અહીંયા તો વિવાનનું આવવું શક્ય છે। વિદ્યાનએ તે છોકરીને પકડી ને સામે આઇસક્રીમ ની દુકાને લઈને તેને આપી તે ખુશ થઈ.
મિસ્ટી નીચે જવા લાગી તે નીચે પહોંચી તો વિવાન કે પેલી છોકરી કોઈ હતું નહિ, ત્યાં આસપાસ નજર કરી પણ કોઈ જ નાં દેખાયું તે ઉપર પાછી ફરી રહી પણ તેને સામેથી તેના તરફ આવતા એક છોકરા પર ધ્યાન ગયું તેના હાથમાં બેગ પણ એટલી અને બીજા હાથમાં દાદીનો હાથ, તેને ચાલવામાં મુશ્કેલી થતી હોય તેવું મિસ્ટીને લાગ્યું તે તેમની પાસે ગઈ,
હું કઈક મદદ કરું? મિસ્ટીએ પૂછ્યું ને પેલા છોકરાએ સ્મિત સાથે હા માં માથુ ધુણાવ્યું, તેને જોઈને મિસ્ટીએ દાદીનો હાથ પકડી લીધો ને ચાલવા લાગી! થોડે આગળ જતાં ઘર આવી ગયું, તે ઘરની અંદર થી એક બેન આવ્યા ને તે છોકરા તરફ ઈશારો કરીને દાદીને અંદર લઇ ગયા!
આ બધું જ મિસ્ટી જોઈ રહી, તેને થોડું અજીબ લાગ્યું પણ સાવ અજાણ્યાં ને થોડી કઈ પૂછાય! મિસ્ટીને વિચારતા જોઈને પેલો છોકરો બોલ્યો, "તમે મારી મદદ કરી તેના માટે તમારો ખૂબ આભાર, મારાં દાદી થોડા બીમાર છે એટલે તે કઈ બોલ્યા નહિ, હું અહીંયા જ રહું છું, આ મારું કાર્ડ છે, તમને કઈ પણ મદદ ની જરૂર હોય તો બેજિજક થઈને મને કોલ કરી શકો છો, આટલું કહીને તે સ્મિત કરતો ફટાફટ ઘરમાં જતો રહ્યો!"
મિસ્ટી તે કાર્ડ ને જોઈ રહી, "વિશ્વા ઇન્ફો" તે કાર્ડ પર ખૂણામાં તેનું નામ અને નંબર પણ હતા! મિસ્ટીએ તે કાર્ડ લઈને ફરીથી હોસ્પિટલમાં આવી ગઈ! આખો દિવસ નીકળી ગયો, હવે તો મિસ્ટીને પણ હોસ્પિટલમાં મજા આવતી, નેહા પોતાના, આરવ અને મિસ્ટી માટે ટિફિન લઈને આવતી અને ત્રણેય મસ્તી ને વાતોમાં આખો દિવસ ક્યાં નીકળી જાય ખબર જ ના પડે, હવે તો મિસ્ટી પણ બધાને મદદ કરતી ધ્યાન રાખતી અને કાળજી લેતી, તેને જોઈને બધા મસ્તી ને વાતો વધારે કરતા, તેનો સ્વભાવ પણ એવો! હંમેશા તેના ચહેરા પર સ્મિત રહેતું! નેહાને લાગતું મિસ્ટી ઘરે કઈક અલગ અને બહારની દુનિયા માટે સાવ અલગ છે, પણ તે મિસ્ટીને ખુશ જોઈને જ ખુશ થઈ જતી!
.........
આમને આમ દિવસો વીતતા ગયા પણ આ બધામાં વિવાન, મિસ્ટીને મળવાનું ચૂકતો નહિ, સવાર સાંજ કે બપોરે કોઈ પણ સમયે તે હોસ્પિટલ હોય કે મિસ્ટીનાં રૂમની બારી, તે તેના સાથે વાત કરવાના કેટલાય બહાના બનાવી ને રાખે, મિસ્ટ્રી તેની સાથે હંમેશા ઝઘડતી કે રોજ રોજ શું આવી જાવ છો? અને હંમેશાની જેમ વિવાનનો એક જ જવાબ! "તને જોવા" મિસ્ટીને લાગતું આ પાગલ છે, પણ એને પણ જાણે હવે મજા આવતી તેમ નાં ચાહવા છતાં તેના સામે ખુલીને હસતી ને વાતો કરવા લાગતી!
બારી પાસે આકાશ તરફ નજર કરતા મિસ્ટી વિવાનનાં વિચારો કરતી હસી રહી! "ઓય મારા વિશે પછી વિચારજે અત્યારે ચાલ જલ્દી બહાર આવ, આમ પણ નેહા સુઈ ગઈ હશે" નીચેથી અવાજ આવ્યો ને હવે આ અવાજ જાણીતો હતો, મિસ્ટી કઈ પણ બોલ્યા વગર નીચે ગઈ, જેવી એ નીચે આવી વિદ્યાનએ તેનો હાથ પકડ્યો ને કાર તરફ લઈ ગયો, "ઓય શું થયું તને? આજે કેમ આમ ગુસ્સે પણ નાં થઈ? રોજ તો મારા પર ચડી બેસે છે કે આ હાથ નાં અડીસ અને મને મળવા નહિ આવવાનું વગેરે વગેરે...વિવાન તેની આદત મુજબ બોલ બોલ કરતો હતો ને મિસ્ટી સાવ ચૂપ, એને ગમતું એ સાંભળે છે છતાં આજે કઈ જ નહતી બોલતી તેનું મૌન વિવાનને ખૂચ્યું ને તેને કાર રોકી, "આ છોકરો તો ભારે છે" મિસ્ટી મનમાં બોલી, વિવાનએ કાર રોકતા મિસ્ટી સામે જોયું ને વિવાન તેની નજીક આવ્યો, મિસ્ટીનાં ધબકારા વધી ગયા તેને આંખ નાં ઇશારાથી દૂર. જવા કહ્યું!
“સીટ બ્લેટ બાંધુ છું, કંઈ થઈ ગયું તો?" વિવાનએ કહ્યું ને મિસ્ટી તેના સામે અપલક નજરે જોવા લાગી!
થોડી વાર પછી મિસ્ટી બોલી, "ક્યાં લઇ જાય છે?" ઓહ તો હવે પૂછે છે? આટલા સમય સુધી તમે મૌન હતા હવે હું કઈ નહિ બોલું, વિવાનએ કહ્યું ને મિસ્ટી હસીને વિચારી રહી, "મૌન અને વિવાન, અશક્ય!" તે બહાર જોવા લાગી ને વિવાન તેને
"અજીબ છે, હું નાં બોલું તો બોલે પણ નહિ, હવે તો બોલવું જ પડશે" વિવાનએ વિચાર્યું ને પછી બોલ્યો, "હું તને જ્યાં લઈ જાવ છું ને તે સરપ્રાઈઝ છે તો પૂછતી નહિ, પણ મે ક્યાં કઈ પૂછ્યું? મિસ્ટી બોલી ને હસવા લાગી, પોપટ! વિવાનનો પોપટ થઈ ગયો!
ક્રમશઃ