The story of love - Season 1 part-28 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-28

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-28

ૐ નમઃ શિવાય

The Story Of love Part-28

અત્યાર સુધી જોયું કે મિહિર તેના રૂમ માં સુવા ની કોશિશ કરે છે પણ તેને ઊંઘ નથી આવતી અને એના લીધે તે માનવી ના રૂમ માં જાય છે અને ત્યાં જ સુઈ જાય છે...

જયારે તેની આંખ ખુલે છે તે જોવે છે તો તે માનવી ના બેડ પર સૂતો હોય છે અને એન બેલકેટ પણ ઓઢ્યું હોય છે...

"અરે યાર હું તો માનવી ના રૂમ માં જ સુઈ ગયો..."
મિહિર એના મન માં બોલે છે...

તે તેની બાજુ માં જોવે છે તો માનવી નથી હોતી અને તે ધીમે થી ઉભો થઇ ને બારે જતો હોય છે ત્યારે માનવી આવી જાય છે...

"ઉઠી ગયો તું..."
માનવી બોલે છે...

"અરે સોરી તું રાતે બેહોશ થઇ ગઈ તી અને તને અહીંયા સુવડાવી ને હું પણ ક્યારે સુઈ ગયો મને પણ નથી ખબર..."
મિહિર બોલે છે...

"થેન્ક યુ મારી આટલી મદદ કરવા માટે..."
માનવી બોલ છે અને તેની સામે મસ્ત સ્માઈલ કરે છે...

મિહિર ત્યાં થી એના રૂમ માં જાય છે અને ફ્રેશ થઇ ને નીચે જતો હોય છે ત્યારે જય નાસ્તો લઈને માનવી ના રૂમ માં જતો હોય છે ત્યારે મિહિર આવે છે અને તેન નાપાડી ને તે માનવી ના રૂમ માં જાય છે નાસ્તો લઈને....

મિહિર દરવાજો નોક કરે છે...

"જય આવી ગયો લાગે છે મારા માટે નાસ્તો લઈને...
માનવી બોલે છે અને જઈ ને દરવાજો ખોલે છે અને તેની સામે હાથ માં નાસ્તો લઈને મિહિર ને જોઈ ને તે ચોકી જાય છે...

"હવે મને જોઈ લીધો હોય તો હું અંદર પણ આવું..." મિહિર બોલે છે અને માનવી તેને અંદર આવાનો રસ્તો આપે છે...

તે નાસ્તો મૂકી ને જતો હોય છે...

"તે નાસ્તો કરી દીધો..."
માનવી બોલે છે તો મિહિર ના માં જવાબ આપે છે...

"અરે અહીંયા આવી ને ત્યાર ની એકલી જ ખાવા બેસું છું તો મને નથી ગમતું તું પણ આવ આપડે ભાગ નાસ્તો કરીએ..."
માનવી બોલે છે...

મિહિર માનવી ની વાત સાંભળી ને એક સ્માઈલ કરે છે અને એની સાથે નાસ્તો કરવા બેસી જાય છે જોવા જઈએ તો જે મિહિર ને જોતું તું એ જ તેને મળી ગયું હતું...

જયારે નાસ્તો થઇ જાય છે ત્યારે મિહિર પાછો જતો હોય છે...

"જો તારે કોઈ કામ ના હોય આજે તો આપડે બન્ને બારે જઈએ..."
માનવી બોલે છે...

"હા મારે તો કોઈ કામ નથી..."
મિહિર ખુશ થઇ ન જલ્દી થી બોલે છે...

"હા તો ચાલ હું તૈયાર થઇ જાઉં તું પણ થઇ જા..."
માનવી બોલે છે...

મિહિર ત્યાં થી એના રૂમ માં જાય છે અને તૈયાર થતો હોય છે...

માનવી ગણી રાહ જોવે છે પણ હજુ મિહિર નથી આવ્યો હોતો...

"હવે આ મિહિર મારા કરતા વધારે સમય લગાવે છે તૈયાર થવા માટે..."
માનવી બોલે છે અને ત્યાં એ વિચારે છે કે મિહિર ના રૂમ માં જઈને એને બોલાવી આવે...

તે એના રૂમ તરફ જાય છે અને રૂમ નોક કરે છે...

"હા કોણ..."
મિહિર અંદર થી બોલે છે...

"અરે હું માનવી છું તને કેટલી વાર લાગશે હજુ..."
માનવી બોલે છે...

"અરે બસ આવું છું..."
મિહિર બોલે છે અને તે બારે આવે છે પણ તે રૂમ નો દરવાજો એટલો જ ખોલે છે જેના થી એ બારે આવી શકે અને જલ્દી થી દરવાજો બંધ કરી દે છે...

"અરે એવું તો શું છે તારા રૂમ માં કે જોવા પણ નથી દેતો..."
માનવી મોઢું બગાડતા બોલે છે...

"હા બતાવીશ એક દિવસ આજે તો ચાલ હવે..."
મિહિર બોલે છે અને ત્યાં થી બારે નીકળી જાય છે...

"એ દિવસ એટલું બધું થયું તેના લીધે તું જંગલ ના જોઈ શકી ને તો આપડે જઈએ આજે..."
માનવી બોલે છે તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

આ આજે મારી સાથે આટલા પ્રેમ થી કેમ વાતો કરે છે, શું તેને હું ગમવા લાગ્યો છું કે એને ખબર પડી ગઈ કે હું એ જ મિહિર છું જેને એ પ્રેમ કરે છે, અરે આ બધું કેટલું મુશ્કેલ છે મને તો કાય સમજાતું જ નથી...
હું એની મન ની વાત જણવા ની કોશિશ કરું...

પણ મિહિર જેવો એની શક્તિ નો ઉપયોગ કરે છે તો તે માનવી ના મન માં ચાલતી વાત નથી જાણી શકતો...

આજે પેલી વાર હું આના મન ની વાત નથી જાણી શકતો એવું તો શું થયું છે...

"તું હજુ અહીંયા કેટલા દિવસ માટે છે..."
મિહિર બોલે છે...

"જ્યાં સુધી મારુ કામ પૂરું નઈ થઇ જાય ત્યાં સુધી..."
માનવી બોલે છે...

"શું કામ..."
"હું એક સાયન્ટીસ છું અને રિસર્ચ કરવા માટે આવી છું અને એવું સાંભળ્યું છે કે અહીંયા વેમ્પાયર રે છે..."
માનવી બોલે છે આ સાંભળી ને મિહિર ત્યાં જ કાર ઉભી રાખી દે છે...

"અરે તને શું થયું હવે..."
માનવી ફરી બોલે છે...

"કાય નથી થયું અને તને અત્યાર સુધી શું ખબર પડી..."
મિહિર બોલે છે...

"હજુ સુધી તો મને કોઈ જાણકારી નથી મળી પણ હજુ હું રિસર્ચ કરીશ..."
માનવી બોલે છે...

જો માનવી ને ખબર પડશે કે હું પણ એ વેમ્પાયર છું તો શું એ મને અપનાવશે એ આવા અનેક વિચારો તેના મન માં લાવતો હતો...

"અરે મિહિર તું આમ ક્યાં ખોવાઈ જાય છે..."
માનવી બોલે છે...

"હા હા બોલને..."
મિહિર કાર ઉભી રાખે છે અને બોલે છે...

"અરે એમાં કાર કેમ ઉભી રાખી દીધી તે..."
માનવી બોલે છે...

"તને કોઈ વેમ્પાયર મળશે તો તું શું કરીશ..."
મિહિર બોલે છે...

"એને મારી નાખીસ અને પછી એના પર રિસર્ચ કરીશ..."
માનવી બોલે છે...

"અરે અને એ તારો કોઈ ઓળખીતો નીકળ્યો તો..."
મિહિર બોલે છે...

"અરે હું એક અનાથ છું અને આ દુનિયા માં મારુ કોઈ નથી..."
માનવી હસી ને બોલે છે...

"ચૂપ હવે એવું નથી હું છું ને તારી સાથે..."
મિહિર ગુસ્સા માં બોલે છે...

"હા તું તો છે ને હંમેશા જગાડવા માટે..."
માનવી હસી ને બોલે છે...

"અરે પણ વેમ્પાયર ખરાબ નથી હોતા એમને મારવાની શું જરૂર છે..."
માનવ બોલે છે...

"અરે તું તો એ રીતે ગુસ્સે થાય છે જાણે હું તને મારવાની હોઉં..."
માનવી બોલે છે...

આ સાંભળી ને મિહિર વિચારવા લાગે છે કે હવે તો મરવાનું જ છે અને માનવી થી એ તો લડી શકશે નઈ અને એની સચ્ચાઈ સામે આવી જાય અને એને મારી નાખે તે પેલા એને કઈ દેવું પડશે...

એના પછી એ જે નક્કી કરે એ ઠીક અને આમે એ થી 5 વર્ષ દૂર રયો છું એને મેં કેટલી હેરાન કરી છે એને બદલો તો એ લેશે જ...

"આ તું ક્યાં ખોવાઈ જાય છે અને આમ જંગલ વચ્ચે જ ઉભું રેવાનું છે..."
માનવી જોર થી બોલે છે...

આ સાંભળી ને મિહિર એના વિચારો માં થી બારે આવે છે અને કાર ચાલુ કરી દે છે...

"શું માનવ તેની સચ્ચાઈ માનવી ને કઈ દેશે...?"
"માનવી ને જયારે ખબર પડશે કે જે વેમ્પાયર પર તે રિસર્ચ કરવા આવી છે એમાં થી જ એક મિહિર પણ છે...?"
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....