એક “ઇનઓફીશીયલ” મિટિંગ માટે તનિષ્ક બીજે જ દિવસે નૈના ઇંદ્રાણીને મળવા તેની ઑફિસ પર પોહંચ્યા હતા. નાઝનો જવાબ સાંભળી તેઓ છક તો રહી ચૂક્યા હતા. પણ તેમના પપ્પાએ તેમને મીડિયા સામે ન જ આવવા અનુરોધ કર્યો હતો. જ્યારે નૈના ઇંદ્રાણી સાથે ફોન પર વાત થઈ, ત્યારે તેઓએ ના કહી દીધી. પણ પછી નૈનાએ ફક્ત તેઓના મીડિયા અકાઉંટના ઝમેલામાંથી કઈ રીતે બચાવવા, તે જણાવવા ઓફિસમાં આવવા સૂચવ્યું.
જ્યારે તનિષ્ક ગયા દિવસે નાઝ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કૌસર ફોરેન્સિક લેબમાં આવી હતી. તેઓના ફોરેન્સિક આંથ્રોપોલોજીસ્ટએ કૌસરને એક હેરાન કરી દે તેવી હકીકત જણાવી.
‘સિયા જ્યારે મૃત્યુ પામી ત્યારે તે પ્રેગ્નેન્ટ હતી. અને પોસિબલ છે કે તેની સાથે બળાત્કાર થયો હશે. શું તમારા કેસમાં આ વાત સામે આવી હતી?’
ન હતી આવી. કૌસરને સિયાએ બાકી બધી તો વાત કહી હતી, પણ આ પ્રેગ્નનસી અને બળાત્કારની વાત તો તેને ખબર જ ન હતી.
આ વાત કૌસરએ રાત્રે આવી નાઝને કહી. તે દિવસ અમાન અને નાઝ બહાર ફરવા ગયા હતા. અને રાત્રે આવી જ્યારે નાઝને તે વિશે ખબર પળી, તો નાઝને થયું કે કદાચ સામર્થ્ય આમાં ઈન્વોલ્વ્ડ હશે. પણ નાઝને આ બધા પાછળ કઈ ખાસ કારણ લાગ્યું ન હતું. કોઈ એક એવી વાત હતી કે જે નાઝને હજુ ગૂંથી રહી હતી.
આ બધી મૃત્યુ વચ્ચે કઈક સિમિલર હતું. કોઈ પેટર્ન હતી.
શ્રુતિ.
ક્રિયા.
સિયા.
ક્રિયાની મૃત્યુ તો કદાચ શ્રુતિને લીધે જ થઈ હતી. પણ સિયાની?
સામર્થ્ય જ્યોતિકા પર હુમલો કેમ કરે?
આખી વાતમાં આજ પ્રશ્ન રહી ગયો.
જરુંર જ્યોતિકા પાસે એવી કોઈ માહિતી હતી કે જે કેસને પૂર્ણ રીતે ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે.
તો જ્યોતિકા પાસેથી એ માહિતી કઢાવી જરૂરી હતી.
નાઝએ તનિષ્ક વાળી વાત કૌસરને કરી ન હતી.
કૌસર પણ નાઝથિ એક વાત છુપાવી રહી હતી. અમાનના ફોનમાં કૌસરએ એક ટ્રેકર નખાવ્યું હતું.
કૌસર નાઝની મદદ કરવા ઇચ્છતી હતી. પણ જો તે નાઝને કહેશે તો નાઝ કેમ રિયેકટ કરશે, તેનો કોઈ આઇડીયા ન હતો.
નાઝ ઊંઘી ગઈ, અને તેના સપનામાં આવ્યું પેલું ઘર. જે ઘરને લોકો ભૂત બંગલો કહતા હતા. નાઝ સપનામાં ચાલી રહી હતી, તે બંગલા તરફ. અને નીચેથી ઘણા બધા સાપ તેની તરફ આવી રહ્યા હતા. બંગલાની ગેલેરીમાં સિયા ઊભી હતી. તે નાઝ સામે જોઈ રહી હતી. ઘર ખુલ્લુ હતું. પણ અંધારેલું હતું.
ટેમ્પરરી તૈયાર કરવામાં આવેલું ઘર અત્યરે કેટલાય લોકોને આશ્રય આપી રહ્યું હતું.
પછી તે ઘર નીચે પડી ગયું.
અને નાઝએ ચીસ પાળી..
રાત વીતી ગઈ, અને સવાર આવી. સૂરજ ઢળી ગયો. તનિષ્ક ટેક્સીમાં નૈનાની ઓફિસ પર પોહંચી ગયા. ત્યાં પોહંચી નીચે રિસેપ્શનમાં નૈનાનું નામ આપ્યું, ત્યારે રિસેપ્શનિસ્ટ તેઓને એલિવેટરમાં ટોપ ફ્લોર પર લઈ ગઈ. આખો ટોપ ફ્લોર નૈનાની ઓફિસ હતો. એલિવેટરના દરવાજા ખૂલતા જ તેમની સામે હતું એક ડેસ્ક જેની પર એક લગભગ આડત્રીસ વર્ષની સ્ત્રી જાંબલી સાળીમાં તેમની રાહ જોઈ રહી હતી.
‘વેલકમ, મિસ તનિશા એંડ મિસ નિષ્કા. આઈ એમ નૈના. પ્લીસ હેવ અ સીટ.’
તમારું સ્વાગત છે, તનિશા અને નિષ્કા. હું નૈના છું. આવો, અહી બેસો.
નૈનાની ઓફિસ શાનદાર હતી. પોરબંદરના રસ્તા આમ તો સાંકળા હતા, પણ નૈનાની ઓફિસ જે રોડ પર હતી તે પોહળો હતો, અને અહીથી સામે દરિયો દેખાઈ રહ્યો હતો. નૈનાની કેબિનમાં યેલો લાઇટ હતી, અને ઘણા અવાર્ડ્સ પણ મૂકવામાં આવ્યા હતા.
તનિષ્ક આ બધુ તો જોઇ શક્તા હતા. પણ તેઓ એક વસ્તુ જોવાનું ચૂકી ગયા હતા. નૈનાના લાકડાના ટેબલની પાછલી બાજુમાં એક રેકોર્ડર ફિટ કરવામાં આવ્યું હતું.
અને એ રેકોર્ડરમાં લાલ લાઇટ ચાલુ હતી..
‘તો તમે અમેરિકાથી અહી ક્રિયાના ફૂનેરલ માટે આવ્યા હતા?’
નૈના એ પૂછ્યું.