Manya ni Manzil - 8 in Gujarati Thriller by mahendr Kachariya books and stories PDF | માંન્યાની મઝિલ ચેપ્ટર - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માંન્યાની મઝિલ ચેપ્ટર - 8

રાત્રે 12 વાગ્યા અને આજનો આખો દિવસ પતી ગયો પણ અંશુમન તરફથી કોઈ રિપ્લાય નહોતો આવ્યો. આખો દિવસ પિયોનીએ કમ્પ્યૂટર ચાલુ રાખીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખુલ્લું રાખ્યું હતું કે કદાચ કોઈક ક્ષણે અંશુમનનો મેસેજ આવી જાય તો તુરંત રિપ્લાય કરી શકે પણ તેની બધી આશા પર પાણી ફરી વળ્યું. પિયોની પાસે અંશુમનને કોન્ટેક્ટ કરવાનો બીજો તો કોઈ ઓપ્શન હતો નહીં, તેથી તે દિગમૂઢ બનીને છેલ્લા 4 કલાકથી સતત કમ્પ્યૂટરની સામે બેસી રહી હતી. આખરે તેની આંખોએ પણ હાર માની અને મગજે વિચારવાનું બંધ કર્યું. કમ્પ્યૂટર બંધ કરીને તે પથારીમાં પડી. તે આજે મનથી એટલી થાકી ગઈ હતી કે પડતાંની સાથે જ તેને ઊંઘ આવી ગઈ.

સવાર પડી અને પિયોનીએ આળસ મરડીને ઘડિયાળમાં જોયું તો 9 વાગી ગયા હતા. તરત તે પથારીમાંથી બેઠી થઈ ગઈ. ના તો તેણે મોઢું ધોયું કે ના બ્રશ કર્યું, સીધા બેડ પરથી કૂદકો મારીને રૂમમાં સ્ટડી ટેબલ પર મૂકેલા કમ્પ્યૂટર સામે ખુરશી ઉપર તે બેસી. અંશુમનનો મેસેજ આવેલો હશે તેવી આશામાં તેણે માન્યાનું ફેસબુક ખૉલ્યું અને તેની સવાર સુધરી ગઈ કારણ કે, ખરેખર એશુમનનો મેસેજ આવીને પડ્યો હતો. 'સોરી બેબ્સ, આઈ વોઝ બિઝી યસ્ટર ડે. એટલે હું તને રીપ્લાય ના કરી શક્યો.' આ મેસેજ વાંચીને જાણે પિયોનીના જીવમાં જીવ આવ્યો. ગઈકાલે આખા દિવસ સુધી જોયેલી રાહ આજે સફળ નીવડી હોય તેવી અનુભૂતી તેને થઈ. તેણે ફટાફટ રીપ્લાય કર્યો, ‘ઈટ્સ ઓકે. ગુડ મોર્નિંગ.' આટલું લખીને તે અંશુમનના રીપ્લાયની રાહ જોવા લાગી.

જોકે, તેને હવે ઉતાવળ એ જાણવાની થઈ હતી કે તેણે અપડેટ કરેલો ફોટો અંશુમને જોયો હશે કે નહીં? કારણ કે, આ મેસેજમાં તો અંશુમને માન્યાના અકાઉન્ટ પર મૂકેલા પિયોની અને માન્યાના ફોટોનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો કે ના તો તે ફોટાને લાઇક કર્યો હતો. આ વાતથી પિયોનીને થોડો ગુસ્સો પણ આવ્યો હતો કે અંશુમનની ડિમાન્ડ ઉપર તેણે ફોટો મૂક્યો અને 24 કલાક ઉપર વીતી ગયેલ હોવા છતા તેણે આ ફોટો નોટિસ પણ નહોતો કર્યો. પિયોની મનોમન અકળાઈ રહી હતી પણ સાથે તેણે નક્કી કરી લીધું હતું કે તે અંશુમનને સામેથી તે ફોટા અંગે કોઈ વાત નહીં કરે. થોડીવારમાં જ અંશુમનનો મેસેજ આવ્યો.

હજી તો થોડી ઘણી વાતચીત ચાલુ જ થઈ હતી કે અચાનક માન્યાના અકાઉન્ટમાં અંશુમને લાઇક કરેલા તેના ફોટાની નોટિફિકેશન આવી અને સાથે અંશુમનનો મેસેજ આવ્યો કે આમાં મારે કોને માન્યા સમજવી? ‘એ જ તો તારો ટાસ્ક છે કે તુ મને શોધી બતાવે છે કે નહીં.' પિયોનીએ અંશુમનને ચેલેન્જ આપી. ‘થોડું ડિફિકલ્ટ છે બટ હું ટ્રાય કરીશ.' 'યસ યુ મસ્ટ ટ્રાય.' પિયોનીનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું અને
વિચારવા લાગ્યું કે અંશુમન કોને પસંદ કરશે? ‘આઈ થિંક, છુટ્ટા વાળ સાથે આ યલો કલરનું ટોપ પહેરેલી માન્યા છે.’ પિયોની સમસમી ગઈ. કારણ કે, અંશુમને જે છોકરી પસંદ કરી હતી તે ખરેખર પિયોની હતી પણ હવે કન્ફ્યુઝન એ વાતનું હતું કે અકાઉન્ટ તો માન્યાનું હતું અને અંશુમન તો પિયોનીને જ માન્યા સમજીને જ વાત કરી રહ્યો હતો. તેના માટે તો પિયોની ક્યાંય એક્ઝિસ્ટ જ નહોતી કરતી. તેથી પિયોનીને સમજ નહોતી પડી રહી કે તે ખુશ થાય કે દુ:ખી!!

હેલ્લો...મિસ માન્યા. ક્યાં ખોવાઈ ગઈ? એમ આઈ રાઈટ ઓર રોન્ગ?' અંશુમનનો મેસેજ આવ્યો. ‘યસ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ.' પિયોનીએ લખતાં તો લખી લીધું કે અંશુમન સાયો છે પણ હવે તેને ચિંતા થઈ ગઈ કે આગળ શું થશે? શું તે માન્યા અને તેના ફેસબુક અકાઉન્ટની સચ્ચાઈ અંશુમનને કહી દે? પણ સાથે તેને એ ડર પણ લાગતો હતો કે ક્યાંક અંશુમન આ જાણીને તેની સાથે વાત કરવાનું બંધ ના કરી દે. બસ, આ જ વિચારથી તેણે અત્યાર સુધી પોતાની જાતને રોકી રાખી હતી. ‘જોયું, હું ઓળખી ગયો ને તને. બાય ધ વે, તારી સાથે જે છોકરી છે એ હોટ લાગી રહી છે. ઈઝ શી યોર ફ્રેન્ડ?' 'એટલે હું હોટ નથી લાગતી તને?' ગુસ્સામાં આવીને પિયોનીએ આ લખી તો દીધું પરંતુ પછી તે અચકાઈ ગઈ. તેને લાગ્યું કે કંઈક અજુગતું પૂછાઈ ગયું!!! તેણે ફટાફટ લખ્યું, ‘આઈ ડિડન્ટ મીન ધેટ. ડોન્ટ ટેક ઈન અ રોન્ગ વે ’‘બટ આઈ ઓલરેડી ટેકન, યુ આર લુંકિગ મોર હોટ એન્ડ બ્યુટીફુલ ધેન ધિસ ગર્લ.' પિયોની શરમાઈ ગઈ. પહેલીવાર કોઈ છોકરાએ તેને આવું કોમ્પ્લિમેન્ટ આપ્યું હતું પરંતુ તે અત્યારે કેટલી ખુશ છે તે અંશુમન સામે વ્યક્ત કરવા નહોતી માંગતી. તેણે એકદમ નોર્મલ બનીને લખ્યું, ‘આઈ નો, તુ મને ખાલી સારું લગાડવા કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે.' 'ઓકે ફાઇન, તને મારા કોમ્પ્લિમેન્ટની કદર નથી. તો હવે ક્યારેય તારા વખાણ નહીં કરું.' અંશુમને ગુસ્સે હોવાના ઈમોજીસ મોકલ્યા. ‘અરે ના ના...આઈ વોઝ જસ્ટ કિડિંગ. પિયોનીએ વાત વાળવાનો ટ્રાય કર્યો. બંને વચ્ચે સામાન્ય વાતચીત ચાલુ રહી અને આ વાતચીતમાં પિયોનીએ અંશુમનના ફોટોઝના વખાણ કર્યા અને તેને મોસ્ટ ચાર્મિંગ મેનનું ટેગ પણ આપી દીધું.

અંશુમનને લાગી રહ્યું હતું કે માછલી જાળમાં ફસાતી જઈ રહી છે અને બહુ જલ્દી તે મારી પકડમાં આવી જશે.

(શું અંશુમન કોઈ ખરાબ ઈરાદા સાથે આવ્યો છે? અંશુમનની જાળમાં પિયોની ફસાઈ જશે કે પછી તેની રેસ્ક્યુ પાર્ટનર માન્યા આવીને તેને બચાવી લેશે? આ લવસ્ટોરી આગળ કેટલા ટ્વિસ્ટ સાથે ટર્નિંગ લે છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)