Manya ni Manzil - 7 in Gujarati Thriller by mahendr Kachariya books and stories PDF | માંન્યાની મઝિલ ચેપ્ટર - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માંન્યાની મઝિલ ચેપ્ટર - 7

રાત્રે સુતી વખતે પણ પિયોનીના મગજમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા કે તે અંશુમનની ડિમાન્ડ કેવી રીતે પૂરી કરે? ફેસબુક ઉપર થયેલી 2 કલાકની ચેટમાં પિયોની માટે અંશુમન એટલો ઇમ્પોર્ટન્ટ બની ગયો હતો કે તેની આ માંગ પૂરી કરવાના વિચારમાં તેણે બીજા બે કલાક કાઢી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઇઝ બેડમાં સુતા-સુતા છેલ્લા 2 કલાકથી તે અંશુમનના વિચારોમાં ખોવાયેલી હતી. દરેક પાસે પોતાની જીદ મનાવડાવતી પિયોની આજે કોઈ બીજાની જીદ પૂરી કરવા માટે તલપાપડ થઈ ગઈ હતી. જોકે, અંશુમન પિયોની માટે હવે કોઈ બીજો ક્યાં રહ્યો હતો!! પિયોનીની લાઇફમાં પોતાના કહેવાતા બહુ ઓછા હતા. જેમાં એક અંશુમનની એન્ટ્રી થવા જઈ રહી હતી. એટલે જ તો માન્ચાના અકાઉન્ટમાં પોતાનો ફોટો કેવી રીતે મૂકવો તેની ગડમથલમાં પિયોની આજે અડધી રાત સુધી ઊંધી નહોતી શકી. વિચારોમાં ને વિચારોમાં પિયોનીને એક આઈડિયા આવ્યો અને મનોમન ખુશ થતા તે પોતાના ટેડી બેરને વળગીને સુઈ ગઈ.

બીજા દિવસે સવારે ઉઠતાંની સાથે પિયોનીએ કમ્પ્યૂટર ચાલુ કરીને માન્યાનું ફેસબુક ખોલ્યું. જેમાં ઓલરેડી અંશુમનના બહુ બધા મેસેજ આવીને પડ્યા હતા. 'વ્હેર આર યુ?', 'હેલો મિસ માન્યા? એટ લીસ્ટ સેય ગુડ નાઈટ.' આઈ એમ વેઇટિંગ ફોર યોર મેસેજ.' અંશુમનનો છેલ્લો મેસેજ 3:45નો હતો. આ મેસેજીસ વાંચીને પિયોનીનું દિલ એક ધબકારો ચૂકી ગયું. કોઈ

એક છોકરો તેના એક મેસેજ માટે આટલો ડેસ્પરેટ થઈ રહ્યો છે તે જાણીને તેનું મન કાબૂમાં ના રહ્યું. તેને લાગ્યું કે કદાચ તેની લવ સ્ટોરીની શરૂઆત થઈ ગઈ છે. તે અચાનક ફિલ્મી બની ગઈ અને ટેડી બેરને હાથમાં લઈને ડાન્સ કરવા લાગી. પિયોનીને લાગ્યું કે કોઈ ગિટાર લઈને તેના બેકગ્રાઉન્ડમાં ગીત વગાડી રહ્યું છે, 'પહેલા નશા...પહેલા ખુમાર...નયા પ્યાર હે...નયા ઈંતઝાર... મનભરીને ડાન્સ કર્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે તેણે અંશુમનને રીપ્લાય તો કર્યો જ નહીં. ટેડી બેરને બાજુમાં મૂકીને તે ખુરશીમાં બેસી. અંશુમનને તેણે સૌથી પહેલો મેસેજ ગુડ મોર્નિંગનો કર્યો અને સાથે સોરી પણ કહ્યું. 10 મિનિટ સુધી તેણે ફેસબુક ખુલ્લું રાખ્યું પણ અંશુમનનો સામે મેસેજ ના આવતા તેણે વિચાર્યું કે કદાચ મારા મેસેજની રાહમાં તે આટલા મોડા સુધી જાગતો હશે એટલે કદાચ તે હજી ઉઠ્યો નહીં હોય. અંશુમન સાથે શાંતિથી વાત થઈ શકે તે હેતુથી ફટાફટ ચા-નાસ્તો પતાવીને તે નાહી-ધોઈને તૈયાર થઈ ગઈ. પૂરા 2 કલાક પછી તે ફરી કમ્પ્યૂટર સામે ગોઠવાઈ અને માન્યાનું ફેસબુક ખોલ્યું પણ અંશુમનનો કોઈ રીપ્લાય નહોતો આવ્યો. આ જોઈને પિયોની નિરાશ થઈ ગઈ. પ્રેમની પહેલી નિશાની એ હોય છે કે જ્યારે તે માણસ તમારી સાથે ના હોવ ત્યારે તમે તેને બહુ મિસ કરતા હોવ છો. આ જ વસ્તુ પિયોની સાથે થઈ રહી હતી. ભલે અંશુમન સાથે તે વર્ચ્યુઅલી કનેક્ટેડ થઈ હોય પણ તેના મનમાં અંશુમન માટે એક અલગ જ ફીલિંગ જન્મી હતી. જોકે, પિયોનીને હજી એ ખબર નહોતી કે શું આ ખરેખર પ્રેમ છે?

આખરે પિયોનીથી રહેવાયું નહીં અને તેણે ફરી અંશુમનને મેસેજ કર્યો અને સેડ ઈમોજી મોકલ્યું. પૂરા દોઢ કલાક અંશુમનના રીપ્લાયની રાહ જોયા બાદ પણ સામેથી કોઈ જવાબ ના આવતા પિયોનીની ખરેખર ઉદાસ થઈ ગઈ. રૂમમાં આંટા મારતા-મારતા તે વિચારવા લાગી, ‘અંશુમનને ખોટું તો નહીં લાગ્યું હોય ને કે હું આવી રીતે બાય કહ્યા વગર જતી રહી?' ના તો પિયોની આમથી તેમ ફરવાનું બંધ કરી રહી હતી કે ના તો તેના મગજના વિચારો રોકાવાનું નામ લઈ રહ્યા હતા. 15 મિનિટ આમથી તેમ કર્યા બાદ તે અચાનક ઊભી રહી ગઈ. તેણે ફેસબુક અકાઉન્ટ તો ઓપન જ રાખ્યું હતું. ‘નાઉ ધિસ ઈઝ ધ પરફેક્ટ ટાઈમ કે હું અંશુમનની ડિમાન્ડ પૂરી કરી દઉં. કાલે રાત્રે મને જે આઈડિયા આવ્યો હતો તે હવે મારે અમલમાં મૂકવો જ પડશે.' પિયોની મનોમન બબડી. પિયોનીએ ગઈ કાલે પોતાના નવા મોબાઇલ ફોનમાં પાડેલા તેના અને માન્યા સાથેના ફોટા કમ્પ્યૂટરમાં લીધા અને તેમાંથી એક ફોટો સિલેક્ટ કરીને તેણે માન્યાના ફેસબુકમાં પ્રોફાઇલ પિક્ચર બનાવી દીધો. આ ફોટો માન્યાનો કે પિયોનીનો સોલો પિક્ચર નહીં પણ બંનેનો સાથે પાડેલો ફોટો હતો. આ ફોટો મૂક્યા બાદ પિયોની જોવા માંગતી હતી કે અંશુમન તેને ઓળખી શકે છે કે નહીં. એમ પણ પિયોનીએ કાલે માન્યાને કીધું જ હતું કે તે તેના ફેસબુકમાં ફોટો અપલોડ કરશે. હવે માન્યાના ફેસબુક અકાઉન્ટમાં તે પોતાનો સોલો પિક્ચર તો મૂકી ના શકે અને ના તો તે માન્યાનો ફોટોગ્રાફ મૂકવા માંગતી હતી. તેથી તેણે આ બંને વચ્ચેનો ઉપાય કાઢીને બંનેનો સાથે પાડેલો ફોટો મૂક્યો. કારણ કે, તે જોવા માંગતી હતી કે અંશુમન કોને પિયોની માને છે!!

સાંજે પિયોનીના ઘરે માન્યા આવે છે. પહેલીવાર એવું બને છે કે માન્યાનું આવવું તેને નથી ગમતું. કારણ કે, તે સમયે જો અંશુમનનો મેસેજ આવી જાય તો તે તેની સાથે વાત કેવી રીતે કરે? 'શું વિચારે છે પિયોની? હું ક્યારની જોઉં છું કે તુ મારી વાતમાં ખાલી હા હા જ કરે છે. સામે તું તો કંઈ બોલતી જ નથી. ઈઝ એવરીથિંગ ઓકે? માન્યાએ ચિંતાતુર થઈને પૂછ્યું. 'ખબર નહીં આજે મારી તબિયત ઠીક નથી લાગી રહી.' 'શું થયું તને? ડોક્ટર પાસે જવું છે? ‘ના...ના...હું થોડો આરામ કરીશ તો ઠીક થઈ જઈશ.' પિયોની પાસે આ એક જ વિકલ્પ બચ્યો હતો. બીમાર હોવાનું કારણ જણાવીને તેણે ઈનડાયરેક્ટલી માન્યા જવાનું કહી દીધું. 'ઓકે, તુ આરામ કર. હું જઉં છું અને થોડી પણ તબિયત વધારે ખરાબ થાય તો મને કહેજે આપણે ડોક્ટર પાસે જઈશું.' પિયોની પણ એ જ ઇચ્છતી હતી કે માન્યા અહીંયાથી જલ્દી જતી રહે. માન્યા પ્રત્યે તેનું વર્તન અચાનક બદલાઈ ગયું. કદાચ હવે તેને માન્યા નહીં પણ અંશુમન જોઈતો હતો!!!

માન્યાના ગયા બાદ પિયોનીએ ફરી અંશુમનના મેસેજની આશામાં માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું પણ હજી તેનો કોઈ જ મેસેજ નહોતો આવ્યો પણ હા, તેના અને માન્યાના ફોટા પર બહુ બધી લાઇક્સ અને કમેન્ટ્સ આવી ગઈ હતી.

(શું અંશુમનનો મેસેજ આવશે? જો આવશે તો તે ફોટામાં પિયોનીને ઓળખી બતાવશે કે કેમ અને જો મેસેજ ના આવ્યો તો પિયોનીના હાલ કેવા થશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)