Kanchi - 3 in Gujarati Detective stories by mahendr Kachariya books and stories PDF | કાંચી - 3

Featured Books
Categories
Share

કાંચી - 3

સવારના વહેલા પહોરમાં હું મારું બેગ પેક કરી, કારમાં નાખી મુસાફરી પર જવા તૈયાર હતો. અને ત્યાં જ મારો ફોન રણક્યો !

મોબાઈલ સ્ક્રીન પર મી,બંસલનું નામ ફ્લેશ થઇ રહ્યું હતું. મેં ફોન કટ કર્યો અને ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અને ત્યાં જ ફરી મારો ફોન રણક્યો...

“યસ મી.બંસલ... ગુડ મોર્નિંગ "

“ગુડ મોર્નિંગ ના બચ્ચા... મારો ફોન કટ કરે છે, એમને ! અને પહેલા મને એમ કહે, કે તું જઈ ક્યાં રહ્યો છે એમ બોલ ? હમણાં જ લીનાનો મારી પર ફોન આવ્યો હતો કહેતી હતી કે સર ક્યાંક બહાર 'ફરવા' જઈ રહ્યા છે !" ફરવા શબ્દ પર એમણે થોડો વધારે ભાર મુક્યો.

ઘડીભર મને લીના પર રોષ ચઢી આવ્યો. "તમારી સ્ટોરીના કામ અર્થે જ જઈ રહ્યો છું..." મેં શાંત રહી જવાબ આપતાં કહ્યું.

"વ્હોટ ડુ યુ મીન...? તારે તો હમણા, ચોટલી બાંધીને મારી સ્ટોરીની પાછળ મચી જવું જોઈએ. અને તું છે કે, તને ફરવાનું સુઝે છે... ! યુ આર વેરી અનપ્રોફેશનલ !"

“મી.બંસલ... તમે મને થોડો ટાઇમ આપ્યો છે ને...? તો બસ, મને મારું કામ કરવા દો...”

"અરે પણ... આમ કેમ?" એમની વાત અધુરી રહી ગઈ. અને મેં ફોન કાપી નાંખ્યો.

ફોન સ્વીચઓફ કરી દઈ, એક ઊંડો નિસાસો નાખ્યો. અને ગાડી સ્ટાર્ટ કરી

થોડી જ વારમાં ગાડી મુંબઈની સડકો પર દોડતી થઈ ગઈ. વહેલી સવારે ટ્રાફિક પણ ઓછો હતો, અને વાતાવરણ પણ ઘણું ખુશનુમા હતું. કદાચ એક સારી શરૂઆતનો શુભ સંકેત !

પણ મારે જવું ક્યાં હતું..? એ તો મને પણ ખબર નહોતી... !

હા, થોડું અજીબ તો લાગે જ કે, 'ક્યાં જવું છે...? કેટલા દિવસ જવું છે...? અને શું કામ જવું છે...?’ આવા મૂળભૂત પ્રશ્નોના મારી પાસે કોઈ જવાબ ન હતા. અને કદાચ એટલે જ આ મુસાફરી કંઇક રોમાંચ ભરી લાગતી હતી !

એકાદ કલાક બાદ હું મુંબઈની સડકો પાછળ મૂકી મુંબઈ બહાર આવી પહોચ્યો હતો. બાજુની સીટ પર મારી નાની

બેગ મુકેલ હતી, જે મને વારંવાર આકર્ષી રહી હતી. એમાં મેં કાગળ, પેન, પાટિયું અને લખાણને માટે જરૂરી બીજી અન્ય થોડી સામગ્રીઓ લીધી હતી.

અને રસ્તાની આજુબાજુ પથરાયેલી વનરાઈ જોઈ, હમણાંથી જ મનમાં શેર અને કવિતાઓ, ઉગવા માંડ્યા હતા. મને પોતાને આવું કંઇક અજુગતું કરવાની મઝા પડી રહી હતી.

રાત્રે જ ઊંધમાં વિચાર કર્યો હતો, કે કોઈક ટેકરીની ચોટી પર બેસી, કે પછી નદીના કાંઠે બેસી... અથવા તો પ્રકૃતિની ગોદમાં ક્યાંય પણ હું મારા કામની શરૂઆત કરીશ... ! અને એ વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું. અને હમણાં હું એવી જ કોઈક જગ્યાની શોધમાં હતો.

ગાડી પુરઝડપે આગળ વધતી જતી હતી અને હું વિચારોમાં દુરને દૂર ચાલ્યો જતો હતો !

મને ઘરેથી નીકળ્યે પણ લગભગ બે-અઢી કલાક થઈ ચુક્યા હતા... પણ હજી કોઈ, મન લલચાવી જાય એવી કોઈ જગ્યા ધ્યાન પર આવી ન હતી !

રસ્તા પરના થોડાક વળાંકો બાદ થોડીક દુર એક ટેકરી નજરોએ પડી અને એ કદાચ એવી જ જગ્યા હતી જે હુંશોધી રહ્યો હતો. મેં ગાડી હાઇવે પરથી ઉતારી લઇ, એ તરફ હંકારી !

થોડી જ ક્ષણોમાં હું એક પગદંડી પર આવી અટકી પડ્યો. મેં ગાડી ઉભી રાખી. અને બેગ લઇ નીચે ઉતર્યો. પગદંડીની દિશા તરફ તાકી રહી, 'આજુબાજુ એકાદ નાનું ગામ હશે' એમ મેં અનુમાન કર્યું.

હું એ નાનકડી ટેકરી પર ચડવા લાગ્યો. જમીન પર ઉગી નીકળેલી, ઘાસની નાની નાની કૂંપળો મારા ભારેખમ બુટ નીચે દબાતી ગઈ અને પગ ઉપાડતાં, એ જવાન કુંપળોને એકાએક બુઢાપો આવી ગયો હોય, એમ સહેજ જુકીને ઉભી રહી જતી!

હું ટેકરીની ટોચ પર આવી પહોચ્યો. ત્યાંથી દેખાતો નજારો... ! આહા... ! અદભૂત ! ચારેય તરફ હરિયાળી જ હરિયાળી! ક્યાંક પક્ષીઓના મીઠા ટહુકા, તો ક્યાંક નાના જીવડાંઓનો અવાજ.... ! અને જોડે થોડેક દુર દેખાતો મેઈન-હાઇવે, અને તેના પરથી પસાર થતા વાહનોના હોર્નના, હળવા છતાં કર્કશ અવાજો !

ટેકરી પર થોડા મધ્યમ કદના વૃક્ષો હતા, અને કિનારા પર બે મોટા પથ્થર પડેલા હતા. એટલા મોટા કે પાછળ કોઈ વ્યક્તિછુપાઈ જાય, તો પણ સામેની બાજુથી અંદાજ ન આવે !

હું એક સાફ જગ્યા જોઈ બેસી ગયો, અને બેગ ખોલી. કાગળ અને પેન હાથમાં લીધા અને પેન હોઠ પર અડાવી વિચારવા લાગ્યો.

મનમાં એક સાથે અનેક વિચારો આવતાં... થોડાક ક્ષણભર માટે રોકાતા, અને ફરી ચાલી નીકળતા !

મેં એક વિચાર પર લખવાનું શરુ કર્યુ... એક પેજ, બે પેજ... અને ફરી એ વિચાર પ્રત્યે અણગમો ! અને પેજનો ડૂચો વાળીને

ELL!

આવું લગભગ બે કલાક સુધી ચાલ્યું. હવે તો સૂરજ પણ માથે ચઢી આવ્યો હતો... પણ વાતાવરણમાં હજી પણ એવી જ ઠંડક હતી, જે સવારે હતી !

મારી ચારેય બાજુ કાગળના વિવિધ સાઈઝના ડૂચાઓનો ઢગલો થઇ ગયો હતો. હું ફરી, એક બીજા વિચાર ને કાગળો પર ઉતારવાની મથામણમાં પડ્યો.

એકાએક પાછળથી, ટેકરી પર ચઢવાના રસ્તે મને થોડોક અવાજ સંભળાવા લાગ્યો અને જોડે જોડે, થોડીક હલચલઅનુભવાઇ ! હું એ તરફ કર્યો.

બે છોકરીઓ ટેકરીની ઉપર તરફ આગળ વધી રહી હતી. તેમાંની એકમાંડ ૧૪-૧૫ વર્ષની લગતી હતી અને વિચિત્ર વાત તો એ હતી કે એ નાની છોકરી નવવધુના કપડામાં હતી. એ જોઈ હું જરા ડઘાઈ ગયો ! તેની જોડે હતી એ છોકરી ના એ કદાચ ‘સ્ત્રી’ હતી. એણે સ્કાય બ્લ્યુ કલરની સાડી પહેરેલી હતી. અને એ બંને હાંફતા, સહેજ ડરતા ઉપર તરફ આગળ આવી રહી હતી

મને ત્યાં જોઈ, પેલી સ્ત્રી જરા ચમકી અને પેલી છોકરીને આગળ કરી, પથ્થરો પાછળ જવા આગળ વધી. અને ક્ષણભરમાં બંને પથ્થરો પાછળ અલિપ્ત થઇ ગઈ. જતાં જતાં, પેલી સ્ત્રીએ મારી તરફ જોતાં હોઠ પર આંગળી મૂકી મને ચુપ રેહવાનો ઈશારો કર્યો !

હું કંઇ સમજી ન શક્યો કે આખરે આ થઇ શું રહ્યું હતું ! હું કાગળ પેન બાજુએ મૂકી ઉભો થયો. અને ધીરે ધીરે એ મોટા પથ્થરો તરફ ચાલવા લાગ્યો. પણ ત્યાં જ મને ટેકરીના નીચેના ભાગેથી બુમ સંભળાઈ...

"અરે ઓ શહેરી બાબુ... કોઈ દો લડકિયોં કો યહાં સે જાતે હુએ દેખે ક્યા...?” હાથમાં ભારેખમ લાકડીઓ લઇ

પાંચ-સાત પુરુષો ઉભા હતા. તેમનો પહેરવેશ ગામઠી હતો અને મારા પહેરવેશ પરથી તેમણે મને ‘શહેરી બાબુ' તરીકે સંબોધ્યો હતો.

"નહી ચાચા... મેં કબ સે યહીં પર હું. યહાં ઇસ્સ તરફ કોઈ નહી આયા..." પેલી સ્ત્રીના ઈશારાની ગંભીરતા સમજી હું તેમને જુઠું બોલ્યો !

તેઓ જરા ચર્ચાઓ કરવામાં પડ્યા, અને ફરી ગામ તરફ જતી પગદંડી તરફ ચાલવા માંડ્યા.

“મેડમ... તમે બહાર આવી શકો છો એ બધા ચાલ્યા ગયા છે." મેં પથ્થરો તરફ જોઈ રહી કહ્યું.

અને એ બંને બહાર આવી. પેલી નાની છોકરી રડવા માંડી હતી અને પેલી સ્ત્રી બચી જવાનો હાશકારો અનુભવતી હોય એમ ઊંડો શ્વાસ લઇ છોડ્યો.

“થેંક યુ ફોર યોર હેલ્પ !” એ સ્ત્રી બોલી.

“પણ મને જરા સમજાવશો... આ બધું થઇ શું રહ્યું છે? અને આ છોકરી ? એ દુલ્હનના કપડામાં કેમ છે ?”

“એ બધું હું તમને હમણાં નહિ જણાવી શકું... !" કહી એ છોકરીને શાંત પાડવામાં લાગી.

અને પછી અચાનક કંઇ યાદ આવ્યું હોય એમ બોલી, “ટેકરી નીચે જે કાર ઉભી છે, એ તમારી છે...?"

“હા..." મેં ટૂંકમાં જવાબ આપ્યો.

“થેંક ગોડ ! તમે મારી નાની એવી મદદ કરશો...?” એના સ્વરમાં આજીજી ભળી ચુકી હતી.

“કેવી મદદ...?”

"અમને બંનેને મારા એન.જી.ઓ. સુધી પહોચાડી દેશો તો તમારો ખુબ ખુબ આભાર..."

“ક્યાં છે, તમારું એ એન.જી.ઓ. ?”

“જી મુંબઈથી બહાર તરફ આવતા રસ્તામાં પડે છે...”

"ઓકે વાંધો નહિ ચાલો." કહી હું મારા કાગળ અને પેન લેવા પાછો ફર્યો.

“જી મુંબઈથી બહાર તરફ આવતા રસ્તામાં પડે છે..."

"ઓકે વાંધો નહિ ચાલો." કહી હું મારા કાગળ અને પેન લેવા પાછો ફર્યો.

એ બંને મારા કાગળના ડુચાઓને જોઈ રહી.

... પણ તમારે મને રસ્તામાં આખી વાત કરવી પડશે.” ટેકરી ઉતરતા-ઉતરતા મેં કહ્યું.

"ચોક્કસ... તમે અમારી મદદ કરી રહ્યા છો, તો તમને હક છે આખી વાત જાણવાનો.”

ટેકરી ઉતરી, અમે કારમાં ગોઠવાયા.