The story of love - Season 1 part-27 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-27

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-27

ૐ નમઃ શિવાય

The Story Of love Part-27

અત્યાર સુધી જોયું કે સુરેશ અને દિપાલી બેન તે છોકરી ના રૂમ માં જાય છે અને તેના જાગતા હોવા ના લીધે તે તેનું અસલી રૂમ જોઈ ને ડરી જાય છે અને ભાગી ને બાથરૂમ માં જાય છે અને ત્યાં લપસી જાય છે...

બીજા દિવસે પોલીસ ને જોઈ ને દિપાલી બેન અને સુરજ ડરી જાય છે ...
ત્યારે પોલીસ કાઉન્ટર પર આવી ને ઉભા રે છે...

"સોનાલી નો રૂમ કયો છે..."
ઈંસ્પેક્ટર બોલે છે અને ત્યાં ઉભેલો સુરજ તે નામ પર થી નંબર જોવા લાગે છે અને તે જેવો નંબર જોવે છે તે ઘભરાઈ જાય છે અને ડરતા ડરતા તેમને નંબર કે છે...

"અરે મને જોઈ ને ડરશો નઈ હું તો બસ અહીંયા મારી થવા વળી વાઈફ ને મળવા આવ્યો છું..."
તે આટલું બોલી ને સીડીઓ પર ચડવા લાગે છે અને સુરજ સીધો દિપાલી બેન પાસે જઈને તેમને બધી વાત કે છે...

થોડી વાર માં તે નીચે આવી ને ફરી થી સુરજ પાસે આવે છે...

"સોનાલી બારે ગયી છે..."
તે બોલે છે...

"ના એના વિશે અમને નથી ખબર..."
સુરજ બોલે છે અને દિપાલી બેન એ તેને સમજાયો હોય છે કે જો તે એક પણ ભૂલ કરશે તો તે લોકો ફસાઈ શકે છે...

"મેં ગણી બેલ વગાડી પણ તેમને રૂમ ના ખોલ્યો..."
તે બોલે છે...

"તમે મને એમના રૂમ ની બીજી ચાવી આપી શકો છો..."
તે બોલે છે અને સુરેશ પણ સોનાલી ના રૂમ ની ચાવી લઈને તેમની સાથે જાય છે...

ફરી તે લોકો બેલ બગાડે છે પણ દરવાજો કોઈ ખોલતું નથી અને તેના પછી જેવો રૂમ ખોલે છે કોઈ પ્રકાર ની વાસ આવા લાગે છે અને તે જલ્દી થી અંદર જાય છે...

સુરજ પણ અંદર જાય છે અને ત્યાં કોઈ નથી હોતું પછી તે બાથરૂમ માં જોવે છે તો ત્યાં એક છોકરી લોહી માં લથપથ પડી હોય છે...

જલ્દી થી તે તેની પાસે જાય છે અને તેને પોતાના ખોળા માં લઈને ત્યાં થી સીધો હોસ્પિટલ માટે નીકળી જાય છે અને આ બધું મિહિર જોવે છે અને તે તેના મમ્મી પાસે આવી ને બધું પૂછે છે...

ત્યારે તે તેના મમ્મી ની મન ની વાત જાણી જાય છે અને ગુસ્સે થઇ જાય છે...

"હું જાઉં છું..."
આટલું બોલી ને મિહિર ત્યાં થી નીકળી જાય છે...

દિપાલી બેન ત્યાં જ ઉભા હોય છે અને તેમને ખબર હોય છે કે જો તે છોકરી ને કાય થયું તો મિહિર તેમની સાથે હવે ક્યારે વાત નઈ કરે છે...
મિહિર પણ હોસ્પિટલ પોચી જાય છે અને ત્યાં જઈને એ ઈંસ્પેક્ટર ને મળે છે...

"હું મિહિર એ હોટેલ નો મલિક..."
મિહિર જઈને બોલે છે...

"હું અંકિત છું..."
અંકિત બોલે છે અને ત્યારે જ ડોક્ટર બારે આવે છે...

"તમે એમને જો રાતે જ લાવ્યા હોત તો એ બચી જાત અને તેમને હાર્ટ અટેક આવેલો છે અને એવું લાગે છે કે તમને કોઈ એવું દસ્ય જોઈ લીધું છે જેના થી તે ડરી ગયા..."
ડોક્ટર બોલે છે અને ત્યાં થી જતા રે છે...

આટલું સાંભળી ને અંકિત ત્યાં જ બેસી જાય છે અને રોવા લાગે છે...
મિહિર તેને સાંભળે છે અને ત્યારે જ ત્યાં બીજી પોલીસ આવે છે...

"અંકિત શું થયું તે મને આટલી જલ્દી અહીંયા કેમ બોલાવ્યો..."
તે ઈંસ્પેક્ટર બોલે છે અને તે અંકિત ની આવી હાલત જોઈ ને ડરી જાય છે ત્યારે મિહિર તેને બધી વાત કે છે...

તે અંકિત ને સાચવે છે અને મિહિર નો આભાર માને છે અને મિહિર ત્યાં થી નીકળી જાય છે...

એ જ દિવસે પોલીસ આવે છે અને તે રૂમ ની તાપસ કરે છે પણ એવું કાય નથી મળતું અને બીજા દિવસે તે ઈંસ્પેક્ટર ફરી આવે છે...

"હું સંદીપ છું અને સોનાલી નો ભાઈ..."
સંદીપ બોલે છે...

તે બધી તાપસ કરે છે અને બધા ને પૂછે છે પણ કોઈ સબૂત ના લીધે આ એક એક્સીન્ટ સમજી ને કેસ બંધ થઇ જાય છે પણ કંઈક ને કંઈક સંદીપ ને આના પર વિશ્વાસ નથી આવતો...

સોનાલી અને અંકિત ના લગ્ન થવા ના હતા અને સોનાલી અહીંયા ફરવા માટે આવી હોય છે...

આ સદમાં થી અંકિત પણ ખુડખુશી કરી ને પોતાનું જીવન ત્યાગી દે છે...

આ વાત નો સંદીપ ને બીજો ઝટકો લાગે છે પેલા તો એને એની બેન ને ખોઈ અને હવે એના જીજાજી કે એનો બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દીધો હોય છે...

સંદીપ હવે હોટેલ ઉપર પોતાની નજર રાખતો હતો અને આ પરિવાર કોણ છે, ક્યાં થી આવ્યું છે બધું જાણી લીધું હતું તેને અને તે હંમેશા એ તક માં રેતો કે તે ગમે તે રીતે આ પરિવાર નો રાજ ખોલી શકે...

ગણી વાર કારણ વગર સંદીપ મિહિર ને પોલીસ સ્ટેશન બોલાવતો એટલા માટે જ મિહિરે આટલો બધો સંદીપ થી ચિડાતો હતો...

એક વાર તો જય ની ભૂલ વગર તેને ખોટા ગુણ માં જેલ માં પણ નાખી દીધો તો...
મિહિર અને સંદીપ ની દુસ્મની હવે વધતી જતી હતી...

મિહિર તેના મમ્મી પપ્પા સાથે વાત કરી ને તે રૂમ માં થી નીકળી જાય છે અને માનવી થી દૂર રેવા નું કે છે...

તે તેના રૂમ માં જાય છે અને સુવાની કોશિશ કરે છે પણ એને ઊંઘ નથી આવતીએના મન માં ચાલતા સવાલો કે માનવી તો બધું ભૂલી ગઈતી છતાં તેને હું કઈ રીતે યાદ છું અને મારા સિવાય શું એના જીવન માં કોઈ બીજું છે પણ હું એની બધી જાણકારી રાખતો તો મને તો એવું કોઈ ના મળ્યું...

તેની દવા ક્યારે થી ચાલુ છે અને એના સિવાય બધા ને એવું લાગે છે કે તેને વહેમ થાય છે કેમકે તેને ના તો મારુ નામ યાદ છે ના તો મારો ચહેરો...

મિહિર ને ચેન જ નથી મળતો અને બસ તે માનવી વિશે વિહર્યા કરે છે એટલે તે સીધો માનવી ના રૂમ માં જાય છે ...

જ્યાં માનવી ઘહેરી ઊંઘ માં હોય છે અને તે તેની બાજુ માં બેસી જાય છે અને બસ એને જોયા કરે છે...

"માનવી હવે ગમે તે થઇ જાય હું તારા થી દૂર નથી થવાનો અને મારી સચ્ચાઈ તને કેવા માનગું છું..." મિહિર બસ તેના સામે જોઈ ને બોલે છે અને તેના માથા ઉપર કિસ કરે છે...

મિહિર બસ માનવી સામે જોતો હોય છે અને તેને જોતા જોતા જ ક્યારે તે સુઈ જાય છે તેન તેને પણ ખબર નથી રહેતી...


"શું માનવી અને મિહિર એક થઇ શકશે કે ફરી માનવ તેના થી દૂર જતો રહેશે...?
જીવન માં જેને પ્રેમ કરીએ છીએ એના થી દૂર થવું પડે છે, શું પ્રેમ કરવો આટલો મુશ્કેલ છે...?
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....