Kasak - 30 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 30

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કસક - 30


કસક-૩૦


કવન મનોમન તારીકા ના પાગલપન પર હસતો હતો.તારીકા

એક બહુ મોટા કુટુંબની છોકરી હતી.મોટું કુટુંબ એટલે જેમાં દાદા દાદી કાકા કાકી મોટાપપ્પા મોટા મમ્મી બધા ભેગા રહેતા હોય..મોટા કુટુંબની ખાસિયત તે હોય છે કે ત્યાં છોકરાઓ જલ્દી મોટા થઈ જાય છે.કારણકે તે દિવસનો અડધો સમય કોની સાથે વિતાવે છે તે તેના માતા પિતાને પણ ખબર નથી હોતી.તારીકા એક બિન્દાસ છોકરી હતી આરોહીના સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ.

પણ કદાચ અંદરથી લાગણીશીલ પણ હતી કારણકે કવને તેને રડતા પણ જોઈ હતી.

દુનિયામાં તમે લોકોને જલ્દી હસતા જોઈ શકો છો પણ કોઈને જલ્દી રડતા નથી જોઈ શકતા કારણકે જૂજ માણસોમાં દુનિયાની સામે રડવાની હિંમત હોય છે.

કવને તે દિવસે તેની મમ્મી ને હોટલ માંથી ફોન કરીને પોતાની સલામતી ની ખબર આપી દીધી.તેની મમ્મી ખરેખર બહુ ચિંતામાં હતી પણ કવન ના ફોન આવ્યા બાદ તેણે રાહત અનુભવી.

ત્યારબાદ પોતાના રૂમમાં જઈને આરોહીના વિચારમાં ખોવાઈ ગયો.

આરોહી જે અત્યારે દિલ્હીમાં હતી અને કવનને ફોન કરતી રહેતી હતી પણ તે ફોન થોડા દિવસથી સ્વીચ ઓફ આવતો હતો.તે નિરાશ હતી, હતાશ હતી. શું તેનેય કવન પ્રત્યે પ્રેમની લાગણી થઈ રહી હતી?, તો તે રોકાઈ કેમ ના ગઈ?,આવા કેટલાય પ્રશ્નો હજી જીવનની જેમ વાર્તામાં પણ ઉભા હતા.


બીજા દિવસે સવારે તારીકા અને કવન બંને સુબહ એ બનારસ માટે તૈયાર થઈ ગયા હતા. તારીકાએ ઉઠવામાં સહેજ મોડું કરી દીધું હતું પણ છતાંય તે લોકો એ કુલલ્ડ વાળી ચા પીને અસ્સી ઘાટ પર સમયે પહોંચી ગયા હતા.

નદી કિનારે ઠંડી તીવ્ર હતી પણ ગરમ ચાએ તે બંને ના શરીર ઉપર તેની અસર ઓછી કરી નાખી હતી. કવન અને તારીકા તે ઘાટ કિનારે, ઘાટ તરફ મોં રાખીને પદ્માસન ની સ્થિતિ માં બેસી ગયા હતા.તે બંને ની આંખો બંધ હતી.શ્વાસોશ્વાસ ક્યારેક ધીરે અને ક્યારેક ઝડપથી ચાલી રહ્યા હતા.બંને ના મન વિચાર શૂન્ય હતા. તે વિચારો આવવાના ખૂબ પ્રયાસો કરતા પણ આ તેમનું મન તેમને આવવાની મનાઈ ફરમાવી રહ્યું હતું.

અડધી કલાક ધ્યાનમાં બેઠા પછી તે બંને એ આંખ ખોલી.મન એકદમ હળવું થઈ ગયું હતું.હવે વિચારો ને આવવાની છૂટ હતી.કવન ના મનમાં પહેલો વિચાર તે હતો કે ખરેખર ધ્યાન ધરવાથી મનને આટલી શાંતિ મળે છે તો તે લોકો કેમ ધ્યાન નથી ધરતા?,લોકો ની વાત છોડી ને પોતાની વાત કરતા પણ કઈંક એવો જ વિચાર આવ્યો.પછી તેને વિચાર આવ્યો કે કદાચ આ કામ શરૂઆતમાં બહુ અઘરું પડે છે એટલે આપણે તે કાર્ય આપણાથી નહીં થાય તેમ માની લઈએ છીએ અથવા આપણે તે કામ ના કરવાનું બહાનું શોધી લઈએ છીએ.

કેટલાય એવા સારા કામ છે દુનિયામાં જે આપણે નથી કરી શકતા કારણકે આપણી પાસે તે ના કરવાના યોગ્ય અને અયોગ્ય બહાના તૈયાર છે.

તારીકા ના મનમાં પણ એવો જ કઈંક વિચાર હતો જે તેને સાચા સમયે આવ્યો હતો.

બંને ઘણી વાર સુધી તે ગંગા નદીના વહેતા નીર ને અને ઉગતા સૂરજને કંઈજ બોલ્યા વગર જોતા રહ્યા.

થોડીવાર બાદ તારીકા અને કવન તે દશાશ્વરમેઘ ઘાટ પાસે પહોંચીને તારીકા ના કહેવા મુજબ એક નાવ માં બેસીને એક અદભુત આનંદ લેવા જઈ રહ્યા હતા.જે કાલે પણ કવને લીધો હતો.તારીકા તો ઘણા દિવસ પછી બનારસ આવી હતી.તેની માટે તો આ પહેલી મુસાફરી હતી. તેને નૌકા માં બેસી ને ઘાટ ને જોવા અને ત્યાંના લોકો ને જોવા ખૂબ ગમતું હતું.

તારીકા તે નૌકા માં બેસવા જતી હતી ત્યારે તેના પગનું બેલેન્સ બગડતા તે પડવા જઈ રહી હતી.કવને તેને ટોકતા કહ્યું.

"સંભાળીને આરોહી…"

તારીકા પડતા પડતા બચી ગઈ અને તે સારી રીતે નૌકા માં બેસી ગઈ અને હસવા લાગી.

કવને તેના હસવાનું કારણ પૂછ્યું.

તારીકા એ હસીને કહ્યું "તે હમણાં મને આરોહી કહીને બોલાવી."

કવન તે વાતથી અજાણ હતો પણ પછી તે વાત ને યાદ કરતા તેને થયું કે મેં સાચેજ એવું કહ્યું હતું.

કવને પણ નાનકડું સ્મિત આપ્યું.

નૌકા ઘાટથી દુર જઈ રહી હતી.

"શું તને આરોહી બહુ યાદ આવે છે?" તારીકાએ તેને સવાલ પૂછ્યો જેનો જવાબ કવન પાસે નહોતો.

તેની આંખ માંથી એક આંશુ નીકળી ગયું.કવન ચૂપ હતો.તારીકા મનમાં જ પોતાને પ્રશ્ન કરી રહી હતી "શું આજે પણ આવો શાશ્વત પ્રેમ થાય છે?"

બાજુમાં થી એક નૌકા ગઈ જેમાં ઘણા બધા પંડિતો બેઠા હતા જેમની દાઢી વધી ગયેલી હતી જેમણે ભગવા વસ્ત્ર ધારણ કરેલા હતા.જે ઉત્સાહથી ભગવાન શિવનું ભજન ગાઈ રહ્યા હતા.

કવન બીજી નૌકામાં ચૂપ હતો,ચૂપ હતી તે પ્રશ્નો પૂછવા વાળી બિન્દાસ છોકરી,ચૂપ હતો તે નૌકા ચાલક,ચૂપ હતી તે નદી,ચૂપ હતા તે ઘાટ, ચૂપ હતો તે ઉગતો સૂરજ અને ચૂપ હતા તે થોડી દૂરના મંદિરમાં બેઠેલા ઈશ્વર.સૌ કોઈ ચૂપ હતા.કોઈ એ પોતાની ચુપ્પી ના તોડી,પણ કવને પોતાની ચુપ્પી તોડી " હા, મને તે બહુ યાદ આવે છે. કદાચ તે મને હંમેશા યાદ આવશે."


તારીકા એ તે વાત ને શાંતિ થી સાંભળી.તેને તેના સવાલ નો જવાબ મળી ગયો હતો,કવન પાસેથી અને પોતાનાં મન પાસેથી કે શાશ્વત પ્રેમ હજી એ જીવતો છે.તારીકા ને લાગ્યું કે અહીંયા આવવું તેની માટે સફળ થઈ ગયું છે.


પવિત્ર તો સારા વિચારોના આચરણથી થવાય છે.સારી જગ્યા તો માત્ર પવિત્ર થવાનું એક સાધન બને છે.


ક્રમશ


વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર આપને વાર્તા પસંદ આવી હોય તો ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા માતૃભારતી ના સ્ટોરી માં મૂકી શકો છો તથા આપના અમૂલ્ય પ્રતિભાવો મને જણાવી શકો છો.


વાંચતા રહો કસક..