An important message to my students in Gujarati Motivational Stories by Bindu books and stories PDF | એક અગત્યનો સંદેશ મારા વિધ્યાર્થીઓને

The Author
Featured Books
Categories
Share

એક અગત્યનો સંદેશ મારા વિધ્યાર્થીઓને

આજે મારા વ્હાલા વિદ્યાર્થીઓ માટે મારે એક અગત્યનો સંદેશ અહીં રાખવો છે હું આશા રાખું છું કે એમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ તેની આજ્ઞાનું વાંચન અને પાલન કરશે અને એક રીતે હું માફી પણ ચાહું છું તમારા જીવનમાં હું દખલ રૂપ થતી હોય તો પણ મારા અંગત મંતવ્ય મુજબ હું અહીં તમને એક અગત્યનો સંદેશ પાઠવી રહી છું હું આશા રાખું છું કે આપ સૌ શાંતિથી તેને વાંચશો...
ગઈકાલે 31 મેના રોજ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહનું પરિણામ રજુ થયું અને સવારથી જ ઘણા ખરા વિદ્યાર્થીઓ સાથે મારો વાર્તાલાપ થયો અને ખૂબ સારા માર્કસ તેઓએ મેળવ્યા છે અને મોટાભાગની દીકરીઓનો ફોન આવી ચૂક્યો હતો કે બેન તમારા આશીર્વાદ થકી અમે સારા ગુણ મેળવ્યા છે પણ તેમ છતાં હું જ્યારે દીકરીઓને પૂછું છું કે હવે નેક્સ્ટ ઈયર તમે શું કરશો કઈ કોલેજમાં તમે જશો ત્યારે સામેનો જે પ્રતિસાદ આવે છે તે ખૂબ ઠંડો અથવા તો નિરસ હોય એવું મને લાગ્યું માટે હું કહું છું અને છેલ્લા પાંચ વર્ષથી હું એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું ત્યારે મારી એ એક ઈચ્છા છે કે મારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને પગભર બનીને તથા તેના માતા પિતા અને પોતાના ગામ અને સમાજનું નામ રોશન કરે અને સાચું કહું ને વિદ્યાર્થીઓ તો અત્યારે પગભર થવું ખૂબ જ અઘરું બની ગયું છે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે એટલું વધી ગયું છે કે તમે બધા જોઈ રહ્યા છો કે કોઈપણ નાની એવી ભરતી આવશે તો પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ રીઝલ્ટ પણ ખૂબ ઓછું આવી રહ્યું છે અને દિવસેને દિવસે તે એક્ઝામ ટફ થતી જાય છે માટે મારું આ મંતવ્ય હું અને રજુ કરું છું..
કે તમે બધાને જ્યારે હું કહું છું કે કોલેજ તમે ક્યાં કરશો ત્યારે તમે કહો છો કે એક્સ્ટર્નલમાં ફોર્મ ભરી દેશું અને ઘરે બેસીને અમે ક્લાસ વન અધિકારીની કે જીપીએસસી ને કઈ યુપીએસસી ની કે કોઈ સારી પોસ્ટની તૈયારી કરો છો મને કશો જ વાંધો નથી. તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો તેવા અંતરના આશીર્વાદ છે મારા પણ તમે જે કોલેજમાં જવાના જ નથી અને ઘરે બેસીને કોલેજ કરવાના છો મને એ માટે એક વાત અહીં કહેવી છે કે મારી જે અગત્યનું સંદેશ છે ને રજુ થાય છે કે ચાલો તમે કહો છો કે અમે ઘરે બેસીને તૈયારી કરો છો ઓકે બસ તમે જે ક્ષણો માણવાની છે એ ફરીથી નહીં માણી શકો. કોલેજ છે સુવર્ણ કાળ છે તેમાં ઘણા સારા પ્રોફેસર પાસેથી ઘણું સારું ભણવા મળે છે. ઘણા નવા મિત્રો બને છે નવા પુસ્તકો, પુસ્તકાલય નવા શહેર આ બધાનો અનુભવ તમે કરી શકો છો પણ જો તમે કોલેજ જ જાશો નહીં તો ફરીથી આ જીવન તમે દોહરાવી શકશો નહીં. એકવાર ગુમાવી ચૂકેલો સમય ફરીથી નથી આવતો માટે હું તમારા માટે થઈને કહું છું મને કશું જ ફર્ક નથી પડવાનો કે મારી કોઈ સેલેરીમાં પણ એનો ફર્ક નથી પડવાનું પણ હું તમારા હિત માટે ઇચ્છું છું કે તમે લોકો રેગ્યુલર કોલેજમાં જોડાવ અને એ પણ સારી કોલેજોમાં કે ત્યાં પુસ્તકાલય હોય સારા પ્રોફેસરો આવતા હોય નહીં કે ચાલો ઘરે બેસીને ડાયરેક્ટ પરીક્ષા જ આપી દઈએ
હું જાણું છું કે આપણું જે શિક્ષણનું ક્ષેત્ર છે કે શિક્ષણની જે પ્રણાલી છે એમાં જ ઘણી બધી ભૂલો છે પણ હું પોતે લગ્ન પછી પણ રેગ્યુલર જ કોલેજ કરી ચૂકી છું માટે ભણવું હોય તો વ્યવસ્થિત ભણાય આવી રીતે ભણીને કંઈ જ આપણે એકઠું કરી શકવાના નથી ચાલો તમને ભવિષ્યમાં કોઈ સારી પોસ્ટ પણ મળી ગઈ પણ જે જે વીતી ગયેલો સમય છે એ તમે ફરીથી નહીં મેળવી શકો. ગમે તેટલા પૈસા આપશો પણ તમારો જે આનંદનો ક્ષણો છે જે વીતી ગઈ છે ફરીથી તમે નહીં મેળવી શકો. માટે મારો એક આ અગત્યનો સંદેશ એ જ છે કે તમે દરેક વિદ્યાર્થી સારી કોલેજ સિલેક્ટ કરો અને સારા એવા અનુભવો કેળવો તમારા જીવનમાં તમારો જે આ સમય છે એ સુવર્ણ કાળ છે
મારા તાસ દરમિયાન પણ ઘણી વખત કહું છું કે ધિસ ઇસ યોર ગોલ્ડન પિરિયડ કારણ કે આજે તમારી ઉંમર છે પછી તમે 40 વર્ષ પછી એ બધું જ્યારે યાદ કરશો ત્યારે એને માત્ર અનુભવી શકશો મેળવી નહીં શકો માટે જો દુઃખ લાગતો હોય તો હું દિલગી છું પણ હું આશા રાખું છું કે તમે મારી વાતને સમજવા માટે સક્ષમ હશો..

આપ સૌ આપના માતા પિતા તથા આપના ગુરુજનો અને સમાજનું નામ રોશન કરવું તેવા અંતર પૂર્વકના આશીર્વાદ અને હંમેશા સાથ આપીશ બની ... જય દ્વારકાધીશ 🙏🏻