Visamo - 6 in Gujarati Love Stories by ADRIL books and stories PDF | વિસામો.. - 6

The Author
Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

વિસામો.. - 6

~~~~~~~

વિસામો.. 6

~~~~~~~

 

જંગલની એ ગુફામાં અજીબ સન્નાટો ફેલાઈ ગયો,.. 


ગૅન્ગના દરેક સભ્યો બાદશાહ શું નિર્ણય લેશે એની રાહ જોઈ રહ્યા હતા,.. 


બાદશાહ પોતાની લાંબી દાઢીને પસવારતા ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,.. 


પ્રભાતસિંહ અને વિશાલસિંહ કાતરીયા ખાતા ખુન્નસ ભરી નજરે એકબીજાની સામે જોઈ રહ્યા હતા,.. 


વિશાલની ખુન્નસ ભરી નજર ભલે પ્રભાતસિંહ સામે મંડરાયેલી હતી પણ મગજમાં વિચારો તો આસ્થાના જ ઘુમરાતા હતા...  એ પોતાની જ સાથે મનોમંથન કરતો વિચારી રહ્યો હતો 

- કે -  જે વિશાલની સાથે જીવવા-મારવાના સપના જોયા હતા એ ક્યારેય વિશાલ સમક્ષ રજુ કરવાનો મોકો એને (આસ્થાને) આજ સુધી મળ્યો જ નહોતો,..   

આંખો આંખો માં જ કેટલીયે વાતો કરી લેતા એ બંનેએ એકબીજાને જાણે વણકહ્યું વચન આપેલું હતું કે એકબીજાના થઇ ને જીવનભર રહીશું.. 

એને આસ્થાની આંખો યાદ આવી ગઈ.. જેના લીધે પ્રભાતસિંહ તરફ નો એનો ગુસ્સો થોડો ઓછો થતો ગયો..    

 

થોડીવાર બધાજ મૌન રહ્યા,.. પછી ધીરેથી પ્રભાત બાદશાહની નજીક ગયો અને કાનમાં વિશાલને સંભળાય નહિ એમ બોલ્યો, 

"સરદાર,.. એને ગિરજાશંકરને પકડવામાં કોઈ રસ નથી,.. એ એની માશૂકા માટે જ ,........ " 

  

બાદશાહે લાલ થઇ ગયેલી આંખો સાથે એક સંદેશા ભરી નજર પ્રભાતસિંહ સામે કરી અને પોતાનો ડાબો હાથ ઉપર ઉઠાવ્યો,.. સરદારનો પંજો જોયા પછી ભાગ્યેજ કોઈ એક પણ શબ્દ ઉચ્ચારવાની હિમ્મત કરતુ,.. હવે પ્રભાતસિંહ ને પણ ચૂપ થઇ ગયા સિવાય કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો..  

 

ગૅન્ગના દરેક સભ્યો હજીયે રાહ જોઈ રહ્યા હતા કે બાદશાહનો શું નિર્ણય હશે,..    

 

દસેક મિનિટ પોતાના જ મગજમાં થોડાક પાસા ગોઠવ્યા બાદ કશુંક વિચારીને બાદશાહે ધીરેથી કહ્યું, - 

"વિશાલ જો ગિરજા ઠાકુર આજે જ જૅલ તોડીને ભાગ્યો છે,.. એ સૌથી પહેલા પોતાના જ ઘેર જવાનો એ તો મને પણ ખબર છે,. એટલે એ આ જ ગામમાં હશે એ હું પણ માનું છું.." 

થોડુંક અટકીને અને થોડુંક વિચારીને બાદશાહે આગળ ચલાવ્યું,.. - "જો વિશાલ,  તું આ ગામનો ભોમિયો તો છું જ પણ એની સાથે સાથે ગિરજા ઠાકુરની હવેલીના ખૂણેખૂણાંનું માપ પણ તું જાણે છે,.. એટલે તને મોકલવામાં મને કોઈ અટકણ દેખાતી નથી ... પરંતુ મારે તારી પાસેથી એક જ વાત ની ખાતરી જોઈએ છે," 


"અને એ શું ?" વિશાલે પૂછ્યું 


એક ક્ષણ માટે તો પ્રભાતસિંહને લાગ્યું કે બાદશાહ એની માશૂકાને મળવા ઉપર પ્રતિબંધ મૂકશે,.. પણ બાદશાહે તો કૈક જુદું જ કહ્યું - 

 પ્રભાતસિંહ ની સામે જોતા બાદશાહે કહ્યું "તારી માશૂકા સાથે તારે જે કરવું હોય તે કર ભાઈ,.. એ તારો પ્રશ્ન છે,.. એ તારી જિંદગી છે,.. પરંતુ મારે તો એક જ ખાતરી જોઈએ - કે - જો તું ગિરિજા ઠાકુર ને જીવતો પકડવાનું વચન આપતો હોય તો જ તારું જવું મને મંજુર છે"

 

વિશાલને આટલું જ જોઈતું હતું,... પોતાના ગામમાં પાછા ઘૂસવાનો આવો મોકો એને કોઈ પણ કિંમતે જવા દેવો નહોતો,.. 

 


"બાદશાહ, એ મારાથી છટકીને તો હવે જૅલમાં પણ પાછો નહિ જઈ શકે,..  તમારા પગમાં જો હું એને જીવતો ના લઇ આવું તો બંધૂક તમારી ને માથું મારુ,.. " 

 

પ્રભાતસિંહ સહિત બધાને આ દરબાર વિશાલસિંહ ની જુબાન ઉપર સૌથી વધારે ભરોસો હતો,.. 

 

નાની એવી એક આર્મી રિવોલ્વર ઉપર એણે ધીરેથી એક સાયલેન્સર લગાડ્યું, અને પ્રભાત તરફ વળ્યો,..  "ગૂડ લક તો વિશ કરો પ્રભાતસિંહ,.. "  બોલતાની સાથે જ વિશાલ અને પ્રભાત એકબીજાને ભેટી પડ્યા,.. 

 

બાદશાહને  વળગીને વિશાલ પોતાને રસ્તે નીકળી ગયો,.. 

 

 

~~~~~~~~~~~~~

 

 

આસ્થાએ ઘડિયાળ સામે જોયું ... રાતના દસ વાગ્યા હતા,.. 

ગામડામાં રાત પણ લગભગ આઠ આસપાસ શરુ થઇ જતી હોય છે,.. 

આસ્થાને ઘરમાં ક્યાંય ગોઠતું નહોતું,.. પૂનમ પરણી ને ગઈ ત્યાર પછી તો ખાસ,..

 

બે માળના એ ઘરમાં આસ્થાએ વરંડાના મુખ્ય ઝાંપાને તાળું માર્યું,.. ઘરના બારણાં બંધ કરી એ અગાશીમાં પહોંચી,.. પૂનમની રાત હતી, આસમાનમાં ચાંદનું અજવાળું આખી અગાશીમાં ફેલાતું હતું,.. 

 

આસ્થાને સમજાતું નહોતું પણ સવારથી જ આજે એના દિલમાં એક તરફડાટ થયા કરતો હતો,.. 

આઠ વર્ષમાં એકલી પડી ગયેલી અને લાશની જેમ જીવતી આસ્થાને આવી બેચેની આજે આઠ વર્ષ પછી થઇ રહી હતી,..

કશુંક અણધાર્યું થવાના આસાર આપતી હોય એમ કોઈ જાદુઈ શક્તિ જાણે એની તરફ ખેંચાઈ રહી હતી,..

એક નવી ઉર્જા નો સંચાર એના આખા શરીર માં વ્યાપી રહ્યો હતો.. 

 

વિશાલના આ ઘરની અગાશીની મધ્યમાં ચારે બાજુએ મચ્છરદાની ની નૅટથી બંધ એવો રજવાડી પલંગ હંમેશા પાથરેલો રહેતો,..

પૂર્ણિમાની લગભગ રાતો આસ્થાને અગાશીમાં કાઢવી ખુબ ગમતી,.. માં હતી ત્યારે પણ,.. એણે ધીરેથી મચ્છરદાની હટાવીને પલંગમાં લંબાવ્યું,.. જાણે કોઈકની યાદોમાં સરી જવાની કોશિશ કરતી હતી,..

 

માં-બાપ વિનાની આસ્થાનું બચપન આ જ ઘરમાં વીત્યું હતું,.. વસુમાંની ગોદમાં,..

 

નાનકડી પૂનમે વર્ષો પહેલા આજ અગાશીમાં વિશાલની સામે એક સવાલ પોતાની માં ને  કર્યો હતો...  વસુમાંને કર્યો હતો,..  "માં,.. આસ્થા કેમ આપણા ઘરમાં રહે છે?"   

 

"આસ્થા એકલી રહેશે એ તને ગમશે ?" વસુમાએ લાડથી પૂનમને સામે પૂછ્યું હતું 

 

"એ તો જરાયે નહિ ગમે માં,.. " પૂનમના જવાબથી આસ્થા ભાવુક થઇ ગઈ હતી 

 

"બસ તો પછી,... આસ્થા એકલી રહે એ તને ના ગમે એટલે જ હું આસ્થાને આપણી સાથે રાખું છું.. આપણા બધાજ નિર્ણયો આપણે આવી જ રીતે લેવાના હોય,.. આપણને જે ગમે એ જ કરવાનું અને જે ના ગમતું હોય એ નહિ જ થવા દેવાનું,.."

 


આસ્થાને સાથે રાખવાના બધા જ પ્રશ્નોનો હલ લગ્ન હોય એમ પૂનમનું મગજ એક બાળકની જેમ વિચારી રહ્યું હતું એટલે એણે પૂછ્યું, 

"માં, આપણે વિશાલ ભાઈ ના લગન આસ્થા સાથે કરાવી દઈએ ?.." 

 

આસ્થા અને વિશાલને શરમાતા જોઈને વસુમાંને સમજતા જરાયે વાર નહોતી લાગી કે બાળપણનો પ્રેમ હવે શરમની લાલી બની ને ચહેરા ઉપર ઉતરવા લાગ્યો છે,.. 

"સમય આવ્યે એ પણ કરીશું બેટા,.. ચોક્કસ કરીશું,.. " - વસુમાએ આડકતરો પોતાનો સ્વીકાર પણ એમણે આસ્થા અને વિશાલ ની સામે મૂકી દીધો હતો,..  

 

ચાંદની રાતમાં અગાશીમાં પડી પડી પોતાની અને વિશાલની માંને તથા વિશાલ ને યાદ કરતી આસ્થા રડી પડી,.. પૂનમને તો એ મળી પણ શકતી હતી પરંતુ માં હવે આ દુનિયામાં નહોતી અને વિશાલ કોસો દૂર,..

 

એને વિચાર આવ્યો -  કદાચ એટલેજ ઠાકુર ગિરિજાશંકર ની નિયત આ માં-વિનાની છોકરી ઉપર પડી હતી,..  આસ્થાની આંખના ખૂણામાંથી આંસૂ ટપકીને તકિયા ઉપર પડ્યા,.. આંખોને જોરથી દબાવી,.. બંધ આંખો સમક્ષ એને કાળા અંધારા દેખાઈ રહ્યા... આખું વિશ્વ જાણે એ અંધારામાં એને ઘેરાતું લાગ્યું, અને એના સમગ્ર સંસારમાં જાણે અંધારપટ થવા લાગ્યો,..     

 

આઠ વર્ષ પહેલા વાર્તાયેલો કહેર, એનો ભૂતકાળ એની નજર સામે ફરીથી ઉભો થઇ ગયો,..  

 


એ જ હવેલી, 

એ જ ગિરિજાશંકર ઠાકુર, 

નાનકડી પૂનમ, 

એ જ પોલીસ,.. 

વિશાલનો ગુસ્સો,.. 

પૃથ્વી નો ગુસ્સો, 

પૂનમ નો ડર અને 

ગોરલબા અને વીકમસિંહની હિંમત 

બધું જ એક વાર ફરીથી આસ્થાની સામે આવી ગયું,.. 

 


~~~~~~~

 


બીજી બાજુ,...  બરાબર એ જ વખતે,.. 

બધું જ એક વાર ફરીથી વિશાલની સા મે પણ આવી ગયું,.. 


એ જ હવેલી, 

એ જ ગિરિજાશંકર ઠાકુર, 

નાનકડી પૂનમ, 

એ જ પોલીસ,.. 

પોતાનો ગુસ્સો,.. 

પૃથ્વી નો ગુસ્સો, 

પૂનમ નો ડર અને 

ગોરલબા અને વીકમસિંહની હિંમત    


આઠ વર્ષ પછી ગામની ભાગોળે થઈને પોતાના ઘર સુધી પહોંચ્યા પછી પોતાના ઘરની અગાશીમાં લાઈટ ચાલુ જોઈને એને નવાઈ લાગી,..  

 

વંડી ઠેકીને  એ અંદર પહોંચ્યો...  ધીરેથી,.. 

 

બધું એમનું એમ જ હતું,.. કશુંયે બદલાયું નહોતું,... 

 


માએ ગોઠવેલા માટલા અને મઢૂલીઓ એ જ રીતે હજીયે સચવાઈને આંગણામાં પડ્યા હતા,..

 

સાફ સફાઈથી લાગતું હતું કે અહીં કોઈ રહેતું હશે,.. કોઈ શું કામ આસ્થા જ હોયને,.. મનમાં ને મનમાં જ વિચાર આવ્યો - "શું એ હશે ? હજી સુધી મારી રાહ જોતી હશે ? પણ મેં તો એની સાથે આજ સુધી વાત સુધ્ધાં કરી નહોતી,.. મને એની માટે પ્રેમ હતો એ સમજી તો હશેને,.. ? સમજતી જ હોવી જોઈએ,.. એ પણ હસતી હતી મને જોઈને,.. આવું મીઠું તો ક્યારેય કોઈની સામે જોઈને મલકાતી નહોતી,.. " 


 

વિચારતા વિચારતા ઉપરની તરફ ઠેકડી મારીને બીજે માળે ચડતા એને જરાયે વાર ના લાગી,..

 


એને યાદ આવી ગયું - 

ઘણી વાર એણે માં ને આ જ ફળિયામાં વેલણ લઇ ને પોતાની પાછળ દોડાવી હતી,.. 

એટલું જ નહિ, માં જયારે મારવા દોડતી એની પાછળ ત્યારે એ આમજ વંડી ઠેકીને ઉપર નીચે ચઢતો ઉતરતો હતો,.. 

 


થકવાડી  નાખતો હતો એ માં ને,...  અને જ્યારે માં રડવા જેવી થઇ જાય, ત્યારે આસ્થા એને ધારીને જોઈ રહેતી... અને બસ, એને ના કહેલી આસ્થાની બધી જ વાતો સમજાઈ જતી, ... પછી તો શું  ??  .. માની સામે બધાજ હથિયાર મૂકી દેવા પડતા,.. પણ મનમાં ને મનમાં ઉત્સાહ વધી જતો, આસ્થાને મલકાતી જોઈને,.. 

 


એ પણ પોતે ધાર્યું કરાવે એવી જ હતીને,.. અને એ પણ બોલ્યા વિના,.. એને પોતાને પણ એટલો જ મોહ હતો આસ્થાનો,...  નહીં તો કોઈ બીજાની ક્યાં તાકાત હતી કે આંખના ઈશારે એને કોઈ નચાવી શકે,.. એટલે જ તો બાદશાહની ટોળીએ કામનો માણસ માનીને સ્વીકારી લીધો હતો,.. 

 


માથું ખંખેરી એણે બધા જ વિચારો ને માંડ માંડ ફગાવ્યા અને આજની હકીકત તરફ ધ્યાન કર્યું,.. અને પાછો ઉપર ચડવા લાગ્યો..  

 


ઉપર ચડતા જ એની નજર પડી,.. 

 

 

પલંગમાં ઉંધી પડીને એક પછી એક ફોટા જોતી અને કશુંક ઉથલાવતી આસ્થાની પીઠ આટલે દૂરથી એને એ નેટ ની આરપાર અંદર સુધી દેખાઈ આવી,, એનું દિલ એક થડકારો ચૂકી ગયું,.. એવીજ દેખાતી હશે હજીયે ? કપડાં તો એવા જ પહેર્યા છે,.. બાંધણીના,.. માંને હંમેશા કહેતી,.. શહેરમાંથી બાંધણી મંગાવી આપે,.. કપડાં સીવડાવવા,..  

 


વિશાલે કાન માંડ્યા,..  ... એને કશુંક સંભળાતું હતું,.. 

ધ્યાન કરીને એકાગ્રતા સાથે એણે સાંભળવાની કોશિશ કરી,.. 

 


આંખો બંધ કરીને આસ્થા રોજની જેમ છેલ્લા આઠ વર્ષથી અવાજ સાથે એક જ પ્રાર્થના કરી રહી હતી -  "હે ઈશ્વર, મારો પ્રેમ સાચો હોય તો મારી તપસ્યા ને હવે વિસામો આપજે,.. મારી આરાધના હવે પૂરી કરજે,.." 

 

આંખો ખોલી ત્યાં       

પોતાની પીઠ પાછળ - હાથના સહારે લટકતો કોઈનો પડછાયો એને અગાશીમાં દેખાયો,...   આસ્થાએ જોરથી આંખો મીંચી દીધી ...  પાછું ફરીને જોયા વિનાજ એના મોંમાંથી નીકળી ગયું  -  " વિ  શા  લ,....."    

 

વિશાલ પારી કૂદીને અંદર આવ્યો,.. 

આસ્થા જે અવસ્થામાં ઉંધી બેઠેલી હતી, એ જ અવસ્થામાં હજીયે એમ-ને-એમ બેસી રહી,..  વિશાલની આહટ આઠ વર્ષ પછી પણ ઓળખી ગઈ હોય એમ - પાછું ફરીને જોયા વિનાજ - હળવેથી એણે ફરી કહ્યું -  "વિ  શા  લ,...... " 

  

વિશાલે મચ્છરદાનીને જરાક હટાવી,...

આસ્થાની બરાબર પાછળ આવીને,..  ધીરેથી એના કાન પાસે જઈને,.. 

એની પાછળથી વિશાલે વિસ્પર કર્યું - "આસ્થા,... આંખો ખોલ,.. "

 

"શું કામ ખોલું ?... રોજ આવું બોલીને આંખો ખોલાવે છે,... અને જેવી હું આંખો ખોલું ત્યાં તો તું ગાયબ થઇ ગયો હોય છે,.. " 

 

 

વિશાલના આંખમાંથી પાણી નીકળી ગયા,.. 

એને લાગ્યું કે મારા ના આવવા છતાં રોજ મારા આવ્યાના ભ્રમ માં જીવતી આ છોકરી કેટલા વર્ષોથી મારી રાહ જોતી રહી છે.. 

 એણે ધીરેથી આસ્થાના કાન પાસે જઈને ફરીથી કહ્યું -  

"ક્યાંય ગાયબ નહિ થઉં હવે હું,... સાચેજ,.. "

 

"ખોટો છે તું,.. આજ સુધી ક્યારેય કશું બોલ્યો જ નથી તું,.. માંએ પણ સ્વીકારી લીધી હતી મને,... તોયે ગયો ત્યાં સુધી તો કશું જ કહ્યું નહોતું તે મને,.. " 

 

"તોયે ખોટા માણસ ઉપર આટલો બધો ભરોસો  મૂકે છે ?" 

 

"નથી જ મુકવો હોતો,.. પણ તારો ચહેરો યાદ આવતા બીજું બધું જ ભુલાઈ જાય છે,... ભુલાઈ જાય છે કે જેની આશા કરીને જીવું છું, એ બહુ દૂર જતો રહ્યો છે મને એકલી મૂકીને.. મને યાદ પણ નહીં કરતો હોય,.. ઝાંઝવાના જળ જેવો  લાગે છે, અને હું પણ પાગલની જેમ મૃગજળ પાછળ આંધળી દોટ મૂકી રહી છું,... કેટલી દુઃખી છું એ જોવાની કોશિશ પણ કરી નથી આજ સુધી,... "

 

"હવે નહિ થવા દઉં તને દુઃખી,.. " 

 

"જુઠ્ઠું બોલે છે તું,.. ગૂંડાઓ ની ગેંગ માં રહ્યો રહ્યો મારી માટે શું કરી શકવાનો છું ?"

 

"એવું કેમ લાગે છે તને ? "

 

"લાગે જ ને,... !! પૂનમના લગન પણ મારે એકલીએ જ કરવા પડ્યા,.. તેં તો એને પણ કીધું હતું કે એનું કન્યાદાન કરીશ,.. તોયે નહોતો આવ્યો એના લગનમાં,... " 

 

આસ્થા ના અત્યાર સુધી ભરાઈ રહેલા આંસૂ હવે સીમાઓ ઓળંગીને આંખોની બહાર છલકાઈ ગયા,.. 

 

વિશાલનો હાથ પાછળથી જ આસ્થાના ખભા ઉપર અડ્યો,... 

 

"તૂ સાચેજ આવ્યો છે વિશાલ,.... " આસ્થા પાછી ફરી,...  

 

પરંતુ, એની બંધ આંખો હજીયે ખુલવાની હિંમત ભેગી કરી શકી નહોતી,..

 

~~~~~~~