શરૂઆત.....ઉત્તરાર્ધની
●●●●●●○○○○○○●●●●●●●○○○○○
અશ્ર્વિનીબહેને જરાં ઓજપાઈને દરવાજો ખોલ્યો,
પોતાનાં ઢીલાં અઁબોડામાંથી લટ કાઢીને ચહેરાનાં નિશાન
ઢાંકવાનો પ્રયાસ કરતાં એણે સાકરમાને આવકાર આપ્યો.
તેમની આંખોમાં અસંખ્ય પ્રશ્ર્નો ડોકાતાં હતાં છતાંય
માત્ર ઔપચારિક ખબર-અંતર પુછાયાં,એવામાં નાનીપરી
રડતાં ,અશ્ર્વિનીબહેન તરતજ એનાં માટે દૂધ લાવી
ચમચીથી પીવડાવવાં લાગ્યાં ,એને એટલું તો સમજાઈ
ગયું હતું કે,આ બાળકી સાથે સાકરમાને કોઈ લોહીનો
સબંધ નથી..
બેઉઁ બાળકીની સંભાળમાં વ્યસ્ત થયાં,અચાનક
સાકરમાનાં. મોઢે પ્રશ્ર્ન ફુટ્યો "માસ્તરાણી તું તો સાવ
નંખાઈ ગય (ગઈ ) ,તું તો લક્ષમીબાય(લક્ષ્મી બાઈ) જેવી
હતી,તારા જેવી ભણેલ ગણેલ છોકરી આટલું સહન
કરે?.. " જવાબમાં મજબુરીઓ ,સામાજિક
રીત-રીવાજ ,સામાજિક પરીસ્થિતી અને. થોડાં આશું
ખરી પડ્યાં ..
અશ્ર્વિનીબહેને પોતાનાં રાજીનામાંની વાત કરી
" મહારાષ્ટ્રની બોર્ડર નજીક નંદપુર ગામે ટ્રસ્ટની વિશાળ
સંસ્થા 'બાળ સંગમ' છે,આ નવી સંસ્થામાં આચાર્ય
તરીકે મને નિમણુંક મળી છે."ત્યાં કોઈપણને જાણ કર્યા
વિના જવાની છું".કંઈક વિચાર આવતાં અટકીને બોલ્યાં
"તમે પણ મારી સાથે ચાલો"...સાકરમા તરત જ બોલી
ઉઠ્યાં "આ છોડીનું શું? એને હું નોધારી નૈ (નહીં) મુકું"
"મનેતો આ છોડીની માયા લાગી,કેટલા વરહે(વરસે)
ઉપરવાળાએ મારી સામું જોયું" પછી તો સાકરમાએ
અતઃ થી ઈતિ સુધી આખી કથા સંભળાવતા, પોતાનાં
કાપડાંની ખીસ્સીમાંથી પેલી ચિઠ્ઠી કાઢીને
અશ્ર્વિનીબહેનનાં હાથમાં પકડાવી.
અશ્ર્વિનીબહેનને એ ભાષા ન ઉકેલાઈ "આ કન્નડમાં
લખેલું છે ,એટલી જ ખબર પડે છે પણ શું એ નથી
સમજાતું" સાકરમા નિરાશ થતાં બોલ્યાં ..."લે મને એમ
કે તું બવ(બહું) ચોપડી ભણી તે તને આવડશે"."મને
એટલી જ ખબર પડે કે આ દિકરી ગુજરાતની
નથી,અને. જે જનતાએ એને પોતાનાંથી દુર કરી એની
જરૂર કોઈ મજબુરી હોવી જોઈએ ,તો જ એની
સલામતી માટે આટલી દુર મુકી ,તરછોડવી હોય તો ગમે
ત્યાં.. ...અને. અહીં તો નાના શહેરમાં કોઈ આ ભાષાનું
જાણકાર નહીં હોય,પાછું પુછવામાંય જોખમ વાત ફેલાઈ
જાય. "
રાત પડતાં બીજા દિવસે નિર્ણય કરશું એવું વિચારી
બંનેએ વારાફરતી આરામ કરવો એવું નક્કી થયું,પરંતું
જરા સરખા રડવાનો અવાજ આવે કે બેઉ બાળકીને
ઉચકવા દોડે,પારણું તો હતું નહીં ,હાથમાં ઝુલાવીને
બાળકીનાં ધીમે સાદે હાલરડા ગવાયાં. "સાવ રે સોનાનું
મારું પારણીયું,રૂપલાનાં બાજોઠ બાળ મારાં પોઢોને"
જેવાં પ્રાચીન તો "તમે મારાં દેવનાં દિધેલ છો" જેવાં
અર્વાચીન....
એક જ રાતમાં બંનેએ માતૃત્વ પામી લીધું. સવાર
થતાંતો બધી વેદનાઓ વિસરીને એ સ્ત્રીઓ બાળકીમાં
ઓતપ્રોત થઈ ગઈ .સાકરમાનાં નિર્ણયમાં આનંદી
બહેનનો નિર્ણય ભળી ગયો. પછી ચર્ચાઓ ચાલી,એનાં
માતા-પિતાનું નામ શું કહેવું?,એનું નામ શું રાખવું? ,ક્યાં
રહેવું વગેરે....અને સાથે રહીએ પછી અશ્ર્વિનીની
જિંદગીમા ફેરફાર થાય,ભવિષ્યમાં બીજા લગ્ન કરવાનાં
થાય,દરેકે દરેક પાસાની ઝીણવટથી વિચારણાંઓ
થઈ.
સહું એ નંદપુર જઈને રહેવું એવું નક્કી થયું.
અશ્ર્વિનીબહેનનાં સૂચન પ્રમાણે સાકરમાએ સાડી
પહેરવી જેથી ત્યાં કોઈને એ લોકોનાં વતનનો
અણસાર ન આવે ,દિકરી મોટી ન થાય ત્યાં સુધી એનાં
કુમળા મનમાં ગુંચવણ ન ઉભી થાય તેવાં તમામ પ્રયત્નો
કરવા,એવું એમનાં શિક્ષક જીવનું માનવું.
અશ્ર્વિનીબહેને જોયું કે ગર્ભનાળ ખરી નથી એટલે
બાળકી થોડાં દિવસની છે એ અંદાજો સાચો વળી
હળદર કંકુંનાં નિશાન નથી,લલાટે કાળું તિલક જ.એમને
સાકરમાને વાત કરી છઠ્ઠીની વિધી કરી,નામકરણ સંસ્કાર
કરી નામ રાખ્યું .આજ ત્રણ જિંદગીઓનાં લેખ
નવેસરથી લખવાનાં હતાં.નામ રખાયું'
અમોઘા',સાકરમાએ નામ એનાં પર છોડ્યું
હતું,તોય એમણે કારણ આપ્યું,"અમોઘા એટલે શક્તિનું
એક રૂપ,હું ઈચ્છું છું આપણી દિકરી શક્તિ જ બને."
નક્કી થયું કે પહેલાં અશ્ર્વિનીબહેન નંદપૂર હાજર
થાય,ત્યાંની પરિસ્થીતી જુએ ,રહેવાની વ્યવસ્થા
થાય ,બધી ગોઠવણ પછી અમોઘાને અને સાકરમાને લઈ
જવાં, તેથી વધારે પડપુછ ન થાય.અહીં દુરનાં સગા થોડાં
દિવસ ઘર સાચવવા આવ્યાં છે એવું કહેવું.
અશ્ર્વિનીબહેનને જવાને થોડાં દિવસની વાર
હતી,અમોઘા માટે જરૂરી સામાનની ખરીદી
થઈ.સાકરમાનાં ઘરેણાં ઝુમણું અને રજવાડી હાર
અમોઘાની અમાનત તરીકે રાખવાનાં એવી સમજૂતી
થઈ ,અશ્ર્વિનીબહેનની બચત તથા રાજીનામાં પછી
આવનારી રકમ અત્યાર માટે પુરતી હતી.
એક પરિસ્થિતીએ ચટ્ટાન બનાવેલી સ્ત્રી,એક
સંજોગોની થપાટમાં રેતીની જેમ વિખરાયેલ સ્ત્રી ,અને
એક માટીનો પીંડ મળીને ભવિષ્યની ઈમારત ચણવાનાં
હતાં.
તૈયારીઓની વચ્ચે અશ્ર્વિનીબહેનને મનમાં કંઈક
ઝબકારો થયો,એમણે ફટાફટ પેલી ચિઠ્ઠી કાઢી.
ચિઠ્ઠી તો ઉકલવી વ્યર્થ પણ છેડે અંગ્રેજીમાં લખાયેલ
બે શબ્દ. P.O Box no..●●●3,Dharwad વંચાયા. હવે
પાછી નવી શક્યતાઓ ચકાસાઈ .
આ પોસ્ટ બોક્સ જેમનું હશે એને અંગ્રેજી આવડતું
હશેએવું માની સંદેશો મોકલાયો, જે કંઈક આ મતલબનો
હતો."તમારી દિકરી અમારી પાસે છે,એને અમે અપનાવી
ચુક્યા છીએ. તમે નીચે જણાવેલ સરનામે અમારો સંપર્ક
કરી શકો છો."એ સરનામું હાલનું હતું.
એક અઠવાડિયાં પછી અશ્ર્વિનીબહેન નંદપૂર ગયાં
અને અહીં રાહ હતી જવાબની અને આશંકા હતી
ક્યાંક અમોઘાને કોઈ લેવા ન આવી જાય.
અમોઘાને લેવા કોઈ આવશે? પત્રનો જવાબ આવશે?
@ડો ચાંદની અગ્રાવત
વાચકમિત્રો શું તમે પણ તૈયાર છો? રાહ જોવાં?
સવાલોનાં જવાબ મેળવવાં,તો જોડાયેલાં રહો આ સફરમાં