Manya ni Manzil - 6 in Gujarati Thriller by mahendr Kachariya books and stories PDF | માંન્યાની મઝિલ ચેપ્ટર - 6

Featured Books
Categories
Share

માંન્યાની મઝિલ ચેપ્ટર - 6

સવારે 11 વાગ્યે પિયોની ઉઠીને નીચે ગઈ ત્યાં તો તેણે જોયું કે ઘરમાં ઇન્ટરનેટની લાઇન લાગી ગઈ હતી. ઘરમાં કમ્પ્યૂટર તો હતું જ તેથી તેણે કંપનીના માણસ પાસેથી ઇન્ટરનેટ વાપરવા માટેનું યુઝર આઇડી લઈ લીધું અને પાસવર્ડ રાખીને તે કનેક્ટ પણ કરી દીધું. એટલામાં તો નાનીમાંએ તેને નાસ્તો કરવા માટે બૂમ પાડી, નાસ્તો કર્યા બાદ ફટાફટ નાહી ધોઇને જ્યારે પિયોની નીચે આવી તો નાનીમાંએ તેના હાથમાં મોબાઇલ લાવવા માટે આરવે આપેલા પૈસા મૂકી દીધા. જે જોઈને પિયોની તો ખુશીના મારે નાનીમાં સાથે ડાન્સ કરવા લાગી. “અરે...અરે..બેટા પડી જઈશ હું.' નાનીમાં પડતાં-પડતાં બચ્યા. નાનીમાં, આજે હું બહુ એટલે બહુ જ ખુશ છે. મારો પહેલો ફોન આવી રહ્યો છે. આઇ એમ સો મચ એક્સાઇટેડ. હવે હું એક મિનિટ પણ નહીં રોકાઇ શકું. હું માન્યાના ઘરે જઉં છું. તેને લઇને હું મારો ફોન લેવા જઈશ.' નાનીમાંના જવાબની રાહ જોયા વગર જ એક્ટિવાની ચાવી લઈને પિયોની ઘરની બહાર નીકળી ગઈ.

5 મિનિટમાં તો પિયોનીની સવારી માન્યાના ઘરે પહોંચી ગઈ. માન્યાએ દરવાજો ખોલતા જ પિયોની તેને વળગી પડી અને તેને આખી હચમચાવી નાંખી. 'ઓહ બાપ રે...આટલો પ્રેમ આજે મારા પર!! શું થયું તને? કેમ આટલી ખુશ છે આજે? માન્યા બોલી. ‘અરે ગાંડી! તારા માટે તો મારો પ્રેમ અમર છે,
એન્ડ યસ, યુ આર રાઇટ. આજે હું બહુ જ ખુશ છું. કારણ કે, આજે મારો નવો ફોન આવી રહ્યો છે.' પિયોનીના ચહેરાની ખુશી છલકાઈ ઉઠી. 'શું વાત કરે છે? ક્યારે, ક્યાંથી, કેવી રીતે?' ‘તું ફટાફટ તૈયાર થઈ જા. આપણે અત્યારે જ લેવા જઈએ છીએ. રસ્તામાં હું તને આખી વાત કહું.' પિયોનીના આદેશ પર માન્યા તૈયાર થઈ ગઈ. 'મમ્મી હું પિયોની સાથે બહાર જઉં છું. થોડીવારમાં આવી જઈશ.'

પિયોની અને માન્યા એક મોબાઇલ સ્ટોર પર ગયા અને પિયોનીએ નક્કી કરેલો નોકિયા કંપનીનો નવો ફોન લઈ લીધો. સીમકાર્ડ લઇને ફોન એક્ટિવેટ કરાવીને તેઓ પિયોનીના ઘરે પહોંચ્યા. ત્યાં તો પિયોનીએ માન્યાને બીજા ગુડ ન્યુઝ પણ આપી દીધા કે ઘરે ઇન્ટરનેટ પણ આવી ગયું છે. વાહ!..પિયોની...તારે તો જલસા છે. એક હાથમાં મોબાઇલ ફોન અને બીજા હાથમાં ઇન્ટરનેટ ફેસિલિટી!!!' માન્યા બોલી. “યસ...હવે હું અને મારું ફેસબુક...અમે બંને એકબીજાની કંપની માટે એવરરેડી હોઇશું. હવે મને તારી જરૂર નહીં પડે. પિયોની આંખ મારતા બોલી. 'હે ભગવાન...આ છોકરી ક્યારે સુધરશે”!!!' 'ક્યારેય નહીં!!!' બંને ફરી પાછા મસ્તીના રંગે રંગાઇ ગયા.

થોડી ગપશપ અને મોબાઇલના ફંક્શન્સ જોયા બાદ પિયોની અને માન્યા છૂટાં પડ્યા. જોકે, છૂટાં પડતા પહેલા બંનેના પાડેલા ફોટામાંનો એક સરસ ફોટો ફેસબુક ઉપર મુકવાનું નક્કી કર્યું. માન્યાને ઘરે મૂકીને આવ્યા બાદ આખરે પિયોનીએ કમ્પ્યૂટરમાં પોતાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું અને ગઈ કાલની જેમ જ તેને કોઇ ખાસ અપડેટ જોવા ના મળી. પોતાનું અકાઉન્ટ લોગઆઉટ કરીને તેણે માન્યાનું અકાઉન્ટ ઓપન કર્યું અને તેને જોવા મળ્યો અંશુમનનો પહેલો મેસેજ. જે જોઇને પિયોનીની આંખો પહોળી થઈ ગઈ.

મેસેજમાં અંશુમને લખ્યું હતું, 'હાય ડિયર, આઇ વોન્ટ ટુ બી યોર ફ્રેન્ડ...એક્સેપ્ટ માય ફ્રેન્ડ રીક્વેસ્ટ ' પિયોનીને તો ખબર જ ના પાડી કે તે હવે શું કરે? તે ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ તો કરવા માંગતી હતી પણ બીજી બાજૂ માન્યા સાથે ખોટું બોલવા માટે તેને ગિલ્ટ પણ ફીલ થઈ રહી હતી. હજી તો તે શું કરવું વિચારી જ રહી હતી ત્યાં તો અચાનક અંશુમનનો બીજો મેસેજ આવ્યો. ડિયર, પ્લીઝ એક્સેપ્ટ માય ફ્રેન્ડ રીક્વેસ્ટ પિયોનીનો હાથ અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ પર ગયો અને અચાનક તેનાથી કન્ફોર્મનું બટન દબાઈ ગયું. 'પ્લીઝ' શબ્દનો ઉદગાર કામ કરી ગયો. પિયોની મનમાં ને મનમાં વિચારી રહી હતી કે હવે આગળ શું થશે? શું પોતે અંશુમનના મેસેજનો રીપ્લાય કરે કે નહીં? એટલામાં તો અંશુમનનો મેસેજ આવ્યો, “થેન્ક્સ ડિયર ફોર એક્સેપ્ટીંગ માય રીક્વેસ્ટ' પિયોનીએ સામે સ્માઇલીનું ચિહ્ન મૂક્યું. 5 મિનિટ થઈ ગઈ હતી પણ અંશુમનનો સામે કોઇ મેસેજ નહોતો અને પિયોની હતી કે તેનું મન અંશુમન તરફ આકર્ષાઇ રહ્યું હતું.

પિયોનીએ ત્યાં સુધી અંશુમનની પ્રોફાઇલ ખોલીને તેની તમામ એક્ટિવિટીઝની જાસૂસી કરી લીધી હતી. તેની પ્રોફાઇલ તે સ્ક્રોલ કરી રહી હતી કે અંશુમનનો મેસેજ આવ્યો, “અ બિગ હેલો ટુ માય ન્યુ ફ્રેન્ડ માન્યા. હાઉ આર યુ? પિયોનીએ પણ સામે તરત રીપ્લાય કર્યો, 'હાય, આઇ એમ ગુડ. હાઉ આર યુ? ‘આઇ એમ ગુડ ટુ ફાઇનલી યુ અપ્રુવ્ડ માય ફ્રેન્ડ રીક્વેસ્ટ.' હસવાનું ઈમોજી બનાવીને અંશુમને મોકલ્યું કે પિયોની પણ હસી પડી. તેને અંશુમનમાં રસ પડી રહ્યો હતો. ધીમે-ધીમે બંનેની વાતો વધતી ગઈ. એકબીજાના ઇન્ટરેસ્ટ, લાઇક્સ, ડિસલાઇક્સ વિશેની બધી માહિતીની આપ-લે એકબીજા સાથે થઈ ગઈ. ઉત્સાહમાં આવીને પિયોનીએ એ પણ જણાવી દીધું કે તેની બોર્ડની એક્ઝામ હમણાં જ પતી અને હવે તે વેકેશન એન્જોય કરી રહી છે.

અંશુમન સાથે ચેટ કરવામાં 2 કલાકનો સમય ક્યાં નીકળી ગયો તેની પિયોનીને ખબર જ ના પડી. અંશુમનની પર્સનાલિટી, તેની વાત કરવાની આગવી અદા પિયોનીનું મન મોહી ગઈ હતી. તેને વાત પતાવવાની ઇચ્છા જ નહોતી થઈ રહી. “માન્યા, યુ આર સચ અ અટ્રેક્ટિવ પર્સનાલિટી, મને તારી સાથે વાત કરવાની બહુ મજા આવી બટ આઇ વોન્ટ ટુ સી યોર ફેસ, પ્લીઝ અપલોડ યોર પિક્ચર' આ વાંચતાની સાથે પિયોની મૂડલેસ થઈ ગઈ. કારણ કે, તે જાણતી હતી કે વાત ભલે તે કરી રહી હતી, પણ ફેસબુક અકાઉન્ટ તો માન્યાનું હતું. તો હવે, તે પોતાનો ફોટો કેવી રીતે મૂકે? જો કે, એકવાર તો તેને થઈ ગયું કે તે અંશુમનને સચ્ચાઇ જણાવી દે પણ બીજી બાજું તેનું મન પાછું ફર્યું કે તેનું જૂઠ સાંભળીને ક્યાંક અંશુમન ગુસ્સે થઈને તેની સાથે વાત કરવાની બંધ ન કરી દે!! એટલામાં તો અંશુમનનો ફરી મેસેજ આવી ગયો, 'હેલ્લો, મિસ માન્યા...આર યુ ધેર?' પસ, આઈ એમ હીઅર. એટલામાં પિયોનીને નાનીમાંનો સીડી ચઢીને ઉપર આવવાનો અવાજ સાંભળ્યો એટલે પિયોનીએ તરત મેસેજ કર્યો, 'બિઝી...વિલ ટોક ટુ યુ લેટર.' ગભરાટ સાથે તરત તેણે કમ્પ્યૂટર શટ ડાઉન કરી દીધું.

પિયુ બેબી...રાતના 8 વાગવા આવ્યા અને તુ સાંજની રૂમમાં ભરાઇ ગઈ છે. શું કરે છે તું આટલા ટાઇમથી?” સીડી ચઢીને આવવાથી નાનીમાં હાંફતા-હાંફતા બોલ્યા. “કંઇ નહીં નાનીમાં, એ તો હું મારો નવો મોબાઇલ ફોન મચડતી હતી. પિયોની સ્વસ્થ્ય થવાનો પ્રયત્ન કરતા બોલી. 'મને તો તારો નવો ફોન બતાય.' નાનીમાં ફોન જોવામાં વ્યસ્ત થઈ ગયા અને પિયોનીનું મન એ વિચારોમાં બિઝી થઈ ગયું કે માન્યાના અકાઉન્ટમાં ફોટો કર્યો મૂકવો?

(શું અંશુમનની ફોટોની ડિમાન્ડ પિયોની પૂરી કરશે? જો હા તો માન્યાના ફેસબુક અકાઉન્ટમાં તે કોનો ફોટો મૂકશે માન્યાનો કે પછી પોતાનો? ફોટાનું આ કન્ફ્યુઝન પિયોની અને માન્યાની ફ્રેન્ડશિપમાં કઈ કોન્ટ્રોવર્સી લાવશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)