મુકુલ અને પ્રકાશ કવોટર સુધી પહોંચવાના રસ્તે ચાલી રહ્યા છે. મુકુલ કેમ્પ ના રસ્તા, વ્યક્તિઓ અને વાતાવરણ બધા થી અજાણ છે. તે જીજ્ઞાશા થી રસ્તામાં આવતી દરેક જગ્યા ને જુએ છે. થોડી દૂર ગયા પછી એક પાર્કિંગ લોટ જેવી જગ્યા હતી જ્યાં ઘણાં બધાં વેહિકલ્સ પાર્ક કરેલા હતા.
પ્રકાશે મુકુલ ને એક જગ્યા ઉપર ઊભા રહી રાહ જોવા કહ્યું અને તે જઈને પાર્કિંગ માંથી પોતાની બુલેટ લઈ આવ્યો. પ્રકાશ મુકુલ ની નજીક આવ્યો અને મુકુલ પ્રકાશ ની પાછળ એની બુલેટ ઉપર સવાર થઈ ગયો.
પ્રકાશ કેમ્પ કેટલી જગ્યા માં છે?. 5 કિલોમીટર માં છે આખો કેમ્પ, એમાં કેમ્પ ના એક છેડાં પર આપણી ઓફિસ છે અને કેમ્પમાં બીજા છેડા પર કવોટર. મજાની વાત તો એ છે કે બંને સમુદ્ર થી એકદમ નજીક છે. ઓફિસ ઉપર થી ય દરિયા દર્શન થાય અને આપણાં ઘર ઉપર થી પણ.
હા યાર આપણી ઓફિસ માં પણ દરિયા ના મોજાં નો ઘૂઘવાટ આવે છે એટલે મે અંદાજ લગાવ્યો. આપણે જમવા ગયા હતા ને જે કેંન્ટિંગ માં એ આપણાં કેમ્પ ની સરહદ છે મુકુલ, અને તેની પાછળ થી પછી દરિયો જ છે.
અચ્છા પ્રકાશ આપણી ચોકી ક્યાં છે? આપણી ચોકી આપણી ઓફીસ થી અડધો કિલોમીટર દૂર એકદમ બંદર ઉપર જ છે. અચ્છા. હા, મુખ્ય બંદર થોડું દૂર છે પણ બંદર ના એક છેડા ઉપર આપણી ચોકી છે. મુકુલ અને પ્રકાશ હવે કોલોની સુધી પહોંચી ગયા છે. એક પછી એક કવોટર પસાર થઈ રહ્યા છે.
ઘણી મોટી કોલોની છે આપણી પ્રકાશ. હા 400 કવોટર છે મુકુલ અહીં. અચ્છા તો અહી સ્ટાફ માં કેટલા વ્યક્તિઓ છે પ્રકાશ. નાવિક, કેપ્ટન, એન્જિનિયર, ટેકનિકલ સ્ટાફ, અને અન્ય ને મળી ને 640 વ્યક્તિઓ છે સ્ટાફ માં. અચ્છા....
એક કવોટર આગળ જઈને પ્રકાશે બુલેટ ને ઉભુ કરી દીધું, ચાલો આવી ગઈ આપણી મંજીલ. પ્રકાશે દરવાજો ખોલ્યો અને બંને કમ્પાઉન્ડ માં પ્રવેશ્યા. મુકુલે નીચે થી ઉપર સુધી મકાન ને જોઈ લીધું, હજી તે બહાર જ ઉભો છે. પ્રકાશે અંદર જઈ ઘરનું બારણું ખોલ્યું અને પાછળ વળીને બુમ પાડી, કેપ્ટન અંદર આવશો કે ત્યાંજ ઊભા રહેશો.
અચાનક મુકુલ ના મનમાં કંઇક ચાલી રહ્યું હતું એ રોકાઈ ગયું અને તે અંદર તરફ ચાલ્યો. બંને અંદર ગયા. જુઓ કેપ્ટન મુકુલ આ આપણો રાજમહેલ છે પ્રકાશ હસતાં હસતાં બોલ્યો. આ હોલ, આ બેડ રૂમ , આ કિચન અને આ નાનકડી અમથી ગેલેરી છે. ઉપર બે રૂમ છે પણ અમે લોકો એ એને ક્યારે ય ખોલ્યા જ નથી. એમ પણ આખો દિવસ તો ચોકી માં અને ઓફિસ માં હોઈએ રાત્રે સૂવા માટે જ આવવાનું હોય. નાઇટ હોય ત્યારે તો સુવાય ક્યાં આવવાનું હોય. પ્રકાશે આખું મકાન મુકુલ ને વાત કરતાં કરતાં બતાવી દીધું.
પ્રકાશ કિચનમાં જઈને એક પાણી ની બોટલ લઈને આવ્યો અને મુકુલ ના હાથ માં આપી, લે મુકુલ હવે તું શાંતિ થી આરામ કર હું ઓફિસ જાઉં. તારી પાસે આજનો દિવસ છે પછી તો કાલ થી તુંય ડ્યુટી પર હાજર થઈ જઈશ. ઓકે દોસ્ત. ચાલ તો મળીએ સાંજે કહી પ્રકાશ પોતાની બુલેટ લઈ ઓફિસ જવા રવાના થયો. મુકુલ બારણાં આગળ ઉભો રહી ને રસ્તા ને જોઈ રહ્યો હતો.
થોડી વાર પછી બારણું બંધ કરી ને તે અંદર આવ્યો. સીધો બેડ રૂમ માં ગયો. અંદર બારીઓ બંધ હોવાથી અંધારું હતું. મુકુલે લાઈટ ચાલુ ના કરી બસ સીધો જ જઈ ને બેડમાં આડો પડી ગયો.
ક્રમશઃ........