Datari in Gujarati Motivational Stories by Ankursinh Rajput books and stories PDF | દાતારી

Featured Books
Categories
Share

દાતારી




..
સૂર્ય કોઇ બીજા ખંડ માં પ્રજ્જવિત થવા પ્રસ્થાન કરવાં તૈયાર જ હતો .
દિવસ અને સાંજ ની સંક્રાંતિ અવસ્થા એટલે કે સાંજ પડી જવા આવી હતી .
ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો જાણે કેટલીયે ઉષ્મા ની હેરફેર કરતો હોય .
તડકો તો મોળો પડી ગયો હતો એટલે બધા ના હ્રદય માં ટાઢક ધીમે ધીમે વાળી રહી હતી .
મારા પગ ના ATP વધુ ન વપરાઈ જાય એવા આશયે હોસ્પિટલ માંથી શોર્ટકટ લેવાનું નક્કી કર્યું .

મારું ચેતાતંત્ર આમ પણ સુષુપ્ત થઈને બધું ઓટો મોડ માં ચલાવી રહ્યું હતું .
બસ રોજની જેમ દર્દી ના સગાવહાલા ની લાઈનો,
એમના ચહેરા પર જલ્દી થી એમના સ્નેહી સાજા થયા એની રાહ ,
જલેબી ખાતું એક બાળક ..
એનું ભોળપણ મને ખેંચી રહ્યું હતું


મારી તંદ્રા ભંગ થઈ ગઈ જ્યારે મે તીક્ષ્ણ સાયરન નો અવાજ સાંભળ્યો.
અચાનક એમ્બ્યુલન્સ આવીને પેશન્ટ ને તાત્કાલિક ICU માં લઇ ગયા .

ત્યાં મારી પાસે કોઈ પડછાયો સરકીr રહ્યો હોય એવું લાગ્યું ને
મારું ધ્યાન પડ્યું
એ સ્ત્રી પર ,
ચીથરેહલ કપડાં ને
અઠવાડિયા થી કંઈ ખાધું નહિ હોય કદાચ એણે,

હું પણ દાન કર્યા નું પુણ્ય મેળવીને આત્મ સંતોષ મેળવી લઉં એવા સ્વાર્થી પણ acceptable આશય થી ખિસ્સા માં હાથ નાખ્યો ,

એ કહે
" થોડી દવા લય દેહો ?!! "

મેં કહ્યું કે સરકારી dispensary છે મફત માં મળી જશે તમને .


" ઈ કેય છે કે બાર થી લય લેઝો
ન્યાં તો ખૂટી ગય !!
અમારા ઈ ને અહી દાખલ કરિયા છ "

એનાં અવાજ માં રહેલા ઊંડાણ ને હું
મારા logical reasoning પ્રમાણે tackle કરી શક્યો નહિ .
મારી પાસે કોઈ ઉતર નહોતો ને
એમ પણ
રડી રડીને સૂઝી ગયેલી એની આંખો ..

મે કહ્યું ચાલો લઈ દઉં

પાસે ના મેડિકલ પર ગયા ને મેં prescription આપ્યું.

ત્યાં બેઠેલો વ્યક્તિ તો મારો જાણીતો
એ કહે કોની માટે છે ?!

' આ બાઈ માં પતિ માટે '
મે જવાબ આપ્યો..

પણ મેડિકલ વાળો કહે
" એમાં ઘરધણી ને ગુજરી ગયા ને ચાર દિવસ થઈ ગયા ને તમે ત્રીજા વ્યક્તિ છો જેની સાથે દવા મંગાવી એણે ,
આવા તો આવ્યા રાખે .."

હું અટવાયો કે શું કરું પણ મારે જાણવું હતું કે એ દવાનું કરશે શું ?!
મને એની આંખો માં આશા માં કિરણો દેખાઈ રહ્યાં હતાં જેને કદાચ હડધૂત કરી દેવાની લગીરેય ઈચ્છા અંતર માં ઉદભવી નહિ.
હું કદાચ એને પૂછીશ તો સાચો જવાબ મળશે કે કેમ એ દ્વિધા પણ મારી અંદર આવી ગઈ .

પણ મારે જાણવું હતું કે આ બાઈ આ દવા આપશે કોને ?!
શું વેચી નાખશે ?!!
એના પેટ નો ખાડો પૂરશે,
મારી ઉત્સુકતા ઘણી હતી .

મે પૈસા ચૂકવ્યા ને બિલ લીધું કદાચ દવા પાછી આપવી પડે તો કામ આવે મે એવા સ્વાર્થી વિચાર સાથે ,
હું દાદરા ઉતરી
થેલી લઈને થોડે દૂર એની પાસે જઈને આપી .
એ કંઈ જ બોલી નહિ પણ એની આંખો ના હાવભાવ જાણે આભાર વ્યકત કરતા હતા .
એને ચાલવાનું શરૂ કર્યું ને હું પાછળ .

એ dispensary માં થેલી આપી ને કહે
" હવે કોઈને જરૂર હોય ને દવાની તો એને આપી દેજો ,
કોઈને ખૂટે નહિ "

ત્યાંથી એ તો ચાલવા લાગી ને હું હજી કૈક કહું

મને એના માટે અમાપ માન ઉપજી આવ્યું .
એની એના પતિ માટે ની લાગણીઓ માટે આદર થયો..

અલોપ થઈ ગઈ .
હવે એનો પીછો કરવાનો કોઈ અર્થ નહોતો.
મને ને વિચારો ના ઝંઝાવાત માં મૂકીને ક્યાંક.....

સૌ દીવાઓની આ લાચારી! નહિ ચાલે ; એ હવા દાદાગીરી તારી નહિ ચાલે .