The story of love - Season 1 part-25 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-25

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-25

ૐ નમઃ શિવાય


The Story Of love Part-25


અત્યાર સુધી આપડે જોયું કે નવ્યા ગાર્ડન માં હોય છે અને ત્યારે જ તે બેહોશ થઇ જાય છે ણ પછી જયારે એ હોશ માં આવે છે ત્યારે એ કે ચ કે તેને ગાર્ડન માં લાલ આંખો જોઈ અને એને જોઈ ને તે ડરી ગઈ...

આ સાંભળી ને માહી પોતાના માથા ઉપર હાથ મૂકે છે...

"અરે શું તું પણ યાર જો મારી વાત સાંભળ આપડે કેટલા દિવસ થી આ સ્ટોરી સાંભળીએ છીએ અને એના લીધે જ તન એવું લાગ્યું અને થોડું ઓછું વિચારવા નું રાખ..."
માહી બોલે છે...

માહી તેને સમજાવી ને ગમે તે રીતે સુવડાવી દે છે અને તે હોલ માં નીચે આવી ને બેસી જાય છે...

"શું સાચે અહીંયા રેવું સેફ નથી..."
માહી બોલે છે...

"અરે તું નવ્યા ને સમજાવતી હતી અને હવે તું પોતે એવું બધું વિચારે છે બધું મૂકી દે..."
માનવ બોલે છે અને પછી બધા બેસી ને વાતો કરવા લાગે છે...

આ બાજુ જયદીપ અને સુરેશ પાછા આવી જાય છે ત્યાં સુધી હવે વરસ પણ બંધ થઇ ગયો હોય છે...

"હું ફ્રેશ થઇ ને આવું પછી જમી ને આપડી સ્ટોરી ચાલુ કરીએ..."
જયદીપ બોલે છે અને સુરેશ ના હાથ માં ગણી બધી થેલીઓ હોય છે તે જઈને તે કિચન માં મૂકી આવે છે અને બન્ને ઉપર એમના રૂમ માં જાય છે...

થોડી વાર માં તે લોકો આવી જાય છે અને નવ્યા ને પણ ત્યાં લઈને આવે છે તે માહી ને એ રીતે ચોંટી ને બેઠી હતી કે એ થોડી ફર થશે અને એને હમણાં જ કોઈ લઇ જશે...

ત્યારે બધા જમવા બેસી જાય છે અને જમીને બધા પાછા સ્ટોરી સાંભળવા માટે બેસી ગયા હોય છે...

"નવ્યા તું જ ઉપર જઈને સુઈ જા અને તેને સુઈ જા તું સ્ટોરી સાંભળીશ તો તને વધારે ડર લાગશે..."
માહી બોલે છે...

"હા પણ તું આવ મારી સાથે..."
નવ્યા બોલે છે...

માહી તેની સાથે ઉપર જાય છે અને તેને સુવડાવી ને નીચે બધા સાથે આવી જાય છે અને ત્યારે જયદીપ એની સ્ટોરી કેવું નું ચાલુ કરી દે છે...


27 વર્ષ પહેલા...

મિહિર ની તબિયત માં તો હજુ કોઈ સુધાર નથી હોતો અને જય પેલા તેના મમ્મી પપ્પા સાથે રૂપાલી નો અંતિમ સંસ્કાર કરે છે અને હવે ત્યાં રેવું તે માટે મુશ્કેલ હતું. ત્યાં એટલી ખરાબ યાદો બની ગઈ હતી કે તે જગ્યા મૂકી ને તે બધા જૂનાગઢ માં આવેલો એક મહેલ ખરીદી લે છે અને તે બધા ત્યાં આવી જાય છે...

માનવી જે મિહિર ની રાહ જોતી હોય છે પણ ૧ મહિનો થઇ ગયો હોય છે હજુ સુધી એ નથી આવ્યો હોતો...

"મારા જીવન માં કોઈ નતું અને જયારે તું મારા જીવન માં આવ્યો તો મને લાગ્યું કે હવે મને કોઈ ની જરૂર નથી પણ તું હવે ક્યાં છે એ પણ મને નથી ખબર...

બધા ભલે ગમે તે કે પણ હું તને પ્રેમ કરું છું અને તું પણ મને એટલો જ પ્રેમ કરે છે તું જ્યાં પણ છે પણ તું આવીશ મારી પાસે..."

માનવી પોતાના રૂમ માં બેસી ને આ બધું વિચારતા વિચારતા જમીન પર બેસી ને રોવા લાગે છે અને એ ત્યાં જ બેઠી રે છે...

આ બાજુ મિહિર ધીમે ધીમે હવે ઠીક થતો હોય છે પણ હવે તે માણસ નહીં પણ એક વેમ્પાયર બની ગયો હોય છે અને હવે તેને ઠીક થવા માટે બસ લોહી ની જરૂર હતી અને તેના માટે તે જંગલો માંવસતા તેમના જેવા જ વેમ્પાયર ની તેમને મદદ લીધી હતી અને ૧ મહિના ઉપર થઇ ગયું હોય છે અને હવે મિહિર હોશ માં આવે છે અને ત્યારે જય એની બાજુ માં જ બેઠો હોય છે...

"રૂપાલી ઠીક છે ને..."

મિહિર જય નવા જોઈ ને પેલા આ જ સવાલ પૂછે છે ત્યારે જય કાય બોલ્યા વગર નીચું જોવા લાગે છે તેને આ રીતે જોઈ ને મીહિર સમજી જાય છે...

તે જય ના ગળે લાગી ને રોવા લાગે છે અને એના પછી એને બધી વાત કેવા માં આવે છે કે શું થયું છે અને એ પણ હવે એક વેમ્પાયર બની ગયો છે...

મિહિર તેના મમ્મી પપ્પા થી એટલો ગુસ્સે હોય છે કે તેમની સાથે પણ નથી કરતો....

તેને એ વાત નું દુઃખ નથી કે તેને આ અંધારા ની દુનિયા માં લાવી દીધી પણ તેમના લીધે તેમને તેની બેન ને ખોઈ દીધી...

બીજા દિવસે સવારે તે જય જોડે માનવી વિશે પૂછે છે પણ તેને કોઈ ખબર નથી હોતી અને મિહિર હજુ એટલો પણ ઠીક નથી હોતો કે તે માનવી ને મળવા માટે જાય...

"સાંભળ મિહિર હવે તું પેલા જેવો નથી રયો તું તો આ જીવન માં આવી ગયો છે પણ સાથે એનું જીવન પણ તું ખરાબ કરીશ એટલે હવે તું એને ભૂલી જા એ જ સારું છે તારા અને એના માટે..."

જય બોલે છે અને રૂમ ની બારે જાય છે અને મિહિર ને પણ ખબર છે કે જય ની વાત સાચી છે પણ તે માનવી ને જોવા માંગતો હોય છે...

ધીમે ધીમે તેના માં રહેલી શક્તિઓ વિશે તેને ખબર પડતી જાય છે અને રાત નો સમય થઇ ગયો હોય છે ત્યારે તે હવા ની સ્પીડ એ ઘર થી નીકળી જાય છે અને માનવી પાસે જતો રે છે...

તે માનવી ના રૂમ પર જાય છે અને ત્યાં માનવી ને જોવે છે તેની બાજુ માં જઈને બેસી જાય છે ત્યારે તેના આંખ નો આંસુ માનવી ના હાથ ઉપર પડે છે...

માનવી જેવી પોતાની આંખ ખોલે છે તેની સામે મિહિર ને જોઈ ને ખુશ થઇ જાય છે અને એને ગળે લગાવી લે છે...

"મિહિર તું ક્યાં હતો આટલા સમય થી...
હું તારા વગર આટલા સમય થી એકલી હતી...
તને કેટલો ગોત્યો પણ તારા વિશે મને કાય પણ જાણવા ના મળ્યું...
માનવી બસ બોલતી જ જતી હોય છે અને તેના આંખો માંથી આંસુ નીકળતા જ હોય છે...

મિહિર તેના મન માં વિચારતો હોય છે કે તે જે કરે છે તે ઠીક છે કે નઈ અને માનવી વગર તે રઈ શકશે..

"મિહિર તને કાઉ છું જવાબ તો આપ મારા સવાલો ના અને મને કે હવે તું મને એકલી મૂકી ને ક્યારે નઈ જાય..." માનવી બોલે છે પણ હજુ મિહિર નો કોઈ જવાબ ના સાંભળી ને તેની સાએ જોવે છે...
જયારે તે મિહિર ની સામે જોવો છે અને તેના આંસુ સાફ કરે છે અને પછી પોતે તેના ગળે લાગી જાય છે...

"શું મિહિર માનવી ને સચ્ચાઈ કેશે..?"
"માનવી તેની સચ્ચાઈ જાણી ને તેની સાથે રેસે કે તેને મૂકી દેશે...?"


આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....