Lagn.com - 9 in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | લગ્ન.com - ભાગ 9

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લગ્ન.com - ભાગ 9

ૐ સરસ્વતી નમો નમઃ


લગ્ન . com વાર્તા ૯

ભરૂચમાં એબીસી સર્કલ પાસે આવેલી ખોડીયાર હોટલ પર દિનેશ , સોનાલી અને સોનાલીની ની મમ્મી રીટાબેન ડિનર માટે ભેગા થયા હતા .

" મને શું કામ બોલાવી ? તમે બંને એકલાજ મળ્યા હોત તો સારુ " રીટાબેન ને થોડું ઓડ લાગી રહ્યું હતું .

" જુઓ આંટી તમારી દીકરીએ ક્લિયર કહ્યુ છે કે તમે લગ્ન પછી એની સાથે જ રહેશો. એટલે જો અમારા લગ્ન થાય તો આપણે ત્રણે જણ સાથે રહેશુ એટલે તમારી હાજરી જરૂરી છે . હું ઇચ્છું છું કે તમારી દીકરી સાથે તમે પણ મને જોઈ લો અને સમજી લો " દીપેશ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો .


" અરે આ છોકરી તો ગાંડી છે એને દુનિયાદારીની કોઈ સમજ નથી લગ્ન પછી હું એની સાથે નથી રહેવાની " રીટાબેન સોનાલી તરફ મોટી આંખો કરી બોલ્યા .


" તમારી દીકરી ગાંડી છે ? કયા ડોક્ટરને બતાવ્યું ? સર્ટિફિકેટ આપ્યું છે ? બાયોડેટામાં તો આવું કાંઈ જ લખેલું નથી " દીપેશ મજાક કરતા બોલ્યો .આ સાંભળી સોનાલી ને હસુ આવ્યું .


" બેટા મજાકની વાત નથી . દીકરી તો પારકી થાપણ કહેવાય પરણીને સાસરે જાય એમાં જ માની ખુશી હોય છે . સમાજમાં લોકો શું કહેશે ? એનું કંઈ ભાન છે ? અને હું એકલી રહી શકું છું . આવી જીદ કરીશ તો કુવારી રહી જઈશ .આમ પણ કેટલી જિંદગી બાકી છે હવે મારી ? " રીટાબેન અકળાઈ રહ્યા હતા .


" મમ્મી હું પણ એ જ કહુ છું કોની કેટલી જિંદગી બાકી છે કોઈને ખબર નથી આ કોરોનામાં પપ્પાના ગયા પછી આપણે જ એકબીજાને આશરો છીએ . મારે તો લગ્ન જ નથી કરવા પણ તારી જીદને કારણે લગ્ન ડોટ કોમ પર રજીસ્ટર કરાવ્યું છે .હું તને એકલી મુકવાની નથી " સોનાલીને દીપેશ ની સામે આ બધી વાતો કરતા ગુસ્સો આવી રહ્યો હતો .


" તમે બંને શાંત થાઓ પ્લીઝ . જુઓ આંટી સોનાલી ની વાત સાચી છે જો એ છોકરી ના હોત ને છોકરો હોત તો શું તમે એની સાથે રહેવાની ના પાડતા ? અને સાચું કહું તું સોનાલી કરતા મને તમારી વધારે જરૂર છે . પાંચ વર્ષ પહેલાં હું ભણવા જર્મની ગયો હતો અને પછી ત્યાં જ જોબ પણ મળી ગયો. મારા મમ્મી પપ્પા મને મળવા માટે બોલાવતા હતા પણ હું ટાડતો હતો મને લાગ્યું પાછો જઈશ તો મમ્મી પપ્પા લગ્ન કરાવવા જીદ કરશે અને હું લગ્ન માટે તૈયાર ન હતો અને પછી અચાનક આ મહામારી આવી ગઈ હું જર્મની મા ફસાઈ ગયો અને મારા મમ્મી પપ્પા આ મહામારીની ઝપેટમાં આવી ગયા . હું એમના છેલ્લા દર્શન પણ કરી ના શકયો . છ મહિના પછી થોડું નોર્મલ થયું ત્યારે હમેશા માટે પાછો આવી ગયો પણ ખુબ મોડુ થઈ ગયું હતું હવે મારી પાસે ફક્ત એમની યાદો છે .આ અમારી ફેવરેટ હોટલ છે તમે સામે બેઠા છો તો લાગે છે જાણે મમ્મી સામે બેઠી છે ".દીપેશની આંખો ભીની હતી એની વાત સાંભળી સોનાલી અને રીટાબેન ની પણ આંખો ભીની થઈ ગઈ .


" આઈ એમ રીયલી સોરી ફોર યોર લોસ " સોનાલી દબાયેલા અવાજે બોલી .


" તમારા પપ્પા માટે મને પણ દુઃખ છે . મોત તો બધાને આવવાનું જ છે પણ મને મારા મા બાપ વિશે વિચારી ખૂબ દુખ થાય છે કે જ્યારે એમને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે હું અહી હાજર ન હતો " દીપેશ નું દુઃખ એની આંખોમાં દેખાતુ હતુ .


" નસીબ થી કોણ લડી શકે છે . બેટા દુઃખી ના થા એ અત્યારે જ્યાં પણ હશે તને જોઈ રહ્યા હશે અને તને દુઃખી જોઈ એમને પણ દુઃખ થશે " રીટાબેને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો.


થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ " તો તમને સોનાલી ની વાત મંજૂર છે ? " દીપેસે આંસુ લુછતા પ્રશ્ન કર્યો .


જે મંજૂરી સોનાલીને દિપેશ પાસેથી જોઈતી હતી એ મંજૂરી દીપેશ એના માટે એની મમ્મી થી માંગી રહ્યો હતો સોનાલી આશ્ચર્યથી દીપેશ સામે જોતી રહી .


" બેટા તમારી ખુશીમાં મારી ખુશી છે . હું તમે રાખશો એમ રહીશ " રીટાબેનના ચહેરા પર સ્માઈલ હતી .


" લોહીનું પાણી કરી છોકરાઓને મોટા કરતા મા-બાપને રાખવાની અમારી ઔકાત નથી શું તમે અમને તમારી સાથે રાખશો મમ્મી ? " દિપેશ ની વાત રીટાબેન અને સોનાલીને સ્પર્શી ગઈ રીટાબેને ઉભા થઈ દીપેશને ગળે લગાવ્યો .


" તો મમ્મી હવે મારી પણ એક શરત છે દર રવિવારે તમારે મારા માટે તપેલો ભરીને દાળ ઢોકળી બનાવી પડશે એ મારી ફેવરેટ છે અને અહીં પણ હું એ જ ઓર્ડર કરવાનો છું તમે શું ખાશો બોલો " દીપેશ ની વાત સાંભળી બધાના ચહેરા ખીલી ઉઠ્યા .


મન એવા મળી ગયા કે મહિનામાં જ લગ્ન થઈ ગયા હવે દીપેશ અને સોનાલી મમ્મી સાથે રહે છે.



લોક: સમસ્તાઃ સુખીનો ભવન્તું .


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.