Flower (from birth to end) in Gujarati Anything by Chavda Girimalsinh Giri books and stories PDF | ફૂલ (જન્મ થી અંત સુધી)

Featured Books
Categories
Share

ફૂલ (જન્મ થી અંત સુધી)

મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છેઅ

રે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે



એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે

જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે



હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,

તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!



ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા

છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !



કરી પસાર પૂરી રાત મહેકની સાથે

ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !



ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા

ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે





– શોભિત દેસાઈ

ફૂલની સફર યાત્રા શું ખીલવાથી લયને કરમાવા સુધીજ સીમિત છે. ડાળ પર નો શણગાર બની રહેવું શું નસીબમાં નહિ હોય ? શું કામ કાળક્રમ પ્રમાણે કરમાવું પડે છે ? છેલ્લે જ્યારે હોવાના ઊંડા નિસાસા હૃદયમાં રાખી ફરી પડે છે ત્યારે માત્ર એ ફુલ કચરો લાગે છે.

ફૂલની ઉપમા દ્વારા જીવંત માણસની ઉપમા કરવી બહુ અઘરી છે. ફૂલનું કામ ખાલી મહેકવાનું અને ભગવાનનું શણગાર બનવું નથી. એક ફૂલની સફર માત્ર જાણવા માટે એક ફૂલ બની જીવવું પડે ફુલ ચૂંટી રહેલો માળી જ્યારે ફૂલ તોડી રહ્યો હોય ત્યારે ફૂલની સાથે તૂટેલી અર્ધ જીવંત ડાળીયો જાણે નવા ખીલેલાં ફૂલને ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યું હોય તેવું લાગવા લાગે. પણ વેદના અનુભવી આપણા ભાગ્યમાં નથી.

અહીં માત્ર ફૂલની નથી એના જીવવાથી લઈ મૃત્યુ સુધીની સફરની છે. જે માત્રથી આપણે ઘણા અજાણ છીએ ફૂલ ક્યારેય બોલ્યું નથી કે મારો ઉપયોગ કર્યા પછી મને પગ તળીયે કેમ કચડો છો ? આવું મૃત્યુ કેમ આપો છો ? વાસ્તવમાં સવારની સુંદરતા જોવાની આદત પડી ગઈ છે જ્યારે એ જ ફુલ રાત્રિના અંધારામાં પણ એટલું સુંદર લાગતું હોય છે પણ એ જોવાની દ્રષ્ટિ બરબાદ થઈ ગઈ છે.

ફૂલનો રડવાનો અવાજ નર્યા કાને સાંભળી શકતા નથી. ફૂલના હ્રદયે થતાં દર્દ અને ગુંગણામણ અનુભવી શકતા નથી. એના જેવું કિરદાર નિભાવી શકતા નથી. ટેવ પડી ગઈ છે શણગારવું અને કરમાવાના ક્રમને જોવાની અને વાતને ભૂલી જવાની. ફૂલની સુંદરતા જેટલી કુદરતે આપેલી છે એ મન ભરી માણવું નસીબમાં નથી આપણે ઉપયોગ કર્યા પછી મૃત્યુદંડ આપવા માટે ટેવાયેલા છીએ.

કોઈ આર્ટિફિશિયલ ફૂલને જોતાં જ સાથે જ બોલી ઉઠીએ છીએ કે કેવું સુંદર દેખાય છે, આર્ટિફિશિયલ ફુલ અને કુદરતની ફુલ નો તફાવત ખબર હોવા છતાં પણ આપણે અજાણ બનીએ છીએ. એક ફૂલને ઘરની અંદર ધૂળની ચાદર ચડી જાય તો પણ સંઘરી રાખીએ છીએ અને જ્યારે એક ને ધૂળમાં મિલાવીએ છીએ અને સ્પર્શવાના તફાવતને જાણી શકતા નથી. કોમળતા ની ઉપમાં આપ્યા પછી ભૂલી જઈએ છીએ કે કોમળ હાથ ક્યારેય શિકારી બની કોમળતા ને નષ્ટ કરી નાખે છે. સફર અને મંઝિલમાં ઘણો તફાવત છે એ જ તફાવત ફુલના ઉદાહરણ દ્વારા સમજવું શક્ય છે.

ફૂલ સૌ જ્યારે બાળ લાગે છે,

કોઈ મા જેવી ડાળ લાગે છે

બરકત વીરાણી - બેફામ





કેવું સરસ રૂપક આપ્યું છે બેફામ સાહેબે "બાળ" પુષ્પ ને એક બાળ સ્વરૂપે પંપાળી ને ખુબજ આનંદ લઇએ છીએ પણ એક બાળ તરીકે ની સંભાળ આપવાનુ ચૂકી જઈએ છીએ.

કવિ કલાપીથી માંડીને (‘ફૂલ વીણ રાખે હજી તો ફૂટતું પ્રભાત સળે’) કવિ મિન પિયાસી, કવિ બોટાદકર, કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ અને કવિ મીન પિયાસી આ તમામે ‘ફૂલ’ ઉપર કવિતા લખી છે. હજી પરદેશના કવિઓ પણ ફૂલને ભૂલતા નથી. તો આપણે શું કામ તેને યાદ કર્યાનો ‘ગુના’ ન કરીએ અને ફૂલની મહિમા ને નજર અંદાજ કરીએ.



ગિરિમાાલસિંહ ચાવડા 'ગીરી"