TU ANE TAARI VAATO..!! - 14 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 14

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

તું અને તારી વાતો..!! - 14

પ્રકરણ-14

તું, હું અને આપણી વાતો....!!

થોડી ક્ષણ પછી અચાનક રશ્મિકા વિજયને હળવો ધક્કો મારે છે અને રશ્મિકા સફાળી બેઠી થઈ જાય છે...


" રશું...રશું...sorry.....રશું...."

"Hmm"

"રશું...really sorry..."


રશ્મિકા વિજયને જોઈ રહે છે અને પછી એ શાયરી હળવા આંચકા સાથે પોતાના શબ્દો ને ભેટી પડે છે....જેમ જેમ હૃદયમાં લાગણીઓ મજબૂત થતી જાય છે તેમ તેમ એ શાયરી અને શબ્દોનું બંધન પણ મજબૂત થતું જાય છે....ને એ બંધનમાં બંધાઈને જ વિજય બોલી ઉઠે છે....


"I love you..... રશુ....love you so much..... રશુ હું તારા વગર નહી રહી શકું...."


અને એ શાયરી પોતાના લાગણીભર્યા બે જ શબ્દો બોલે છે..


"હું પણ"

"રશુ......Really....!!"

"હા....dear.... હું પણ....."


વિજય એની બાહોમાં વધુ મજબૂતાઈથી રશ્મિકાને બાંધી લે છે....

થોડી ક્ષણ પછી વિજય રશ્મિકાને બંને ખભાથી પકડી પોતાના આલિંગનને છોડે છે...


"રશુ.....I love you.....રશુ હું તને ખૂબ જ પ્રેમ કરું છું....રશુ....હું તને દરેક સુવિધા તો નહી આપી શકું....પણ તને દુનિયાની દરેક ખુશી આપવા માંગુ છું....તને ખુશ જોવા ઈચ્છું છુ dear....."

"Hmmmm....તો..!!?"

"તો કંઈ નહીં...love you so much...વાંદરી"

"Love you too....ભૂત..."

“Really…!!??”

“Hmmm…”


વિજય રશ્મિકાની આંખોમાં પોતાના પ્રેમના પ્રત્યુત્તરને જોઈને ખુશ થઈ જાય છે અને રશ્મિકાના ગાલ પર ચુંબન કરી લે છે…

અને વિજયને આ રીતે જોઇને રશ્મિકા હસવા લાગે છે..


“વાંદરી….. હસે છે શું..?”

“ભૂત…..તમને જોઈને…”

“કેમ..?”

“બસ એમ જ…”

“પાગલ….”

“તમે…”

“Hmmm….આપણે..”


બંને એકબીજા સામે Smile થી જોઈ રહે છે.. રશ્મિકા વિજયને ગાલ પર હળવા હાથે ટપલી મારે છે….


“ભૂત….. late નથી થતું…!!?... i think ઓફિસ પર પપ્પા આવી ગયા હશે..”

“ના…..રશુ….નહિ આવ્યા હોય..”

“હા….અંતર્યામી….. ચાલો જઈએ…?”

“હા…..વાંદરી… પહેલા તારા વાળ સરખા કર…”

“હા.. મને કાંસકો મળશે..!”

“આ લે વાંદરી…”

“હા…ભૂત…”


રશ્મિકા પોતાના વાળ સરખા કરે છે… અને રશ્મિકાને વાળ સરખા કરતા જોઈને વિજય રશ્મિકાને કમરથી પકડી લે છે…. અને રશ્મિકા શરમાળ હાસ્ય સાથે વિજયની સામે જોતાં જોતાં જ વાળ સરખાં કરે છે.


“ ભૂત જઈએ..!?..late થશે…”

“હા dear…”

“ભૂત….હા એટલે..ચાલો…”

“હા…તો ચાલને વાંદરી…”

“ભૂત…..છોડે તો જઈએ ને..”


રશ્મિકા સહેજ ઝૂકીને ટેબલ પરથી બાઈકની ચાવી લે છે અને બોલે છે…


“આ..લો….ચાવી…..ચાલો નીકળીએ….!!”

“હા….રશુ…”


વિજય ચાવી લઈ લે છે અને વિજય ચાલવા લાગે છે અને રશ્મિકા એની પાછળ જાય છે બહાર નીકળી વિજય ઘરને lock કરે છે અને પછી બાઈક Start કરે છે અને એ શાયરી હંમેશની જેમ જ પોતાના શબ્દો સાથે ગોઠવાઈ જાય છે…..


“ઓય…ભૂત….મારી એક વાત સાંભળીશ…?”

“અરે… પાગલ… તારી બધી જ વાતો સાંભળવા તૈયાર છું…”

“ મનની શાંતિ માટે તારી યાદોમાં
coffee પિયા કરું છું
બાકી મારા માટે તો માત્ર
તારી વાતો અને
તારી નશીલી આંખો જ કાફી છે”

“વાહ… રશુ ….love you …”

“તો…”

“તો…..

ક્યારેક મન થાય છે કે તને કહી જ દઉં,
બસ એમ જ એક ક્ષણ માટે સમય રોકી લવ..
એકવાર હિંમત કરી જ લવ,
તને એક વાર કહી જ દવ…
‘તું’..થોડીક વાર થોભી જા ને…!!
મન તો નહીં ભરાય,
પણ નજર ભરીને તને નીકળી લઉં…”

વાહ…dear….love you too…”

“રશુ…તારા વગર નહી રહી શકું…”

“હું…પણ…”

“હા….વાંદરી…”


વિજય અને રશ્મિકા બંને બાઈક પર વાતો કરતા-કરતા ઓફિસ પર પહોંચે છે… વિજય બાઈક પાર્ક કરે છે અને પછી બંને જ હર્ષદભાઈની કેબીન તરફ જાય છે અને પછી કૅબિનમાં પ્રવેશ કરે છે…. પરંતુ, ત્યાં હર્ષદભાઈને જોઈને બંને ચોંકી જાય છે…


“Hello…હર્ષદભાઈ… may i come in.?”

“વિજય…!! અંદર આવ્યા પછી..??”

“Sorry… પણ ખબર નહોતી કે તમે આવી ગયા…”

“હા….પપ્પા….ક્યારે આવ્યા…?”

“અરે…રશુ બેટા…. Just આવ્યો જ છું…”

“Hmm….પપ્પા…કેવી રહી Meeting..?”

“Well and good… પણ તમે બંને એ બહુ coffee પીધી…”

“હા…પપ્પા..”

“એ….હર્ષદભાઈ…..આ વાંદરી…..બહુ વાતો કરે… બંધ થવાની ખબર જ ના પડે..”

“ભૂત…. હું નહી….તુ જ વાતો કર્યા કરે છે..”

“હશે હવે….. તમે બંને જ સરખા છો…..વાતોડિયા…”

“પપ્પા…. હું..પણ..!?”

“હા..તું તો પહેલા…”


ને હર્ષદભાઈ અને વિજય બંને ખડખડાટ હસવા લાગે છે…..આ જોઈને રશ્મિકા નટખટ બનીને બોલી ઊઠે છે..


“હશે….હવે… જવા દો…. કામ કરો તમારુ…”

“હા…વિજય…આ લે…..આ મિટિંગની રફ detail છે….તું આને study કરી લે અને પછી આની એક ફાઇલ બનાવી લે…”

“હા…ભલે હર્ષદભાઈ…”

“અને વિજય Possible હોય તો તારા કેબિનમાં જ કરજે….. કેમકે આ important છે.. આમા ભૂલ ના થવી જોઈએ…”

“હા…..હર્ષદભાઈ….ત્યાં જ જવું પડશે…. આ વાંદરી કંઈ નહીં કરવા દે…”

“હા…ભૂત…આમ પણ હું બહાર જાઉં છું…”

“બહાર..?”

“હા….પપ્પા…!!!”

“હા…બેટા…બોલ ને…”

“મને Key મળશે…??”

“શેની…?”

“પપ્પા…. કારની…!!”

“હા…પણ…કેમ…?”

“થોડુંક કામ છે…. હમણાં જ આવી જઈશ…. કલાકમાં…”

“Ok….બેટા…”

“હા…તો લાવો Key….”

“આ…લે….”


રશ્મિકા ટેબલ પરથી key લઈ લે છે…..


“Ok પપ્પા…..હું જઉં છું….જય શ્રીકૃષ્ણ…”

“હા….બેટા…જય શ્રીકૃષ્ણ….”


રશ્મિકા key અને પર્સ લઈને કેબિનની બહાર નીકળી જાય છે…..વિજય પણ રશ્મિકાની પાછળ જાય છે…. કેબિનની બહાર નીકળ્યા પછી વિજય બોલી ઉઠે છે…


“ઓ….Hello…..વાંદરી…..ક્યાં જાય છે…”

“ભૂત….બહાર જાઉં છું….”

“કેને… વાંદરી….”

“બહાર જાઉં છું….કામ છે….કલાકમાં આવી જઈશ…”

“Ok..”


ને વિજય પોતાની કેબિનમાં જતો રહે છે….અને રશ્મિકા office ની બહાર નીકળી જાય છે….. રશ્મિકાના ગયા પછી વિજયના મનમાં ઘણાં બધાં સવાલો ઉભા થાય છે….ને વિજય અનેક સવાલો સાથે પોતાનું વર્ક કરવા લાગે છે…..


“તારા વિશે શુ લખું
શ્વાસ લખું ધબકાર લખું
કે અનુભવાતી હુંફાળી હાશ લખું
ચાલને તારા માટે બધી જ વાત લખું
પ્રેમ એટલે નિ:સ્વાર્થ લાગણી
અને લાગણીથી ભરપુર છે.
તું અને તારી વાતો…!!”



To be Continue…..
#Hemali gohil "Ruh"
@Rashu


***************


શુ રશ્મિકાને ક્ષણભર માટે પણ પ્રેમનો વિચાર નહિ આવ્યો હોય?
શુ હર્ષદભાઈ વિજય અને રશ્મિકાના સંબંધ વિશે ખરેખર અજાણ છે?
રશ્મિકાને અચાનક શુ કામ આવ્યું હશે?
શા માટે તે વિજયને પણ કહેવા નથી માંગતી?
રોહન અને સવિતા બેન બધું જાણતા હોવા છતાં અજાણ કેમ છે?
જુઓ આવતા અંકે....