અભિમન્યુએ એકાએક જોરથી ગાડીને બ્રેક મારી અને આંશીનો હાથ તરત એનાં ગિઅર પર રહેલાં હાથ પર ગયો. અભિમન્યુએ આંશી તરફ નજર ત્યાં એની આંખોમાં અધિકના ભુતકાળને જાણવાની ઝંખના વધી રહી હોય એવું લાગી રહ્યું હતું. " હે ભગવાન! એકાએક શું થયું ? આગળ રસ્તા પર જુઓ મારી તરફ શું જુઓ છો ? " અભિમન્યુના હાથ પર રહેલો પોતાનો હાથ આંશીએ એકાએક દુર કર્યો અને અભિમન્યુને કહ્યું. અભિમન્યુને કપાળમાં પરસેવો વળવા લાગ્યો. ગાડીને ફરીથી ચાલું કરી અને રોડની એક તરફ સાઈડમાં ઉભી રાખી. " અહિયાં ગાડી ઉભી રાખવાનું કોઈ ખાસ કારણ ? " અભિમન્યુએ એકાએક ગાડીને સાઈડમાં રાખતાં જોઈ આંશીએ આશ્ચર્યથી સવાલ કર્યો.
" હેલ્લો! હજું સુધી કામ થયું કે નહીં ? મારે આજે સાંજ સુધીમાં એ માહિતી જોઈએ. તારાં બધાં છોકરાને કામ પર લગાડી દે. " અભિમન્યુએ ગાડી સાઈડમાં પાર્ક કરી અને ફોન પર કોઈ વ્યક્તિને થોડાં ગંભીર આવજે સુચના આપતાં કહ્યું. આંશી અભિમન્યુના વ્યવહારને આશ્ચર્યથી નિહાળી રહીં હતી.
આંશી આગળ કાંઈપણ બોલે એ પહેલાં એનો ફોન રણક્યો. " હેલ્લો! હા મમ્મી બસ આશ્રમથી બહાર નીકળી ગયાં છે. " આંશીએ અભિમન્યુ તરફ ત્રાંસી નજર કરી અને ફોન પર તેની મમ્મી સુમિત્રાને જવાબ આપ્યો. અભિમન્યુએ ગાડીને ઝડપભેર ચલાવી અને આંશીના ઘરની બહાર આવીને ઉભો રહ્યો. " સમય આવશે તમને બધી માહિતી આપવામાં આવશે. " ગાડીમાંથી બહાર ઉતરી રહેલી આંશી તરફ નજર કરીને એનાં સવાલનો જવાબ આપ્યો. આંશી જાણે જોર જોરથી રાડો નાખીને અભિમન્યુને પાસેથી બધી હકીકત જાણવા માંગતી હતી. એક મનમાં રહેલાં દુઃખનાં કારણે એણે કોઈ જવાબ ન આપવો યોગ્ય લાગ્યો. એ પોતાના ઘરમાં ચાલી ગઈ.
અનાથ આશ્રમથી ઘરે પરત ફરેલી આંશીના આંસુને રોકવા મુશ્કેલ હતાં. " તને જન્મદિવસનુ ગીફ્ટ મળી ગયું. તારો જન્મદિવસ તારી ઈચ્છા મુજબ ઉજવણી કરવામાં આવ્યો. " આંશી અધિકના ફોટા પાસે ઉભીને વાતો કરી રહીં હતી.
" આંશીને બરાબર ઘરે છોડી દીધી ? " અભિમન્યુએ જેવો ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં ખુરશી પર બેઠેલાં જયકારે અભિમન્યુને સવાલ કર્યો છે. અભિમન્યુએ જાણે અવાજ ન સાંભળ્યો હોય એવું વર્તન કર્યું. જયકાર અને રોમા અભિમન્યુ તરફ નજર કરી, ત્યાં અએ કોઈ ઉંડા વિચારમાં ગરકાવ હતો. " સર કાંઈક પુછી રહ્યા છે. આંશીને ઘરે બરાબર પહોંચાડી ? એ બરાબર છે ? " રોમાએ અભિમન્યુના ખંભા પર હાથ રાખીને પુછ્યું. " હા સર ! " અભિમન્યુએ ટુંકમાં જવાબ આપ્યો. " હજુ સુધી કામ થયું કે નહીં ? એક કામ આપ્યું છે પણ નથી થતું. જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી તારૂં મોઢું મને નહીં બતાવતો. " અભિમન્યુએ ગુસ્સેથી ફોન પર વાત કરીને ટેબલ પર હાથ પછાડ્યો.
" શું થયું ? કેમ આટલો ગુસ્સો કરે છે ? " જયકારે અભિમન્યુને ગુસ્સે થતાં જોઈ સવાલ કર્યો. " અધિકનુ ખુન કરવા માટે આવેલાં વ્યક્તિની ગાડીની માહિતી એકઠી કરવા માટે સ્પેશિયલ સોર્સને કામ પર લગાડ્યાં છે. " અભિમન્યુએ જયકારના સવાલનો જવાબ આપતાં કહ્યું. " આ સમય ઉતાવળમાં નિર્ણય લેવાનો નથી, સમય અને પરિસ્થિતિ બંનેે બદલાઈ ગયાં છે. આપણે એક ભુલના કારણે અધિકને ખોઈ બેઠાં છે. હું નથી ઈચ્છતો કે, મારી ટીમના કોઈપણ સભ્યને નુકસાન પહોંચે. " તારો મગજ ગરમ છે, ઉતાવળમાં કોઇ પગલું ભરવું એ જીવ જોખમમાં મુક્યાં સમાન છે. " જયકારે અભિમન્યુના ખંભે હાથ રાખીને એને સમજાવતાં કહ્યું.
" હું શું કરું ? મારો મગજ કામ નથી કરતો. આંશી પણ દરરોજ એજ સવાલ પુછે છે. હું મારા દિલ પર હવે વધારે બોજ નહીં ઉંચકી શકું. જીવનમાં જાણે એકાએક એવો પલટો આવ્યો કે, જીંદગી જીવવાની ઈચ્છા મરી પરવારી. " અભિમન્યુએ ભીતરમાં રહેલી આગને જયકાર સામે રજું કરતાં કહ્યું. " ફક્ત તારી નહીં અહીંયા રહેલાં બધાની હાલત એજ છે. આપણે બધા મનોમન એજ વિચાર કરીએ છીએ કે, કદાચ મને જાણ હોત કે હું ત્યાં હોત તો આ શક્ય ન બન્યું હોત. એ વિચાર કરો કે, આપણે ત્યાં નહોતાં એ પણ ઈશ્વરની કોઈ મરજી હશે. એ સમય આપણા હાથમાં નહોતો એનું કારણ છે કે, એ સમય આપણાં હક્કનો ન્હોતો. આ સમય આપણાં દેશ માટે કાંઈક કરી બતાવવાનો અને અધિકના અધુરાં રહેલાં કામને જલ્દીથી પુરો કરવાનો છે. તું હિમ્મત હારી બેસીશ તો આ બધું કોણ સંભાળશે ? અધિકના મૃત્યુને ન્યાય કોણ અપાવશે ? " અભિમન્યુના ખંભે હાથ રાખીને એને હચમચાવીને જયકારે સવાલ કર્યો.
" રાત્રે ઉંધ નથી આવતી, મને દિવસ રાત અધિકની વાતો અની સ્મૃતિઓ એની સાથે કરેલી મોજ મસ્તી બધું યાદ આવે છે. ક્યારેક હું એકલો પડી ગયો છું, એવું લાગે છે. " ઉદાસ બનીને ખુરશી પર બેસીને અભિમન્યુએ જયકારને પોતાની વ્યથા જણાવતાં કહ્યું. " અધિકના મૃત્યુને આપણે આંસુ વડે વેડફીને સમર્પિત કરવાનો નથી. આ સમય એનાં મુળ સુધી પહોંચવાનો છે કે, અધિકને શું કામ માર્યો ? તમે અધિક સરની સૌથી વધારે નજીક હતાં એ, વાતથી હું પણ અજાણ નથી. તમારે એ લોકોને શોધી કાઢવાનાં છે. ત્યારે જ અધિક સરની આત્માને શાંતિ મળશે. આંશીની આંખોમાં આંખો પરોવીને એનાં દરેક સવાલનો જવાબ આપી શકીએ. " રોમાએ અભિમન્યુને સમજાવતાં કહ્યું.
અભિમન્યુ આગળ કાંઈ પણ બોલે એ પહેલાં એનો ફોન રણક્યો. " હેલ્લો! હા બસ હમણાં જ આવું છું. " અભિમન્યુએ કાને રહેલો ફોન ખિસ્સામાં રાખી અને ગાડીની ચાવી ઉઠાવી બહાર ઝડપભેર નીકળવાની તૈયારી કરી. " અભિ! તું કાંઈ પણ કરીશ એ પહેલાં મને દરેક વાતનો રિપોર્ટ આપીશ. અધિકે મારાથી ઘણી વાત છુપાવી હતી, આથી હું નથી ઈચ્છતો કે તારા જીવનમાં કોઈ એવી મુશ્કેલી આવે. " અભિમન્યુને ઝડપભેર બહાર નીકળતાં અટકાવી જયકારે એને સુચના આપતાં કહ્યું.
અભિમન્યુની આંખમાં રહેલો ગુસ્સો અને આક્રોશને જયકાર સારી રીતે પારખી ગયો. અભિમન્યુ કોઈ ભુલ ન કરી બેસે એ આશયથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અભિમન્યુએ જવાબમાં ફક્ત હા પાડી અને ત્યાંથી ઝડપભેર ગાડી ચલાવી અને નીકળી પડ્યો. એ કઈ દિશામાં ગાડી હંકારી રહ્યો હતો એ, વાતની જાણ ક્દાચ એનાં મનમાં ચાલી રહેલાં સવાલોનાં યુદ્ધમાં ફસાઈ ગયું હતું. હાઈવે પરના સુમસામ રસ્તા પર જતી ગાડીને એકાએક બ્રેક મારી અને ઉભી રાખી. ગાડી માંથી નીચે ઉતરીને ખિસ્સામાં રહેલી સિગારેટને સળગાવી અને એક પછી એક કસમા એ કોઈ એવી કળીને શોધી રહ્યો હતો જે, એનાં ધ્યાન બહાર હતી. " અભિમન્યુ! કાંઈક તો વિચાર કર. તારા મગજના ધોડા દોડાવ અને યાદ કરવાનો પ્રયત્ન કર. " એક પછી એક સિગારેટના કસ સાથે અભિમન્યુ પોતાની અંદર જાગૃત રહેલા અભિમન્યુને સવાલ પુછીને ઠંઠોળી રહ્યો હતો.
સિગારેટના છેલ્લા કસની સાથે અભિમન્યુની આંખોમાં ચમક આવી. એ ઝડપભેર ગાડીમા બેઠો અને ગાડી ચાલું કરીને એને શહેરની તરફ હાંકી રહ્યો હતો. " શું ચાલચાલ છે જમીલ ભાઈ ? " ગાડી ચલાવતાં અભિમન્યુએ ફોન પર જમલી ભાઈને હાલચાલ પુછ્યાં. " સાહેબ દાઝેલાને શું કામ વધારે બાળો છો ? " જમીલ ભાઈને થોડાં ઉદાસ અવાજે અભિમન્યુને જવાબ આપ્યો. " આજે કેમ આવો નબળો જવાબ આપો છો ? કામ બરાબર નથી ચાલતું ? " જમીલ ભાઈનાં અવાજમાં રહેલી ગંભીરતાને ધ્યાનમાં રાખીને અભિમન્યુએ સવાલ કર્યો. " સાહેબ આ સતા અને ખુરશી બદલાયાં કરે છે. અત્યારે સમય બહું ખરાબ છે.ધોડાની લગામ ખેંચવી બહું મુશ્કેલ છે. " જમીલ ભાઈએ હાથમાં રહેલી સિગારેટને ફેંકીને આમતેમ નજર કરી અને અભિમન્યુને જવાબ આપ્યો. થોડીવાર થતાં અભિમન્યુ જમીલ ભાઈએ જણાવેલી જગ્યા પર પહોંચી ગયો. એણે જેવો જમીલ ભાઈને ફોન લગાડ્યો ત્યાં સામે જમીલ ભાઈ ઉભાં હતાં. એ ચોલની નાનકડી શેરીમાં અભિમન્યુએ જેવી નજર ત્યાં એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.
જમીલ ભાઈ કોણ છે ? અભિમન્યુએ ત્યાં શું જોયું હશે ? જોઈએ આગળનાં ભાગમાં.
એની દેશ માટેની ભક્તિને એ સજાવી ગયો,
આજે એ દરેકનાં હૈયે ઉડી છાપ છોડી ગયો.
ક્રમશ....