Kalmsh - 20 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | કલ્મષ - 20

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

કલ્મષ - 20

મધરાત વીતવા આવી હતી છતાં વિવાનની વાત અધૂરી હતી. ઇરા અને વિવાન ,બંનેની આંખોમાં સરખી આતુરતા અંજાયેલી હતી.
એકને અજંપામય અતીતને વહાવી દેવો હતો તો બીજાને એ ક્ષણની એક એક બીના જાણી લેવી હતી.
સ્વિંગ ચેરમાં ઝૂલી રહેલી ઇરાએ શરારતી સ્મિત સાથે પૂછ્યું : એક કોફી બ્રેક થઇ જાય ?
'ઓહ શ્યોર' કહેતાં વિવાન ઉઠ્યો અને કોફી બનાવવા માટે કિચન તરફ ગયો. ઇરાએ ઉભા થઇ હળવી આળસ મરડી. એવું લાગતું હતું કે આ બધી જાણે ગઈકાલની જ વાત હતી.

થોડીવારમાં જ વિવાન ટ્રેમાં કોફીના બે મગ સાથે આવતો દેખાયો. ઇરા જોઈ રહી હતી. એક સામાન્ય યુવક હતો ત્યારે અને જયારે એક સેલિબ્રિટી બની ગયો છે ત્યારે, વિવાનમાં શું ફર્ક પડ્યો હતો?
પહેલા કરતાં થોડું વજન વધી ગયું હતું. પહેલા વાળ વિખરાયેલાં રહેતા હતા જે હવે એકદમ વ્યવસ્થિત રાખતાં થયો હતો. અલબત્ત, ડ્રેસિંગમાં ધરમૂળથી પરિવર્તન હતું પણ ન બદલાયું હતું જીન્સ. હવે બ્રાન્ડેડ કપડાં , વૉચ , પરફ્યુમનો ઉપયોગ કરતો થયો હતો પણ માનસિકતા તો એ જ હતી , નિર્મળ , પારદર્શક.

વિવાને ધરેલા મગને હાથમાં લઇ ઇરાએ બાજુ પર પડેલી ટીપોય પર મૂકી દીધો : બહુ ગરમ છે, તારી વાત જેટલી જ.
ઇરાએ ધાર્યું હતું કે વિવાન એ વાત પર હસી નાખશે પણ એમ ન બન્યું.
વિવાન હજી ભૂતકાળ જ વાગોળી રહ્યો હતો.
ઇરાએ ફરી સ્વિંગ ચેરમાં જમાવ્યું . : પછી ?

વિવાને કોફીનો એક ઘૂંટ ભર્યો.
'અનંગને હતું કે એ મારી પાસે કંઈપણ કરાવી શકશે. જેવી મેં જવાની વાત કરી એટલે એણે પૈસા વધારી દેવાની ઓફર કરી. મને તો ખ્યાલ પણ નહોતો કે મુંબઈ જઈશ તો ગોસ્વામી મને શું ઓફર કરશે , ક્યાં રહીશ ? પણ સ્વામીજીને મળ્યા પછી અને ભગીરથજીની આંખમાં એક સપનું જોયું હતું. ધારતે તો હું મનમાની રકમ વસૂલી અનંગ સાથે જ રહેતે પણ સાચું કહું તો જે કામ કરવામાં પોતાને શરમ અનુભવવી પડતી હોય એ કામ કરવામાં કોઈ ભાવિ જ નથી એટલું તો હું સમજતો હતો.'

અનંગે મનાવવામાં કોઈ કચાશ નહોતી રાખી. એકવાર દિનકરજીને મળવાની પણ વાત કરી પણ એ વાતનો કોઈ અંત નહોતો. દિનકરજીને મળીને શું કામ કરી રહ્યો હતો એ તો કહી શકાય એમ નહોતું તો આ ઘૂટન શા માટે વેઠવી ?

એકવાર રાજીનામુ આપી દીધું પછી મનમાં હળવાશ તો પ્રસરી ગઈ.પણ સાથે ડર પણ લાગવા લાગ્યો હતો.
સાંભળ્યું હતું કે મુંબઈ એવી નગરી છે કે દોરીલોટો લઈને આવનારને તારી દે છે અને મબલખ લઈને આવનારને ડૂબાડી દે છે. મુંબઈના દેવી મુંબાદેવી કોઈને ભૂખ્યા પેટ સુવાડતાં નથી એમ પણ જાણ્યું હતું ને એ પણ જોયું હતું કે આ જ મુંબઈ રહેવા ઓટલો પણ નથી આપતી.

ભાડાનું ઘર ખાલી કરવાનો સમય આવી ચૂક્યો હતો. સાચું કહું તો એ ઘરને વાઈન્ડ અપ કરતાં તું જ યાદ આવી. વિવાન બોલતાં બોલતાં થોડો ભાવભીનો થઇ ગયો.

'તને યાદ છે તારી ચુન્નીથી તે કુશન્સ કવર કરેલા ? પેલા લો લેવલ ટેબલ્સ !! એ બધું છોડીને જ જવાનું હતું. મકાનમાલિક ભલા હતા. મેં ચુકવેલી ડિપોઝીટ વિના કોઈ ઝંઝટ પરત કરી દીધી હતી. હવે એક જ મંઝિલ હતી મુંબઈ. નહિવત સામાન સાથે મુંબઈના વીટી સ્ટેશન પર પગલું મૂક્યું ત્યારે અસલામતીની ભાવના ડરાવી તો ગઈ જ હતી. ધારો કે ભગીરથજીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હોય તો ? મેં કોઈ મોટો જુગાર તો નથી ખેલી નાખ્યો ? એક બેગ અને એક બેગ પેક , બસ આટલો જ સામાન હતો. વીટી સ્ટેશનથી સીધી ટેક્સી લીધી પ્રિન્સેસ સ્ટ્રીટની. જ્યાં ભગીરથજીની ઓફિસ હતી : વાણી પ્રકાશન.
મુંબઇનો સાંજનો ટ્રાફિક જેવો તેવો નહોતો.

એ વટાવીને જયારે ભગીરથજીની ઓફિસ પહોંચ્યો ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા.
ટેક્સીમાંથી ઉતરતાં જ વાણી પ્રકાશનનું મોટું બોર્ડ દેખાયું. બહારથી જ કાચના શોકેસમાં મુકાયેલા પુસ્તકો દેખાઈ રહ્યા હતા. ઉતાવળે પગલે ઓફિસ સુધી આવી લાગ્યો.

'અભી નહીં , ઓફિસ બંધ હોને કા ટાઈમ હો ગયા. ' પ્યુન જેવા દેખાતા માણસે શોરૂમની લાઇટ્સ બંધ કરવા માંડી.

'મૈં પૂના સે ભગીરથજી કો મિલને આયા હું , ઉન્હો ને બુલાયા હૈ ' વિવાનના અવાજમાં અધીરાઈ તરી આવી. '
માણસ વિના કોઈ કારણ માથાઝીંક કરવા મંડ્યો.

'કોણ છે ધનરાજ ? ' અંદરથી એક અવાજ આવ્યો, જે ભગીરથજીનો ચોક્કસ નહોતો.

'કોઈ લેખક લાગે છે કહે છે શેઠે મળવા બોલાવ્યો છે. ' નોકરે અંદર જઈને કહેવા માંડ્યું એ સાથે જ વિવાન અંદર ધસી ગયો.

' હું વિવાન શ્રીવાસ્તવ. મને ભગીરથજીએ મળવા બોલાવ્યો હતો. પૂનાથી આવું છું ટ્રેન લેટ થઇ એટલે આવતાં મોડું થઇ ગયું. '

'ઓહ એમ વાત છે ? હા, બાબુજીએ મને વાત તો કરી હતી પણ તમે આટલાં જલ્દી આવી જશો એ ખ્યાલ નહોતો. બાય ધ વે હું એમનો દીકરો , રાજેન ગોસ્વામી. ભગીરથજી જેવો જ સંસ્કારી એમનો દીકરો લાગ્યો.

એની વાત પણ સાચી હતી , ઓફિસ બંધ થવાનો સમય થઇ ગયો હતો એટલે બીજે દિવસે મળવાનું નક્કી કર્યું . પણ, ત્યારે જોવા મળી રાજેનની સજ્જનતા.
એને ખ્યાલ આવી ગયો હતો કે વિવાન જરૂરિયાતમંદ છે. એટલે માણસને સાથે મોકલ્યો. કાલબાદેવીની આદર્શ હોટેલમાં કમરો પણ એણે જ બુક કરાવી આપ્યો હતો.

રાજેનના આ વર્તાવથી એક વાત તો સિદ્ધ થઇ ગઈ હતી કે પોતે કોઈ નિર્ણય ખોટો તો નહોતો લીધો.

બીજા દિવસે સવારમાં દસ વાગ્યામાં તો વિવાન વાણી પબ્લિકેશનની ઓફિસે પહોંચી ચુક્યો હતો.

એ સમયે પણ ભગીરથજી હાજર નહોતા. હાજર હતો રાજેન.
'બાબુજી , થોડા મોડા આવે છે. પણ આપણે કામની શરૂઆત કરી દઈએ તો ? '
રાજેનના બોલવા પરથી લાગતું હતું કે બાપદીકરા વચ્ચે સારું ટ્યુનિંગ રહેતું હોવું જોઈએ.
વિવાને પોતાની ચિત્રકથાઓના અંક બતાવ્યા , જે જોઈને રાજેને ખાસ ઉત્સાહ બતાવ્યો નહીં. વિવાનના દિલની આશા પર ઠંડુ પાણી ફરી વળતું દેખાયું. આ નમ્ર લાગતો માણસ ક્યાંક એક દિવસની મહેમાનગતિ કરીને લીલા તોરણે તો રવાના ન કરી દે ને ?

કલાક વીત્યો ને ત્યાં તો ભગીરથજીની પધરામણી થઇ.
'અરે વાહ વિવાન , તમે તો કહ્યું એમ આવી ગયા ખરા !! ' ભગીરથજીના હૂંફાળા અભિવાદનમાં વિવાનના દિલમાં રહેલો રહ્યોસહ્યો રંજ ઉડી ગયો.


ભગીરથજી કેબિનમાં રાખેલી બીજી બોસની ચેર પર બેઠા : મારો દીકરો છે રાજેન , હમણાં જ વિદેશમાં માસ્ટર્સ કરીને આવ્યો છે. હવે એને બિઝનેસ એની રીતે કરવો છે.

આ સાંભળીને વિવાનના ચહેરાનો રંગ ઉડી ગયો. ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન તો નહીં થાય ?

'હા , તો રાજેન તેં ચર્ચા કરી લીધી ?'

'નહીં બાબુજી , હું તેમનું વર્ક જોતો હતો. તમારા આવવાની જ રાહ જોતા હતા. તમે આવો એટલે વાત કરીએ.'

ધનરાજ આવીને ત્રણ કપ ચાના મૂકી ગયો. ચા પર શરુ થઇ ચર્ચા જેની દોર મુખ્યત્વે રાજેનના હાથમાં હતી.

'વિવાનજી , મારી શું ઈચ્છા છે તે હું કહી દઉં , તમે તમારો ફીડબેક આપવા મુક્ત છો. ફાઇનલ નિર્ણય બાબુજી લેશે . ઠીક છે ?'
વિવાને માથું ધુણાવી હા પાડી.

'જુઓ , આજકાલ પશ્ચિમી દુનિયાની નજર ભારતની સંસ્કૃતિ પર છે. વીગન બનનારા એક સમયના માંસાહારી લોકોમાં યોગ , ધ્યાન, હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિ વિષે જાણવાની ભૂખ એક સરેરાશ ભારતીય કરતાંય વધુ છે. એમને જાણવું છે હિન્દૂ ધર્મ વિશે , સનાતન ધર્મ વિષે , એ શા માટે સનાતન છે? મને તમે લખેલી આ ચિત્રકથાઓ જોઈને જ આ વિચાર આવ્યો હતો. તમે જે કામ બાળકો માટે કર્યું તે કામ આપણે વિશ્વના નાગરિકો માટે કરવાનું છે. '

રાજેન અવિરત બોલતો રહ્યો , વિવાન સાંભળતો રહ્યો.કેટલું અંતર હતું રાજેન અને અનંગમાં , બંને યુવાન , બંને પબ્લિશર , બંને વિદેશી શિક્ષણ લેનાર અને છતાં કેટલાં ઉત્તર દક્ષિણ હતા?

ભગીરથજી તો બંને વચ્ચે ટ્યુનીંગ જોવા જ જાણે બેઠા હતા.
પહેલે જ દિવસે રાજેનને વિવાન પસંદ આવી ગયો અને વિવાનને રાજેન.

અઠવાડિયું હોટેલમાં કાઢ્યા પછી રાજેને જ વિવાન માટે ઘર શોધવાની શરૂઆત કરી દીધી। મુંબઈમાં એક ઘર મેળવવું કેટલું મુશ્કેલ છે એ વિવાનને ખબર નહોતી.
દસ દિવસની પ્રખર શોધ પછી પશ્ચિમના એક પરામાં એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ ભાડે મળી ગયું હતું
બે ત્રણ દિવસ ઘરની ગોઠવણીમાં કાઢ્યા પછી વિવાને કામની શરૂઆત કરી.

ભગીરથજી મત હતો કે વિવાન કોઈ નવલકથા લખે જેમાં પૌરાણિક બેકગ્રાઉન્ડની હોય પણ રાજેન એ વાત સાથે સહમત ન થયો. એને કશુંક એવું આપવું હતું જે ચીલાચાલુ નવલકથઓથી હટકે હોય. વિવાન પિતા પુત્રની ચર્ચા સાંભળતો રહેતો અને એક તારણ પર આવ્યો : શા માટે પૌરાણિક બેકગ્રાઉન્ડ સાથે સાથે સમકાલીન વાત ગૂંથાયેલી હોય?

એ વાત પિતા પુત્રને બંનેને જચી ગઈ હતી.
છતાં રાજેનનો મત જુદો હતો.
'વિવાન, પહેલી નવલકથા પૌરાણિક ભલે હોય પણ એનું મુખ્ય પાત્ર રામ, કૃષ્ણ, રાવણ કે અન્ય કોઈ ભારતીય કેરેક્ટરને બદલે જીસસ ક્રાઈસ્ટ હોય તો કેવું ?'
આ સાંભળીને માત્ર ભગીરથજીને જ નહીં પણ વિવાનને પણ અચરજ લાગ્યું હતું.
'એનાથી બે કામ થશે, એક તો પહેલી જ નવલકથાને ઇન્ટરનેશનલ રીડરશિપ મળશે . એક વાત છે આપણે સહુ પહેલી નવલકથા સ્યૂડોનેમથી મુકીશું. કોઈકે અંગ્રેજી નામ કે પછી સ્પેનિશ ?'

'એનો શો અર્થ ?' વિવાન થોડો નાસીપાસ થઇ રહ્યો હતો.
'ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વિવાન, ભારતીય વિવેચકોને આજે પણ અંગ્રેજી નામ આકર્ષે છે. પહેલી નવલકથા કોઈ અંગ્રેજ લેખકની છે એ જાણીને એ લોકો સમરકંદ બુખારા ઓવારી જશે ,ને જો ભારતીય નામ હશે તો છોતરાં કાઢી નાખવામાં ઘડી નહિ લગાડે.આ એક દસ્તૂર દાયકાઓથી ચાલી આવ્યો છે.

રાજેનનો આ આઈડિયા ગમ્યો હતો એમ તો ન જ કહી શકાય પણ એની પાછળની થિયરી પણ ખોટી ન લાગી.

વિવાન મચી પડ્યો હતો. પૌરાણિક નવલકથા માટે સંદર્ભ એકઠા કરવા સહેલી વાત નહોતી. રાજેને એક લેપટોપ અને પ્રિન્ટરની પણ વ્યવસ્થા કરી આપી હતી.
વિવાનનો કાચો ડ્રાફ્ટ તૈયાર હતો. એણે વણી હતી જીસસની કહાની, તેમના મૃત્યુની શરૂઆતથી વાર્તાનો ઉઘાડ થતો હતો. ઇતિહાસ કહે છે કે ઈશુ જેરુસલેમ પાસે આવેલી ગોલગોથા નામની જગ્યાએ વધસ્તંભ પર ચડી મૃત્યુ પામ્યા હતા. પણ, આજે એક થિયરી એવી પણ પ્રવર્તે છે કે ઈશુએ પોતાના છેલ્લાં દિવસો કાશ્મીરમાં વિતાવ્યા હતા. અને તેમનું મરણ કાશ્મીરમાં થયું હતું.

વિવાન પાસે સંદર્ભસૂત્રોનો ભંડાર હતો. પણ, જરૂરી હતી એક મુલાકાત કાશ્મીરની. જે જગ્યાએ આજે એક મકબરો છે ત્યાં જવું જરૂરી લાગ્યું.
વિવાનને હતું કે ગોસ્વામીઓ કહેશે કે ટેબલ રિસર્ચથી કામ પતાવી લો પણ થયું ઊંધું.
'વિવાન... લેટ્સ ગો ટુ કાશ્મીર' રાજેને તો વાત થયાના બે કલાકમાં એર ટિકિટ અને હોટેલ પણ બુક કરાવી લીધી.
કાશ્મીરના અઠવાડિયાના પ્રવાસ દરમિયાનના સહવાસ દરમિયાન વિવાન અને રાજેન લેખક પબ્લિશર મટી મિત્રો બની ચુક્યા હતા.

જિંદગીમાં સહુ પ્રથમ મિત્ર કહી શકાય એવી હતી ઇરા, અને પછી રાજેન .
જિંદગીએ ભલે બીજી બધી રીતે અન્યાય કર્યો પણ મિત્રોના મામલે નિયતિ કૃપાળુ રહી હતી.

પાછા ફરતાં ફ્લાઈટમાં પણ નોવેલની જ વાત ચાલતી હતી. ; નામ શું રાખવું ?
પ્રોજેક્ટ વિવાનનો ન રહેતા હવે જાણે રાજેનનો પણ થઇ ગયો હતો.
જીસસ ઈન કાશ્મીર ? રાજેને સૂચવ્યું .

આ કોઈ નિબંધ થોડો છે ? વિવાન હસી પડ્યો હતો.

શ્રી નગરથી મુંબઈ આવતા સુધીમાં ન જાણે કેટલાય નામ સિલેક્ટ થઈને રિજેક્ટ થઇ ચૂક્યા હતા.
' ઠંડા દિમાગે વિચારીશું , પહેલા નોવેલ પૂરી તો થાય ' રાજેન જબ્બર આશાવાદી હતો.

ફ્લાઇટ લેન્ડ કરવાની તૈયારીમાં હતી. નીચે ભૂરાં પ્લાસ્ટિકથી મઢેલી મુંબઈની ઓળખસમી ઝુંપડપટ્ટી દેખાવાની શરૂઆત થઇ ચૂકી હતી.
'મને સમજ નથી પડતી કે મુંબઈમાં રહેવાની સ્થિતિ કોઈ ગમાણથી વિશેષ નથી તો પણ ન જાણે કયું આકર્ષણ લોકોને અહીં ખેંચી લાવતું હશે ?
રાજેન બોલ્યો હતો સ્વાભાવિકપણે, પણ વિવાન તેના ચહેરા સામે તાકી રહ્યો હતો.
શું કહ્યું રાજેન ? વિવાને પ્રશ્ન કર્યો.
'એ જ કે લોકો મુંબઈમાં ઢોર કરતા ભૂંડી હાલતમાં જીવે છે છતાંય રોજ લગભગ દસ હજારથી વધુ લોકો કામકાજની શોધમાં મુંબઈ આવી જાય છે ? કોણ જાણે આ કેવું પ્રલોભન છે આ ભૂમિનું ?

'મને નોવેલનું ટાઇટલ મળી ગયું ,રાજેન ..... ' વિવાનનો ચહેરો પુલકિત થઇ રહ્યો હતો.

રાજેનના ચહેરા પર આશ્ચર્ય અકબંધ હતું, પોતે એવું તો શું બોલ્યો કે વિવાનને એમાંથી નવલકથાનું ટાઇટલ મળી ગયું ?

જાણવું છે ? વિવાને સસ્મિત પૂછ્યું.

'ઓફકોર્સ વળી ...' રાજેને ઉત્તર આપ્યો .

'ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ' . આ હશે ટાઇટલ ....મારી પહેલી નવલકથાનું.


ક્રમશ:


--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000