Bus tu kahish ae karish - 12 in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૨)

Featured Books
Categories
Share

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૨)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૨)


(ભાગ-૧૨)

પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.રાખી અને અસિતા પ્રભાના ઘરે આવે છે પછી રેખા અને ઈશિતા ઘરમાંથી વિદાય લે છે.
હવે આગળ..

......દરવાજે બેલ વાગ્યો.
પ્રભા દરવાજો ખોલવા ગઈ.
દરવાજો ખોલતા જોયું તો આશ્ચર્ય થયું.
જોયું તો સામે એનો કોલેજનો મિત્ર અમીત ઉભો હતો.

પ્રભા:-"ઓહ્..... સરપ્રાઈઝ? હું માની શકતી જ નથી! તું તું અમીત જ છે ને!"
પ્રભાની ખુશી મુખ પર દેખાતી હતી.

પ્રભાવ:-" મહેમાનને ઘરમાં તો બોલાવ."

રાખી હસી.
બોલી:-" છે ને સરપ્રાઈઝ! આ અમીત જ છે.અસિતાના ફાધર અને મારા મિસ્ટર."

પ્રભા:-"ઓહ્..નો.. માનવામાં આવતું જ નથી! અમીત તું કેમ બોલતો નથી? હજુ પણ એવો ને એવો સ્માર્ટ દેખાય છે. ઉંમરની થોડી અસર દેખાય છે."
પ્રભાવ તરફ હાથ કરીને પ્રભા બોલી:-" આ મારા હસબંડ મિસ્ટર પ્રભાવ."

અમીત અને પ્રભાવે ખુશી સાથે હાથ મિલાવ્યા.

અમીતને બેસવા કહ્યું.

પ્રભા:-"રાખી, તું તો છુપી રૂસ્તમ નીકળી. મેં તને આવી નહોતી ધારી." પ્રભા હસતા હસતા બોલી.
"પણ રાખી તેં મને કદી જણાવ્યું નથી.આ બધું કેવીરીતે થયું હતું?"

અસિતા:-" ઓહ્..નો.. એટલે પાપા આંટી ને ઓળખે છે? ગ્રેટ..ત્રણ ફ્રેન્ડ મીલે મીલકર હંસે ઔર હમ અકેલે રહ ગયે. કાંઈ વાંધો નહીં પ્રભાવ અંકલ હું તમને કંપની આપીશ."

પ્રભાવ:-" મને તો કંઈ જ સમજણ પડતી નથી. હશે.. હશે જુના મિત્રો મળે એટલે હરખ થયા કરે. મિસ્ટર અમીત તમે શું લેશો? ચા કે ઠંડું?"

પ્રભા:-" શું તમે પણ. મહેમાન દેખતા આવું બોલાય! મારી ક્રેડિટ છે. મેં કદી તમારી પાસે કામ કરાવ્યું છે? હવે કહેતા નહીં કે પુષ્પા ઝૂકેગા નહીં!"

પ્રભાવ:-" ના..રે..ના..કદી નહીં.પણ મને લાગ્યું કે મિત્રો વાતો કરે તો હું થોડી સેવા કરું. સેવા આપવી એ મોટો ધર્મ છે. બસ પ્રભા બસ.. તું કહીશ એ કરીશ. ચૂપ રહેવાનું કહે છે ને!"
પ્રભાવ જોરથી હસી પડ્યો.

અસિતા:-" અંકલ તમે બહુ ફની છો. હું જ પાપા માટે પાણી લાવું છું.પાપા ચા પીવે છે. હું જ બનાવીશ. અંકલ મારા હાથની ચા પીશો ને! પાપાને કંપની મળશે."

પ્રભા:-" અસિતા બેટા, હું પાણી લાવું છું. તું તો ગેસ્ટ છું."

અસિતા:-" આંટી, મને થોડું કામ તો કરવા દો પ્લીઝ."

પ્રભા:-" સારું.. સારું..પણ ચા તો હું જ બનાવીશ. રાખી તું ચા પીશ."

રાખી:-" ઓકે..આમ તો હું કોફી પીવું છું પણ તમને કંપની આપીશ.અમીત તો ચા નો રસીયો છે."

અસિતા ઠંડું પાણી લેવા ગઈ.

પ્રભા:-"અરે સાંભળો છો મહેમાન આવ્યા છે. કંઈ બોલો તો ખરા.ને હા ભાવિકને ફોન કરો કે એ ક્યાં છે? ભાઈસાબ બહુ મોડું થયું.અસિતાનો સ્વભાવ મને ગમ્યો."

પ્રભાવ:-"અરે પણ તેં જ કહ્યું હતું કે કોઈ મહેમાન આવે તો તમારે બહુ બોલવું નહીં.ચૂપ રહેવું વગેરે વગેરે. તું બધી રીતે સાચવી લઈશ.પણ ભાઈ અમીત તમારે અને રાખીને મેળ કેવી રીતે પડ્યો? તમારી ચડતી કે પ્રગતિ રાખીના લીધે થઈ કે પછી તમારા માટે રાખી શુકનિયાળ નીવડી.અમારે તો જુઓ છો ને શું હાલત છે.એકબીજાની સામે જોતા જોતા દિવસ પસાર કરીએ છીએ."

એટલામાં અસિતા પાણી લઈ ને આવી.અમીતને ઠંડું પાણી આપ્યું.
અસિતા બોલી:-" બાકી અંકલ બહુ મજાકિયા છે.ગંભીર વાતને દિલમાં લેતા નથી.મને તો અંકલનો સ્વભાવ ગમ્યો.પણ પાપા તમે કદી તમારી કોલેજ લાઈફ તો કહી નથી."

રાખી:-"અરે એ વાત હવે કહેવાની ના હોય.હવે તો તારી લાઈફને ઠેકાણે પાડવાની છે.ભાવિક આવે એટલે તારે એને જે પુછવું હોય એ પુછજે.મારે ભાવિકને પુછવું નથી.મારા તરફથી હા છે."

અસિતા:-"એમ કંઈ તરત હા પડાય.સામે વાળાની વાત પણ સાંભળવી પડે.એકબીજા સાથે પરિચય થાય પછી જ નિર્ણય કરાય.તો જ પરિપક્વ નિર્ણય લેવાય."

પ્રભાવ:-" સાચી વાત છે.તારી વાત સાથે સહમત છું."

અસિતા:-"થેંક્યૂ અંકલ.એક વાત પુંછું.ભાવિક મને પસંદ કરશે?બહુ આશા સાથે આવી છું."

પ્રભાવ:-"જો બેટા, આજકાલના યુવાનો માટે કંઈ કહેવાય નહીં. ક્યાં કોઈ ગોલમાલ કરીને આવે તો પણ ઘરમાં કોઈ ને ખબર પડે નહીં. તારી મમ્મીને પુછી જો.સાથે તારી પ્રભા આંટીને પણ પુછ."

પ્રભા:-" તમે બહુ બોલબોલ કરો છો. ગેસ્ટને ખોટું લાગશે."

રાખી:-"ના..ના.. મને ખોટું લાગતું નથી."

પ્રભા:-" પણ આ અમીત બોલતો કેમ નથી? તમારી લવ સ્ટોરીએ કેવીરીતે વળાંક લીધો? ને મહેશ સાથે મુલાકાત થઈ કે નહીં? વિગતવાર વાત કર ત્યાં સુધીમાં ભાવિક આવી જશે."

અસિતા :-"તમે વાતો કરો ત્યાં સુધી હું ચા બનાવીને લાવું."

પ્રભા:-"ના..ના.. હું બનાવીશ.તને નહીં ફાવે."

અસિતા:-"તમે વાતો કરો. હું ચા બનાવીને લાવું છું."

પ્રભા:-" સારું ત્યારે."

પ્રભાવ:-"અમીત, તું પણ મારી જેમ જ ચૂપ રહે છે. કંઈ બોલો તો ખરા."

પ્રભા:-" રાખી,તારી અને અમીતની જોડી કેવીરીતે જામી? આઈમીન મહેશે તારી સાથે લગ્ન કરવાનો વાયદો કરીને ફરી ગયો.કોઈ બીજી સાથે લગ્ન કરી લીધા.બધા પુરુષો આવા જ હોય છે."

પ્રભાવ:-" ના.. હોં.. મેં તો તારી સાથે લગ્ન કરી લીધા છે.હશે કોઈ પુરુષ એવા હોય તો કોઈ યુવતી એવી હોઈ શકે."

રાખી:-" અમીત તો બહુ સારો છે.એ એવો નથી. પરિસ્થિતિ પ્રમાણે એણે સાચવી લીધું. મહેશની પણ મજબૂરી હતી.પણ હજુ ભાવિક કેમ આવ્યો નથી? લાગે છે કે આજે અમારે અહીં જ રોકાઈ જવું પડશે."

પ્રભાવ:-" ચોક્કસ.. ચોક્કસ..આજે રોકાઈ જાવ ‌આપણે બધા વાતો કરીશું."
રાખી:-" પ્રભા, તું નસીબદાર છે.આવો સરસ પતિ મળ્યો છે.તો તારો ભાવિક પણ તમારા બે પર જ ગયો હશે!"

પ્રભા:-"હા , ભાવિક શરમાળ છે. છોકરીઓ સાથે વાત કરતા પણ ગભરાતો હોય છે.હા પણ અમીત, હવે તમારા બંને વિશે કહે."

એટલામાં પ્રભાવના ફોન પર રીંગ આવી.

પ્રભા:-"જલ્દી જુઓ,કદાચ ભાવિક હશે."

પ્રભાવે જોયું તો પન્નુ પેજરનો ફોન હતો.
પ્રભાવ:-" પન્નુ પેજરનો ફોન છે. તું કહે તો ઉપાડુ!"

પ્રભા:-"ના..ના.. પછી વાત કરજો.મહેમાન છે એ ખબર છે ને!"

અમીત:-" જો પ્રભા, આપણે કોલેજ વખતના મિત્રો છીએ.પણ કોલેજ પછી તારું લગ્ન થઈ ગયું. મહેશે પણ લગ્ન કરું લીધું. એ પછી રાખીને આઘાત લાગ્યો હતો.એ ગુમસુમ રહેતી હતી.અમે કોક દિવસ મળતા હતા.એના દુઃખમાં ભાગીદાર થવા માટે.રાખીના કહ્યા મુજબ મેં મહેશની તપાસ કરાવી ‌.એના માતા પિતાના દબાણના કારણે એણે ગામડાની કોઈ કન્યા સાથે લગ્ન કરી લીધું.એના કાકાના કહેવાથી આ બધું થયું હતું. હું એને એક જ વખત મળ્યો હતો.એણે માફી પણ માંગી.અને કહ્યું કે રાખીને સોરી કહેજે.એને મુંબઈમાં જોબ મળી ગઈ છે એટલે થોડા દિવસોમાં એની પત્ની સાથે જશે. મેં એની પત્ની સાથેનો ફોટો જોવા માંગ્યો તો પહેલા તો એણે ના પાડી.પછી બહુ આગ્રહ કરતા એણે એમના લગ્નનો એક ફોટો બતાવ્યો.મહેશ તો તને ખબર છે કે એ હીરો જેવો દેખાય છે પણ એની પત્ની એની આગળ બહુ જાડી દેખાતી હતી. હું એને શું કહું! બેસ્ટ ઓફ લક કહીને છુટા પડ્યા.પછી સંપર્ક થયો નહીં.અચાનક થોડા દિવસો પહેલા એનો સંપર્ક થયો તો એણે કહ્યું કે એ એના સાંસારિક જીવનમાં ખુશ છે.અત્યારે એ ચેન્નાઈ છે.થોડા વખતમાં મને મળવા આવવાનો છે. મહેશ વિશે આટલી માહિતી છે."

પ્રભાવ:-"વાહ ભાઈ વાહ.પ્રેમ કહાની હો તો ઐસી.બાગબાનના અમીતાભ અને હેમા જેવી જોડી લાગે છે.
प्रेम कहानी में
एक लड़का होता है
एक लड़की होती है
कभी दोनो हँसते हैं, कभी दोनो रोते हैं
કાશ મારું નસીબ પણ આટલું સારું હોત તો!"

રાખી:-"પ્રભાવજી,આપની પ્રસંશા માટે ધન્યવાદ.પણ મારી સખી પ્રભા પણ સારી જ છે ને તમે નસીબદાર થયા એટલે તો મારું નસીબ બદલાઈ ગયું હતું."

પ્રભા:-"તમને કીધું છે કે વધુ પડતું બોલવું નહીં.આ મારા લીધે તો તમારી ઉન્નતિ થઈ હતી.આ દેવ જેવો ભાવિક છે ને તમને બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ છે."

પ્રભાવ:-" સોરી સોરી.. હું તો મજાક કરતો હતો.બસ તું કહીશ એ કરીશ."

એટલામાં અસિતા ચા બનાવીને લાવી.
બધાએ ચા સાથે નાસ્તો કર્યો.
પ્રભા:-"પણ અમીત તારી રાખીની મિત્રતા આટલી બધી વધી ગઈ એ મને કહ્યું પણ નહીં."

અમીત:-" એ વખતે કહેવા જેવું નહોતું. તારું લગ્ન થયું હતું એટલે તને કોઈ વાત કહેવા યોગ્ય લાગ્યું નહીં.રાખી દુઃખી થતી જતી હતી.અમારી મુલાકાતો વધી. ધીરે ધીરે એક બીજા પ્રત્યે કોમળ લાગણીઓ જન્મી.પછી એક દિવસ રાખીએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જે મેં સ્વીકારી લીધો. હું અને રાખી જોબ કરતા હતા.એક દિવસ મારા કઝીને મને US આવવા જણાવ્યું. પછી સમય જતા રાખીને પણ બોલાવી લીધી હતી.પછી અસિતાનો જન્મ થયો હતો.બસ આજ અમારી પ્રેમ કહાની છે."

રાખી:-"આજે તો તમે બહુ બોલ બોલ કર્યું.આ પ્રભા પાસે તમે ખીલી ગયા. હું મજાક કરું છું."

એટલામાં પ્રભાવના ફોન પર પન્નુ પેજરનો ફોન આવ્યો.જે મિસ કોલ થયો.
પન્નુ પેજરનો મેસેજ આવ્યો કે હું તારા ઘરે આવી શકું?

પ્રભાવે કોઈ જવાબ આપ્યો નહીં.
પ્રભાવે ફરીથી ભાવિકને ફોન કર્યો.પણ ફોન ઉપાડ્યો નહીં.
પણ મેસેજ આવ્યો કે બસ ઘર પાસે આવી જ ગયો છું.

પ્રભાવ:-" ભાવિક આવી ગયો છે. હમણાં જ આવશે."
બસ એજ વખતે ઘરના દરવાજેથી ડોર બેલ વાગી.

પ્રભાવ ઉભો થયો અને દરવાજો ખોલ્યો.
જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
કોઈ સુંદર મોર્ડન આધેડ મહિલા હતી.જેણે જીન્સ પેન્ટ અને ટોપ પહેરેલું હતું.
પ્રભાવ એ મહિલાને જોતો રહ્યો.
પ્રભાવને એક ગીત યાદ આવી ગયું...
तेरी झलक अशरफी श्रीवल्ली
नैना मदक बर्फी
तेरी झलक अशरफी श्रीवल्ली
बातें करें दो हर्फ़ी
(ભાગ- ૧૩ માં આવેલી સુંદર આધેડ મહિલા કોણ હશે? પ્રભાવ કે કોઈ ઓળખતું હશે? ભાવિક ઘરમાં આવશે ત્યારે શું પરિસ્થિતિ પેદા થશે? અસિતાનું શું થશે? જાણવા માટે વાંચો 'બસ તું કહીશ એ કરીશ ' વાંચતા રહેજો હસતા રહેજો ખુશ રહેજો.)
- કૌશિક દવે