સોહમે કહ્યું “તારાં ગુરુ માટે... તને બચાવવા માટે વાસંતીનો જીવ લીધો ? તને એનું શરીર આપ્યું આમાં સારુ શું થયું ? ગુરુજીએ કેમ એવું કર્યું ?”
સાવીએ કહ્યુ “સોહમ ઘણીવાર આપણને આ પંચતત્વ કે પંચતંત્રની ખબર નથી પડતી પણ એમનાં માટે યોગ્ય હોય છે આપણને સમજાય પછી આપણને પણ યોગ્ય લાગે છે”.
“કામવાસનામાં ધૂત થયેલાં ગુરુને સ્ત્રીનું શરીર જોઇતું હતું કોનું છે ફરક નથી પડતો. મારાં માટે ધૃણાં થઇ કારણ મારું શરીર વિધર્મ તાંત્રિકે ચૂંથેલુ આ વાસંતી આત્મહત્યા કરવાજ નીકળી હતી એનાં કોઠાથી ભાગીને અહીં, સ્ક્રીપ્ટ નં. 69માં તારી ઓફીસનાં ભોંયતળીયે કોઇ શેઠ પાસે આવી હતી”.
“એ શેઠ નિયમિત ભોગવતો એને જરૂરથી વધુ પૈસા આપતો કાયમ એને મીઠાં શબ્દો કહેતો પ્રેમ કરતો વાંસતી પણ એને ખૂબ સાચવતી સંતોષ આપતી એની માલિકણ બાઇ પેલા શેઠને કહેતી અહી કોઠે આવીનેજ ઐયાશી કરો ત્યાં નહીં મોકલું કારણ કે એને ગંધ આવી ગઇ હતી કે શેઠ વાંસતીને ભગાડી જશે. બધાને પોત પોતાનાં મતલબ હોય છે કોઠાવાળી માસીને આ સોનાનાં ઇંડા આપતી મરધી છોડવી નહોતી અને વાસંતીને શેઠ લઇ જાય તો અહીંથી ભાગી જવું હતું રોજ અજાણ્યાં હલકટ ગંદા પુરુષો ભોગવી લાત મારીને જતાં આ શેઠ સારી રીતે વર્તતો પૈસા આપતો. બંન્ને જણાં પ્રેમમાં પડી ગયેલાં અને ભાગવાનો પ્લાન કરેલો.”
“સોહમ વિધીનું કરવું હું ગુરુજી પાસે આવી હતી બધુ બરબાદ કરીને.. હું પણ તારી પાસે કબૂલાત કરી મરવા માંગતી હતી. ગુરુજીને કરગરતી હતી ત્યાં ગુરુ પ્રેરણાએ વાસંતી નશામાં સીધી અહી ગુફામાં આવી. ગુરુ આકર્ષાયા અને વાસંતીને ભોગવી... જેવી ભોગવી એવાં નિર્વાણ પામ્યા વાસંતી ગુફાની બહાર નીકળી ત્યાં સ્ટ્રીટમાં માસીનાં કદાવર ગુંડાઓએ વાસંતીને પકડી.. એક જણે એનું ગળું દાબીને ફેંકી દીધી.. વાસંતી ક્યાંય સુધી તરફડીયા મારતી રહી એની નજર તારાં ઓફીસની બિલ્ડીંગનાં ભોંયતળીયા તરફ હતી.. પેલો શેઠ એને જોઇને દોડતો એની પાસે આવ્યો ત્યાં પેલીએ જીવ છોડયો. પેલો આવ્યો હતો એજ ઝડપે ત્યાંથી ભાગી ગયો આ નિરાધાર શબને મેં ઓઢી લીધું પણ... ગુરુજીએ એનાં આત્મા સાથે મારું મિલન કરાવ્યું... “
“હું એનાં આત્માને મળી એની કથની સાંભળી મારાં આત્માનાં એક એક કણમાં ધ્રુજારી પ્રસરી ગઇ કે એક છોકરી એક સ્ત્રી કેટલું સહન કરે ? આ કામ વાસના અને કામી લોલુપ માણસો વચ્ચે કેવી રીતે સુરક્ષિત રહે ? પુરુષની નજર સ્ત્રીનાં છાતી તથા બધાં અંગ અંગ પર ફરતી હોય છે સારો કે ખરાબ પુરુષ નથી હોતો દરેક પુરુષ કામી હોય છે બસ એનાં વર્તનમાં સારુ અને ખરાબ પણુ હોય છે તેઓ બસ વાસનાપૂર્તિનેજ પ્રેમ સમજે છે”.
“વાસના સંતોષાઇ જાય એટલે સ્ત્રીને ફેંકી દે છે સ્ત્રીઓ પણ ઓછી નથી બહેલાવામાં, દેખાવમાં પૈસો સુખ સગવડમાં પોતાની જાતને સમર્પિત કરે છે ભોગવાસના સંતોષાયા પછી સાચી ખબર પડે છે ત્યાં સુધીમાં મોડું થઇ ચૂક્યું હોય છે.”
“સોહમ ઉદાહરણ બીજે ક્યાં શોધવા જઊ ? આપણી આસપાસજ છે. તારી ઓફીસમાં શાન્વી પહેલાં શ્રીનિવાસ સાથે રંગરેલીયા મનાવતી હવે પેલાં તિવારી સાથે મજા લે છે. પેલો ડીસોઝા અને તરનેજા સાલા.. ગે એકબીજાને રમાડે છે. મારી બહેન ઇકબાલની નજરે ચઢી બરબાદ થઇ.. મારી બહેનને આદીત્ય સંભાળતો સારો છોકરો હતો. એ લોકોનેય સંબંધ બંધાયો હતો. અત્યારે તારી બેન મંગેશ સાથે છે.”
“સોહમ આપણે કોઇને રોકી નથી શકવાનાં પણ જાતેજ સચવાવુ પડે છે આપણી લાગણીઓ અને ઇન્દ્રીયો પર કાબુ કરવો પડે છે પણ અમને એટલે કે મારાં ફેમીલીને એક માણસ સારો અને સાચો મળ્યો.. અચ્યુંત અંકલ એમણે કદી નથી નજર બગાડી ના કોઇ ગેરઉપયોગ કર્યો પણ બચાવી ના શક્યા. હસરતનાં કાંડ પછી નોકરી છોડી એ પણ કોલકતા જતા રહ્યાં.”
“અત્યારે બધાને બધુ તરત જોઇએ છે બસ ભોગવવુ છે એનાં માટે જે કિંમત ચૂકવવી પડે ચૂકવે છે પૈસાવાળા પૈસા અને ગરીબ શરીર ધરી દે છે સાચો પ્રેમ કોણ કરે છે ? બધાને લૂંટી લેવું છે.. હું તો જગતની આ કડવી સચ્ચાઇ જોઇને એવી કંટાળી છું કે શરીર ધારણજ નથી કરવું જન્મજ નથી લેવો એવી સદગતિ થાય કે ઇશ્વરનાં ચરણોમાંજ રહીએ.”
સાવી બોલીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી એણે આંખો લૂછી.. સોહમે એનાં બરડે હાથ ફેરવ્યો સાંત્વના આપતાં કહ્યું “સાવી હું બધું સમજી ગયો.. પણ આ વાસંતીનાં શરીરને એવો ન્યાય આપજે કે એનું ઋણ ચૂકવાઇ જાય તન દ્વારા જીવની ગતિ થઇ જાય. “
સાવીએ સોહમની સામે જોયું અને બોલી “સોહમ છોકરીનો જન્મ થાય ત્યારે નિર્દોષ હોય છે એનાં શમણાં એટલાં સાચાં અને સારાં હોય છે. એને જે વાતાવરણ મળે એવો ઉછેર થાય છે એવાં વિચાર અને સંસ્કાર રોપાય છે.
મોટી થતાં જરૂરિયાતોનો એહસાસ થાય છે એ પુરી કરવા એની બુધ્ધી અને સંસ્કાર પ્રમાણે પ્રયત્ન કરે છે. કોઇ સ્ત્રી જન્મથી વેશ્યા કે ખરાબ નથી હોતી સંજોગો અને જરૂરિયાત એને વિવશ કરે છે કોઇ સ્ત્રી માટે ક્યારેય એવું ના બોલવું ભલે ને એ કેટલીયે ખરાબ કેમ ના હોય ?”
“આપણે કોઇની સ્થિતિ સંજોગ જોવા નથી ગયાં બધાનાં કર્મ એમણે પોતે ભોગવવાનાં છે. એમાં આ વાસંતિ પણ આવી ગઇ”.
સોહમે કહ્યું “વાસંતી વેશ્યા કેવી રીતે બની ? એક બ્રાહ્મણ મરાઠી કુટુંબની છોકરી આવી ગંદી દિશામાં કેમ હોમાઇ ? “ સાવીએ કહ્યું.....”.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-97