The Scorpion - 112 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-112

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-112

લોબોને બોલતો જોઇ રાજા ધ્રુમન ભડક્યો અને બરાડ્યો.” સાલા તારી એ ઝેબા ભાગી ગઇ ખૂબ નશેડી હતી એને અફીણ ગાંજાની અસર નહોતી થતી સ્કોર્પીયનનુ ઝેરજ એને નશો કરતું હું એને શું ભોગવતો ? એ મને ભોગવતી હતી કેટલાંય દિવસથી મારે હાથ નથી લાગી.. જંગલમાં ભટકતી હશે ક્યાંક રાંડ... “

“આ ગોરી છોકરીને ભોગવું એ પહેલાં લોબો અને એ રાવલાનાં માણસોનાં હાથમાં આવી ગયાં.”

રાવલાએ કહ્યું “પિતાજી... તમને પિતા કહેતાં. શરમ આવે છે. માહીજા આપણાં ઘરે નાસી આવી ત્યારેજ મને શંકા ગયેલી તારાં અને એનાં ઉપર.. તમારે લોકોને ખોટો સંબંધ હતા આ ગણપત પાસે રહીને તમારો સંબંધ સાચવતો એ નપુંસક બીજી રીતે વિકૃત થયેલો. એની સામે તું અને માહીજા વાસના સંતોષતા.. માહીજાને પણ તમારે રવાડે ચઢાવી દીધેલી”.

“જ્યારે માહીજાને ખબર પડી કે મને શંકા થઇ છે અને રાજા ધ્રુમન પર આ લોબો અને પેલીએ હુમલો કર્યો.. દવાઓ એટલે... તું એની પાસે દોડી આવી. શરમ વિનાની તું એની પથારી ગરમ કરે લગ્ન કરવા સુધી પહોંચી ગયાં ? બધુ તમારુ ઉઘાડું પડી ગયું છે.”

રાયબહાદુરે કહ્યું “રાવલા તને ખુબ ખુબ શાબાશી આપું એટલી ઓછી છે ખુદ બાપને પકડીને અમારે હવાલે કર્યો છે. સરકાર એની ચોક્કસ કદર કરશે”.

રાવલાએ કહ્યું ”સર મારી ફરજ હતી અને કબીલામાં સડો ના પેસે એટલે બાપને પકડ્યો મારી માં ને તો એણેજ મારી નાંખી હતી બધુ હવે બહાર આવે છે. અમારાં કબીલામાં પણ ખોટું થઇ રહેલું. મારાંથી જોવાતું નહોતુ. શેષનારાયણે હુકમ કર્યો તારાં બાપને પકડી પોલીસને હવાલે કરી દે જંગલને સુરક્ષિત રાખવાની જવાબદારી તારી છે”.

“સર અમે જંગલમાં રહી જંગલનું રક્ષણ કરીએ બધાં જીવ જતું પ્રાણી પણ સુરક્ષિત રહે છે નિર્દોષ જડીબુટ્ટીઓ વેચી ગુજરાન ચલાવીએ છીએ. મારાં બાપ જેવાં પાકે તો જંગલનું પણ સત્યાનાશ થઇ જાય છે. સર મારાં બાપને, ગણપતને એ સૌનીકબસુને આકરી સજા કરજો હવે આ જંગલમાં કોઇજ ગોરખધંધા નહીં થાય”.

રાયબહાદુરે સિધ્ધાર્થને કહ્યું “આ લોકોને એરેસ્ટ કરો બીજા ક્યા ક્યા ગોરખધંધા અને ગુનાઓ કર્યા છે. એની વધુ ઊંડી તપાસ કરો”. સિધ્ધાર્થે કહ્યું “સર એક ગુનેગાર નહીં છટકી શકે અમે સૌનીકબસુ સાથે આ રાજા ધ્રુમને પાળેલા બધાંને પકડીશું સૌનિકબસુ, પિંથા તૌશિક લામા કોઇ છૂટુ નહીં ફરે બધાં જેલનાં સળીયા પાછળ જશે આકરી સજા થશે”.

રાયબહાદુરે કહ્યું ”આ ગણપતને લઇ જાવ હું રુદ્રજી સાથે બધી વાત કરીશ બધાની કબુલાત કરાવીને FIR દાખલ કરો. કોર્ટ સમક્ષ રજૂ કરો. આ સ્કોર્પીયનને રજૂ કરો પહેલાં બધુ ઓકાવજો”. રાવલાને કહ્યું “પોલીસ હવે એનું કામ કરશે તું કબીલા પર જઇ શકે છે. “

રાવલાએ કહ્યું “સર આટલે સુધી આવ્યાં છો મારાં કબીલા પર આવીને જાવને એક હજી કેસ બાકી છે ત્યાં..”

રાયબહાદુર સિધ્ધાર્થે આશ્ચર્યથી કહ્યું “હજી બાકી છે ?” રાવલાએ હસતાં હસતાં કહ્યું “હા સર પ્લીઝ.”

રાયબહાદુરે કહ્યું “અમન તમે કલીંપોંન્ગ પહોચો આને બરાબર સાચવજો આઘોપાછો ના થાય બધાને લોકઅપમાં નાંખો. જુબાની લો બધુ ઓકાવો પછી આગળની કાર્યવાહી કરીશું”. રાવલાને કહ્યું “ચાલ તારાં કબીલા પર જઇને અમે રુદ્રજીને ત્યાં જઇશું. “

*************

મેજર અમન બધાને જીપમાં બેસાડી એમની ટુકડી સાથે કલીંપોંન્ગ જવા રવાના થઇ ગયાં. રાયબહાદુર સિધ્ધાર્થ રાવલા સાથે કબીલા પર પહોચ્યાં.

********

રોહીણી કબીલાની બહાર માહીજાને લઇને આવી અને બોલી “ભાભી તમે અમારી સાથે દગો કર્યો તમે તો રાજા ધ્રુમનની રખાતજ છો અહીં આવવાનું નાટક કેમ કર્યું બોલો ? અમારાં વિશ્વાસ જીતી અમનેજ બરબાદ કરવાનાં હતાં ?”

ત્યાં સામેથી રાવલો નવલો બીજા સિપાહી ઘોડા પર આવતાં જોયાં પાછળ એક જીપ આવી રહી હતી.

રોહીણી બોલતી અટકી.. ત્યાં બધાં કબીલા પાસે રોહીણી ઉભી હતી ત્યાં આવી ગયાં. રાવલો, નવલો ઘોડા પરથી ઉતર્યા. સિધ્ધાર્થ અને રાયબહાદુર જીપમાંથી ઉતર્યા. રાવલાએ કહ્યું “રોહીણી તું શું એનાં મોઢે લાગે છે ? પહેલાં અહીં આવ” એમ કહી રોહીણીને પાસે બોલાવી.

રોહીણી થોડાં સંકોચ સાથે રાવલા પાસે ઉભી રહી રાવલાએ રાયબહાદુરજીને બતાવીને કહ્યું “એમનાં આશીર્વાદ લઇએ સાચો સ્કોર્પીયન પકડાઇ ગયો અને માહીજાને જોઇને કહ્યું બધાનું પોકળ પોલ ખૂલી ગયું”.

રોહીણી અને રાવલાએ રાયબહાદુર તથા સિધ્ધાર્થનાં આશીર્વાદ લીધાં રાયબહાદુરે અને સિધ્ધાર્થે બંન્નેને આશીર્વાદ આપતાં કહ્યું “ખૂબ સુખી રહો જંગલનું રક્ષણ કરજો”.

રાવલાએ કહ્યું “મારી રુહી સાથે તમારાં આશીર્વાદ લેવાં હતાં અને આ ગણપતની વહુ જે અમારાં કબીલાનેજ ખેદાનમેદાન કરવા અમારે આશરે આવવાનો ઢોંગ કરેલો. આને શું સજા આપીએ ?”

રાયબહાદુરે કહ્યું “એની સજા એજ કે અહીં કબીલામાં રાખી એની પાસે કામ કરાવો એણે શું ભૂલ કરી છે એ સમજાવો એક સ્ત્રી છે એ ભૂલાવામાં આવી... નશો કરીને ધૂત થઇ છે એની સજા એની પોતેજ મળી જશે. ગણપત અને ધ્રુમન હવે જેલનાં સળીયા પાછળ છે.”

રોહીણી એ કહ્યું “ધ્રુમનજ સ્કોપીર્યન હતો ને પણ આ માહીજાએ આપણી લાગણી સાથે રમત કરી છે એને આવી હળવી સજા ?”

રાયબહાદુરે કહ્યું “એક સ્ત્રી છે ઊંમરવાળી છે મને વિશ્વાસ છે રાવલો બધુ સરખુ કરી લેશે”.

માહીજા રડતી રડતી રાયબહાદુરનાં ચરણે પડી માફ કરો. અને રુહીનાં પગે પડી ”મારી ભૂલ થઇ ગઇ નશાનાં રવાડે રાજાએ ચઢાવેલી માફ કર રુહી...”

રાવલો અને રુહી માહીજાને જોઇ રહ્યાં ત્યાં નવલો દોડતો આવ્યો અને બોલ્યો આ...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-113