ૐ નમઃ શિવાય
The Story Of love Part-24
અત્યાર સુધી આપડે જોયું કે દિપાલી બેન કોઈ વ્યક્તિ ને મળે છે અને તે તેમને પૈસા કઈ રીતે મળશે એના વિશે કે છે...
"એને અમને એક પેંટીગ આપી હતી જે તેમના દેવતા ની હતી અને એમની પૂજા કરી ને આપડે અમને આપડી સોલ આપી ને તે આપડી બધી માંગ પુરી કરી આપે છે..."
અશોક ભાઈ બોલે છે...
"એના બીજા જ દિવસે દિપાલી બેન એ મારા સિવાય બધા નોકર ને નીકળી દીધા અને ૨ ચોકીદાર રાખી દીધા..." સુરેશ ભાઈ બોલે છે...
"થોડા દિવસ થયા અને અમારા શરીર માં બદલાવ આવા ના શરૂ થઇ ગયા હતા અમને પણ નતું સમજાતું કે આ શું થઇ રયુ છે અમારી સાથે..."
અશોક ભાઈ બોલે છે...
તે દિવસે તે ત્રણે ભાઈ-બેન ઘરે નથી હોતા અને એક ટ્રીપ ઉપર ગયા હોય છે...
"એ દિવસે ઘરે જોરજોર થી ચિલ્લાવા નો આવાજ આવતો હતો અને એના લીધે જ હું ઘર માં ગયો અને ત્યાં જઈને મેં જોયું કે તે બન્ને ના દાંત નુકીલા અને લાલ આંખો બન્ને ની જોઈ ને હું ડરી ગયો અને એમની પાસે ગયો અને એમની પાસે જ જતા જ તે બન્ને મારા તરફ આવી ને એમના નુકિલા દાંત થી મારુ લોહી પીવા લાગે છે..."
સુરેશ ભાઈ બોલે છે...
"ત્યારે અમે તો અમારા હોશ માં નથી હોતા અને ત્યારે જ બન્ને ચોકીદાર આવી ને સુરેશ ને અમારી પાસે થી લઈને જાય છે અને સુરેશ પણ અમારી જેમ હવે વેમ્પાયર બની ગયો હોય છે..."
અશોક ભાઈ બોલે છે...
"તો હવે મિહિર પણ..."
જય બોલે છે...
"હા.. એ પણ હવે મારા જેવો જ બની ગયો છે..."
દિપાલી બેન બોલે છે..
આ સાંભળી ને જય જમીન ઉપર બેસી ને રોવા લાગે છે સૂરજ તેને રૂમ ની અંદર લઇ જાય છે અને મિહિર ની હાલત હવે વધારે ખરાબ થતી હોય છે...
Present time...
સ્ટોરી ચાલતી જ હોય છે ત્યારે સુરજ ના ફોન ની રિંગ વાગે છે અને સૂરજ ફોન લઈને બારે જાય છે અને આવી ને જયદીપ ને કંઈક ઈસરો કરે છે...
"ચાલો હવે બાકી ની સ્ટોરી હું તમને રાતે જણાવીશ અને બધા અહીંયા આરામ થી રેજો..."
જયદીપ બોલે છે...
"હા પણ ઉપર એ રૂમ છે જેમાં તાળું છે અને એ રૂમ અમારે જોવો છે..."
નવ્યા બોલે છે...
"તમે આખા મહેલ માં ફરી શકો છો પણ એ રૂમ એમજ બંધ રેજે ત્યાં કોઈ નઈ જઈ શકે..."
જયદીપ બોલે છે અને તે સુરજ સાથે ત્યાં થી બારે જવા માટે નીકળી જાય છે...
આ બાજુ બધા બેઠા હોય છે અને વિચારતા હોય છે કે આગળ શું થયું હશે અને પછી મિહિર કઈ રીતે ઠીક થયો હશે...
"રોહિત તું તો મોની સાથે ગયો તો ને તો અહીંયા...?"
રોઝી બોલે છે...
"હા અમે બન્ને એના ઘરે ગયા હતા પછી એના પપ્પા આવ્યા હતા તો પછી હું અહીંયા આવી ગયો અને એ એના પપ્પા સાથે બારે ગઈ છે..."
રોહિત બોલે છે...
"એના પપ્પા ને પણ ખબર છે કે તમે બન્ને..."
માહી બોલે છે...
"હા એના ઘર માં બધા ને ખબર છે..."
રોહિત બોલે છે...
આ વાત નવ્યા ને નથી ગમતી પણ મન માં ને મન માં એને પણ ખબર છે કે એને ગમે કે ના ગમે સચ્ચાઈ તો આ જ છે ને...
"અરે આપડે મહેલ તો જોઈ લીધો પણ એ ઘર તો જોયું નઈ જ્યાં મિહિર નો પરિવાર રહેતો હતો..."
માહી બોલે છે...
"હા એતો આપડે ભૂલી જ ગયા..."
નવ્યા બોલે છે...
"હા તો ચાલો આપડે જઈએ જોવા માટે..."
રોઝી બોલે છે...
"પણ ત્યાં ની ચાવી તો જોઈએ ને..."
માનવ બોલે છે...
"અરે તમે બધા મારી સાથે આવો મારા પાસે છે એ ઘર ની ચાવી..." તે ઘર માં જે પતિપત્ની કામ કરતા હોય છે એ તમને કે છે અને બધા તેમની સાથે તે ઘર જોવા માટે જાય છે...
તે ઘર નાનું જ હોય છે પણ એટલું સુંદર હોય છે અને એ ઘર જોઈ ને એવું જ લાગતું હોય છે કે અહીંયા કોઈ રેતુ જ હશે અને એકદમ ચોખ્ખું હતું...
બધા તે આખું ઘર જોવા લાગે છે અને પછી બધા પાછા મહેલ તરફ જવા લાગે છે અને હવે સાંજ નો સમય થઇ ગયો છે અને વાદળા છવાઈ ગયા હોય છે...
"અરે લાગે છે વરસાદ અને તુફાન આવા નું છે..."
રોહિત બોલે છે...
"હા ચાલો જલ્દી થી અંદર જઈએ આપડે..." માનવ બોલે છે અને તે બધા અંદર જતા રે છે ત્યારે જ વરસાદ ચાલુ થઇ જાય છે...
"અરે મારે વરસાદ માં નાવા માટે જવું છે..."
નવ્યા બોલે છે...
"તું બિમાર થઇ જઈશ..."
માહી બોલે છે...
"ના મારે જવું જ છે..." નવ્યા બોલે છે ણ તે ભાગી ને બારે જતી રે છે અને વરસાદ માં પલળવા લાગે છે...
ત્યારે જ માહી કોશિશ કરે છે તેને પાછી બોલવાની પણ તે નથી આવતી અને આ વાત થી માહી ગુસ્સા માં ત્યાં થી અંદર જતી રે છે અને રોઝી તેની પાછળ જાય છે...
બધા તેને અંદર આવાનું કે છે પણ એ તો હજુ ગાર્ડન તરફ જાય છે અને ત્યાં ગોળ ગોળ ફરતી હોય છે અને ત્યારે માનવ અને રોહિત ત્યાં જ ઉભા હોય છે...
"આને હવે તું જ લઈને આવજે હું જાઉં છું અંદર..."
માનવ બોલી ને અંદર જાય છે...
રોહિત બસ ત્યાં ઉભો ઉભો નવ્યા ને જ જોતો હોય છે અને આ બાજુ નવ્યા એના માં જ ખોવાયેલી હોય છે...
ત્યારે જ રોહિત ને કોઈ નો ફોન આવે છે અને તે એના ફોન પર વાત કરવા માં લાગી જાય છે ત્યારે જ નવ્યા નો જોર થી ચિલ્લવાનો આવાજ આવે છે...
રોહિત જેવું તે બાજુ જોવે છે તો ત્યાં નવ્યા બેહોશ પડી હોય છે એને એ રીતે જોઈ ને રોહિત સીધો તે તરફ ભાગે છે અને તેઓ આવાજ સાંભળ ને બધા બારે આવે છે...
રોહિત તેને પોતાના ખોળા માં લઈને જલ્દી અંદર આવે છે અને ત્યારે બધા તેને જોઈ ને ચિંતા કરવા લાગે છે તેને અચાનક એવું તો શું થઇ ગયું...
નવ્યા ને રૂમ માં લઇ જાય છે અને એને હોશ માં લેવાની કોશિશ કરે છે...
જયારે નવ્યા હોશ માં આવે છે ત્યારે તે જોરજોર થી રોવા લાગે છે અને માહી ના ગળે લાગી જાય છે...
"શું થયુ નવ્યા મને કેતો પેલા..."
માહી બોલે છે...
"મેં...મેં હમણાં ...ત્યાં..."
નવ્યા ટુકડા ટુકડા માં બોલતી હોય છે...
"નવ્યા પેલા શાંત થઇ જ અને પછી કે શું થયું છે..."
માહી બોલે છે...
"હું ત્યાં વરસાદ માં નાતા નાતા હું ગાર્ડન તરફ જતી હતી અને મેં ત્યાં બે લાલ આંખો જોઈ અને તે મારા તરફ જ આવી રહી હતી..."
નવ્યા રોતા - રોતા બોલ છે...
"શું તે મહેલ ની જોડે હજુ પણ વેમ્પાયર છે...?"
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....