Prem Thai Gyo - 26 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 26

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ થઇ થયો - 26

ૐ નમઃ શિવાયઃ

PART-26

અત્યાર સુધી જોયું કે દિયા અને અક્ષત બન્ન પોતાના ઘર ની ટેરેસ પર બેઠા હોય છે અને એક બીજા ને જોવે તો છે પણ દિયા પોતાની નજારો ફેરવી લે છે...

ત્યારે જ દિયા ના ફોન માં મેસેજ આવે છે અને ત્યારે તે જોવે છે તો અક્ષત લખેલું હોય છે...

અક્ષત નો મેસેજ જોઈ ને દિયા જેવું અક્ષત સામે જોવે છે ત્યારે જ દિયા અક્ષત સામે જોવે છે તો અક્ષત તેને ફોન માં મેસેજ જોવા નો ઈસરો કરે છે...

જયારે દિયા મેસેજ ખોલી ને જોવે છે તો તેમાં thank you લખેલું હોય છે આ જોઈ ને દિયા સીધો જ અક્ષત ને ફોન કરે છે...

"thank you સેના માટે..."

દિયા બોલે છે...

"તે મારા મમ્મી પાપા ને ફોન કર્યો એટલે.."

અક્ષત બોલે છે...

"તું ખુશ છોને હવે..."

દિયા અક્ષત ની સામે જોઈને બોલે છે...

અક્ષત અને દિયા તેમની વાતો માં લાગેલા હોય છે આજે ગણા દિવસ પછી એમની આટલી વાતો થતી હતી...

બીજી બાજુ શિવ અને અહાના એક બીજા થી વાત કરવા માં લાગ્યા હતા...

"અરે હવે ઘરે ક્યારે વાત કરવી છે..."

અહાના બોલે છે...

"હા જલ્દી જ આપડે વાત કરી લઈશું..."

શિવ બોલે છે...

"હા પણ ક્યારે..."

અહાના બોલે છે...

"અક્ષત અને દિયા પણ એક થઇ જાય ત્યારે વાત કરીએ ને અને મે વિચાર્યું છે કે આપડા મરેજ પણ સાથે જ થાય..."
શિવ બોલે છે...

"હા એ તો સારું છે પણ ક્યારે કેસે એ બન્ને હવે..."
અહાના બોલે છે...

"જલ્દી જ કેસે..."

શિવ બોલે છે...

શિવ કેટલા સમય થી અક્ષત ની રાહ જોતો હોય છે પણ તે નથી આવતો ત્યારે તે અહાના સાથે વાત કરતા કરતા જ સુઈ જાય છે...

આ બાજુ અક્ષત અને દિયા તેમની વાતો માં લાગ્યા હતા, પણ અચાનક દિયા નો ફોન કટ થઇ જાય છે, ત્યારે તે જોવે છે, તો તેના ફોન ની બેટરી પુરી થઇ ગઈ હોય છે...

અક્ષત જયારે જોવે છે કે દિયા નો ફોન કટ થઇ ગયો છે ત્યારે તે દિયા સામે જોવે છે અને તેને પૂછે છે...

ત્યારે દિયા તેને ઇસારા માં સમજાવે છે કે ફોન બંધ થઇ ગયો...

અક્ષત થોડી વાર વિચારી ને દિયા ને ઈસરો કરી ને કે છે કે હું આવું છું ત્યાં...

દિયા તેને ના પાડે તે પેલા જ અક્ષત જલ્દી થી નીચે ઉતરી જાય છે અને દિયા પણ નીચે ઉતરી ને દરવાજો ખોલે છે...

અક્ષત કાય બોલે તે પેલા જ દિયા તેને ના પાડે છે બોલવાની અને બને ટેરેસ પર જવાનું કે છે અને બન્ને ટેરેસ ઉપર જાય છે...

"તું અહીંયા શું કામ આવ્યો..."

દિયા બોલે છે...

"જો તને મારુ આવું ના ગમ્યું હોય તો નીચે જ કઈ દેવું તું ને હું ત્યાં થી જ ઘરે પાછો જતો રેત..."

અક્ષત મોઢું બગાડીને બોલે છે...

"અરે એવું નથી કેતી તને..."

દિયા બોલે છે...

"હા બધું સમજુ છું હું...તું બેસ હું જાઉં છું..."

અક્ષત બોલે ને જેવો જવા જાય છે દિયા તેનો હાથ પકડી લે છે...

"બસ હવે ચાલ હું તો એમ કેતી કે આટલું મોડું થઇ ગયું છે સૂવું નથી તારે..."

દિયા બોલે છે...

"હા ખબર છે દિયું..."

અક્ષત દિયા ના ગાલ ખેંચી ને બોલે છે...

બને ત્યાં નીચે જ બેસી જાય છે અને એક બીજા સાથે વાતો કરવા લાગે છે...

"મિતાલી હવે આદિ અને આશી ના આવ્યા પછી ખુશ હોય છે..."

દિયા ઉપર તારાઓ તરફ જોઈ ને બોલે છે...

"હા આદિ અને આશી આવ્યા પછી બધા નો સમય એમની સાથે જ જતો રે છે..."

અક્ષત દિયા સામે જોઈને બોલે છે...

"તું આવી રીતે ટેરેસ પર લાસ્ટ ક્યારે બેઠો તો..."

દિયા બોલે છે...

"મને પણ યાદ નથી જયારે હું વધારે ખુશ હોઉં ત્યારે આવું નઈ તો જયારે વધારે દુઃખી હોઉં ત્યારે..."

અક્ષત બોલે છે...

"તો આજે..."
દિયા અક્ષત ની સામે જોઈ ને બોલે છે...

"આજે તો હું ખુશ છું ગણા સમય પછી મમ્મી પાપા ને મળી ને..."

અક્ષત બોલે છે...

"હું તો હંમેશા ટેરેસ પર આવતી જ હોઉં ખુશ હોઉં કે દુઃખી..."

દિયા બોલે છે...

"તો આજે તું અહીંયા..."

અક્ષત બોલે છે...

"આજે ફેમેલી ની યાદ આવતી હતી મમ્મી-પાપા ને મળે પણ ગણો સમય થઇ ગયો છે ભાઈ ને તો હું મળી આવી હતી પણ એમને મળવા જવાનો સમય જ ના મળ્યો..."

દિયા બોલે છે...

"હા તો હવે સમય નીકાળી ને જતી આવજે..."

અક્ષત બોલે છે...

"હા જવું તો છે પણ અમારા બોસ બઉ ખડુશ છે રજા જ નથી આપતા અમને..."

દિયા બોલી ને હસવા લાગે છે...

"અરે મેં તને ક્યારે ના પાડી અને હું ખડુશ છું..."

અક્ષત મોઢું ચડાવી ને બોલે છે...

"ના ના તું તો ડાયો છો.... તને કાય પુછું હું..."

દિયા બોલે છે...

"હા પૂછ ને..."

અક્ષત બોલે છે....

"મેં તો તને બધી વાત કીધી કે મારા જીવન માં શું થયું તું પણ કેને મને..."

દિયા બોલે છે...

"હા એટલે સીધું જ કેને તારી કોઈ ગર્લ ફ્રેન્ડ હતી કે નઈ...."

અક્ષત બોલે છે...

"અરે ના એવું નથી પૂછતી..."

દિયા બોલે છે...

"એટલે તારે નથી જાણવું..."

અક્ષત બોલે છે...

"ના જાણવું છે પણ અરે..."

દિયા ને સમજાતું નથી કે તે શું બોલે...

"અરે ચાલ કઉ છું બધું તને અને હા તારે જે પણ મારા વિશે જાણવું હોય સીધું પૂછી શકે છે મને આ રીતે વાત ફરવાની જરૂર નથી.."

અક્ષત હસી ને બોલે છે...

"સાંભળ હું તને બધું કઉ તે પેલા મારે કંઈક ખાવું છે..."

અક્ષત ફરી થી પોતાના પેટ પર હાથ ફેરવી ને બોલે છે...

"આટલી રાતે હું શું બનાવી આપું તને...."

દિયા બોલે છે ત્યારે બન્ને એક સાથે જ બોલે છે મેગી....

"ચાલ નીચે જઈએ..."

દિયા બોલે છે અને બન્ને નીચે જાય છે...

બન્ને નીચે જઈને મેગી બનવાનું ચાલુ કરે છે પણ દયાન રાખે છે અવાજ ના થાય...

"અરે જો અવાજ થયો ને તો અહાના ઉઠી જશે..."

દિયા અક્ષત ના કાન માં બોલે છે....

"અરે નઈ કરું આવાજ..."

અક્ષત પણ ધીમે થી બોલે છે...

બન્ને ત્યારે મેગી બનાવ લાગે છે અને બનાવી ને તે ટેરેસ પર પોચી જાય છે...

દિયા એ બધી મેગી એક જ પ્લેટ મ લીધી હોય છે...

"ચાલ હવે તું પણ ખા..."

અક્ષત બોલે છે...

"ના મારે નથી ખાવું..."

દિયા બોલે છે...

"અરે એવું ના ચાલે હું એકલો ખાઉં અને તું આમ મને જોવે..."

અક્ષત બોલે છે અને દિયા ને ખવડાવે છે...

"ચાલ હું તને પેલા એક સ્ટોરી કઉ..."

અક્ષત બોલે છે...

"હા બોલને..."

દિયા બોલે છે...

"તું વેમ્પાયર માં મને છે..."

અક્ષત બોલે છે...

"હા માનું છું અને મને એમની સ્ટોરી પણ બઉ ગમે..."

દિયા ખુશ થઇ ને બોલે છે...

"હા તો જો હું તમને એમની જ સ્ટોરી કઉ...

હા ત સ્ટોરી નું નામ છે The Story Of love..."

અક્ષત બોલે છે ....

અક્ષત દિયા ને આખી સ્ટોરી કે છે...

જો તમે પણ સ્ટોરી જાણવી હોય તો જોવો મારી નવી સ્ટોરી The Story Of love...
હવે અક્ષત અને દિયા ની સ્ટોરી ક્યાં જાય છે તે જાણવા જોડાયા રહો મારી સાથે....

પ્રેમ થઇ ગયો....