Prem Thai Gyo - 24 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 24

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - 24

ૐ નમઃ શિવાયઃ

PART-24

મિતાલી ના પાપા અને મમ્મી 10 દિવસ પછી ઘરે જવા માટે નીકળતા હોય છે...

"બેટા તારું દયાન રાખજે..."
મિતાલી ના મમ્મી બન્ને બેબી ના માથા પર હાથ ફેરવતા મિતાલી ને કેતા હોય છે...

અને 1 મહિના પછી તે બન્ને ના નામકરણ માટે ભેગા થવાનું નક્કી કરી ને તે લોકો ત્યાં થી નીકળી જાય છે...

તે બધા મળી ને બન્ને બેબી ને સારી રીતે સાચવતા હતા અને હવે દિયા અને અક્ષત બન્ને નું સારું બનવા લાગ્યું હતું...

સમય ની સાથે અહાના અને શિવ પણ નક્કી કરે છે કે હવે ઘરે જલ્દી વાત કરી ને સગાઈ કરી લેશે...

*****

સમય તો તેની ગતિ થી આગળ વધતો હતો અને ૧ મહિનો પણ થઇ ગયો હોય છે ત્યારે જ મિતાલી ના મમ્મી પાપા આવે છે...

"કાલે બીજા બધા મહેમાનો પણ આવી જશે..."
મિતાલી ના મમ્મી બોલે છે...

થોડી વાર માં દિયા અને અક્ષત તૈયારી કરવા માટે થોડો સમાન લેવા બારે જાય છે...

"તારા મમ્મી પાપા ક્યારે આવના છે..."
દિયા બોલે છે...

"પાપા તો આવના છે પણ મમ્મી ની નથી ખબર..."
અક્ષત બોલે છે...

"હા તો પૂછી જોને..."
દિયા બોલે છે...

અક્ષત દિયા ની વાત ટાળવા નતો માંગતો એટલા માટે તે તેના મમ્મી ને ફોન કરે છે...

"હા મમ્મી તમે કાલે કેટલા વાગે આવના છો..."
અક્ષત બોલે છે...

"બેટા આમ તો હું નતી આવાની પણ તે ફોન કર્યો એટલે હવે હું જરુર આવીશ..."
અક્ષત ના મમ્મી ગીતા બેન ખુશ થઇ ને બોલે છે...

"હા તો તમે કાલે વેલા જ આવી જજો..."
અક્ષત બોલ છે...

"હા હું 7 વાગ્યા સુધી જ ત્યાં પોચી જઈશ..."
ગીતા બેન બોલે છે અને પછી અક્ષત ફોન મૂકી દે છે...

"મમ્મી આવી જશે 7 વાગ્યા સુધી..."
અક્ષત બોલે છે...

પછી દિયા અને અક્ષત તેમની વાતો માં લાગી જાય છે...

*****

બીજા દિવસે શિવ ના મમ્મી પાપા અને બીજા મહેમાનો આવ્યા હોય છે...

અક્ષત અને શિવ બધા ને મળે છે અને શિવ તેના મમ્મી પાપા પાસે અહાના ને લઇ જઈ ને તેમને મળાવે છે...

"મમ્મી પાપા આ અહાના..."
શિવ બોલે છે અને અહાના તેના મમ્મી પાપા ન પગે લાગે છે....

શિવ એ પહેલા જ તેમને અહાના વિશે કઈ દીધું હોય છે...

"બેટા બઉ જલ્દી તારા ઘર આવીશું તારા મમ્મી પાપા પાસે તારો હાથ માંગવા માટે..."
શિવ ના મમ્મી માલતી બેન બોલે છે...

શિવ ના પાપા એટલે અશોક ભાઈ પોતાના પર્સ માંથી પૈસા નીકળી ને માલતી બેન ને આપે છે અને તે અહાના ને આપે છે....

તે બધા મળી ને પછી વાતો કરવા લાગે છે...

અક્ષત તે બધા પાસે જઈને ઉભો રે છે અને બધા ને મળે છે...

"તારા મમ્મી પાપા ક્યાં છે અક્ષત..."
અશોક ભાઈ બોલે છે...

"હા હું પૂછી જોઉં..."
અક્ષત બોલે છે અને તે તેના મમ્મી પાપા ને ફોન કરી ને પૂછે ત્યારે બન્ને જણા કામ માં છે તેમ કઈને નઈ આવી શકે તેવું કહે છે....

"શું કીધું લક્ષ્મણભાઈ એ..."
માલતી બેન અક્ષત ને પૂછે છે...

"નઈ આવી શકે..."
અક્ષત બોલે છે...

"અને ગીતા ભાભી..."

"ના એમને પણ કામ છે..."

અક્ષત બોલી ને ત્યાં થી જાય છે અને દિયા પણ ત્યાં હોય છે તે પણ તેની પાછળ જાય છે...

"અક્ષત ક્યાં જાય છે તું..."
દિયા પૂછે છે...

"મહારાજ નો ફોન આવ્યો તો એમન લેવા જાઉં છું..."
અક્ષત બોલે છે...

"હા તો હું પણ આવું છું તારી સાથે..."
દિયા બોલે છે અને બન્ને કાર માં બેસી ને ત્યાં થી નીકળી જાય છે....

"મને ખબર છે મહારાજ ને લેવા માટે મિતાલી ના પાપા ગયા છે..."
દિયા બોલે છે...

અક્ષત કાર બાજુ માં ઉભી રાખે છે અને પછી દિયા સામે જોવે છે...

"યાર હું શું કરું દિયુ મમ્મી પાપા ને મળે કેટલો સમય થઇ ગયો તો પણ તેમને એવું નથી થતું કે એક વાર મને મળવા માટે આવે..."

અક્ષત બોલે છે પણ તેનું મોઢું નીચે ની તરફ હોય છે...

દિયા તેની બાજુ ફરી ને તેનું મોઢું પોતાના હાથ માં લઇ ને એના આંશુ લૂછે છે...

"હા આજે તો પાણી ભરાઈ જ જશે..."
દિયા બોલે છે...

આ સાંભળી ને અક્ષત ના મોઢા પર સ્માઈલ આવી જાય છે...

"જો હવે તારા મમ્મી પાપા ને તો હું કાય કઈ ના શકું પણ તને કઈ શકું હું પણ છું તારી સાથે એટલે કે બધા છે તારી સાથે તો તારે આમ રોવાની જરૂર નથી...."
દિયા બોલે છે...

"હા આ દિયુ તો છે જ જયારે હું રોવું ત્યારે તું જોડે જ હોય છે મારા..."
અક્ષત બોલે છે...

"હવે ચાલ નઈ તો આપડા વગર જ નામ કારણ કરી લેશે..."

દિયા બોલે છે અને બન્ને ઘરે જવા માટે પાછા નીકળી જાય છે...

ઘરે પોચી ને અક્ષત અને દિયા જોવે છે કે બધા આવી ગયા હોય છે ત્યારે તે બન્ને મિતાલી પાસે જાય છે અને અક્ષત ના હાથ માં છોકરો હોય છે અને શિવ ના હાથ માં છોકરી અને તેમનું નામકરણ કરવાનું હોય છે...
તે ત્રણે જઈને બેસી જાય છે...

મહારાજ પૂજા ચાલુ કરે છે...

"મારી ઈચ્છા છે કે તમે બન્ને જ આમનું નામ રાખો..."
મિતાલી બોલે છે...

"આશી..."
શિવ બોલે છે...

"આદિ..."
અક્ષત બોલે છે...
બધા ને આ નામ બઉજ ગમે છે...

અને બધા વારા ફરીથી આશી અને આદિ ન રમાડતા હોય છે...

*****

બધા મહેમાનો હવે જતા રહ્યા હોય છે અને તે પાંચે બેઠા હોય છે...

"આ આદિ શાંત છે એકદમ અક્ષત જેવો પણ આ આશી શિવ ઉપર ગઈ છે બઉ મસ્તી કરે છે શિવ ની જેમજ..."
મિતાલી બોલે છે...

"તો સારું જ છે ને..."
શિવ બોલે છે...

તે બધા વાતો કરે છે અને આજે શિવ અને અહાના બારે જમવું માટે જવાના હોય છે અને તે બન્ને જમવા માટે જતા રે છે...

"હું આદિ સુઈ ગયો છે તો તેને સુવડાવી દઉં..."
મિતાલી બોલે છે...

"તું હવે આદિ ને સુઈવડાવી ને સુઈ જજે હું આશી સુઈ જશે પછી રૂમ માં સુવડાવી દઈશ..."

મિતાલી ત્યાં થી આદિ ને લઇ ને રૂમ માં જાય છે અને દિયા આશી ને રમાડતી હોય છે અને અક્ષત પણ તેની બાજુ માં બેઠો હોય છે...

"અરે જો આશી તો સુઈ ગયી..."
અક્ષત બોલે છે...

"હું આને મિતાલી પાસે સુવડાવી ને આવું..."
દિયા બોલી ને જાય છે...

"અરે હું આશી ને સવડાવા ગઈ તી ત્યારે આદિ જાગી ગયો તો અને મિતાલી આજે થાકી ગઈ છે તો તે સુઈ ગઈ છે.."
દિયા બારે આવતા બોલે છે...

તે આવી ને અક્ષત ની બાજુ માં બેસી જાય છે...

"મિતાલી સાચું જ કેતી કે આદિ તારા જેવો જ શાંત છે..."
દિયા બોલે છે...

"તને ખબર છે શિવ એ આશી નામ કેમ રાખ્યું.."
અક્ષત બોલે છે...

"હા કેમ કે આ એટલે અહાના અને શી એટલે શિવ..."
દિયા બોલે છે...

"તો મેં આદિ નામ કેમ રાખ્યું હશે..."
અક્ષત બોલે છે...

"આ એટલે અક્ષત અને દી કોના માટે..."
દિયા તેની સામે જોઈ ને બોલે છે...

"વિચાર દિયું..."
અક્ષત બોલે છે....

હવે આ સાંભળી ને દિયા શું બોલશે...
તે જાણવા જોડાયા રહો મારી સાથ....

પ્રેમ થઇ ગયો...