The Story of Love - 20 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-20

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-20

ૐ નમઃ શિવાય



The Story Of love Part-20



અત્યાર સુધી આપડે જોયું કે બધા તે જ મહેલ માં પોચી જાય જ્યાં મિહિર અને માનવી ની સ્ટોરી બની હતી અને બધા ત્યાં જઈ ને જમી ને બધા આગળ ની સ્ટોરી સાંભળવા બેસી જાય છે...


"બસ કર રોહિત એને ડરવાની જરૂર નથી..."
માનવ બોલે છે...

નવ્યા જઈ ને માહી જોડે જઈ ને બેસી જાય છે...

"અરે નવ્યા તું ડર નઈ..."
રોઝી પણ તેની બાજુ માં બેસતા બોલે છે...

ત્યારે જ ત્યાં રોહિત ના ફોન ની રિંગ વાગે છે અને તે ફોન સામે જોવે છે...

"અરે મોની નો ફોન આવ્યો તમે સ્ટોરી ચાલુ કરો હું થોડી વાર માં આવું..."
રોહિત આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

આ સાંભળી ને નવ્યા નું મોઢું ચડી જાય છે અને તે ચુપચાપ બેસી જાય છે...

"અરે હા માહી તને એ બુક જોતી હતી ને..."
માનવ બોલે છે અને તેની પાસે રાખેલી તે બુક માહી ને આપે છે...

"પણ તે તો કીધું તું આ બુક તો..."
"અરે મારા પપ્પા ના ફ્રેન્ડ એ આ બુક અહીંયા જ રાખી છે અને તમને મેં પૂછ્યું ત્યારે તેમને મને આ બુક એમના રૂમ માં લેવાનું કહ્યું..."

માહી બોલે તે પેલા જ માનવ બોલે છે...

તેમની વાતો વચ્ચે જ ત્યાં એક કાર અવાનો અવાજ આવે છે અને ત્યારે મોની અને રોહિત અંદર આવે છે...

"હવે આ અહીંયા કેમ આવી..."
નવ્યા ધીમે થી બોલે છે...

"કેમ છો.. મને ખબર છે તમે બધા મને મિસ કરતા હસો..."
મોની અંદર આવતા બોલે છે...

"હા સારું થયું તું પણ આવી ગઈ..."
રોઝી બોલ છે...

"હું તો થાકી ગઈ છું તો હું રૂમ માં જઉં..."
મોની બોલે છે...

"હા તું રૂમ માં જા હું આવું તારા માટે જમવા નું લઈને..."
રોહિત બોલે છે...

મોની ઉપર જાય છે અને રોહિત આવી ને માનવ જોડે બેસી જાય છે...

"અરે તે આને અહીંયા કેમ બોલાવી..."
માનવ ચિડાઈ ને બોલે છે...

"મને પણ નથી ખબર એ અહીંયા કઈ રીતે આવી અને મેં તો એન કાય કીધું પણ નતું..."
રોહિત બોલે છે...

"જા હવે એની જોડે..."
માનવ બોલે છે અને રોહિત જમવાનું લઇ ને મોની પાસે જાય છે...

"હા...હા જા..."
નવ્યા ધીમે થી બોલે છે અને આ સાંભળી ને માહી ગુસ્સા માં એની સામે જોવે છે અને નવ્યા નીચે જોવા લાગે છે...

"હવે તું સ્ટોરી ચાલુ કર..."
માહી બોલે છે...

હવે માનવ બધી વાત મૂકી ને તે સ્ટોરી કેવાનું ચાલુ કરી દે છે...


૨7 વર્ષ પહેલા...

મિહિરઅને એનો પરિવાર ખુશી થી મુંબઈ માં રેતો હોય છે અને એક નામી પરિવાર હોય છે...

જેમાં દિપાલી બેન ના ૩ છોકરાઓ હોય છે મિહિર અને જય જુડવા હોય છે રૂપાળી તેમના કરતા ૩ વર્ષ નાની હોય છે...

તેમનો એક મોટો બિશન્સ હોય છે અને તેમનો પરિવાર ખુશ હોય છે...

"ભાઈ તમારે કાલે કોલેજ જવાનું છે ને..."
રૂપાલી બોલે છે...

"હા કાલે સવારે ૮ વાગે જવાનું છે..."
જય બોલે છે...

"હા તો ચાલો ને નીચે આપડે મોવી જોઈએ..."
રૂપાલી બોલે છે...

"ના તું જો આમારે કાલે વેળા ઉઠવાનું છે..."
જય બોલે છે અને રૂપાળી ત્યાં થી નીચે જાય છે...


બીજા દિવસે જાય અને મિહિર કોલેજ જવા માટે નીકળી જાય છે અને એમની સાથે તેમના બીજા ફ્રેન્ડ પણ હોય છે...

કોલેજ ની અંદર જતા હોય છે અને ત્યાં જ મિહિર કોઈ થી ટકરાઈ જાય છે...

"અરે તમે જોઈ ને નથી ચાલી શકતા..."
માનવી બોલે છે...

"અરે સોરી સોરી..."
મિહિર બોલે છે...

તેના ગ્રુપ ના બધા લોકો હસવા લાગે છે...
માનવી ગુસ્સા માં આવી જાય છે અને ત્યાં થી નીકળી જાય છે...
મિહિર બસ માનવી ને જ જોતો હોય છે...

"અરે ચાલ હવે ક્લાસ ચાલુ થવાની છે..."
જય બોલે છે અને મિહિર ની સાથે ક્લાસ માં જાય છે અને ત્યાં મિહિર ની નજર માનવી પર જાય છે...

માનવી ને જોતા જ તે મિહિર ને ગમી ગઈ હોય છે અને તે કોન છે તેનું શું નામ છે તે બધી જાણકારી ભેગી કરી લે છે...

માનવી એક અનાથ હોય છે અને તે અનાથઆલય માં જ રહેતી હોય છે અને તે પોતે મહેનત થી જ કોલરશિપ થી તે આ કોલેજ માં આવી હતી અહીંયા બધા મોટા ઘર ના લોકો જ આવતા હતા એના માટે જ માનવી અહીંયા કોઈ જોડે વધારે વાત ના કરતી...

પણ માનવી તો એના કામ થી જ કામ રાખતી અને માનવ ની ગણી કોશિશ કરવા છતાં માનવી વાત નથી કરતી...

આ તો મિહિર હતો એમજ થોડી તે માનવી જોડે વાત ના કરી શકે...

એક દિવસ મિહિર ના ગ્રુપ ની એક છોકરી માનવી ને હેરાન કરતી હોય છે તો મિહિર ત્યાં જાય છે અને તે છોકરી જોડે જગડો કર છે અને માનવી ને એની જોડે લઈને બીજી બાજુ જતો રે છે...

"થૅન્ક યુ..."
માનવી એના આશું લૂછી ને બોલે છે...

"અરે એમાં શું અને તમે રોવો કેમ છો, તમને કોઈ હેરાન કરે તો તમે મને કઈ દેજો..."

મિહિર બોલે છે અને માનવી એના સાથે થોડી વાર બેસે છે જયારે એને થોડું ઠીક લાગે છે ત્યારે મિહિર જ તેને ઘરે મુકવા નું કે છે પણ માનવી ના પડી દે છે પછી તે નીકળી જાય છે...

"અરે માનવી તું મારા સાથે વાત તો કર તને પણ નથી ખબર કે હું કેટલા સમય થી હું રાહ જોઉં છું..."

મિહિર મન માં બોલતો હોય છે અને ત્યારે જ એ છોકરી આવે છે જે માનવી ને હેરાન કરતી હતી...

"મિહિર એ છોકરી માટે થઇ ને તે મારા જોડે જગડો કર્યો..."
રિયા બોલે છે...

"તું કોઈ ને પણ હેરાન કર મારે નથી જોવાનું પણ યાદ રાખજે માનવી થી દૂર રેજે..."
મિહિર બોલે છે અને ત્યાં થી નીકળી જાય છે...

હવે મિહિર અને માનવી ની વાતો થવા લાગે છે અને ધીમે ધીમે બન્ને એક બીજા ને પસંદ કરવા લાગે છે પણ માનવી પોતાના મન ની વાત મિહિર ને કીધી નથી હોતી અને મિહિર જે માનવી ને કેવાની કોશિશ પણ કરે તો એ માનવી તેની વાત બદલી દેતી હતી...

આમ ને આમ સમય જતો હતો અને ૧ વર્ષ જેવું થઇ જાય છે અને હવે ત્રણ નું ગ્રૂપ બની ગયું હોય છે જય, મિહિર અને માનવી ત્રણે હંમેશા બધી જગ્યા એ સાથે જ રેતા હતા...

પણ આ વાત રિયા ને નથી ગમતી કે જય અને મિહિર તેને મૂકી ને હવે માનવી સાથે રેવા લાગ્યા હોય છે...

હવે તો જય ને પણ ખબર પડી ગઈ હોય છે કે મિહિર માનવી ને પસંદ કરે છે...


"મિહિર નો પરિવાર વેમ્પાયર કઈ રીતે બન્યો...?"
"મિહિર અને માનવી જોડે આગળ શું થશે...?"
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....