Prem Thai Gyo - 22 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 22

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમ થઇ થયો - 22

ૐ નમઃ શિવાયઃ

PART-22

અત્યાર સુધી આપડે જોયું કે શિવ આવી ને મિતાલી ને તેની અને અહાના ની બધી વાત કે છે...

"અક્ષત હવે તું પણ દિયા ને કઈ દે..."
શિવ બોલે છે...

"હા પણ હજુ હું એને સમજવા માંગુ છે અને એનો સાથ આપવા માંગુ છું..."
અક્ષત બોલે છે...

"ચાલ ભાઈ પ્રોમિસ કર કે આપડા લગ્ન એક સાથે લઈશું..."
શિવ બોલે છે...

"અરે પેલા દિયા ને તો હા કેવા દે..."
મિતાલી બોલે છે...

"હા હું પ્રોમિસ આપું છું..."
અક્ષત બોલે છે...

તે બધા થોડી વાર વાતો કરી ને શિવ અને અક્ષત તૈયાર થઇ ને ઓફિસ જવા માટે નીકળી જાય છે...

*****

બધા ઓફિસ માં બેઠા હોય છે અને તેમના આગળ ના કામ વિશે તે લોકો વાત કરતા હોય છે, ત્યારે ત્યાં રોહિત આવે છે...

"સારું થયું તમે બધા અહીંયા જ બેઠા છો..."
રોહિત તેમની પાસે આવતા બોલે છે...

"આવ આવ રોહિત..."
શિવ બોલે છે...

"તમારા ભાઈ ને છોકરી મળી ગઈ છે..."
રોહિત બોલે છે...

"કોણ છે એ..."
અક્ષત બોલે છે...

"અરે આ મમ્મી ની પસંદ છે એમને કીધું મળી લે એક વાર તો કાલે જ મળી ને આવ્યો અને બધું નક્કી થઇ ગયું કાલે જ...."
રોહિત જે બધા ને મીઢાઈ આપતા બોલે છે...

બધા રોહિત ને શુભકામના પાઠવે છે...

"અરે દિયા હવે તારે ક્યારે કરવાના છે લગ્ન અને નકુલ ક્યાં છે..?

તું અહીંયા છો તો પણ હજુ મળવા પણ નથી આવ્યો..."

રોહિત બોલી ને તેમની સાથે બેસી જાય છે...

"હવે અમે સાથે નથી..."
દિયા બોલે છે પણ આ સાંભળી ને રોહિત પણ કાય બોલતો નથી...

"મારી એના સાથે પણ વાત નથી થઇ..."
રોહિત બોલે છે...

અક્ષત ત્યારે જ અહાના ને ઈસારો કરે છે...

"દિયા ચાલ થોડું કામ કરવા નું છે..."
અહાના બહાનું બનાવી ને દિયા ને ત્યાં થી લઇ જાય છે...

"દિયા હવે બધું પાછું ના વિચાર અને ચાલ આપડે કેન્ટીન માં જઈએ મને ભૂખ લાગી છે..."
અહાના બોલી ને દિયા ને જબજસ્તી તેની સાથે લઇ ને જાય છે...

પણ દિયા નું મોઢું ઉતરી ગયું હોય છે અને એ બસ કાય બોલ્યા વગર ત્યાં બેઠી હોય છે...

તે બન્ને કેન્ટીન માં નાસ્તો કરતા હોય છે, ત્યારે અક્ષત આવે છે અને અહાના ને ત્યાં થી જવા નો ઈસારો કરે છે અને અક્ષત ત્યાં આવી ને બેસી જાય છે...

"મને શિવ બોલાવે છે તું બેસ હું આવી..."
અહાના ના એટલું બોલી ને ત્યાં થી જાય છે...

"મને પણ ભૂખ લાગી છે દિયું...."
અક્ષત બોલે છે ત્યારે દિયા તેની પ્લેટ અક્ષત સામે કરી દે છે...

અક્ષત તે જોઈ ને તેની પ્લેટ માં જ ખાવા લાગે છે...

બીજી બાજુ અહાના શિવ પાસે જઈને બેસે છે...

"આ નકુલ કોણ છે..."
શિવ બોલે છે...

પછી અહાના તેને બધી વાત કે છે...

*****

મિતાલી આજે દિયા સાથે હોય છે અને અચાનક તેને દુખાવો થવા લાગે છે અને તેની બાજુ માં સૂતેલી દિયા ને ઉઠાડે છે....

"અહાના....જલ્દી શિવ અને અક્ષત ને અહિયાં બોલાવ મિતાલી ને હોસ્પિટલ લઈ જવી પડશે..."
દિયા બોલે છે અને મિતાલી નો હાથ પકડી લે છે...

અક્ષત અને શિવ આવે છે અને તે બધા મિતાલી ને હોસ્પિટલ લઇ ને જાય છે...

રાત ના ૨ વાગ્યા હોય છે, બધા હોસ્પિલ ની રૂમ ની બારે ઉભા હોય છે અને ત્યારે નર્સ આવે છે...

"ખુશ ખબર જુડવા થયા છે અને એક છોકરો છે અને એક છોકરી..."
નર્સ બોલે છે...

આ સાંભળી ને બધા ખુશ થઇ જાય છે અને અક્ષત મિતાલી ના મમ્મી પાપા ને ફોન કરે છે...

"મારી વાત થઇ ગઈ મિતાલી ના મમ્મી પાપા કાલે આવી જશે..."
અક્ષત બોલે છે...

મિત્તલ ને હજુ હોશ માં નથી આવી હોતી...

અક્ષત અને દિયા વાતો કરતા હોય છે ત્યારે નર્સ આવે છે....

"હવે તમે મળી શકો છો..."
નર્સ બોલે છે...

તે બધા અંદર જાય છે મળવા માટે જાય છે...

પહેલા તો શિવ અને અક્ષત બેબી ને હાથ માં લે છે અને તેમને જોઈ ને ખુશ થઇ જાય છે પછી દિયા અને અહાના ને હાથ માં આપે છે...

મિતાલી પણ બઉ ખુશ હોય છે પણ ક્યાંક ને ક્યાંક એ આજે નીતિન ને વધારે જ યાદ કરતી હોય છે...

થોડા મહિના પહેલા...
નીતિન અને મિતાલી બેઠા હોય છે...

"મને તો છોકરી જ જોઈએ છે..."
નીતિન બોલે છે...

"ના મને છોકરો જોઈએ છે..."
મિતાલી બોલે છે...

"પણ જો જુડવા આવ્યા તો..."
નીતિન બોલે છે...

"અરે તો બન્ને ને હું કઈ રીતે સાચવીશ..."
મિતાલી બોલે છે...

"અરે તું શું ચિંતા કરે હું છું ને તારી સાથે આપડે મળી ને સાચવીશું..."
નીતિન બોલે છે....

હમણાં નો સમય...

મિતાલી એ એની આંખો બંધ કરી દીધી હોય છે અને તેની આંખો માંથી આંશુ વહેતા હોય છે, ત્યારે જ અક્ષત અને શિવ બન્ને તેની આજુ બાજુ બેસી જાય છે અને તેનો હાથ પકડી લે છે...

"અરે મિતાલી તને ખબર આજે અમે બઉજ ખુશ છીએ..."
અક્ષત બોલે છે...

મિતાલી પણ ધીમે થી ઉભી થઇ ને તે બન્ને ના ગળે લાગી જાય છે...

"ભાઈ હું આ બન્ને ને એકલી કઈ રીતે સાચવીશ..."
મિતાલી રોતા રોતા બોલે છે...

"અરે હું અને અક્ષત તો છીએ.."
શિવ બોલે છે...

"અરે હું પણ એની મામી છું મને પણ આવા દો..."
અહાના બોલી ને તેમના ગળે લાગી જાય છે...

"હા તો હું પણ માસી છું..."
દિયા બોલી ને તે પણ આવી ને ગળે લાગી જાય છે...

થોડી વાર બધા એ રીતે રઈને અલગ થાય છે અને મિતાલી તેના આંશુ લુઝ છે અને તેના બેબી ને પોતાની જોડ સુવડાવે છે...

તે ચારે પછી રૂમ ની બારે જાય છે...

"હા અને હમણાં અહીંયા કોઈ 1 જ રોકાઈ શકશે..."
શિવ બોલે છે...

"હા તો તમે બધા ઘરે જાઓ હું અહીંયા જ મિતાલી સાથે રઉ છું..."
દિયા બોલે છે...

"ના હું પણ અહીંયા રઈશ અને શિવ તુંઅહાના સાથે ઘરે જા ..."
અક્ષત બોલે છે...

શિવ અને અહાના ત્યાં થી નીકળી જાય છે...

રૂમ ની બારે હમણાં અક્ષત અને દિયા બેઠા હોય છે...

"બન્ને કેટલા ક્યુટ લાગે છે ને..."
દિયા ખુશ થઇ ને બોલે છે...

"હા મારા તો હાથ માં સમાઈ જાય એવડા છે બન્ને..."
અક્ષત બોલે છે...

તે બન્ને વાતો કરતા હોય છે અને દિયા ક્યારે અક્ષત ના સોલ્ડર પર તેનું માથું રાખી ને સુઈ જાય છે તેને પણ ખબર નથી હોતી...

અક્ષત બસ તેને જ જોતો હોય છે અને થોડી વાર માં તેને પણ ઊંઘ આવી જાય છે...

બીજી બાજુ શિવ અને અહાના પણ ઘરે પોચી ગયા હોય છે...

"હું તો માસી અને મામી બન્ને બની ગઈ આજે..."
અહાના ખુશ થઇ ને બોલે છે...

ઘરે પહોંચ્યા પછી તે બન્ને પણ સુઈ જાય છે...

મિતાલી જે આજે તેના બેબી ને જોઈ ને નીતિન ને યાદ કરતા કરતા તે પણ સુઈ જાય છે...

હવે આગળ આ કહાની માં શું થાય છે તે જાણવા જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...