રૂપાળા વાદળાની સોનેરી કોર
●●●●●□□□●●●●●□□□□□□●●●●●●
બીજા દિવસે સવારે ઉઠવામાં ઘણું મોડું થઈ ગયું
કેટલાંવરસો પછી અજંપા વિનાની ઉઁઘ આવી હતી. ઉઠી
ને પરવારતાં જ સાકરમાએ પગ ઉપાડ્યાં, સામાનનાં નામે
એક ભરતકામ વાળી થેલી અને એમાં મુકેલો પિતાનો
ઘરેણાં નો ડબ્બો ને ભાતું હવે કોઈને જાણ કરવાની
નહોતી કોઈથી વિદાય લેવાની ન હતી.મન થોડું મક્કમ
હતું,પગ સડસડાટ ઉપડ્યાં. ,ગામનાં પાદરથી પોણો
કિલોમીટર ચાલીએ એટલે મુખ્ય ધોરીમાર્ગ(સ્ટેટ હાઈ વે
-આવતો).છેવાડાં નો જીલ્લો પાંખી વસ્તી, વાહનોની
અવરજવર પણ પાંખી.એકલદોકલ વાહન
નીકળે .નવ્વાણુંની સાલ કાર યુગ અહીં નહોતો પહોચ્યોઁ
બસ પણ અમુક કલાકે મળે,ટ્રક,અને ઈમરજન્સીમાં ભાડે
કરાતી એમ્બેસેડર કાર. ,તેય પાંચ છ ગામ વચ્ચે એક.
ગામનાં પાટીયે પહોંચતા સાકરમાને તડકો જોઈને
ચિંતા થઈ "બપોરા (લંચ)ટાણું થયું,અગિયારવાળી(બસ)
તો ગઈ, હવે કો'ક ભારખાનું(ટ્રક)કે છકડાંની રાહ જોવી
જોહે".
પાટીયે એક જુનું બસ સ્ટોપ નાની ઓરડી જેવું બનેલું
તે તો કાળક્રમે પડી ગયેલું,એમાં અંદર કાળા પડી ગયેલાં
પથ્થરોનો કાટમાળ,દીવાલમાંથી ઉગેલ પીપળો, ફેંકાયેલ
કચરો એને સાવ અવાવરૂ બનાવતાં હતાં.સાકર સામેની
બાજું ઘટાટોપ વડ નીચે પથ્થર પર બેઠી,વડ પુરો થાય
એટલે તરત ઢાળ એ ઉતરી થોડાં ડગલાં ચાલીએ એટલે
નદી કિનારો. અત્યારે તો નદીનાં પાણી ઓસરેલાં,
કાંડાડુબ (પગનાં કાંડા ડુબે તેટલું)પાણી .
સાકરમાંએ કંટાળીને ભાતું ખોલ્યું.રોટલાં પર લગાવેલ
માખણને લસણવાળી ચટણી, બપોરા કરી પાણી પીવાં
ઢાળ ઉતરતાં,ત્યાં ઉગેલ ગુલમહોરનાં લાલચટક ફુલ મોં
માં મુકાઈ ગયું એનો અદભૂત સ્વાદ જીભને તરબતર કરી
ગયો,પાણી પીવાની જરૂર ન રહી.ઉપર ચડવા જ જતી
હતી કે એક ગાડી પૂરપાટ ઝડપે આ તરફ ધસતી
આવી.એક ક્ષણમાં એનાંથી બેસાઈ ગયું.આંખ ભીડીને
ક્યાંય સુધી બેસી રહી.
અદમ્ય જિજીવિષા હતી કે ,ગામનાં એક જુવાનને
થોડાં વરસો પહેલાં એક સફેદ કાર કચડીને જતી રહી
હતી એ વાતનો ડર, આટલી ત્વરિતતાં તો જિંદગીમાં
ક્યારેય નહીં આવી હોય.થોડીવાર પછી બાળકનાં
રડવાનાં અવાજથી તંદ્રા તુટી,ઉપર આવીને જોયું તો
આજુબાજું ન કોઈ માણસ ન ગાડી,એકદમ નિરવતા.
વળી પાછો રડવાનો અવાજ આવ્યો.
અવાજ અવાવરૂ ઓરડીમાંથી આવતો હતો,એણે એ
તરફ પગ ઉપાડ્યાં તો,ત્યાં એક નવજાત બાળક રડતું
હતું આજ કોઈ છે નહીં એની ખાતરી થતાં સાકરમાએ
બાળકનાં માથે હાથ ફેરવ્યો,હુંફાળા એ સ્પર્શથી બાળક
શાંત થઈ ગયું.એ નવાઈથી જોઈ રહી કપાળમાં કાળું
તિલક આ બાજુનો રિવાજ નહોતો, સુંદર આંખો જાણે
પોતાની જ પ્રતિક્રૃતિ.લીલાં રંગની કોટનની સાડીનાં
કટકામાં વીંટાળેલ એ બાળક પગ ઉછાળતું હતું.સાકરે
ક્યારેય કોઈ આટલાં નાનાં બાળકને તેડેલું નહી એ જોતી
રહી.પાછાં રડવાનાં અવાજથી એનાં હાથ લંબાઈ
ગયાં,એને બાળકને છાંતીસરસું ચાપ્યું,જાણે બાળકને
બદલે ખુદને સાંત્વનાં આપતી હોય.
આખી જિંદગીનું માતૃત્વ સમાયેલું હતું એવાં
આલિંગનથી બાળક સાવ શાંત થઈ ગયું.એણે
વીંટાળેલ કપડું સરખું કર્યું તો એક ચિઠ્ઠી સરકી,એ ભાષા
કંઈ અલગ જ હતી.એણે ખાતરી કરવાં આખું કપડું
કાઢીને વિટાંળ્યું કંઈ ન મળ્યું. એ મનમાં બબડી" છેવાડાં
નું જક્શન તી ગાંડા તો મુકી જાય પણ કોઈ ગગી (દીકરી)
મુકી જાય ઈ નથી ભાયળું."એ ધારતતો ગામમાં આવી ને
વાત કરી બાળકીની કંઈ વ્યવસ્થાં કરી શકત,પરંતું એણે
અશ્ર્વિનીબહેન પાસે જવાનું નક્કી કર્યું,આ બાળકી કોઈ
ને સોંપવી નહી એ નિર્ધારતો થઈ જ ગયેલો. અજાણતાં
જ પ્રાર્થના થઈ ગઈ "હે મારા વા'લાં તું કરય ઈ ખરી,તે
મારાં સામું જોયું ખરું"
અજાણ્યો ટ્રક દેખાયો એટલે હાથ ઉંચો કરીને ઉભો
રહેતાં સાકરમાં એમાં બેસી ગયાં.
નવી સદી ઉઘડું ઉઘડું થતી'તી હતી ,ટ્રક ની ગતિએ
સાકરમાને એની જિંદગીની નવી સદી વહેલી જ આપી
દીધી.
●•□•□□□□□□□□□□□□•□•●□•□□□□□●□•
અશ્ર્વિનીનાં હાથમાં નિમણૂક પત્ર હતો,મનમાં નિર્ધાર ,હવે
કોનાં માટે અહીં રહેવું?
દસ વર્ષ પહેલાંની જીવનથી ભરપૂર નવયૌવનાં ત્રીસની
આયુંમાં જિંદગીની થપાટોથી એ તરવરાટ ગુમાવી ચુકી
હતી.વારંવાર થયેલાં ગર્ભપાતે એનાં લોહીની સાથે એનાં
મનોબળનેય પાતળું કરી દીધેલું.ગરીબ માં -બાપનાં
રૂઢીગત વિચારો એને છુટાછેડાંની અનુમતિ નહોતાં
દેતાં.પતિનાં અત્યાચાર અને બીજી સ્ત્રી સાથે ખુલ્લેઆમ
સબંધ એ બધું સહન કરવાની અનુમતિ એનું મન નહોતું
દે'તું.વર્ષોનાં મનોમંથન પછી એણે નક્કી કરેલું ,બધાથી
ક્યાંય દૂર ચૂપચાપ જતું રહેવું.આમ પણ મહીનાઓ સુધી
પોતાની ખબર ન લેતાં પતિને પોતાનાં પગાર સિવાય
કોઈ મતલબ નહોતો.
પોતાની જ વિદ્યાર્થીનીઓને આત્મસન્માનનાં પાઠ
ભણાવતાંએને મનમાં ખટકો જાગતો.મો પરનાં લીલાં
ચકામાં બધીચાડી ખાતાં. મહીનાં પહેલાં જ અરજી કરી
દીધેલી અને કાલ રાત પછી નક્કી કરી લીધેલું..સવારમાં
જ રાજીનામું લખી નાખ્યું.દુખતાં મનને શાતા થઈ ને
આજે જ મળ્યો નિમણૂંક પત્ર.
દરવાજો ખખડ્યો અશ્ર્વિનીબહેનનાં મનમાં દહેશત થઈ
"ક્યાંય એણે જવાનું માંડી વાળ્યું?,એવું તો બને
નહીં"એણે ફટાફટ કાગળ ગાદલા નીચે દબાવ્યો.દરવાજે
સાકરમાને જોઈ એને આનંદ, અચંબો અને સંકોચ ત્રણેય
લાગણી એકસાથે થઈ.
અલગ અલગ ફલક પર વિકસેલી ત્રણ જિંદગીઓ એક
અલગ જ આયામ પર સંજોગથી ભેગી ગઈ. હવે
આગળનો રસ્તો અલગ હશે કે એક જ?
@ડો.ચાંદની અગ્રાવત
વાચક મિત્રો રસ્તો બદલાઈ તો પણ સફર એ જ છે.આ
સફર જારી રહે.
.ડો.ચાંદની અગ્રાવત