The story of love - Season 1 part-19 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-19

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-19

ૐ નમઃ શિવાય


The Story Of love Part-19



અત્યાર સુધી આપડે જોયું કે માનવી જોરજોર થી રાડો પડતી હોય છે અને જોડે જ મિહિર અને જય હોય છે જે એના ઘરે હોય છે તે માનવી નો આવાજ સાંભળી ને તે તરફ ભાગે છે...

એ બન્ને ભાગી ને ગાર્ડન માં આવે છે અને જયારે માનવ જોવે છે કે માનવી ત્યાં બેહોશ પડી હોય છે...

મિહિર તેને તેના ખોળા માં ઉપાડે છે અને ત્યાં દિપાલી બેન ને જોઈને સમજી જાય છે કે શું થયું છે તે કાય બોલ્યા વગર ત્યાં થી માનવી ને લઇ ને એના રૂમ માં જાય છે...

"માનવી... માનવી..."

મિહિર તેને ઉઠાડતા બોલે છે એને માનવી ઉઠે છે અને તે કાય બોલે તે પેલા મિહિર તેની આંખો માં જોવે છે અને તેની આંખો માં જોતા જ માનવી ને ધીમે ધીમે ઊંઘ આવા લાગે છે અને થોડી વાર માં તે સુઈ જાય છે અને માનવી નો હાથ પકડી ને ત્યાં બેસે છે...

"હું તને ખુશ જોવા માંગતો હતો પણ મારા લીધે જ તું હેરાન થાય છે મારે જ તારા થી હવે દૂર થવું પડશે..."

મિહિર બોલે છે અને એની આંખ માંથી આંશુ માનવી ના હાથ પર પડે છે અને મિહિર ત્યાં થી ઊભ થાય છે અને આંશુ લુસે છે...

મિહિર તેની રૂમ માં થી બારે આવે છે અને ત્યાં થી હોટેલ થી નીકળી ને ઘર તરફ જવા લાગે છે એનો ગુસ્સો હવે વધતો જતો હોય છે અને બસ ૧ મિનિટ માં ઘરે પોચી જાય છે અને તેને આટલા ગુસ્સા માં જોઈ ને જય કાય બોલતો નથી...

"તમને મેં કેટલી વાર કીધું છે કે આ બધા કામ તમારે એવી જગ્યા એ કરવા ના કે કોઈ જોઈ ના શકે..."

મિહિર ગુસ્સા માં બોલે છે અને એનો ગુસ્સો એટલો વધી ગયો હોય છે કે એની આંખો લાલ થઇ ગઈ હોય છે એને આ રીતે જોઈ ને દિપાલી બેન પણ ડરી જાય છે અને પાછળ હટવા લાગે છે...

"મિહિર પેલા શાંત થઇ જા તું..."
જય તેની પાસે થઇ ને બોલે છે...

"જય આજે તું વચ્ચે ના આવજે મેં હંમેશા આમને માફ કર્યા છે પણ હવે એ નઈ બને..."
મિહિર ગુસ્સા માં બોલે છે...

"મમ્મી આપડે અહીંયા 5 વર્ષ થી છીએ અને જો માનવી ની જગ્યા એ કોઈ બીજું વ્યક્તિ જોઈ ગયું હોત તો આપડો રાજ આજે ખુલી ગયો હોત અને તમારી ગણી ભૂલો ના કારણે આપડે પેલા પણ એક મોટી ભૂલ કરી છે..."
જય બોલે છે...

"હા બેટા મને માફ કરી દે એ જુવાન છોકરી ને જોઈને મારા થી ના રેવાનું અને મેં બધા ના જમવા માં ઊંઘ ની ગોળી મિલાવી દીધી હતી એટલે મને લાગ્યું કોઈ નઈ આવે..."
દિપાલી બેન બોલે છે...

"મેં તમારા લીધે ગણા લોકો ને ખોયા છે અને હવે હું કોઈ ને ખોવા નથી માંગતો..."
મિહિર બોલે છે...

જયારે જય મિહિર ની સામે જોવે છે તો તેના ૨ નુકીલા દાંત બાર આવી ગયા હોય છે અને તેની આંખો લાલ હોય છે તેને આ રૂમ માં જોઈને કોઈ પણ ડરી જાય છે...

ત્યારે અશોક ભાઈ પણ ત્યાં આવી જાય છે અને તે મિહિર ને શાંત કરવાની કોશિશ કરે છે...

આજ થી 5 વર્ષ પહેલ જ્યારે આ પરિવાર આ મહેલ ખરીદી લે છે અને અહીંયા રેવા આવી જાય છે આ કોઈ નોર્મલ પરિવાર નથી...

આ પરિવાર એક વેમ્પાયર નો પરિવાર છે અને એક સમય એવો હતો જયારે આ પરિવાર પણ સામાન્ય રીતે રહેતો હતો...

પહેલા ના સમય માં આ પરિવાર અહીંયા નહિ પણ મુંબઈ માં રહેતો હતો અને એક નામી પરિવાર હતો જેનો મોટો બિઝનસ હતો...

અશોક ભાઈ તેમની પત્ની અને તેમના બન્ને છોકરા અને તેમની છોકરી રૂપાળી સાથે રેતા...

તેમનો પરિવાર ખુશ હતો પણ અચાનક...




present time...

તે બધા હવે પહોંચવા જ આવ્યા હોય છે પણ અચાનક માનવ કાર ઉભી રાખી દે છે...

"અરે હવે મને ભૂખ લાગી છે અને આગળ ની સ્ટોરી હું ખાઈ ને જ બોલીશ..."
માનવ બોલે છે...

"મિહિર એક વેમ્પાયર છે...?"
નવ્યા બોલે છે...

"હ તું પેલા સ્ટોરી તો કે અને તને હમણાં જ ભૂખ લાગવી તી..."
માહી બોલે છે અને પછી આગળ એક હોટેલ પર કાર ઉઠી રાખે છે અને બધા નીચે ઉતરે છે...

નાસ્તો કરી ને બધા પાછળ મહેલ તરફ જવા માટે નીકળી જાય છે હવે એ બધા એમની વાતો માં હોય છે...

થોડી વાર મ જ તે લોકો તે જગ્યા એ પોચી જાય છે અને જેવી ગાડી બારે ઉભી રે છે ત્યારે બધા ત્યાં જ ઉતરી જાય છે...

"તમે અંદર જાઓ હું આ કાર પાર્કિંગ કરી ને આવું..."
રોહિત બોલ છે...

"જોવો આ જ એ ગાર્ડન છે જે મેં તમને કીધું હતું..."
માનવ બોલે છે...

આ જગ્યા જોઈ ને ડર તો લાગતો હતો બધા ને કે આવી જગ્યા એ આવું તેમને નુકસાન ના પહોંચાડે પણ બધા ખુશ પણ હતા આ જગ્યા જોઈ ને...

મહેલ ની અંદર જાય છે બધા અને મહેલ એટલો મોટો હોય છે તેને જોઈ ને બધા તેને જોવે જ રાખે છે...
ત્યારે જ રોહિત ત્યાં આવે છે...

"તારા પાપા ના ફ્રેન્ડ ક્યાં છે..."
માહી બોલ છે...

"એ કાલે સવારે અહીંયા આવશે..."

માનવ બોલે છે અને બધા થાકી ગયા હોય છે એના લીધે તે બધા ને રૂમ બતાવે છે...

ત્રણે છોકરીઓ એક રૂમ માં જાય છે અને બીજા રૂમ માં એ બન્ને છોકરાઓ જાય છે...

બધા એટલા થાકી ગયા હોય છે જેના લીધે તે બધા રૂમ માં જઈને ફ્રેશ થઇ ને સુઈ જાય છે પણ રાતે ત્યાં માનવ અને રોહિત તે ત્રણે ને બોલવા આવે છે...

તે મહેલ માં ૨ લોકો હોય છે અને ઉમર માં જોઈએ તો એ ૬૦ કે ૬૫ વર્ષ ના બન્ને લગતા હતા અને એ પતિપત્ની હતા...

તેમને આ લોકો માટે જ જમવાની બધી તૈયારી કરી દીધી હતી...

બધા નીચે આવે છે અને તે જમી લે છે પછી તે બધા એક જગ્યા એ જઈને બેસી જાય છે આગળ ની સ્ટોરી સાંભળવા માટે...

"અરે અહીંયા વેમ્પાયર તો નઈ આવે ને..."
નવ્યા બોલે છે...

"અહીંયા વેમ્પાયર નઈ આવી શકે..."
માનવ બોલે છે...

"હા તો ઠીક નઈ તો આપડે જ એક સ્ટોરી બની જઈશું..."
નવ્યા બોલે છે...

"વેમ્પાયર તો નઈ જ આવે કેમ કે હું જ એક વેમ્પાયર છું..."
રોહિત આટલું બોલી ને નવ્યા ની જોડે જાય છે...

અચાનક આ રીતે રોહિત ને બોલતા જોઈ ને નવ્યા ડરી જાય છે...




"રૂપાળી હમણાં ક્યાં છે...?"
" મિહિર અને તેનો પરિવાર વેમ્પાયર કઈ રીતે બન્યો...?"

મારી જેમ તેમને પણ ગણા સવાલો હશે અને તે સવાલો ના જવાબ માટે તો તમારે આગળ ના ભાગ માં જોડાવું પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....