Prem Thai Gyo - 21 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 21

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - 21

ૐ નમઃ શિવાયઃ

PART-21

અત્યાર સુધી આપણે જોયું કે નકુલ ની વાત તેની સામે આવી જાય છે..

"અરે મને શું ખબર દિયા શું થયું તને..."

નકુલ બોલી ને દિયા ની બાજુ માં બેસવા જાય છે ત્યાંરે જ દિયા તેને હાથ ના ઇસારે થી ના પાડી દે છે...

રોમા અને નકુલ છોકરી નો ફોટો ભાવિકા ને બતાવે છે...

"નકુલ તે આવું કેમ કર્યું..."
ભાવિકા ગુસ્સા માં બોલે છે...

"અરે મારી દિયા સાથે વાત કરવી છે.."
નકુલ બોલે છે..

"મારે તારા જોડે કોઈ પણ વાત નથી કરવી..."
દિયા ગુસ્સા માં બોલે છે...

"અરે શું થઇ ગયું કોઈ બીજી છોકરી સાથે હતો તો છું તો હું તારો જ ને..."
નકુલ બેશરમી થી બોલે છે...

"તું શું બોલી રહો છે નકુલ..."
ભૌતિક ગુસ્સા માં બોલે છે...

"હા હું રઈસ બીજી છોકરીઓ સાથે તારે મારી સાથે રેવું હોય તો રેજે બાકી તને જે ગમે તે કરજે..."
નકુલ બોલી ને ત્યાં થી જતો રે છે...

રોમા અને ભાવિકા મળી ને દિયા ને ઘરે લઇ જાય છે...

present time...

આ વાત સાંભળી ને અક્ષત થોડી થોડી વારે દિયા ને જોતો હતો અને દિયા આટલું બોલી ને ચૂપ થઇ જાય છે...

"દિયા પછી શું થયું..."
અક્ષત બોલે છે...

"હું ઘરે ગઈ અને બીજા દિવસે કોલેજ આવી તો ખબર પડી કે એને કોલેજ બદલી દીધી છે અને થોડા સમય પછી બસ એનો એક જ મેસેજ આવ્યો હતો એમાં તે કોઈ છોકરી સાથે હતો..."

દિયા આટલું પણ બઉ મુશ્કેલ થી બોલી સકી હોય છે...

અક્ષત તેની સામે જોવે છે ત્યારે તેની આંખો માંથી આંશુ વહેતા જોઈ ને તે કાર બાજુ માં ઉભી રાખી દે છે...

"દિયા મારી વાત સાંભળ..."

અક્ષત દિયા બાજુ ફરી ને બેસી જાય છે...અને દિયા પણ તેની સામે જોવે છે...

"જો હવે તે પાછો તો નઈ આવે તારે જ તારા જીવન માં આગળ વધવું પડશે..."
અક્ષત બોલે છે...

દિયા તેની સામે હા નો ઈસારો કરે છે...

"પણ એના પછી ના મારા જીવન માં કોઈ નઈ આવી શકે અને હું બસ એકલી રેવા મંગુ છું હું હવે કોઈ બીજા પર વિશ્વાસ નથી કરવા માંગતી..."

દિયા બોલે છે આ વાત અક્ષત ને નથી ગમતી પણ તે વાત ને બદલવા માટે બીજું બોલે છે....

"જો તું હવે આમજ રોઈશ ને તો હું પણ રોવા લાગીશ અને તેને ખબર છે હું રોવું એટલે ચૂપ પણ નથી થતો પછી અહીંયા બધે પાણી ભરાઈ જશે અને આપડા પાસે કાર છે બોટ નઈ...."

અક્ષત દિયા ના હાલ પર આંખુ ને સાફ કરતા બોલે છે...

આ સાંભળી ને દિયા પણ હસવા લાગે છે...

"અરે તનેદિયું કઉ તો ચાલશે ને..."
અક્ષત બોલે છે...

"હા ચાલશે પણ હવે અહીંયા થી જલ્દી ચાલ જો અહીંયા કેટલું અંધારું છે અને કોઈ કાર કે બીજા વેહિકલ પણ નથી આવતા..."
દિયા આજુ બાજુ જોતા બોલે છે...

"કેમ તને બીક લાગે છે..."
અક્ષત બોલે છે...

"હા જો 1 વાગવા આવ્યો છે..અરે પણ આવા સમયે તો આપડે ઘરે પોચી જવા જઇએ ને...."
દિયા બોલે છે...

"અરે તું બોલતી તી તો ત્યારે કાર ધીમે ચલાવતો હતો એટલે..."
અક્ષત બોલ છે કાર ચાલુ કરે છે પણ ચાલુ નથી થતી...

"શું થયું જલ્દી ચાલુ કર...."
દિયા બોલે છે...

"ચાલુ નથી થતી યાર અને મેં સાંભળ્યું છે કે 2 વાગ્યા પછી અહીંયા ભૂત આવે છે અને તે છોકરીઓ ને જ સાથે લઇ જાય છે..."

અક્ષત દિયા ને ડરાવતા બોલે છે...

"જલ્દી કાર ચાલુ કર હવે..."

દીયા બોલે છે અને અક્ષત નો હાથ પકડી લે છે જયારે અક્ષત તેની સામે જોવે છે ત્યારે તેની આંખો બંધ હોય છે...

અક્ષત કાય બોલ્યા વગર કાર ચાલુ કરી દે છે અને આગળ જવા લાગે છે થોડી વાર પછી જયારે દુકાનો અને મકાનો આવા લાગે છે....

"જો હવે આજુ બાજુ દિયું..."
અક્ષત બોલે છે અને દિયા તેની આંખો ખોલે છે અને આજુ બાજુ જોવે છે અને અક્ષત નો હાથ મૂકી દે છે...

અક્ષત મન માં વિચારે છે કે પહેલા ખબર હોત તો ઘર આવે પછી જ આને આંખો ખોલવાનું કીધું હોત...

થોડી વાર માં ઘરે પોચી જાય છે...

"ચાલ હું જાઉં સુવા..."
દિયા બોલી ને જાય છે...

અક્ષત પણ જાય છે...અને ગણી વાર તે દરવાજો ખખડાવે છે પણ મિતાલી ખોલતી નથી...
અક્ષત દિયા ને ફોન કરે છે...

"અરે તારા પાસે મારા ઘર ની ચાવી હશે..."
અક્ષત બોલે છે...

"હું જોઈને કઉ..."
દિયા બોલી ને ફોન મૂકી દે છે...

"અરે હવે તો આ રીતે ઘર ની બારે ઉભા રહેતા મને બીક લાગે છે...

અક્ષત બોલી ન દિયા ના ઘર ના દરવાજા જોડે જાય છે ત્યારે જ દિયા દરવાજો ખોલે છે...

"આ રઈ ચાવી..."
દિયા અક્ષત ને ચાવી આપતા બોલે છે...

અક્ષત તેને થેન્કયુ કઇને ત્યાં થી જાય છે...

દિયા પણ ઘરે આવી ને સુઈ જાય છે...

*****

બીજા દિવસે શિવ અને અહાના ઘરે આવે છે અને શિવ ને ખબર હતી કે મિતાલી નો ગુસ્સો કેવો છે જો તેને ખબર પડી ગઈ કે તે બન્ને એ આ વાત છુપાઈ તેમના થી તો તે વાત પણ નાઈ કરે....

તે બન્ને આવી ને પહેલા જ મિતાલી પાસે જાય છે અને તેને કે છે...

"સાંભળ મિતું..."
શિવ બોલી ને મિતાલી ની બાજુ માં બેસે છે...

"હા બોલ અને આટલા દિવસ થી ક્યાં હતો.."
મિતાલી બોલે છે...

"હા હું એ તો કઉ છું તને.."
શિવ બોલે છે...

"હા તું પેલા એની આખી વાત સાંભળ..."

અહાના બોલી ને મિતાલી ની બીજી બાજુ બેસીને બોલે છે...

"હા બોલો હવે..."
મિતાલી બોલે છે...

"હું અને અહાના એક બીજા ને પસંદ કરીએ છીએ અને અમે આ 2 દિવસ સાથે જ હતા..."
શિવ બોલે છે...

"શું તમે બન્ને સાથે હતા તો અહાના એ તો મને એમ કીધું હતું કે તે તેના ઘરે જાય છે અને તું તો અક્ષત ને એમ કેતો હતો કે સગાઈ માં છો..."
મિતાલી બોલે છે...

"એ બધું ખોટું હતું..."
શિવ બોલે છે...

શિવ અને અહાના હવે મિતાલી ને માનવતા હોય છે ત્યારે જ અક્ષત રૂમ ની બારે આવે છે...

"અરે અક્ષત હવે તું જ કે ને મિતાલી ને..."
શિવ અક્ષત સામે જોઈ ને બોલે છે...

"અરે એટલે અક્ષત ને પહેલા થી જ ખબર હતી..."
મિતાલી બોલે છે...

"મને પણ કાલે રાતે જ ખબર પડી છે..."
અક્ષત તેમની સાથે બેસતા બોલે છે...

પછી કે ની બનેલી બધી વાત શિવ, અહાના અને અક્ષત તેને કહે છે....

"અને કાલે દિયા જોડે પણ મારી વાત થઇ અને એને મને તેની બધી વાત કીધી..."
અક્ષત ખુશ થઇ ને બોલે છે...

"અરે આ તો સારું થયું..."
મિતાલી બોલે છે...

"ચાલો હું ઘરે જાઉં દિયા ને પણ માનવી પડશે હજુ..."
અહાના હ્સતાંહ્સતાં બોલે છે અને ત્યાં થી જાય છે...


મિતાલી ત્યાં થી ઘરે જવા માટે નીકળી જાય છે...

શિવ, મિતાલી અને અક્ષત વાતો માં લાગી જાય છે...

આગળ શું થાય છે તે જાણવા જોડાયા રહો મારી સાથે....

પ્રેમ થઇ ગયો...